Page #1
--------------------------------------------------------------------------
________________
AAAAAAAA
U0101
KOO
OM
EC
पाइथ विलाण कहा। पू.आ.श्रीविजयकस्तरसरीच्या
शुराती अनुवाद भाग-१.
Page #2
--------------------------------------------------------------------------
________________
*****96669966699666996699€
।। શ્રી સૂર્ય પુમડન પાર્શ્વનાથાય નમ: । પૂજ્યાચાય દેવ શ્રી વિજય-નેમિ-વિજ્ઞાનસૂરીશ્વર
સદ્ગુરુભ્યા નમઃ ।
પ્રાકૃત વિજ્ઞાન ક્થાઓ
(૧ થી ૫૫ કથા ) ભાગ ૧ લા
પુજયાચાય` મ. શ્રી વિજય સ્તરરીશ્વરજી મહારાજ રચિત પાત્ર વિન્ના દ્દા માન-૧ લાના ગુજરાતી અનુવાદ
*
પ્રકાશક
શ્રી વિજય-નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ જ્ઞાનમદિર સૂરત.
વીર સ. ૨૫૦૨
EDCEO;
નિધનીર,ખમદાવાદ
D
સ. ૨૦૩૨
Page #3
--------------------------------------------------------------------------
________________
મુદ્રક :
બકુલભાઈ સી. શાહ, સંગમ પ્રિન્ટરી. સિટી મિલ કંપાઉન્ડ, અમદાવાદ–રર.
પ્રકાશક : શ્રી વિજયનેમિ – વિજ્ઞાન – કસ્તૂરસૂરી જ્ઞાનમંદિર, સુરત
બીજી આવૃત્તિ : મહા સુદ ૭, સંવત ૨૦૩૨ શ્રી સિદ્ધગીરી નુતન પ્રતિષ્ઠા શુભદિન
: પ્રાપ્તિસ્થાને : ૧ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન–કસ્તૂરસૂરી જ્ઞાનમંદિર
ગોપીપુરા, સુરત ૨ જૈન પ્રકાશન મંદિર C/o જશવંતલાલ ગીરધરલાલ
૩૦૯/૪ દોશીવાડાની પોળ, અમદાવાદ–૧ - ૩ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર
ઠે. રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
જગ ગુરુ શાસનસમ્રાટ સૂરિચક્રચક્રવતિ પઢિપ્રભાવશાલિ.
| ભટ્ટારક આચાર્ય દેવ
શારાતસમા,
શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સંવત જન્મ ૧૯૨૯ કારતક સુદ ૧ મહુવા- દીક્ષા સંવત ૧૯૪૫ આચાર્યપદ ૧૯૬૪–સ્વર્ગવાસ ૨૦૦૫ આસો વદ ૦)) મહુવા
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
અતરની એક ઊમિ
વિ સ. ૨૦૨૬માં ૫.પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજીના પટ્ટધર પ. પૂ. વાત્સલ્યવારિધિ પ્રશાંતમૂતિ આ. મ. શ્રી વિજયવિજ્ઞાન સુરીશ્વરજી મ. ના પટ્ટધર પ. પૂ. પ્રાકૃતવિશારદ ધરાન્ત આ. મ. શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજી મહારાજના પ. પૂ. ઉપાધ્યાય (હાલ આચાર્ય) મ. સા. ચંદ્રોદયવિજયજી મ. આદિ શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર સહિત સાબરમતી ચાતુર્માસ બિરાજતા હતા. તે પૂજ્યશ્રીની નિશ્રામાં શાસન પ્રભાવનાના અનેકવિધ કાર્યો અચિતવ્યા ઉમંગને ઉત્સાહથી થયા હતા. પૂજ્યશ્રીની પ્રેરણાથી સાબરમતીના પૂર્વ તેમ ઉત્તર વિભાગમાં ખે નૂતન જિનમંદિર બનાવવાના શુભ નિર્ણય થયો અને તે અંગેની પ્રવૃત્તિના પ્રારંભ થયા.
પૂજ્યપાદ ધર્મ રાજ્ય ગુરુદેવ શ્રીમાન ચાતુર્માસ બાદ વિહાર કરી સ. ૨૦૨૭નું ચાતુર્માસ ઉસ્માનપુરા અમદાવાદમાં કર્યું. જ્યારે સ ૨૦૨૮નું ચાતુર્માસ સુરેન્દ્રનગર કર્યું. સુરેન્દ્રનગર શ્રી સંધે પણ પૂજ્યશ્રીનું પ્રથમવાર ચાતુર્માસ હાવાથી શાસ્ત્રશુદ્ધ ચાલી આવતી વિજયદેવસૂરતપગચ્છ સમાચારીની ઉજ્જવલ પર’પરા અનુસાર જિનશાસનની પ્રભાવના કરવા—કરાવવા પૂર્વક ભવ્ય આરાધનાદિ સુકાર્યો કરી મહા લાભ લીધો. અને તેના શિખરરૂપે પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી મહેાત્સવ તે મહાપુરુષના ગુણુવૈભવને છાજે તે રીતે શ્રી સંધે ઉજવ્યા. અને સુવર્ણમાં સુગંધની જેમ સ', ૨૦૨૯ના માગશર સુદ ૨ ના શુભ દિવસે ૫. પૂ. ઊપાધ્યાય શ્રી પરમપ્રભવિજય ગણી તથા પ. પૂ. ઉપાધ્યાય શ્રી ચંદ્રોવિજયજી ગણીને અદમ્ય ઉત્સાહપૂર્વક સુરેન્દ્રનગરની ધરતી ઉપર
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી સંધે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અતિ સુંદર રીતે જીનેન્દ્ર ભક્તિ મહોત્સવ કરવા સાથે આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગરથી અમદાવાદ (સાબરમતી) આગમન * અભિનવસૂરી શિષ્ય સાથે ધર્મરાજ આચાર્ય ભગવંત પુનઃ સાબરમતી પધાર્યા અને સંઘના પરમ ઉપકારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિન ચૈત્યના પ્રતિષ્ઠાકારક ગીતાર્થ પુરંધર આચાર્ય ભગવંત શ્રી વિજયોદયસૂરીશ્રીજી મહારાજાની ભક્તિ નિમિત્તે ધર્મરાજા ગુરુદેવના ઉપદેશથી શ્રી સંઘે તૈયાર કરાવેલ ગુરુમંદિરમાં પૂજ્યાચાર્ય મ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજની દેહપ્રમાણુ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૨૯ મહા સુદ ૧૩ના પૂજ્યશ્રીના વરદહસ્તે શ્રી સંઘે કરાવી અને પૂ. ગણીશ્રી વિજયચંદ્ર વિજયજી તથા પૂ. ગણીશ્રી અશોકચંદ્ર વિજયજી મહારાજને પન્યાસપદ પ્રદાન કરવામાં આવેલ.
જાચાર્યજી મ. જો વિ
ડિકમાણે મ
સુદ ૧૩ના
પ્રતિષ્ઠા બાદ દક્ષિણ ગુજરાતમાં વિહાર કરવાની ભાવનાએ સાબરમતીથી વિહાર કરી અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રયે પધાર્યા. પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ. ૨૫ વર્ષથી પાંજરાપોળના ઉપાશ્રય ચાતુર્માસ કરેલ ન હોવાથી અતિ આગ્રહ થતાં ચાતુર્માસ માટે નક્કી કરેલ અને મહા વદ 9ના મુનિશ્રી કૈલાસચંદ્રવિજયજીની કૃષ્ણનગર અમદાવાદ તથા વૈશાખ વદ ૧૦ગ્ન મુનિશ્રી રાજચંદ્રવિજયજીની વડોદરા દીક્ષા બાદ પાંજરાપોળે ૩૩ મુનિઓ સાથે ચાતુર્માસ સ્થિરતા કરી હતી.
અનેકવિધ આરાધનાઓ તેમ શાસન પ્રભાવનાની અનેક પ્રવૃત્તિ થઈ હતી. પૂજ્યશ્રીના શિષ્ય પ્રશિષ્યો પૈકી છ મુનિવરોને શ્રી ભગવતી સૂત્રના યોગોઠહન કરાવવામાં આવેલ. તેમ કારતક વદ ૬ના દિવસે યોગવાદી મુનિવરોને ૨૧ છેડનું ભવ્ય ઉજમણું શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક ગણિ પદપ્રદાન કરવામાં આવેલ. તેમ પૂ. મુનિશ્રી કુશલ
Page #8
--------------------------------------------------------------------------
________________
ચંદ્રવિજયજીએ ૧૦૮મી શ્રી વર્ધમાન તપની ઓળીની પૂર્ણાહુતિ કરી હતી.
