________________
વ્રતસ્થાપનાવસ્તુક | આમુખ
|
|
| | | |
| |
| | |
|
| | | | | | |
| | | |
| |
| |
|
* આમુખ
0
વ્રતસ્થાપના' નામની ત્રીજી વસ્તુમાં નવદીક્ષિત સાધુને અહિંસા આદિ પાંચ મહાવ્રતોમાં આરોપણનો તેમ જ આરોપિત એવાં પાંચ મહાવ્રતોના પાલનનો વિષય છે. તે પાંચ મહાવ્રતોને બુદ્ધિમાં ઉપસ્થિત કરાવવા અર્થે મુખપૃષ્ઠ પર આ પ્રકારનું ચિત્ર રજૂ કરેલ છે. તેનો સંદર્ભ કંઈક આ મુજબ જાણવો :
રાજાના કર્મકારો માથે ભાર ઉપાડીને જઈ રહ્યા છે, તેમાં પણ એક કર્મકર સૌથી વધારે ભાર ઉપાડે છે. તેથી રાજાએ જાહેર કર્યું કે આ ભારવાહક જ્યારે રાજમાર્ગ પરથી જતો હોય ત્યારે સર્વ લોકોએ ખસી જવું અને તેને અખ્ખલિતપણે જવા માટે માર્ગ આપવો. હવે એક વખત ભારવાહકો રાજમાર્ગ પરથી પસાર થતા હતા તે વખતે કેટલાક મુનિભગવંતો પણ તે માર્ગમાં સામે મળે છે. ત્યારે તે સૌથી વધુ ભાર ઉપાડનાર કર્મકર મનમાં વિચારે છે કે “હું તો માત્ર આટલો જ ભાર ઊંચકીને જઈ રહ્યો છું, જ્યારે આ મુનિભગવંતો તો પાંચ પાંચ મહાવ્રતોનો ભાર ઉપાડીને વિચારી રહ્યા છે. તેથી તેઓ કરતાં અલ્પ ભારવાળા એવા મારે ખસી જવું જોઈએ.” એમ વિચારીને સ્વયં રાજમાર્ગ પરથી નીચે ઊતરીને મુનિભગવંતોને ત્યાંથી પસાર થવાનો માર્ગ કરી આપે છે.
આ દૃષ્ટાંત દ્વારા સામાન્ય જનોમાં પણ મહાવ્રતોનો આદર જોઈ તેની મહાનતા અને શ્રેષ્ઠતાનો બોધ થાય છે. તે મહાવ્રતોનું પારમાર્થિક સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ છે.
TTTTT TT TT T
| | | | | | |
|T
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org