________________
સર્ગ : રજે એક સમય પિતાના પતિમાં અત્યંત પ્રેમ રાખવાવાળી ગાંધારીએ ગર્ભને ધારણ કર્યો, તેના અંતરમાં અભિમાન ઉત્પન્ન થયું. તેના સ્તનમાં સ્થૂલતા આવવા લાગી, શરીર કૃશ થવા લાગ્યું. મનમાં ઉત્સાહ ખૂબ જ આવ્યો, મુખ આનંદથી સુંદર દેખાવા લાગ્યું, સ્તનના ઉપરના ભાગમાં શ્યામતા આવી, ગાંધારી ગર્ભવતી થવાથી ધૃતરાષ્ટ્રની અત્યંત માનીતી બની ગઈ, ગર્ભના પ્રભાવથી તેણીને વિચિત્રદેહદ આવવા લાગ્યા, ઘડામાં જેવા પ્રકારનું પાણી હોય છે તેવા પ્રકારની ગંધ આવે છે. તે રીતે લોકોના ઝઘડામાં લોકોને દુઃખી જોઈને તેને ખૂબ જ આનંદ થતું, જેલમાં રહેલા કેદીઓના પગમાં પડેલી બેડીઓના અવાજથી હર્ષ થવા લાગે, તેણી વિનાકારણે ગુરૂજનોને તિરસ્કાર કરવા લાગી, મદેન્મત્ત હાથી ઉપર બેસી પુરૂષવેશમાં નગરભ્રમણ સ્વછંદપણે કરી, પિતાના અંતરમાં ખૂબ જ હર્ષિત બનીને દેહદ પૂર્ણ કર્યો. ઉદરમાં ગર્ભવૃદ્ધિની સાથે તેનામાં ક્રૂરતા વધતી ચાલી, પૃથા (કુંતી) કરતાં પ્રથમ ગર્ભવતી થવાથી તેણી અભિમાની બનીને તેણીના પ્રત્યે અવિવેકી અને અવિનયી બની ગઈ.