લીંબડીના શ્રી શાંતિનાથજી, ભગવંતના પ્રાચીન જિનમંદિરનો આમૂલભૂલ જીર્ણોદ્ધાર શ્રી સંઘે કરાવતાં સં. ૨૦૩૦ના માગશર સુદ ૫ ના શુભમુદ્દતે શ્રી શાંતિનાથ ભગવંતાદિ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવાની હોવાથી પૂજ્યશ્રીને શ્રી સંઘને અતિ આગ્રહ હોવાથી અમદાવાદથી ગણિપદ મહોત્સવ બાદ કારતક વદ ૬ના લીંબડી તરફ વિહાર કર્યો હતે. કારતક વદ ૧૪ના લીંબડી પ્રવેશ થતાં તુરત જ કુંભ સ્થાપનાદિ મંગળ વિધાન કરાવવામાં આવેલ. પ્રતિદિન નવકારથી જમણ પૂજા પ્રભાવના તેમ પ્રતિષ્ઠાના અંગભૂત મંગળ વિધાન, હજારો લાખો રૂપિયાની દેવ દ્રવ્યની વૃદ્ધિ અભૂતપૂર્વક જળયાત્રાને વરઘોડે જૈન અજૈન તમામ લીંબડીના નાગરિકના ઘરેઘરમાં પ્રતિષ્ઠા નિમિતે લાડુની શેષ વહેંચવામાં આવેલ અને પ્રતિષ્ઠા મહેત્સવમાં હજારોની સંખ્યામાં પ્રત્યેક જૈન–અજેનેએ ઉલટભેર લાભ લેતાં જિન શાસનની મહાન પ્રભાવના થઈ હતી.
પુન: અમદાવાદ આગમન
પ્રતિષ્ઠા બાદ પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા હતા. ભાવનગર શ્રી સંઘના અગ્રણીઓ ભાવનગર સરદારનગરના શ્રી શાંતિનાથજી ભગવંતના નૂતન જિનાલયની જેઠ સુદ ૪ના પ્રતિષ્ઠા અંગે વિનંતી કરતાં પૂજ્ય શ્રી ચિત્ર સુદ ૬ના ભાવનગર પધાર્યા હતા. ભાવનગરની સ્થિરતા દરમ્યાન સં. ૨૦૩૦ના જેઠ સુદ ૪ ના સરદારનગરના નૂતન શ્રી શાંતિનાથ ભગવંતના જિનાલયને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ અભૂતપૂર્વ જિન શાસનની પ્રભાવનાપૂર્વક ઉજવાય હતે. અને જેઠ સુદ ૧૦ના બાલકુમારિ ડોલરબેનને દીક્ષા મહોત્સવ સુંદર રીતે ઉજવાયો હતે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આચારલક્ષી ર૫૦૦મી વીરનિર્વાણ કલ્યાણક વર્ષની ઉજવણી
પૂજ્યશ્રીની ચાતુર્માસ સ્થિરતા દરમિયાન પ્રાયઃ પ્રત્યેક રવિવારે ૨૫૦૦ ની ઉજવણી પ્રસંગે આચારલક્ષી ભવ્ય આરાધનાઓને સેંકડો હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધે હતું. જ્યારે બીજા શ્રાવણ સુદ ૧ ના ભવ્યાતિભવ્ય રથયાત્રાનો વરઘોડો ભાવનગરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત બને તે રીતે મહાવીરનગરની યોજના કરવા પૂર્વક ૫૦ થી ૭૫ કમાને, દરવાજાઓ, પ્રાચીન મહાપુરુષના નામાંકિત દ્વાર મૂકેલ, દસથી પંદર હજાર ભાઈઓ તથા બહેનોની હાજરીવાળા બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સારા ભાવનગરના ભાઈબહેનના અનેક મંડળો દ્વારા રજૂ થતાં જૈનત્વની વાસ્તવિક્તાને ખ્યાલ આપે તેવા થયા હતા.
પાંચ દિવસના આ ઉજવણી પ્રસંગે રોજ સવારે પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં પૂજ્ય આ. ભ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીજી મ. તથા પૂજ્ય આ. ભ. શ્રી વિજય રુચકચંદ્ર સૂરીજી મ. આદિ તેમ અન્ય જિનશાસન રસિક વક્તાઓના પ્રભુવીરના જીવનને સ્પર્શતા તત્વચિંતનપૂર્વકના પ્રવચને થતા. જેનો હજારો શ્રોતાઓ લાભ લેતા હતા.
સાધર્મિક ભક્તિ અંગે લાખનું ફંડ પૂ. આ. ભ. શ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી સાધમિક સેવા સમિતિના નામે અઢીથી ત્રણ લાખની રકમનું ફંડ થયું હતું. જેને લાભ સારી રીતે લેવાયે હતું અને હજુ લેવાય છે.
( ૩૦૦ જિન પ્રતિમાઓની અંજના શલાકા
ધર્મરાજા પૂજ્ય આચાર્ય ભગવંતના વરદ હસ્તે તેઓ પૂજ્યશ્રી પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ગુણાનુરાગ ધરાવતા ભાવિકોની ભાવના પિતે ભરાયેલા પ્રતિમાજીની અંજનશલાકા કરાવવાની વર્ષોથી હતી. પણ ભવિતવ્યતાને તે લાભ ભાવનગર શ્રી સંઘને મળ્યો. પોષ સુદ ૧૪ થી પોષ વદ ૧૦
Page #10
--------------------------------------------------------------------------
________________
શાન્તમૂર્તિ વાત્સલ્યવારિધિ સમયજ્ઞ આચાર્ય દેવ
ITTER
TITI
ululuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
puruuuuuuN
શ્રીમાન વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ જન્મ સંવત ૧૯૪૭ પાટણ – દીક્ષા સંવત ૧૯૬૨ આચાર્યપદ ૧૯૯૧ - સ્વર્ગવાસ ૨૦૨૨ ચૈત્ર સુદ ૧૦ ખંભાત
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
સુધીને અંજન શલાકા મહત્સવ ભાવનગર શ્રી સંઘે તે રીતે ઉજવ્ય છે કે ભાવનગરના પ્રારંભકાળથી આજદિન સમય દરમિયાન એટલે લગભગ ૩૦૦ વર્ષમાં પ્રથમ વાર જ હેવાથી અભૂતપૂર્વ બન્યો. ૩૦૦ જિનબિંબની અંજન શલાકા, તે અંગે ભવ્ય રચનાઓ, પાંચેકલ્યાણકની ભાવપૂર્વક ઉજવણી અને પ્રત્યેક ઉજવણી વખતે હજારો-લાખો માનની મેદની.
મહોત્સવ દિન દરમિયાન અનુકંપા, વદ્યા તથા સાધર્મિક ભક્તિના પવિત્ર કાર્યો તેમ ધર્મરાજા ગુરુદેવના ૭૫ મા જન્મદિવસની ભવ્ય ઉજવણી, ગુરુ ગુણ સ્તવનાને કાર્યક્રમ ૩ મુમુક્ષ બહેનને દીક્ષા, તેમજ અંજન મહત્સવ દિન સુધીમાં ૩૦૦૦ જૈનીઓના ઘરની વસ્તી ધરાવતાં શ્રીસંઘમાં કેઈના પણ ઘેર અમંગળ પ્રસંગ (મરણ) ન બનો. લાખો રૂપિયાના દેવદ્રવ્યની ઉછામણી વગેરે કાર્યો થયા હતા. તેમ જૈન અજૈન સર્વ વેપારી બંધુઓએ આ મહોત્સવમાં લાભ લેવા સવારે ૧૨ વાગ્યા સુધી પિતાની દુકાને બંધ રાખી અપૂર્વ ઉલ્લાસ દાખવ્યો હતો. વડવા તેમ મહાવીર વિદ્યાલયના જિન મંદિરની પ્રતિષ્ઠા
અંજન મહોત્સવ બાદ ભાવનગર શ્રી સંઘે વડવાના શ્રી જિન મંદિરમાં જે જે જિન પ્રતિમાજીઓ શિલ્પ શાસ્ત્રાનુસાર વ્યવસ્થા કરવાનું પૂજ્ય ગીતાર્થ આચાર્ય મહારાજની સૂચના હતી તે પ્રમાણે ૨૨ જિન પ્રતિમાઓને મહા સુદ ૫ ના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો હતો.
