Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
અને તેની મનુષ્ય પર્યાય બન્નેને એક ગણીને તેને અન્વયરૂપ લેવામાં આવે છે.
જીવ
અપરિણામી
દૃષ્ટિ
ગાથા ૧૧૧ માં ઉત્પાદનું સ્વરૂપ સમજાવ્યું. ઉત્પાદમાં સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદ એવા બે ભેદ પાડયા. ઉત્પાદ પર્યાયનો જ હોય દ્રવ્યનો નહીં : સત્ તેથી પર્યાયને સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદ એમ : (નિત્યપણું)
બે અપેક્ષાએ જોઈ શકાય છે. એ વાત ત્યાં લેવામાં આવી. હવે આ ગાથામાં દ્રવ્યને સત્ ઉત્પાદ લાગુ પાડીને વાત કરે છે. જીવથી વાત લીધી છે. મનુષ્ય, દેવ વગેરે પાંચ પ્રકારની પર્યાયોરૂપે જીવ થાય છે તેથી જીવ અન્વયરૂપ, (એકરૂપ) છે અને મનુષ્ય વગેરે પર્યાયો વ્યતિરેકરૂપ છે. એ બધી બદલતી અવસ્થામાં જ્યારે જીવનું લક્ષ કરીએ છીએ ત્યારે જીવ ત્યાં એકરૂપે જ, અનન્યરૂપે જ જોવા મળે છે. જીવ મનુષ્યરૂપે થાય છે. ત્યારે પણ તે પોતાનું જીવપણું એવુંને એવું ટકાવીને મનુષ્યરૂપે થાય છે. જીવપણું છોડીને મનુષ્યરૂપે નથી થતો. તેથી મનુષ્ય, દેવ વગેરે બધી પર્યાયોમાં જીવ જીવરૂપે સદાય જોવા મળે છે. આ રીતે જીવનું અનન્યપણું દર્શાવ્યું છે.
ટીકા સમજવા માટે પ્રથમ ટેબલનો અભ્યાસ કરીએ.
સદેશ પરિણામ
સત્ ઉત્પાદ
અપરિણામી દૃષ્ટિ
પ્રવચનસાર - પીયૂષ
સત્
પરિણમતો જીવ
પર્યાય
અન્વય
સત્ એવા
અન્ય દ્રવ્ય
વિસદશ પરિણામ
સ્વભાવ
(અસત્) સાથે
સાથે સંબંધ
અસત્ ઉત્પાદ
સંબંધ
ગા. ૧૧૨ અને ૧૧૩ માં સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદ તે પર્યાયમાં લાગુ ન પાડતા દ્રવ્યને લાગુ પાડવામાં આવે છે.
સત્ ઉત્પાદ
જીવને અપરિણામીરૂપે જોતા તે સત્પ લક્ષમાં આવે છે. હવે પદાર્થ પર્યાય વિનાનો કયારેય ન હોય તેથી જીવ પણ પરિણામ વિનાનો કયારેય ન હોય. અહીં જીવની દ્રવ્ય પર્યાયથી વાત લીધી છે. પર્યાય ઉત્પન્ન થાય છે. તેથી જીવ પર્યાય અપેક્ષાએ ઉપજે છે. આ અપેક્ષાએ જીવને સત્ ઉત્પાદરૂપે જોવામાં આવે છે. જે સત્ને અપિરણામી દૃષ્ટિમાં નિત્ય અવસ્થિત જોયું હતું. તે જ સત્ન હવે સત્ ઉત્પાદરૂપે જોવામાં આવે છે. જીવ મનુષ્યરૂપે ઉપજે છે. તે જીવનો સત્ ઉત્પાદ છે.
દ્રવ્ય
મનુષ્ય -દેવ
તિર્યંચ
નારકી
સિધ્ધર
ગા. ૧૧૧ માં સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદ બન્ને પર્યાયમાં લાગુ પાડયા હતા. ત્યાં સદેશ પરિણામને સત્ ઉત્પાદ કહ્યો કારણકે તેને સત્ એવા એકરૂપ સ્વભાવ સાથે સંબંધમાં પરિણામના
વ્યતિરેક
પરિણમતું દ્રવ્ય પર્યાયરૂપે થાય છે માટે
સત્ ઉત્પાદ
૭૫