Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
છે અને શરીરને પ્રાપ્ત ઈન્દ્રિયો અને મનના સંગે : પોતાની ચોવીસ કલાકની પ્રવૃત્તિમાં દરેક પ્રસંગે
આ જાગૃતિ રાખે તો તેને નિઃશંકતા આવે કે જેટલા ભાગમાં મારે પરદ્રવ્ય સાથે શેય જ્ઞાયક સંબંધ થાય છે એટલો જ ભોગવટો થાય છે અને તે સમયે પદ્રવ્યો તો તેના પ્રવાહ ક્રમમાં ચાલ્યા જ થાય છે. આ નિર્ણય દૃઢ થતાં સ્હેજે પાંચ ઈન્દ્રિયોની પ્રવૃત્તિ ભોગ ઉપભોગ માટે નથી એ રીતે તેની નિરર્થકતા લાગે છે. હવે તે અન્ય ઈન્દ્રિયોનું લક્ષ છોડીને આંખ અને કાનનો ઉપયોગ માત્ર જ્ઞાનીનો ઉપદેશ મેળવવા માટે જ કરે છે. લક્ષમાં રહે કે ઈન્દ્રિયોની પ્રવૃત્તિ તદ્દન બંધ થવાની નથી પરંતુ તે જીવ હવે પ્રયત્નપૂર્વક તેનો ઉપયોગ સવિશેષપણે આત્મહિત માટે જ કરવા માગે છે.
માત્ર જાણપણું ન કરતા નવા મોહ રાગ દ્વેષના ભાવોને કરે છે અને એ રીતે તે પોતાનો સંસાર · ચાલુ રાખે છે. એવા ભાવો વડે ફરી નવો દેહ ધારણ કરીને પરિભ્રમણ ચાલુ રાખે છે.
જેને સંસા૨ના પરિભ્રમણનો થાક લાગ્યો હોય તેણે સૌ પ્રથમ એ નિર્ણય ક૨વો જોઈએ કે મારે પુદ્ગલ દ્રવ્ય સાથે કાંઈ પ્રયોજન નથી. સ્વ અને ૫૨ના આવા જુદાપણાનો નિર્ણય થતાં તેને ખ્યાલ આવશે કે મારે માટે ઈન્દ્રિયો કાંઈ ઉપયોગની નથી. કારણકે તેનો વિષય માત્ર રૂપી પદાર્થો જ છે. તેણે એ પણ નક્કી કરવું પડશે કે મેં મનનો ઉપયોગ માત્રરૂપી પદાર્થોને જાણવા માટે જ કર્યો છે. તેથી મારે મનનો ઉપયોગ તે પ્રયોજન માટે કરવા યોગ્ય નથી. આટલો નિર્ણય કર્યા બાદ તે હવે વિચારે છે કે જે સંજ્ઞી જીવ છે તે જ સ્વાનુભૂતિ કરી શકે છે એમ જિનાગમ ફરમાવે છે. તેથી મનની ઉપયોગિતા શું છે તેનો વિચાર કરતાં તેને ખ્યાલમાં આવે છે કે મન અરૂપીને પણ વિષય કરી શકે છે. સ્વાનુભવ પહેલા અનુમાન જ્ઞાન એક પૂર્વ ભૂમિકારૂપે હોય છે. તેને ખ્યાલ છે કે અનાદિનો અજ્ઞાની જીવ જ્ઞાની ગુરુ પાસેથી શુદ્ધાત્માના સ્વરૂપને જાણે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય મેળવે છે. ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ શબ્દો દ્વારા થાય છે. તેથી હવે તે આંખ અને કાનનો ઉપયોગ ક્યા પ્રકારે ક૨વો જોઈએ તેનો નિર્ણય કરે છે.
:
:
મનનો ઉપયોગ પુદ્ગલની રૂપી પર્યાયોના જ્ઞાન મારફત તેનું સંકલન કરીને ચીજને જાણવામાં કરતો હતો. તેના સ્થાને હવે તે શ્રીગુરુ પાસેથી નય વિભાગથી આપવામાં આવતા ઉપદેશનું સંકલન કરીને આચાર્યદેવ પદાર્થનું અનેકાંત સ્વરૂપ કઈ રીતે સમજાવે છે તેનો નિર્ણય ક૨વા માટે કરે છે. અર્થાત્ તે મનના સંગે એક અનેક તથા નિત્ય-અનિત્ય એવા પરસ્પર વિરોધી દેખાતા ધર્મો વસ્તુમાં અવિરોધપણે કઈ રીતે રહેલા છે તેનો નિર્ણય કરે છે. પદાર્થ બંધારણની આ રીતે મજબૂતિ ક૨વામાં તે મનનો સહારો લે છે. ગુરુ આત્માનું સ્વરૂપ કઈ રીતે દર્શાવે છે તે સમજવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાની ગુરુએ આત્માનો અનુભવ કર્યો છે અને તે નય વિભાગથી સમજાવે છે. જ્ઞાની માત્ર નય વિભાગથી વર્ણન જ કરે છે તેમ નથી. તે વસ્તુના ધર્મોને તેની કિંમત સહિત સમજાવે છે. આ રીતે પાત્ર જીવ મનના સંગે પોતાના આત્માનું એક વાસ્તવિક ચિત્ર પોતાના અનુમાન જ્ઞાનમાં ઊભું કરે છે. સર્વજ્ઞ પરમાત્માએ આત્માને જેવો જાણ્યો છે. તેવો જ પોતાના અનુમાન જ્ઞાનમાં આવે તેવો પ્રયત્ન કરે છે. તે ચિત્રમાં કોઈ ઉણપ અથવા ભૂલ લાગે તો આગમનો આધાર
:
અજ્ઞાની જીવ બંધાયેલો છે મુક્ત નથી. પરાધીન છે. તેથી તે સંપૂર્ણપણે ઈન્દ્રિય અને મનનું અવલંબન છોડી શકતો નથી પરંતુ સંસાર પરિત થવાનો માર્ગ તેના ખ્યાલમાં આવ્યો છે માટે તે સૌ પ્રથમ ઈન્દ્રિયોનો ગુલામ થવા રહેવા માગતો નથી. બાહ્ય વિષયો ભોગવાતા જ નથી અને ત્યાંથી સુખ આવતું જ નથી એની ઢઢતા કરે છે. ભોગવટાના ભાવથી છૂટવા માટે આ ડ્રીલ (ક્વાયત) જરૂરી છે. પ્રવચનસાર - પીયૂષ
:
૨૦૧