જ્યારે શ્રી મહાવીર વિદ્યાલયના નૂતન જિન મંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ પણ મહા સુદ ૧૦ ના વિદ્યાલય તરફથી અપૂર્વ ઉમંગ ઉત્સાહપૂર્વક કરાવવામાં આવ્યો હતો.
નૂતન જિન મંદિરનું શિલાન્યાસ મહા વદ ૩ ના શાસ્ત્રીનગરમાં ભાવનગર શ્રી સંઘ તરફથી થનાર નૂતન જિન મંદિરનું શિલારોપણ ભવ્ય રીતે થયું હતું.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨.
સવ પ્રસંગેએ સૂરિ ભગવંતોની ઉપસ્થિતિ
ભાવનગર શ્રી સંઘના પુણ્યોદયે ચાતુર્માસ બીરાજતા ત્રણ સૂરિ ભગવંતે ઉપરાંત પાલીતાણાથી પ. પૂ. આ. ભગવંત શ્રી વિજય ધર્મધુરંધર સૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. આ. કે. શ્રી વિર્ય નીતિ પ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિ પુંગ તથા પૂજ્ય સાધ્વી મહારાજે વિશાળ પરિવાર ઉપસ્થિત હતા. શ્રી સંઘે સંઘપૂજન તથા સાધુ-સાધ્વીજી મહારાજને યથાશક્તિ કામળ વગેરે વહેરાવી લાભ લીધો હતે.
મહુવા તરફ વિહાર મહા વદ ૩ ના ભાવનગરથી ધર્મરાજા ગુરુદેવ મહુવા તપરિવની સાધ્વીશ્રીને ૫૦૦ આયંબીલના પારણું તેમ બાલકુમારીકાના દીક્ષા પ્રધાન અંગે વિહાર કર્યો હતે. પૂજ્ય શ્રી મહુવા ૨૬ વર્ષે પધારતા હેવાથી પૂ. બન્ને આચાર્ય ભગવંત તેમ પૂ. આ. ભ. શ્રી ધર્મધુરધરસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય શ્રી વિજય નિતિ પ્રભ સૂરીશ્વરજી મહારાજ આદિ ચાર પૂ. આચાર્ય ભગવંતને નગર પ્રવેશ સમસ્ત મહુવાના નાગરિકે તરફથી અપૂર્વ રીતે કરાવ્યો હતો.
મહાતપના પારણા તેમ દીક્ષા તપસ્વિની પૂ. સાધ્વીજી મ. ના ૫૦૦ આંબેલના પારણા અંગે શ્રી શાંતિસ્નાત્ર સહિત મહત્સવ તેમ બાલકુમારિકાને દીક્ષા પ્રદાન મહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, સ્વામિવાત્સલ્યાદિ થવા સાથે ભવ્ય રીતે ઉજવાયા હતા.
- છરી પાળના શ્રી સંઘનું પ્રયાણ ચારે પૂજ્ય સૂરિ ભગવંતની નિશ્રા મળતાં પૂજ્યશ્રીની પ્રેરણાથી છરી પાળતા શ્રી સંઘને નિર્ણય થતાં મહુવા શ્રી સંઘના ઉપક્રમે
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
શેઠશ્રી કેશવલાલ ગીરધરભાઈ વિ. ૬ સંધપતિઓ તેમ પાલીતાણા સુધીના ૧૩ દિવસના નવકારશી જમણ વિગેરેને જુદા જુદા ભાવિકોને લાભ આપવાપૂર્વક ૪૦૦ થી ૫૦૦ ભાવિકે સાથે સંઘ શ્રી જિન શાસનની અપૂર્વ પ્રભાવના કરતાં પાલીતાણા ફા. વદ ૧ના પાલીતાણા શ્રી કેશરિયાજી નગર આવ્યું.
ફાગણ વદ ૨ ની મંગળ પ્રભાતે છે સંઘપતિઓને ચારે પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં દાદાના દરબારમાં ભારે ઉમંગ સાથે તિર્થસાળ પહેરાવવામાં આવી હતી જે દૃશ્ય જોનારને જિન શાસનની પ્રભાવિકતાને ખ્યાલ આપે તે રીતનું હતું.
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન મંદિરનું શિલારોપણ:
ધર્મરાજા પૂ. આ. ભગવંતની નિશ્રામાં તેઓશ્રીની પ્રેરણાથી પાલીતાણામાં ૧૦૮ જૈન તિર્થદર્શન મંદિરનું ભવ્ય આયોજન થનાર હોવાથી પાલીતાણ બાબુના દેરાસરની સામેની જગ્યામાં ચૈત્ર વદ ૧ ના શિલા
પણ કરવામાં આવેલ જ્યારે શ્રી કેશરિયાનગરમાં શાશ્વતી ઓળીની સામૂહિક આરાધને અમદાવાદના બત્રીશી જ્ઞાતિના હાથીજણવાળા સોમચંદભાઈ તથા મૂળચંદભાઈ તરફથી કરાવવામાં આવેલ.
સાબરમતી ચાતુર્માસ અંગે વિહાર ધર્મરાજા પૂજ્ય ગુરુદેવ વૈશાખ સુદ પના સાબરમતી શ્રી સંધની ચાતુર્માસ તેમ શ્રીસંઘ તરફથી તૈયાર થઈ રહેલ બે નૂતન જિન મંદિરમાં પ્રભુ પ્રવેશ પ્રતિષ્ઠા તેમ અંજન શલાકા અંગેની વિનંતી સ્વીકારી. પાલીતાણાથી સપરિવાર સાબરમતી તરફ વિહાર કર્યો.
લીંબડી શેઠ પોપટભાઈ જાંબુવાળાના વર્ગવાસ નિમિત્તે અંર્ણતરી નાત્ર સહિત અઠ્ઠાઈ મોત્સવ અંગે પધારી સુરેન્દ્રનગર નૂતન ઉપા
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રયના ઉદ્દઘાટન પ્રસંગે પધારી પૂજ્ય શ્રી વીરમગામ થઈ જેઠ સુદ ૭ના સાણંદ પધાર્યા હતા.
જેઠ સુદ ૮ના સરખેજ પધારતા પિતાના પ્રશિષ્ય ગણી શ્રી. અભ્યચંદ્ર વિજયજી મ. કે જેઓશ્રીને હાર્ટની તકલીફ છેલ્લા બે વર્ષથી હતી તેઓશ્રી સામાન્ય તકલીફ થતાં એકાએક કાળધર્મ પામ્યા હતા. પૂજ્ય શ્રીને જેઠ સુદ ૧૦ના સાબરમતી બંને નૂતન જિનાલયમાં પ્રભુપ્રવેશ અંગે પધારવું અતિ જરૂરી હોવાથી પૂજ્ય શ્રી જેઠ સુદ ૧૦ના સાબરમતી પધાર્યા અને શુભ સમયે બંને નૂતન જિનમંદિરમાં પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી તથા શ્રી ગૌડીજી પાર્શ્વનાથ ભગવંતાદિ પ્રાચીન પાંચ પાંચ જિનપ્રતિમાજીઓને ભવ્ય રીતે પ્રવેશ કરાવ્યું. પ્રભુ પ્રવેશ બાદ પૂજ્ય આચાર્યશ્રી સપરિવાર પાંજરાપોળ પ. પૂ. શ્રી સંઘ કૌશલ્યાધાર આચાર્ય ભગવંત શ્રી વિજયનંદન સુરીશ્વરજી મહારાજા દિની નિશ્રામાં પાંજરાપોળ જ્ઞાનશાળામાં પ. પૂ. ગુરુદેવશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ તથા પ. પૂ. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિસુરિશ્વરજી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૧ ની હોવાથી સાબરમતીથી અમદાવાદ પધાર્યા હતા.
શ્રી સંભવજિન સ્નાત્ર મંડળને રજતજયંતી મહોત્સવ
ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા બાદ માંડવીની પોળ નાગજી ભૂદરની પાળના શ્રી સંભવ જિન સ્નાત્ર મંડળને ૨૫ વર્ષ પૂરાં થતાં હોવાથી મંડળના સભ્યો તેમ શ્રી સંઘની વિનંતીથી પૂ. આ. ભગવંત પાંજરાપોળથી નાગજીભુદરની પિળના જૈન ઉપાશ્રયે તે દિવસે પધાર્યા હતા. કે જે દિવસે પોતાના શિષ્ય પં. શ્રી અશોકચંદ્રવિજયજી ગણિ આદિએ માંડવીની પળે ચાતુર્માસ અંગે પ્રવેશ પણ કરેલ હતું. રજતજયંતી મહોત્સવ પણ ચિર સ્મરણય રહે તે રીતે ઉજવાયા હતા. જેની કાયમી સ્મૃતિ નિમિત્તે નાગભુદરા પિળના શ્રી સંઘે તથા શ્રી સંભવનાથ જૈન દેરાસરજીના ટ્રસ્ટના
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
ટ્રસ્ટીગણે સ્નાત્રમંડળની રજત જ્યંતીની સ્મૃતિ જિનમદિરના ચાલતા જીર્ણોદ્ધાર અંગે ૨૫૦૦૦ ની હતી.
અંગે સરખેજના રકમ ભેટ આપી
સાબરમતી ચાતુર્માસ પ્રવેશ
અષાઢ સુદ ૪ શનિવારે પૂ. આ. ભગવંતને ચાતુર્માસ હાવાથી પૂજ્ય શ્રીના નગર પ્રવેશ શ્રી સંઘે સારી રીતે કરાવ્યા હતા. પ. પૂ. આ. મ. શ્રીની નિશ્રામાં તેઓશ્રીના પટ્ટધર પ. પૂ. આ. શ્રી. વિજય ચદ્રોદય સૂરીશ્વરજી મહારાજના પ્રતિદિન તાત્વિક પ્રવચને થતાં શ્રી સંધમાં અપૂર્વ ઉમંગ વધવા લાગ્યા.
વિવિધ આરાધના
પૂજ્યશ્રીની પ્રેરણાથી દર રવિવારે અનેકવિધ આરાધના સેંકડાની સંખ્યામાં થતી હતી. આરાધનાના ઉદ્દેશ શું ? શા માટે? વિધિની શુદ્ધિ, આદર વિગેરેનું માર્ગદર્શન પૂજ્ય આચાર્ય મહારાજ આપતા હાવાથી આરાધકાને સારા ઉલ્લાસ વધતા. ચતુર્વિધ શ્રી સંઘમાં માસખમણુ, સિદ્ધિતપ, ૧૬-૧૦-૮ વિગેરેની આરાધના બાલયુવાન વૃદ્ધોએ સારી સંખ્યામાં કરી હતી. તે તે તપની પૂતિ અ ંગે નાનામેાટા સંખ્યાબંધ મહાત્સવા વિવિધ પૂજના વગેરેથી ઉજવવામાં આવતા હતા.
સવત ૨૦૨૬ના પૂ. આ. મ. શ્રી. વિજય કસ્તૂર સૂરીશ્વર મહારાજની નિશ્રામાં શ્રીસંઘે કરેલ ખે નૂતન જિન મંદિરના નિય અનુસાર થઈ રહેલ પૂર્વ તેમ ઉત્તર વિભાગના અને જિન મંદિરમાં સ. ૨૦૩૧ના જેઠ સુદ ૧૦ના પ્રભુપ્રવેશ બાદ પ્રતિષ્ઠા કરાવવાના પણ સ. ૨૦૩૨ના માગશર સુદ ૧૦ના નિર્ણય મુજબ તે અ ંગે શ્રી સંઘે પૂ. આ. મ. શ્રીના માર્ગદર્શન મુજબ પ્રવૃત્તિના પ્રાર ંભ શરૂ કર્યાં હતા.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રતિષ્ઠા અંગે પ્રાચીન પ્રતિમાજી મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં જેટલા જોઈએ તેટલા પ્રાચીન પ્રતિમાજી ન મળતાં શ્રી સંઘે નૂતન જિન બિંબ ભરાવી અંજન શલાકા કરાવવા નકકી કરેલ અને જેથી શ્રીકદંબ ગિરિતીથ થી પ૭ ઈચના ૧. ૫૧ ઈચના ૧ તેમ ૩૩ ઈચના ૨ તથા ૩૧ ઈચના ૨ એમ કુલ છ પ્રતિમાઓ શ્રાવણ સુદ પાંચમના લાવવામાં આવેલ હતા જે પૈકી ૫૭ ઈચના શ્રી આદિશ્વર ભગવંતના ભવ્ય પ્રતિમાજીને પ્રવેશ શ્રા. સુ. ૬ ના વહેલી સવારે હેવાથી તે અંજન વિનાના પ્રતિમાજીને ઉત્તર વિભાગના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભગવંતના જિનમંદિરના ભંયરામાં પ્રવેશ કરાવવામાં આવતાં ૩ કલાકે સુધી અમી ઝરણાં થયા હતા જે શ્રી સંઘના મહદયના એંધાણ રૂપ બન્યા હતા.
મહા મહોત્સવ અંગે સમિતિની રચના
શ્રી સંધ માટે અંજન શલાકા મહત્સવને નહિવત ખ્યાલ હાઈ તે સ્વભાવિક ગણાય પણ શ્રી સંઘને અદમ્ય ઉત્સાહ પૂ. ધર્મરાજા ગુરુદેવની નિશ્રાના પરિણામે શ્રી સંઘના આબાલ વૃધે પૈકી શ્રી સંધની કમિટી ઉપરાંત બીજી ૮૧ ભાઈઓની મહોત્સવ સમિતિ નીમવામાં આવી હતી અને તે મુજબ કમિટીની પેટા કમીટીઓ નીચે દરેકને જુદી જુદી પ્રવૃતિ કરવા કન્વીનર નીમવામાં આવ્યા હતા. જેમાં પિતપોતાની ફરજ બજાવવામાં પૂરેપૂરા સજાગ હતા કે જેના ફળ તરીકે શ્રી સંઘ કલ્પનાતીત ઉત્સાહથી મહા મહોત્સવ ઉજવી શક્યો. ભારતભરમાંથી આવેલા ૩૦૦ જિન પ્રતિમાજી શ્રી સંધના શ્રી કદબગિરિ તીર્થથી લાવેલા ૬ જિનપ્રતિમાજી સિવાય જયપુરથી ૮ નવા જિન બિંબે તેમ શ્રી ચક્રેશ્વરી તથા શ્રી પદ્માવતિજીની મૂર્તિ લાવવામાં આવ્યા હતા.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
જ્યારે ભારતના પ્રાપ્યઃ તમામ પ્રદેશમાંથી ૩૦૦ શ્રી જિનપ્રતિમાજીઓને અંજનશલાકા અંગે સાબરમતી લાવવામાં આવ્યા. જે નૂતન જિનબિંબોના પ્રથમ દર્શને જ સર્વ કઈને ઉમંગ અપૂર્વ વધતા.
નવા જિનબિંબ ભરાવવાની ઉછામણી શ્રી સંઘના બન્ને જિનમંદિરમાં પ્રતિષ્ઠિત કરવાના જિનબિંબ તેમ ત્રણે જિન મંદિરમાં જોઈતા પ્રમાણમાં સર્વ ધાતુના જિનબિબાદિ: ભરાવવાની ઉછામણું કરાવવામાં આવતાં લાખોની ઉછામણી થવાપૂર્વક જુદા જુદા સાબરમતી શ્રી સંઘના જ ભાવિકોએ નવા જિનબિંબ ભરાવવાને આદેશ લીધે હતો.
વારાણસી નગરીનું આયોજન આ મહા મહોત્સવ અંગે આંબેલ ભુવનને વિશાળ મંડપ નક્કી કરવામાં આવતાં દશ હજાર ભાવિકો સારી રીતે દેવાધિદેવની થતી ભક્તિને નિહાળી શકે તે રીતે એડિટોરીયમની જેમ મંડપ બનાવી વારાણસી નગરીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડપના મધ્ય ભાગમાં ૩૦૦ જિન પ્રતિમાજીને પધરાવવા તે રીતની અંજન વેદિકા બનાવવામાં આવી હતી કે જેનું ભવ્ય દર્શન અષ્ટાપદ તિર્થની ગવાહી પૂરે તે રીતની હતી.
