Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
બંધાવું એ દ્રવ્યબંધ છે. જેને ઉભયબંધ પણ કહેવામાં : મૂળ કારણ શું છે અને તેનો અભાવ કેવી રીતે થાય
તે જાણવાનું આપણું પ્રયોજન છે. બંધના કારણોમાં • મિથ્યાત્વ-અવિરતિ કષાય અને યોગ લેવામાં આવે
આવે છે. જે રીતે જીવની વિભાવ પર્યાયનો જીવ સાથે સંબંધ એ ભાવબંધ નામ પામે છે. તેમ પુદ્ગલનું દ્રવ્યકર્મરૂપે થવું એ દ્રવ્યબંધ છે. જીવના ભાવબંધ અને પુદ્ગલના દ્રવ્યબંધ વચ્ચેના સંબંધને ઉભયબંધ કહે છે એવું પણ સૂક્ષ્મપણે વિચારી શકાય છે.
જિનાગમમાં યોગના કંપનને જ આસવના કારણેરૂપે માન્ય કર્યો છે. વિભાવને બંધના કારણમાં લેવામાં આવે છે. આમ હોવાથી વીતરાગતાનીપ્રાપ્તિ થયા બાદ પણ યોગના કંપનને કારણે કર્મો આવે છે તેને ઈર્યાપથ આસ્રવ કહે છે. ત્યાં વિભાવનો અભાવ હોવાથી કર્મો જીવની સાથે બંધાતા નથી.
:
છે. તેથી મિથ્યાત્વ એ તો મુખ્ય છે. શ્રદ્ધાનો દોષ હોય ત્યાં જ્ઞાનમાં પણ દોષ ગણવામાં આવે છે. ખરેખર તો જીવ જ્ઞાન મા૨ફત જ અન્ય દ્રવ્યો સાથે સંબંધમાં આવી શકે છે. તેથી ટીકામાં જ્ઞાનની વાત લીધી છે. અજ્ઞાની જીવ પરથી ભિન્ન રહીને જ પ૨ને જાણે છે છતાં તે જ્ઞેય જ્ઞાયક સંકરદોષ કરે છે અને તે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનમાં પણ મોહની ઉત્પત્તિ થાય છે. શેયો જીવથી સદાય ભિન્ન જ છે. પરંતુ જ્ઞેય જ્ઞાયક સંબંધના કારણે જાણે કે શેયો જ્ઞાનમાં આવી ગયા એવું ભાસે છે. તેથી ૫૨ને પોતાના માનવારૂપ મોહ ઉત્પન્ન થાય છે. તેને પરના કાર્ય હું કરી શકું છું અને ૫૨ને ભોગવી શકું છું એવી માન્યતા થાય છે. બાહ્ય વિષયોને ભોગવતા મને સુખ-દુઃખ થાય છે એવી માન્યતાના કારણે તેને બાહ્યમાં હિતબુદ્ધિ છે.
આ ગાથાની ટીકામાં આત્માને ઉપયોગ સ્વરૂપ કહ્યો છે. અહીં ઉપયોગનો અર્થ જીવની પર્યાય સમજવો. તે ઉપયોગને દર્શન અને જ્ઞાનમય કહ્યો છે અને જ્ઞેય પદાર્થોના સમયે સમયે થતાં વિસર્દેશ પરિણામ અનુસાર જીવમાં મોહ રાગ-દ્વેષ થાય છે
એમ લીધું છે. જીવના પરિણામમાં મોહ રાગ-દ્વેષની
વાત છે. તેથી ત્યાં માત્ર જ્ઞાનની પર્યાય લાગુ ન પડે
માટે ઉપયોગનો અર્થ જીવની પર્યાય લેવી જરૂરી
:
છે. રાગ અથવા દ્વેષ એવા બે ભેદ સમજાવવા માટે પદ્રવ્યો સંયોગોની વાત લેવામાં આવી છે. અજ્ઞાની
જીવ સંયોગોના લક્ષે સંયોગીભાવ કરે છે. સંયોગોમાં અનુકૂળ અને પ્રતિકૂળ એવા ભેદ પાડીને રાગ કે દ્વેષના ભાવો કરે છે એવો બધાને અનુભવ છે. જીવના ત્રણ પ્રકારના વિભાવની વાત લેવી છે માટે સ્ફટીકના દૃષ્ટાંતમાં અન્ય ત્રણ રંગના પદાર્થોથી વાત કરવામાં આવી છે. જેથી સિદ્ધાંત સમજવામાં સુગમતા રહે.
આ ગાથામાં જ્યારે ભાવબંધની વાત લેવામાં આવી છે ત્યારે આપણે ભાવબંધ અંગે થોડી વિશેષ વિચારણા કરી લઈએ. તેમાં ભાવબંધની ઉત્પત્તિનું :
૨૧૬
જે ઉપયોગ (જીવના પરિણામ) હિતબુદ્ધિપૂર્વક બાહ્યમાં જાય છે. તેને કોઈ પણ બાહ્ય વિષય
મળતાં તે ઉપયોગ બે ભાગરૂપે થઈ જાય છે. અર્થાત્
સંયોગના લક્ષે તે રાગ-દ્વેષ કરી લે છે. આ રીતે
અજ્ઞાની જીવ પોતાના મોહના કા૨ણે અર્થાત્ પદ્રવ્યમાં એકત્વબુદ્ધિ ધરાવતો હોવાથી સ્વયં રાગદ્વેષરૂપે પરિણમે છે. જીવના આ મોહ રાગ-દ્વેષના નિયમભૂત નિમિત્ત કા૨ણ ઘાતિ કર્મોદય છે. આ રીતે અજ્ઞાની જીવ વિભાવેશ્વર થઈને સ્વયં રાગીદ્વેષી થાય છે અને એવા ભાવથી તે બાહ્ય સંયોગોમાં જોડાય છે. જે સંયોગોના નિમિત્તે રાગ-દ્વેષ માને છે તે સંયોગો બદલાવવા માટે પ્રયત્ન કરે છે જે વ્યર્થ છે. સંયોગો તો પૂર્વના પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય છે અને સંયોગો રાગ-દ્વેષનું કારણ નથી. ચારિત્રના દોષનું કારણ મિથ્યાત્વ છે. માટે જે જીવ રાગ અને દ્વેષને ટાળવા માગે છે તેણે આ સિદ્ધાંતને યોગ્ય રીતે સમજીને જે રીતે મિથ્યાત્વ મટે તે પ્રકારનો જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન