________________
૨૪
જિર્ણોદ્ધારના કાર્યારંભે તે જિનાલયની ભીંતની ફરતી દારીઓથી તે જિનાલયનું શિલ્પ દબાઈ જવાથી સર્વાંગ શુદ્ધ શિલ્પને છતું કરી જિર્ણોદ્ધાર કરાવવા વિચાર થતાં શાસન સમ્રાટ અનેક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, શિલ્પાદિ શાસ્ત્ર વિશારદ ગીતા પુરંદર પૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયય સૂરીશ્વરજી મહારાજા ત્થા તે શ્રીમાનના પટ્ટધર સિદ્ધાંતમાડ શિલ્પશાસ્ત્ર વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજયનદન સુરીશ્વરજી મહારાદિનું માર્ગદર્શન મળતાં શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈની જિર્ણોદ્ધાર અંગેની સુક્ષ્મદષ્ટિથી જિર્ણોદ્ધારના કાર્ય ના આરંભ થયા અને તે તે જિનપ્રતિમાજીનું ઉત્થાપન કરી નૂતન જિનાલય બનાવરાવી તેમાં પુનઃ પ્રતિષ્ઠા કરવાની ભાવનાનુસાર બાવન જીનાલયનું નૂતન જિનમંદિર તૈયાર થતાં તે શ્રી જિન મદિરમાં તેમ અન્ય જિન મદિરામાં લગભગ ૫૫૦ જિન પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા સ. ૨૦૩૨ મહા સુદ ૭ તા. ૭–૨–૭૬ ના શુભ દિવસે કરાવવાનું નક્કી થતાં પૂજ્ય આ. ભગવંત અમદાવાદ પાંજરાપાળથી પાલીતાણા તરફ માગશર વદ ૭ ના વિહાર કરી પધારી રહ્યા હતા. પોષ સુદ ૮ ના પાલીતાણા પહેાંચી ધ્યાળુ દાદાની યાત્રા કરવાના કેટલાયે મનેરથા અને ભાવનાઓ પૂજ્યશ્રીના હૈયે તેમ સહતિ પૂ. આ. મ. શ્રી વિજયપ્રિય કરસૂરીજી ૨. ત્થા પૂ. આ. મ. શ્રી વિજય સૂર્યોદય સૂરિજી, પૂ. આ. શ્રી દુલ ભસાગરસૂરિજી આદિ વિશાળ પરિવારની પ્રબળ ભાવના પણ હિલેાળે ચડી હતી. પણ જ્ઞાનીએ દીઠા ભાવ મુજબ પૂજ્યશ્રી માગશર વદ ૧૪ના એકાએક કાળધર્મ પામ્યા.
શ્રી જિન શાસન શિરતાજ પૂજ્યશ્રીના એકાએક સ્વર્ગવાસ થતાં સમગ્ર ભારતના શ્રી સંધાને અકથ્ય દુઃખ અને આધાત લાગ્યા. આથી જ્યારે પૂજ્યશ્રીતા ગિરિરાજ ઉપરની નૂતન જિનાલયની પ્રતિષ્ઠાના માઁગલ કાર્ય કરવા કરાવવાના કેટલાયે શુભ વિકલ્પાથી દેવાધિદેવ શ્રી