મહેન્સવને પ્રારંભ કારતક વદ ૧૦ થી મહામહોત્સવનો પ્રારંભ જળયાત્રાના વરઘેડાથી શરૂ થયો હતો. સંગીતકાર ગજાનન દેવીદાસ ઠાકુરની પ્રભુ ભક્તિ અંગેની જમાવટે સારે રંગ રાખ્યો હતો, જ્યારે ક્રિયાકાર ભાઈલાલભાઈ વિગેરેના પવિત્ર અનુષ્ઠાને સાથે પૂ. આ. ભગવંતે તેમ તેઓશ્રીના
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
ધર્મપરિવારના વિધિ મુનિવરોની અનુષ્ઠાને અંગેની રસમય પ્રવૃત્તિ મહત્સવના ઉમંગમાં દિગુણ ઉત્સાહિત કરતા હતા.
ઘરઘર દીવડા પ્રગટાવો સારાયે મહત્સવના પ્રાણવાન પ્રેરણાદાતા પ. પૂ. આ. ભ. શ્રી ચંદ્રોદય સુરીશ્વરજી મહારાજે આ મંગલ મહેત્સવના નાનામાં નાના પ્રસંગની મહત્તા ભવ્યતાનો પરિચય કરાવતી અંજન શલાકા મહત્સવની રૂપરેખા નામની નાની શી બુક શ્રી સંઘના ઘરેઘરમાં એક માસ પહેલાં પહોંચતી કરવામાં આવી હતી. જેથી સહુ કોઈને આ અપૂર્વ મહાત્સવમાં લાભ લેવા પ્રેરણા મળી શકે. સારાયે સાબરમતીના જૈનેના લત્તામાં, સોસાયટીઓમાં વ્યક્તિગત તેમ સામૂહિક રીતે મહોત્સવના પ્રતિક તરીકે ધજાપતાકા વિમાન, હેલીકોપ્ટર એંજિન જેવી રચના કરી પ્રભુ રથ ઉપર પુષ્પવૃષ્ટિ કરવા બનાવવામાં આવ્યા હતા. તેમ ઘરેઘર હજારે લાખોની સંખ્યામાં રંગબેરંગી ઈલેકટ્રીક લાઈટ ગોઠવી એક દિવસની દિવાળી નહીં પણ સોળસોળ દિવસની દિવાળી જેવું સુંદર વાતાવરણ ખડું કર્યું હતું. જૈન કે અજૈનને ઉત્સાહ પ્રતિદિન વધત જતો હતો.
પૂજ્ય આચાર્ય ભગવંતનું આગમન આ મહોત્સવ પ્રસંગે ચાતુર્માસ બિરાજતા બંને પૂજ્યસૂરિ ભગવંત ઉપરાંત શ્રી સંઘને પરમ ઉપકારી અને આ મહોત્સવ જેઓશ્રીની નિશ્રામાં ઉજવાયે તેઓ પ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદન સૂરીશ્વરજી તથા પ. પૂ. આ. શ્રી વિજય યશોભદ્રસૂરીશ્વરજી તથા પ. પૂ. આ. શ્રી વિ. પ્રિયંકર સૂરીશ્વરજી મ. તથા પ. પૂ. આ. શ્રી મહિમાપ્રભ સૂરીશ્વરજી તથા પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદય સૂરીશ્વરજી મ. અદિ તથા પ. પૂ આ શ્રી વિજયદયરત્ન સુરીશ્વરજી મહારાજ આદિ તથા પ.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
પૂ. આ. મ. વિક્રમ સૂરીશ્વરજી મ. આદિ તથા પ. પૂ. આ. શ્રી. દુર્લભસાગર સુરીશ્વરજી મા. સા. આદિ મુનિભગવંતા તેમ સાધ્વીજી મહારાજો આદિ તથા ચાતુર્માસસ્થિત પૂ. સા. શ્રી. પુષ્પાશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી. ચારિત્રાશ્રીજી મહારાજ આદિ સાધ્વીજી મહારાજો આદિ આ પહેાત્સવ પ્રસંગે પધારેલ ૪૫૦ સાધુ-સાધ્વીજી મહારાજના પરિવાર ઉપસ્થિત હતા. આરાધ્યપાદ સ પૂજ્ય સાધુ–સાધ્વીજી મહારાજને યથાશક્તિ કામળ વગેરે વહેારાવી ભક્તિના લાભ શ્રી સંધને પ્રાપ્ત થયા હતા.
સ્વામિવાત્સલ્ય
ભાગ. સુદ ૩ ના જન શલાકાના પરમ પવિત્ર દિવસથી માગશર સુદ ૧૦ ના પ્રતિષ્ઠાના શુભ દિવસ સુધી નવ દિવસ સુધી શ્રી સંધ તેમજ સામૂહિક તથા જુદા જુદા ભાવિકા તરફથી સ્વામિવાત્સલ્ટ કરવામાં આવ્યા હતા. નવ વિસેામાં સ્વામિવાત્સલ્યના હજારોની સંખ્યામાં ભાવિકાએ લાભ લીધા હતા, શ્રી સંધે સ્વામિવાત્સલ્યના જમણુ અંગે શ્રી સ ંધની વ્યવસ્થિત ભક્તિ કરવા સાથે જમણુના પણ ખ્યાલ રાખી ખુલ્લા ખેતરમાં વિશાળ મંડપ બનાવડાવી એક સાથે ૩ થી ૪ હજાર સાધિ કા જમી શકે તે રીતે ખુરશી−ટેબલની વ્યવસ્થા કરી હતી.
ભવ્ય વઘેાડાતુ આયેાજન
પાંચે કલ્યાણકના વરઘેાડાની યાજનાથી કલ્યાણુકાની ભવ્ય ઉજવણી અંગેની વ્યવરથા તેમ અનુષ્ઠાનેા ભાવના પ્રસંગની તેમ સ્વામિવાત્સલ્ય પ્રસંગની સ્વય ંસેવકની વ્યવસ્થા માન્યામાં પણ ન આવે તે રીતે શ્રી સંધના બાળકા, યુવકાએ તે રીતે કરી હતી કે આજે તે વાતા યાદ કરતાં એક સ્વપ્ન બની ગયું કે શું ?
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
અને જિન મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠા માગશર સુદ ના બને નૂતન જિન મંદિરમાં પ્રભુ પ્રતિષ્ઠા તેમ કાયમી ધજા વગેરેની ઉછામણ થતા લાખોની રકમની ઉછામણીએ થઈ હતી. જે અમદાવાદ રાજનગરના ઈતિહાસમાં પણ પ્રાયઃ પ્રથમ વારની અંકિત બનશે. માગશર સુદ ૩ના અંજન શલાકા થયા બાદ બંને જિન મંદિરોમાં પ્રતિષ્ઠા કરવા માટેના નૂતન જિનબિંબને માગશર સુદ ૬ના પ્રવેશ કરાવવામાં આવ્યા હતા. અને માગશર સુદ ૧૦ના શુભ મુહૂર્ત સર્વ જિનબિંબની ધ્વજ દંડ કલશ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.
અમીઝરણાં શ્રી ગોડીજી પાર્શ્વનાથજીના પ્રાચીન પ્રતિમાજીમાંથી પ્રતિષ્ઠા બાદ વાસક્ષેપ કરતાં અમી ઝર્યા હતાં જેના દર્શન માટે હજારો ભાવિકોની ભીડ જામી હતી. પ્રતિષ્ઠા સમયે મુંબઈથી ખાસ વિમાન મંગાવીને પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી. સાથે જગતના જીવોની શિવમસ્તુ સર્વ જગત” સર્વ જગતના જીવોની શુભ ભાવનાની હજારો પત્રિકાની પણ વૃષ્ટિ કરવામાં આવી હતી.
