________________
શુભાશીષ ઉપર શેઠની વાર્તા
૧૪૩
પ્રકારની અવસ્થા સાંભળીને દયાવાળી થયેલી તેણીએ તેને ઉદ્ધાર કરવાને નિર્ણય કર્યો. પહેલાં તે તેણીએ તે મોટા નેકરને બોલાવીને ઠપકો આપીને ઘણું ધન ધાન્ય તેને અપાવ્યું. અને સ્ત્રી પુત્રોને યોગ્ય ઉપકરણે આપ્યાં. અને ફરી પણ કહ્યું “મારા ઘરને પણ પોતાના જેવું ગણીને સંકેચ વિના ઈચ્છિત વસ્તુ લેવા માટે જરૂર આવવું.” તે વણિક પુત્ર સાક્ષાત લક્ષ્મીના જેવા લક્ષ્મીશેઠાણીના પગે પડીને, વી વસ્તુ લઈને ઘેર ગયે. રાહ જોતી તેની સ્ત્રી બધી ઘર ઉપયેગી વસ્તુ હિતા પતિને આવતાં જોઈ આનંદિત થઈ. કયાંથી કેવી રીતે આવું મળ્યું તેણે બધી વાત જણાવી. તે સાંભળીને તેણી કહે છે તે શેઠાણીને. કલ્યાણની સુખ પરંપરા અને વાંછિત સિદ્ધિ થાઓ કે જેણે પ્રિય પુત્રો સહિત અમારે ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે શુભ ભાવથી સારી આશીષ આપે છે. અને એ પ્રમાણે હંમેશાં પ્રાર્થના કરે છે તેણીની શુભ આશીષની વિચારણાથી તે નિરાશાવાળી લક્ષ્મીશેઠાણીને પણ નવમાસ પૂર્ણ થયે છતે સ્વરૂપવાન, કુલના આધાર ભૂત એવો પુત્ર ઉત્પન્ન થયે એ પ્રમાણે સારા આશીર્વાદથી શું શું નથી થતું ? ઉપદેશ–જગતમાં માણસેના ઉપર દયા કરવાથી ઇચ્છિત --ફળ પ્રાપ્ત થાય છે. તેથી માણસે એ હંમેશાં
દયામાં યથાશક્તિ ઉદ્યમ કરે જઈ એ.
NIFE