Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
હતા તેના સ્થાને જ્ઞાની પરને ૫૨ જાણીને ત્યાગે છે : પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં’’ આ બધું
એનું જિનાગમનું કથન છે. ૫૨માં હિતબુદ્ધિ હતી તેથી ગ્રહણનો ભાવ હતો હવે હિતબુદ્ધિ નથી તેથી
...
ત્યાગનો ભાવ છે. આ રીતે પરલક્ષ છોડીને જ્ઞાનીનો ઉપયોગ ફરીને નિર્વિકલ્પ થાય છે. હવે ચારિત્રના પરિણામના ભેદનો વિસ્તારથી અભ્યાસ કરીએ
. વિચાર માગે છે. ‘‘દ્રવ્ય અનુસાર ચરણ’’ અર્થાત્ જ્ઞાનીને અંતરંગની શુદ્ધતા જે પ્રકારે વધતી જાય છે તે પ્રમાણે ભૂમિકાને યોગ્ય શુભ ભાવના પ્રકાર પણ બદલતા જાય છે. આ પ્રક્રિયા સહજ છે. સાધકની ભૂમિકામાં હઠપ્રયોગને સ્થાન નથી. જ્ઞાનીએ સ્વભાવમાં હુંપણું સ્થાપ્યું છે અને જ્ઞાયકને શોભે તેવું આચરણ શરૂ કર્યું છે. સાધક દશામાં પૂર્વના સંસ્કા૨ અનુસાર દેહલક્ષી પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે. પરંતુ તે ઘસાતા ભાવો છે. ભાવ મોક્ષ દશા પ્રગટતા ત્યાં એકલી શુદ્ધતા જ રહી જાય છે. ૫૨માત્માના જ્ઞાનમાં સાધકને ગુણ સ્થાનની પરિપાટી અનુસાર બધા ભાવો કેવા છે તેનું જાણપણું છે. પ૨માત્મા તેમાં
અજ્ઞાની બાહ્ય વિષયને જાણતો ત્યારે તેને તે ભોગવવાનો ભાવ થતો હતો. તે અશુભ ભાવ હતો. જ્ઞાનીને બાહ્ય વિષયો જણાય ખરા પરંતુ
તે પોતાથી અત્યંત ભિન્ન છે અને તે ભોગવી : કોઈ ફેરફાર કરતા નથી. માત્ર જાણે છે અને
બાહ્ય વિષયો અનુકૂળ લાગતા જીવ રાગ કરતો હતો. પ્રતિકૂળ લાગતા દ્વેષ કરતો હતો. જ્ઞાનીને બાહ્ય વિષયો અનુકૂળ કે પ્રતિકૂળ જણાતા નથી તેથી તેને રાગ કે દ્વેષ થતા નથી.
:
:
શકાતા નથી. કર્તા કર્મ અને ભોક્તા ભોગ્યપણું એક જ દ્રવ્ય છે. એવું નિઃશંક જ્ઞાન અને શ્રદ્ધાન જ્ઞાનીને છે માટે તેને પદ્રવ્યને ભોગવવારૂપ અશુભ ભાવતો નથી થતો. અર્થાત્ જ્ઞાની પદ્રવ્યને ભોગવવાનો અશુભ ભાવ તો ક૨તો જ નથી. આ રીતે જ્ઞાની પરલક્ષે અશુભ ભાવ નથી કરતો. તે સહજપણે સમજાય છે. જ્ઞાની ૫૨ને ત્યાગે છે. તેથી તેને પરલક્ષે શુભભાવ થાય છે એવું આપણને લાગે છે છે અને કોઈ અપેક્ષાએ તે સાચું પણ છે. પરંતુ અહીં તો કહે છે કે જ્ઞાની પ૨લક્ષે શુભભાવ પણ કરતો નથી. આ કથન થોડું વિચિત્ર લાગે. પરંતુ શાંતિથી વિચા૨ ક૨તાં તે તદ્દન સાચું છે એવો નિર્ણય કરી શકીશું.
:
:
આ વ્યવસ્થા ત્રિકાળ છે માટે જેમ છે તેમ દિવ્ય ધ્વનિમાં એ વાત આવે છે. તેથી તે જિન આજ્ઞા મુજબ છે એમ નક્કી થાય છે. આ રીતે મુનિના શુભભાવ બધી રીતે યોગ્ય અને સહજ હોવા છતાં મુનિરાજ એવા ભાવને પણ છોડીને સ્વરૂપ લીનતા કરે છે. શુભ ભાવમાં રહેવું નથી માટે છોડે છે. એમ અસ્તિપણે નક્કી કર્યા બાદ પરદ્રવ્યના લક્ષે શુભ ભાવ ન થાય એવું કાંઈ છે કે નહીં તે આપણે વિચારીએ.
·
:
:
શાસ્ત્રમાં કથન આવે છે કે બાહ્યમાં વજ્રપાત થાય તો પણ તેમાં એવી તાકાત નથી કે જીવને ફરીને વિભાવ-મોહ કરાવે. આ રીતે સમ્યગ્દર્શનનો મહિમા દર્શાવવામાં આવે છે. તેનો વિચાર કરીએ તો જ્યારે મોહ કરાવવાનું પણ પદ્રવ્ય (સંયોગો) માં શક્તિ નથી તો શુભભાવ કરાવવાનું સામર્થ્ય પણ નથી એ વાત સહજપણે ખ્યાલમાં આવે તેમ
છે.
મુનિદશાનું વર્ણન શ્રીમદ્ રાજચંદ્રે કર્યું છે તે ‘અપૂર્વ અવસ૨ એવો ક્યારે આવશે''. કાવ્યમાં મુનિને જે બાહ્ય યોગની પ્રવૃત્તિ છે તેની યોગ્યતા ત્રણ અપેક્ષાએ સમજાવી છે. તે સંયમના હેતુએ છે. તે સ્વરૂપના લક્ષે છે અને જિન આજ્ઞા પ્રમાણે છે.
શુભ ભાવને જિનાગમમાં ધૂર્ત અભિસારીકા
આ રીતે તેની સહજતા દર્શાવ્યા બાદ કહે છે કે “તે : કહેવામાં આવે છે. પુણ્યની મીઠાશ અજ્ઞાનીને છે. પ્રવચનસાર - પીયૂષ
૧૮૧