દ્વારેથ્રાટન માગશર સુદ ૧૧ના વહેલી સવારે ગજરાજ ઉપર બેસી વર્તીદાન દેતા હજારોની સંખ્યામાં ભાવિ સહિત. નૂતન જિનમંદિરનું દ્વાર ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું. આમ અણું ચિત્યા ઉમંગ ઉત્સાહપૂર્વક અંજન પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી જિન શાસનની પ્રભાવના કરતે ગુજરાતની ધરતી ઉપર સુવર્ણાક્ષરે અંકિત બને તેવો નિવિદને પૂર્ણ થયા હતા.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૧
ઐતિહાસિક શિલાલેખની સ્થાપના
ને શ્રી જિનમંદિરના રંગ મ`ડપમાં સાબરમતી શ્રી સંઘના પરસ ગૌરવને અપાવતા તેમ શ્રીસંઘના વાસ્તવિક પરિચય અપાવતા મુખ્ય શ્રી ચિતાર્માણુ પાર્શ્વનાથ જિનમંદિર પૂજ્ય આ. મ. શ્રી. વિજય ઉદય સૂરીશ્વરજી મ. ના. ગુરુ મંદિરના તથા તે મુખ્ય જિન મંદિરના પ્રતિષ્ઠાકારક પૂજ્ય સૂરીદેવાના ખ્યાલ આપતા તેમ શ્રી સંધના કાઈ અગણિત પુણ્યોદયે ૩૦૦ શ્રી જિન બિખાના અંજન શલાકા મહા મહાત્સવ ઉજવવાનું થતાં તે મહા મહેાત્સવની પરમ ગૌરવ ગાથાની ગવાહી પૂરતા ઐતિહાસિક શિલાલેખનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે શિલાલેખ ભાવિમાં ઈતિહાસવિદ્ માટે તેમ શ્રી સંઘના ઉત્તરાત્તર વારસદારા માટે પ્રતીક સમા બની રહે તે રીતે તૈયાર કરાવવામાં આવ્યે છે.
ધરાજા ગુરુના વિહાર
માગશર વદ ૩ ના પૂજ્ય ગુરુદેવાદિ સપરિવાર પેટલાદ, સૂરત, સાતમ—વાંકલ તથા કાસ ખા, વગેરે દક્ષિણ ગુજરાતના તે તે ગામાના જિનાલગ્નની પ્રતિષ્ઠા અંગે સાબરમતીથી વિહાર કરી પધાર્યા હતા. ઉપકારી ધર્મરાજા ગુરુદેવની પૂર્ણ કૃપા અમે સર્વના અભ્યુદયમાં સદાય થાઓ.
એજ લિ.
પ્રકાશક
Page #23
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિ અંગે પ્રકાશકીય
પ્રસ્તુત પ્રકાશન અંગે . જૈન–અજૈન હારા વાંચાની જીજ્ઞાસા નિમિત્ત બની છે. પ્રથમ આવૃત્તિ દુષ્પ્રાપ્ય બનતા પુનઃ પ્રકાશન કરતાં અમેા આનંદ અને ગૌરવ અનુભવી રહ્યા છીએ
આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિનું પુનઃ સૌંસ્કરણ છે. પ્રકાશન અંગે સાબરમતી રામનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રી સંધે જ્ઞાન દ્રવ્યમાંથી રૂા. ૩૦૦૦] જેવી રકમ આપવાથી અમેને વિશેષ ઉત્સાહી કર્યા છે. જ્યારે અલ્પ સમયમાં સુઘડ અને સ્વચ્છ મુદ્રણ અગે સંગમ પ્રિન્ટરીવાળા બકુલ સી. શાહને શ્રમ પ્રશંસાપાત્ર છે.
પણ તે કરતાંયે મુદ્રણ કા ની સમગ્ર બાહ્ય તથા અભ્યંતર પ્રવૃત્તિમાં એમ. એન. બ્રધર્સ અમદાવાદવાળા રજનીકાંતભાઈને આ પ્રસંગે યાદ કરવા એ પણ અતિ જરૂરી માન્યું છે.
અંતમાં પ્રાકૃત વિજ્ઞાન કથાના વાંચા કથાને વાંચીને અંતરમાં તારી પેાતાના જીવનને આદર્શ અને ઉજ્જવળ બનાવે તેજ મનીષા.
વિ. સં. ૨૦૩૨ મહા સુદ–૭ તા. ૭–૨–૭૫ શનિવાર
શ્રી સિદ્ધગીરી ઉપર નૂતન જિનાલય સહિત ૫૫૦ જિનબિંબ પ્રતિષ્ઠા
શુભદિન
5
લિ.
પ્રકાશક :
શ્રી નૈત્રિવિજ્ઞાન કસ્તુરસિં જ્ઞાન મંદિર સૂરતના
ટ્રસ્ટીગણ
F
Page #24
--------------------------------------------------------------------------
________________
જન ગાસનન પૂરાવો
જેન ગામનની સ્વર્ગે બેઠા રત કરજો .
નમોસમાં મહાન ત્રિપુટી
શાસન સમ્રાટ
શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સિધ્ધાન્ત મહાદધિ શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજ ન્યાય શિલ્પ વિશારદ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગિક બે – બાલ
માનવ ધારે શું? અને કુદરત કરે છે પણ શું ?
અપૂર્ણ` દષ્ટિ સદા સીમિત અને પરીસ્મિત હાય છે, જ્યારે પૂર્ણ પુરુષની દૃષ્ટિ સિષાતીત હોય છે.
આ સનાતન સત્યને અનુભવ પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન અંગે થયા. છેલ્લા ફારમનું કામ ચાલુ હતું. સંકલ્પ હતા કે પુનઃમુદ્રણનું કાસ પૂર્ણ થયે પૂજ્યપાદ ધર્મ રાજ્ય ગુરુદેવ શ્રીમાન વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજા જ્યારે સુરત ગેાપીપુરાના શ્રી વાસુપૂજ્ય જિનમદિરની સ. ૨૦૩૨ મહા સુદ ૭ શનિવારના શુભ દિવસે પ્રતિષ્ઠા અંગે પધારવાના છે તેવા નિર્ણય થતાં તે પ્રતિષ્ઠાના પૂણ્ય દિવસે પ્રસ્તુત પ્રકાશનના સમારોહ કરી પ્રકાશિત કરવું.
માગશર વદ ૩ ના સુરત તરફ સાબરમતીથી વિહાર પણ કર્યાં, માગશર વદ ૧૪ ના ગુજરાત રાજ્ય હાઈકાના સુશ્રાવક સાંકળચંદ હિં મતલાલ શાહના એલિસબ્રીજના નિવાસસ્થાને અમદાવાદથી વિહાર કરીને જવાનું થયું, એકાએક સાંજે ૬ વાગે એક દુઃખદ અને ચિંતા સમાચાર મળ્યા કે ધંધુકા પાસે તગડી ગામે શ્રી સંધ કૌશલ્યાધાર શ્રી જિન શાસન નાયક પરમગીતા પ. પૂ. આ. ભગવંત શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજા સાંજે ૫-૧૫ મીનિટે કાળધર્મ પામ્યા. માનવામાં પણ ન આવે તેવા સમાચારથી અકથ્ય દુઃખ અને વેદના થયા પણુ ભાવિ આગળ અન્ય ઉપાય શે ?
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અમદાવાદથી ૭૮ વર્ષની ખ્રુઝ વયે શેઠશ્રી આણુજી કલ્યાણજી પેઢી દ્વારા શ્રી સિદ્ધ ગિરીરાજ ઉપરના મુખ્ય ટુંકના જિર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું. તેમાં મુખ્ય જિનાલયના
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૪
જિર્ણોદ્ધારના કાર્યારંભે તે જિનાલયની ભીંતની ફરતી દારીઓથી તે જિનાલયનું શિલ્પ દબાઈ જવાથી સર્વાંગ શુદ્ધ શિલ્પને છતું કરી જિર્ણોદ્ધાર કરાવવા વિચાર થતાં શાસન સમ્રાટ અનેક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, શિલ્પાદિ શાસ્ત્ર વિશારદ ગીતા પુરંદર પૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયય સૂરીશ્વરજી મહારાજા ત્થા તે શ્રીમાનના પટ્ટધર સિદ્ધાંતમાડ શિલ્પશાસ્ત્ર વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજયનદન સુરીશ્વરજી મહારાદિનું માર્ગદર્શન મળતાં શેઠશ્રી કરતુરભાઈ લાલભાઈની જિર્ણોદ્ધાર અંગેની સુક્ષ્મદષ્ટિથી જિર્ણોદ્ધારના કાર્ય ના આરંભ થયા અને તે તે જિનપ્રતિમાજીનું ઉત્થાપન કરી નૂતન જિનાલય બનાવરાવી તેમાં પુનઃ પ્રતિષ્ઠા કરવાની ભાવનાનુસાર બાવન જીનાલયનું નૂતન જિનમંદિર તૈયાર થતાં તે શ્રી જિન મદિરમાં તેમ અન્ય જિન મદિરામાં લગભગ ૫૫૦ જિન પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા સ. ૨૦૩૨ મહા સુદ ૭ તા. ૭–૨–૭૬ ના શુભ દિવસે કરાવવાનું નક્કી થતાં પૂજ્ય આ. ભગવંત અમદાવાદ પાંજરાપાળથી પાલીતાણા તરફ માગશર વદ ૭ ના વિહાર કરી પધારી રહ્યા હતા. પોષ સુદ ૮ ના પાલીતાણા પહેાંચી ધ્યાળુ દાદાની યાત્રા કરવાના કેટલાયે મનેરથા અને ભાવનાઓ પૂજ્યશ્રીના હૈયે તેમ સહતિ પૂ. આ. મ. શ્રી વિજયપ્રિય કરસૂરીજી ૨. ત્થા પૂ. આ. મ. શ્રી વિજય સૂર્યોદય સૂરિજી, પૂ. આ. શ્રી દુલ ભસાગરસૂરિજી આદિ વિશાળ પરિવારની પ્રબળ ભાવના પણ હિલેાળે ચડી હતી. પણ જ્ઞાનીએ દીઠા ભાવ મુજબ પૂજ્યશ્રી માગશર વદ ૧૪ના એકાએક કાળધર્મ પામ્યા.
