Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
જેને શરીરમાં હુંપણું હોય તેને પુણ્યની મીઠાશ
ગાથા = ૧૬૦
:
હુંદેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહીં, કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહીં. ૧૬૦.
:
અવશ્ય હોય. જેણે દેહાધ્યાસ છોડયા છે, તેને પુણ્યની મીઠાશ ન હોય. તેને ખ્યાલ છે કે શુભ ભાવના ફળમાં જીવને પુણ્ય બંધાય છે. તેથી તે શુભ ભાવ અને તેના ફળને કાળા નાગરૂપે લક્ષમાં લે છે. સ્વાનુભૂતિ પહેલાં જ પાત્ર જીવે આ બધા નિર્ણય કરી લીધા છે. તેને ખ્યાલ છે કે શુભ ભાવના ફળમાં પુણ્ય બંધ અને અનુકૂળ સંયોગો ભોગવતા જે ઈન્દ્રિય સુખ થાય છે તેના કારણે જ જીવનો અનંત સંસાર ચાલ્યા કરે છે. અનંત સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે પરંતુ જીવોને બાહ્ય વિષયોને ભોગવતા જે સુખનો અનુભવ થાય છે તે જીવની ખોટી માન્યતાને પુષ્ટ કરે છે. બાહ્ય વિષયો ભોગવાય જ નહીં અને અચેતન પદાર્થોમાં સુખ છે જ નહીં તેથી ત્યાં સુખના સ્થાને ખરેખર દુઃખનો અનુભવ થવો જોઈએ. જો જીવને દુઃખનો અનુભવ થાય તો તે અચૂક પોતાની મિથ્યા માન્યતાને છોડે છે.
:
:
અહીં શરીર, મન, વાણી એ ત્રણે પૌદગલિક છે. પોતે અરૂપી જ્ઞાયક છે. જ્ઞાની પોતાને આ બધાથી જાદો જાણે છે. શરીરાદિનું પોતાથી અત્યંત ભિન્નપણું ભાસે છે માટે હવે પોતાને તેના તરફ કોઈ પક્ષપાત નથી. અર્થાત્ કોઈ શરીર અનુકૂળ લાગે, શરીરની કોઈ સ્થિતિ અનુકૂળ લાગે અને કોઈ પ્રતિકૂળ લાગે એવું હવે બનતું નથી. તેથી પોતે બધા પ્રત્યે મધ્યસ્થ એવો ભાવ દર્શાવે છે. ભેદ જ્ઞાનના કારણે પોતાને અત્યંત જુદાપણું અનુભવાય છે.
:
છે
:
આ રીતે બધી રીતે વિચારતા એ નક્કી કરવું
કે જ્ઞાનીને સવિકલ્પ દશા સમયે પદ્રવ્ય જણાય ત્યારે તેના લક્ષે તે અશુભ ભાવ તો ક૨તો જ નથી પરંતુ તેના લક્ષે શુભ ભાવ પણ ન કરતા ફરીને નિર્વિકલ્પ દશામાં આવી જાય છે. કદાચ એટલો પુરુષાર્થ ન ટકે તોપણ તેને પરલક્ષે થતાં શુભ ભાવમાં કાંઈ રસ નથી તેથી તે પદ્રવ્યનો ઉદાસીન જ્ઞાતા જ રહે
છે.
૧૮૨
હું દેહ નથી, મન નથી, તેમજ વાણી નથી; તેમનું કારણ નથી, કર્તા નથી, કારયિતા (કરાવનાર) નથી, કર્તાનો અનુમોદક નથી.
જ્ઞાનીને અનુભૂતિમાંથી બહાર આવતા દુઃખ અનુભવાય છે. તે સમયે તેના પરિણામમાં ભગવાનની ભક્તિ-પૂજા અથવા શાસ્ત્ર સ્વાધ્યાય કે તત્ત્વ ચિંતવન આવા કોઈપણ શુભ ભાવ હોય તો પણ તેનો અતીન્દ્રિય આનંદ ચાલ્યો જાય છે. તેને તેવા ભાવ પણ ખરેખર સહજપણે દુઃખરૂપે
સંસાર અવસ્થામાં પોતે આ બધા સાથે કેવા ભાવથી જોડાયેલ હતો. તે બધો ભૂતકાળ યાદ કરીને પોતે તે ભાવોનું પ્રતિક્રમણ કરે છે. પોતે કાર્ય તો વર્તમાનમાં કરે છે પરંતુ તેમાં ભૂતકાળના પ્રતિક્રમણ આવી જાય છે. ભૂતકાળમાં જે ભાવ થયેલા તેનું સત્ તો પડી ચૂક્યું છે તે અન્યથા નથી થવાનું. પરંતુ વર્તમાનના શુદ્ધોપયોગમાં ત્રણે કાળના દોષ છૂટે
:
:
છે એવું જિનાગમનું કથન છે.
અનુભવાય છે. જે પરિણામ દુઃખરૂપે વેદાય એવા ભાવમાં જીવ શા માટે ટકે ?
સૌ પ્રથમ આચાર્યદેવ ટીકામાં આધાર નથી. મોટા ભાગે આપણે આધાર આધેયપણાની આધેયપણાની વાત લે છે. મૂળ ગાથામાં એ વાત
:
સ્પષ્ટતા કરતાં નથી. તેથી પ્રથમ તેનો વિચાર કરી લઈએ.
આધાર આધેયપણારૂપ ભેદનો વિચાર એક જ દ્રવ્યમાં ક૨વામાં આવે છે. પદાર્થનું અખંડપણું કાયમ માટે સલામત રાખીને ભેદનો વિચાર કરવામાં આવે છે. દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેય તાદાત્મ્યરૂપ જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન