________________
૫૩ ભાવભક્તિ ઉપર ભીલની કથા ત્રેપનમી
દ્રવ્યભક્તિના સમૂહ કરતાં ઘેાડી પણ ભાવભક્તિ શ્રેષ્ઠ છે. અહિં શિવદેવની ભક્તિમાં તત્પર બ્રાહ્મણ અને ભીલનું ઉદાહરણ
આ ભરત ક્ષેત્રમાં ગૌરી પર્વત નામે મેાટા વિસ્તારવાળા પર્વત છે. તેની પડાશમાં ઉદ્યાનમાં ઉપકારમાં તત્પર શિવ નામે દેવ હતા. તે સુ ંદર પર્વતમાં ઘણા ભીલા રહે છે. તેમાંથી એક ભીલ, શિવ દેવ ઉપર નિશ્ચલ ભક્તિવાળા હમેશાં શિવ દેવને પૂજવાને આવે છે. તે ડાબા હાથમાં ધનુષ્ય બાણુ ધારણ કરી અને જમણા હાથથી પુષ્પા લઈને, મુખ કમલથી લાવેલા પાણી વડે શિવ દેવને ભક્તિથી પૂજે છે. તે દેવ તેની અવિચલ ભક્તિથી સ ંતુષ્ટ થયા છતા હંમેશાં તેને કુશલાદિ વાર્તા પૂછે છે.
પાસેના ગામના એક બ્રાહ્મણ ત્યાં આવીને તે શિવ દેવને વિવેક સહિત હંમેશાં આરાધે છે. જેમ નિર્માલ્ય ઉતારે છે, ઝરણાના પાણીથી અભિષેક કરે છે, વિનયથી શરીરને ચંદન વડે વિલેપન કરીને