શ્રી જિન શાસન શિરતાજ પૂજ્યશ્રીના એકાએક સ્વર્ગવાસ થતાં સમગ્ર ભારતના શ્રી સંધાને અકથ્ય દુઃખ અને આધાત લાગ્યા. આથી જ્યારે પૂજ્યશ્રીતા ગિરિરાજ ઉપરની નૂતન જિનાલયની પ્રતિષ્ઠાના માઁગલ કાર્ય કરવા કરાવવાના કેટલાયે શુભ વિકલ્પાથી દેવાધિદેવ શ્રી
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી તિર્થાધિરા
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધગિરિ
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૫
જિનેશ્વર ભગવંતના તારક તીર્થની ભક્તિ સેવા કરવાની જીવનમાં પ્રાપ્ત થયેલ પુણ્ય ક્ષણને સફળ બનાવવા શુભ વ્યવસાયથી જીવનભરની રત્નત્રયીની ઉપાસનાના પરીબળથી પ્રાપ્ત થયેલ ગીતાર્થ ભાવની પરિપકવતાથી સમગ્ર ભારતના શ્રી સંઘોની યગક્ષેમની શુદ્ધ ભાવનાથી પોતાના જન્મ જીવન અને મરણને ઉજવલ બનાવી સમાધિ મૃત્યુને ભેટ્યા પણ
તેઓના આદર્યા અધુરા રહેલા પ્રતિષ્ઠાના મહાકાર્યને પુરૂ શે કરવું ? તેની વિમાસણ હતી.
પણ ભવભીરૂ ગીતાર્થ તે સ્વ. સૂરિ ભગવંતની કોઈ અગમ્ય પ્રેરણાથી શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢીને પ્રતિનિધિઓએ પેઢીની પદ્ધતિ અનુસાર પોષ સુદ ૧ ના અમદાવાદ પાંજરાપોળ ઉપાશ્રય બિરાજતાં પૂજ્યપાદ ગુરૂદેવ શ્રીમાન વિજ્યકસૂરસૂરિશ્વરજી મહારાજાને પ્રતિષ્ઠાનું કાર્ય કરવા વિનંતી કરતાં પૂજ્ય ગુરૂદેવ શ્રીમાનને તે દક્ષિણ ગુજરાતના પાંચ ગામોના જિનાલયની પ્રતિષ્ઠા તેમ ૩ મુમુક્ષુ બહેનને ભાગવતી દીક્ષા પ્રદાન કરવાના ફાગણ સુદ ૭ સુધીના થયેલા નિર્ણય હોવા છતાં તે તે ગામને શ્રા સંઘના અગ્રણીઓને અમદાવાદ બોલાવી સર્વ પરીસ્થિતિને ખ્યાલ આપી પિતે વચનબદ્ધ થયેલ હોવાથી તે તે સંઘની પ્રસન્નતાપૂર્વક પાલીતાણા શ્રી પ્રસિદ્ધ ગિરીરાજ ઉપરના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરવા જવા સમ્મતિ મેળવી પૂજ્યશ્રીએ શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિરિધિઓની વિનંતિ સ્વીકારી.
સ્વપૂજ્ય આ. ભગવંતના સ્વર્ગવાસ બાદ તેઓ પૂજ્યશ્રીના સહવતિ પૂ. આચાર્ય મહારાજાદિ તગડીથી બોટાદ થઈ પાલીતાણા પોષ સુદ ૧૩ ના પહોંચી ગયા હતા જ્યારે
અમદાવાદ પાંજરાપોળથી પ. પૂ. આરાદયપાદ ગુરૂદેવ શ્રીમાનનું પિોષ સુદ ૧૩ ના વિહાર કરવાનું નક્કી થતાં પ. પૂ. આગમેદ્ધારક
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૬
આચાર્ય ભગવંત શ્રીમત્સાગરાનંદ સુરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર પ. પૂ. આચાર્ય મ. શ્રી દેવેન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજશ્રીને પણ આ પવિત્ર પ્રસંગે પધારવા વિનંતી થતાં મોડાસાથી ઉગ્ર વિહાર કરી પોષ સુદ ૧૩ ના અમદાવાદ પાંજરાપોળે પધારી ગયા હતા. અને બપોરના અગણિત માહવસમૂહની સભાવના અને પ્રતિષ્ઠાના મંગલ વિધાનની નીવિદન સફળતાની મનોકામનાવાળા સમૂહ સાથે વિહાર કરી મહા સુદ રના ગિરીરાજની પાવન ધરતી ઉપર સમૂહ પ્રવેશ કર્યો.
ભારતભરના શ્રી સંઘના આ એક મહાન અને પવિત્ર શાશ્વતા તીર્થ ઉપર કર્ભાશાહના છેલ્લા ૧૬મા ઉદ્ધાર બાદ આટલી વિશાળ સંખ્યામાં દાદાની ટુંકમાં જિનપ્રતિમાજીઓને પ્રતિષ્ઠા કરવાને મહાન પ્રસંગ હોવાથી પ્રસંગને અનુરૂપ પ્રતિષ્ઠા મહોત્સવને પ્રારંભ પિષ વદ ૧૪ થી શરૂ થયો.
કર્માશાહના છેલ્લા ઉદ્ધાર પ્રસંગે દાદાની પ્રતિષ્ઠા પ્રસંગે ભારત ભરના સર્વ પ્રદેશમાંથી અનેક સંઘે આવ્યા હતા અને વિપુલ સંખ્યામાં ભાવિકોએ આવી પ્રભુપ્રતિષ્ઠાના મહામૂલા પ્રસંગને લાભ લીધે હતે.
તે સમયે અનેક ગરોના પૂજ્ય આચાર્ય મહારાજાદિ શ્રમણ પરીવારની ઉપસ્થિતિ હતી અને તે સર્વમાં અગ્રગણ્ય પૂજ્યપાદ સૂરી સાર્વભૌમ આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજનું નેતૃત્વ પ્રતિષ્ઠાના મંગલ વિધાનની સફળતાનું કારણ બન્યું હતું.
લગભગ ૪૫૦ વર્ષ પવિત્ર તીર્થધામ ગિરીરાજ ઉપર દાદાની ટુંકમાં નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરવાને મહામુલ પ્રસંગ પ્રાપ્ત થવાથી ભારત–ભરના દૂર સુદૂર અતિદુર પ્રદેશોમાં વસતાં પુણ્યવંત આત્માઓને પ્રતિમાજી મહારાજની પ્રતિષ્ઠા કરવાને આદેશ મળતાં
Page #34
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય પ્રાકૃતવિશારદ સિદ્ધાન્ત મહોદધિ આચાર્ય દેવ
શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ
Unintinuu
uuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
Mulliluuuuuuuuuulfilllllllllllllllllling
જન્મ વિ. સં. ૧૯૫૭ પોષ વદ ૧ અમદાવાદ દીક્ષા વિ. સં. ૧૯૭૬ – ફાગણ વદ ૩ મેવાડ આચાર્યપદ વિ. સં. ૨૦૦૧ ફાગણ સુદ ૪ બુરાનપુર
Page #35
--------------------------------------------------------------------------
Page #36
--------------------------------------------------------------------------
________________
२७
હજારોની સંખ્યામાં ભાવિકે આ મંગલ પ્રસંગે પ્રતિષ્ઠા કરાવી અનુમોદી પોતાના સમ્યગૂ દર્શનની દૃઢતા, નિર્મળતા કરવા એકત્રિત થયે..
