Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
છે. તે સમયનું માપ કઈ રીતે ગણવામાં આવે છે તે અહીં કહેવામાં આવશે. (ગા. ૧૩૯ માં)
વર્તના હેતુત્વ તે કાળ દ્રવ્યનો અસાધારણ ગુણ છે. તેના કારણે અન્ય પાંચ દ્રવ્યો પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવના કારણે સ્વયં પરિણમન કરે છે ત્યારે ત્યાં કાળ દ્રવ્યની પર્યાયને નિમિત્ત ગણવામાં આવે છે. આ ગાથામાં પુદ્ગલ પરમાણુનું માત્ર પરિણમન નથી લીધું પરંતુ તે પોતાની ક્રિયાવતી શક્તિ અનુસાર ક્ષેત્રથી ક્ષેત્રાંત૨ ક૨ે છે તેવી ક્રિયાની વાત લઈને તેમાં કાળની પર્યાયનું નિમિત્તપણું દર્શાવ્યું છે.
ગાથા = ૧૩૯
તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તત્પૂર્વાપરે જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે. ૧૩૯.
જેમ મોઢાના હાવભાવ ઉ૫૨થી જીવના હાસ્ય-શોક વગેરે અરૂપી પરિણામનો નિર્ણય થાય છે તેમ પુદ્ગલના પરિણામ દ્વારા અરૂપી કાળ દ્રવ્યની પર્યાયનો નિર્ણય થાય છે. પુદ્ગલના પરિણામ દ્વારા કાળની પર્યાય જાણી શકાય છે તેનું આપણે પૃથ્વી વગેરેના પરિણામ વડે ખ્યાલમાં લીધું. આ ગાથામાં કાળની પર્યાયનું એકમ અર્થાત્ નાનામાં નાનુ માપ શું છે તે નક્કી કરવું છે. તે માટે કેવળી ભગવાનના જ્ઞાનનો આધાર લઈને વિચારવામાં આવે છે.
:
:
પરમાણુ એક આકાશ પ્રદેશને (મંદ ગતિથી) ઓળંગે ત્યારે તેના બરોબર જે વખત તે ‘સમય’ છે; સમયની પૂર્વે તેમ જ પછી એવો (નિત્ય) જે પદાર્થ છે તે કાળ દ્રવ્ય છે; ‘સમય' ઉત્પન્ન ધ્વંસી છે.
:
આપણે ૧૩૮ ગાથામાં જે વિચારી ગયા તે અનુસાર એક પુદ્ગલ ૫૨માણુ મંદગતિએ આકાશના એક પ્રદેશને ઓળંગે તેમાં જેટલો વખત જાય છે તેને એક સમય કહેવામાં આવે છે. આ રીતે કાળ દ્રવ્યનું નાનામાં નાનુ માપ એક સમય છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્ય છે તે ટકીને બદલતો હોવાથી તેના અનાદિથી અનંતકાળ સુધીની અનંત પર્યાયો છે. તે દરેક પર્યાય પોતાનું સ્વરૂપ કેટલા સમય સુધી બતાવી શકે છે તેવા પ્રશ્નનો જવાબ એ છે કે દરેક પર્યાય માટે તેને એક સમય જેટલો જ વખત ફાળવવામાં આવે છે. અહીં પુદ્ગલના એક પરમાણુની વાત લીધી છે તે ૫૨માણુ પોતે અનાદિથી અનંતકાળ સુધી પોતાના પરિણમનના પ્રવાહમાં છે. તે પ્રવાહના એક ભાગરૂપે તે આ સમયે આકાશના એક ચોક્કસ પ્રદેશને મંદ ગતિએ ઓળંગે છે. તેથી પરમાણુનું તે વખતનું કાર્ય તો આકાશના
:
એક પુદ્ગલ પરમાણુ મંદગતિએ પ્રવાસ કરે ત્યારે એક આકાશના પ્રદેશને ઓળંગતા
:
જેટલો વખત લાગે તેને એક સમય કહેવા માગે : એક પ્રદેશને મંદગતિએ ઓળંગવાનું જ થયું. તે
કાર્ય જેટલા વખતમાં થયું તેને એક સમય કહેવામાં આવે છે. આ ‘સમય’ તે કાળ દ્રવ્યની પર્યાય છે. તે
:
છે. ગા. ૧૩૮માં તો માત્ર પુદ્ગલ પરમાણુની ગતિને તથા કાળ દ્રવ્યની પર્યાયને નિમિત્ત નૈમિત્તિક · સંબંધ છે એટલી જ વાત લીધી છે. નૈમિત્તિક એવી પરમાણુની ગતિ મારફત નિમિત્ત એવી કાળ દ્રવ્યની પર્યાયની પ્રસિદ્ધિ ક૨વામાં આવી : છે. ખ્યાલમાં રહે કે કાળાણુ અને તેની પર્યાય એક પ્રદેશી જ છે. તેથી તે પ્રદેશમાં રહેલા અન્ય દ્રવ્યોને જ તે પર્યાય પરિણમનમાં નિમિત્ત થાય
છે.
૧૪૨
કાળ દ્રવ્યનું નાનામાં નાનુ માપ છે. તે પર્યાય નિરંશરૂપ હોવાથી અવિભાગી છે. ‘સમય’ તે કાળ દ્રવ્યની પર્યાય હોવાથી તેના ઉત્પત્તિ અને વિનાશ અવશ્ય હોય છે. તે જેની પર્યાય છે તે કાળ દ્રવ્ય નિત્ય છે. આ રીતે કાળ દ્રવ્ય અને તેની એક સૂક્ષ્મ પર્યાય જેને ‘સમય’ કહેવામાં આવે છે. તેની સ્થાપના આ ગાથામાં કરવામાં આવી છે.
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન