Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
બંધનકરણ
જાય છે.
આવી જ રીતે પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સંખ્યાતભાગ વધતા અને સંખ્યાતગુણ વધતા યોગસ્થાન ૫૨ પ્રતિસમય આત્મા વૃદ્ધિ પામે તો પણ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય તેટલા સમયપર્યંત નિરંતર વૃદ્ધિ પામે છે. આ જ રીતે ક્ષયોપશમ મંદ અતિમંદ અને વધારે મંદ થવાથી પ્રતિસમય વિવક્ષિત યોગસ્થાનકથી અસંખ્યાતમો ભાગ ઘટતા ઘટતા અન્ય અન્ય યોગસ્થાનકે આત્મા જાય તો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યંત નિરંતર ઘટતો જાય છે.
૧૩
એ જ પ્રમાણે પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે સંખ્યાતભાગહીન અને સંખ્યાતગુણહીન યોગસ્થાનકે નિરંતર જાય તો પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયપર્યંત જાય છે. અસંખ્યાતગુણવૃદ્ધ અને અસંખ્યાતગુણહીન યોગસ્થાનકે નિરંતર અંતર્મુહૂર્ત્તપર્યંત અનુક્રમે વધે છે અને ઘટે છે. જઘન્યથી દરેક વૃદ્ધિ અને હાનિનો એક સમયનો કાળ છે. એટલે કે ચાર પ્રકારમાંની કોઈપણ પ્રકારની વૃદ્ધિ એક સમય થાય, પછી તે જ યોગસ્થાને સ્થિર થાય, અન્ય વૃદ્ધિવાળા યોગસ્થાનકે જાય કે હીન યોગસ્થાનકે જાય. એ જ રીતે ચાર પ્રકારમાંની કોઈપણ પ્રકારની હાનિ થાય તો એક સમય થાય. પછી તે જ યોગસ્થાનકે સ્થિર થાય અથવા વધતા યોગસ્થાનકે જાય કે અન્ય હાનિવાળા યોગસ્થાનકે જાય. આ પ્રમાણે વૃદ્ધિહાનિનો વિચાર કર્યો. ૧૦
હવે વૃદ્ધિ કે હાનિ સિવાય કોઈ પણ યોગસ્થાનકમાં જીવ કેટલો કાળ સ્થિર રહી શકે તે કાળનું પ્રતિપાદન કરે છે—
થાય છે.
जोगाईओ चउसमयादट्ठ दोण्णि जा तत्तो ।
योगस्थानस्थितयः चतुःसमयादष्टौ द्वौ यावत् ततः ।
અર્થ—યોગસ્થાનકોમાં ચારથી આઠ સમયપર્યંત અને આઠથી બે સમયપર્યંત સ્થિતિ
ટીકાનુ—યોગસ્થાનકોમાં જીવો ચાર સમયથી માંડી સમય સમય વધતા આઠ સમયપર્યંત અને ત્યારપછી સમય સમય ઘટતા બે સમયપર્યંત સ્થિર થાય છે—ટકી શકે છે. અહીં સંપ્રદાય-પરંપરા આ પ્રમાણે છે—પહેલાથી અસંખ્ય યોગસ્થાનકો કે જે અપર્યાપ્તાવસ્થામાં હોય છે તેમાંના કોઈપણ યોગસ્થાનકે આત્મા જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક સમય જ ટકી શકે છે. કારણ કે અપર્યાપ્તાવસ્થામાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અવશ્ય અસંખ્યાતગુણ વધતા વધતા યોગસ્થાનકે જાય છે, તેથી જ પર્યાપ્ત સૂક્ષ્મનિગોદને યોગ્ય જધન્ય યોગસ્થાનકથી શરૂઆત કરે છે. .
તે આ પ્રમાણે—ઓછામાં ઓછા વીર્યવ્યાપારવાળા પર્યાપ્ત સૂક્ષ્મનિગોદના જઘન્ય યોગસ્થાનકથી આરંભી સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલાં યોગસ્થાનકોમાંના કોઈ પણ યોગસ્થાનકે આત્મા વધારેમાં વધારે ચાર સમયપર્યંત ટકી શકે છે. ત્યારપછીના સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ યોગસ્થાનકોમાંના