જ્યાં જ્યાં નજર નાખો ત્યાં તરણ તારણ શ્રી જિન શાસનના જુદા જુદા પ્રદેશમાં વસતા સાધમિ કેના દર્શન પણ જિન શાસનની બલીહારી બતાવે તેવા હતા.
સાથોસાથ પ્રતિષ્ઠાના મંગળ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ ધર્મરાજા આચાર્ય ભગવંત ત્થા પાલીતાણામાં બિરાજતા તથા આ પૂણ્ય પ્રસંગે પધારેલા પ. પૂ. આગમ દ્વારકા શ્રીમાનને પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પ. પૂ. આચાર્ય મ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી આદિ ત્થા પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વર એ. ના પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય મંગલપ્રભસુરીશ્વરજી મ. આદિ ત્થા પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ દુર્લભસાગરસૂરીશ્વરજી મ. શ્રી ત્થા પ. પૂ. પરમપ્રભાવક ગણધર શ્રી મુળચંદજી મ. ના પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મ. આદિ ત્થા શ્રી ખરતર ગચ્છીય પ. પૂ. મુનિપ્રવર શ્રી કાંતિસાગરજી મ. આદિ ત્થા શ્રી પાર્ધચંદ્ર ગચ્છીય પ. પૂ. મુરિપ્રવર શ્રી વિદ્યાચંદ્રજી મ. આદિ મુનિ ભગવંતે તેમ સર્વ ગરછીય. પૂ. સાધ્વીજી મહારાજની બહુસંખ્યક ઉપસ્થિતિ જિન શાસનના ગૌરવને છતું કરતી હતી.
જ્યારે ૪૫૦ વર્ષ પ્રાપ્ત થયેલા આ પ્રસંગને વિશેષ દીપાવવા આઠ આઠ દિવસ સુધી રવાભિવાત્સલ્ય નવકારશી જળયાત્રાને ભવ્ય. વરઘોડો શ્રી શાંતિનાત્રાદિ મંગળ વિધાને સમગ્ર પાલીતાણા શહેરના ઘરેઘરમાં જિનશાસનની પ્રભાવના કરતી પ્રભાવના, અનુકંપા, અભયદાન, ઉચિતદાન વિગેરે કાર્યો શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના રથાનિક
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
તેમ પ્રાદેશિક પ્રતિનીધીઓએ શ્રી સંઘ તરફથી તે રીતે કર્યો કે તે સર્વની અનુમોદનાને પાત્ર બન્યા.
કર્માશાહે કરાવેલા તીર્થોદ્ધારના પરમકલ્યાણકર પ્રસંગે આપણી ઉપસ્થિતિનું સ્મરણ થવું શક્ય નથી, વળી છેલ્લે ઉદ્ધાર કરનાર વિમલવાહનને પ્રસંગ તે ભાવિને અને છેલ્લે બનશે પણ કર્યાશાહ અને વિમલવાહનના તીર્થોદ્ધારને પ્રસંગ વચ્ચે આપણું જ કઈ પૂર્યોદય તરણ–તારણ શ્રી સિદ્ધગિરીરાજ ઉપર નૂતન જિનાલયને પ્રતિષ્ઠા મહોત્સવ અને તે પણ લગભગ ૫૫૦ જિનપ્રતિમાજીઓને જોવા નિહાળવા મળે અને પ્રતિષ્ઠાનું નિમિત્ત પામી રત્નત્રયીની વિશુદ્ધિ કરવાને અમૂલ્ય અવસર મળે અને તે અતિ ઉજવળ પ્રસંગને “પ્રાસંગિક' શીર્ષક તરીકે મંકીત કરવાને લાભ મળે તે પણ એક મારા ભાગ્યોદયના જ એંધાણ ગણાય.
આ રીતે જે પુસ્તકનું પ્રકાશન પ્રતિષ્ઠા પ્રસંગે સુરત મુકામે યોજાયેલું તે ભવિતવ્યતાને યોગે શ્રી સિદ્ધગીરી ઉપર પ્રતિષ્ઠા પ્રસંગે તેજ દિવસે પાલીતાણા મુકામે શ્રી સિદ્ધાચળને ચરણે કરવાનું થયું.
વિ. સં. ૨૦૩૨ મહા સુદ ૭ તા. ૭–૨–૭૬, શનિવાર
પાલીતાણા.
એજ લિ. ધર્મરાજા ગુરુદેવના ચરણસેવક વિજયચંદ્રોદયસૂરી.
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત પ્રકાશન અગે દ્રવ્ય સહાયકાની શુભ નામાવલી
૩૦૦૦-૦૦ શ્રી સાબરમતી રામનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રી સંધ અમદાવાદઃ ૧૦૦૦-૦૦ શાહપુર મંગળપારેખ ખાંચાની પાળ, જૈન શ્રી સંઘના ભાઈઓ તરફથી
મુનિ શ્રી પુષ્પ ચંદ્ર વિજયજી મ. ના તથા મુનિ શ્રી શાંતિચ ંદ્ર વિજયજી મ. ના ઉપદેશથી.
૭૫૦-૦૦ શાહપુર ખાનપુર જૈન શ્રી સંઘના ભાઈએ તરફથી
ગણિ શ્રી અજીતચંદ્ર વિજય મ. ના તથા મુનિ શ્રી વિનીતચંદ્ર વિજય મ. ના ઉપદેશથી
૪૦૦-૦૦ લાલાભાઈની પાળ જૈન શ્રી સંઘના ભાઈએ તરફથી.
મુનિ શ્રી હીં કારચંદ્ર વિજયજી મ. તથા મુનિ શ્રી સામચંદ્ર વિજયજી મ. ના ઉપદેશથી
૫૦૦-૦૦ શેડ મુળચંદભાઈ સે!મચંદ્ર પાપટલાલ તરફથી ખંભાત
""
Page #39
--------------------------------------------------------------------------
________________
કથાનું નામ
૧ ફલસાલની ૨ મૂખની ૩ વૃદ્ધ મંત્રિની
૪ વૃદ્દાની
૫ જિનદાસની
} રાજાની
અનુક્રમણિકા
૭ શીલવતીની
૮ ડેાસા ડેાસીની
૯ યુધિષ્ઠર અને ભીમની
૧૦ ડેાસીની ૧૧ ચારની
૧૨ નાગદત્ત શેઠની ૧૩ સાનીની
૧૪ ગરીબ વાણીયાની
૧૫ ચાર જમાઈની
૧૬ પુત્રો વડે પરાભવ પામેલ પિતાની ૧૭ નિર્ભાગીની
૧૮ અમાંગલિક પુરુષની ૧૭ બુદ્ધિના મૂલ્યાંકનની ૨૦ મ્લેચ્છની
૨૧ આર્ય બાલકની
૨૨ દાન આપનાર શેઠની
કથા
,,
:::
در
ક
,,
,,
,,
ܝܙ
,,
,,
ܕܙ
ܕܙ
""
""
,,
..
,,
ܕܕ
,,
""
પૃષ્ઠ
૩
૫
૬
ર
૧૦
૩૨
૩૪
૩૮
૪૦
૪૨
૪૪
૪૬
પર
પ૬
૫૯
૬૪
૬૮
७०
ટોળક
७७
Page #40
--------------------------------------------------------------------------
________________
કથાનું નામ
૨૩ કૃપણ શેઠની ૨૪ શિલ્પિ પુત્રની
૨૫ ધનિક પુત્રની
૨૬ મદનીયાના મૃત્યુકાણની
૨૭ ત્રણ પુતળીની ૨૮ કુમાર મંત્રિની
૨૯ શેઠ અને નાવિકની ૩૦ કાલસૌરિકની ૩૧ શાલિભદ્રના પૂર્વ ભવની
૩૨ રાજા આદિ પુત્રોની ૩૩ વૃદ્ધ અને જુવાન મંત્રિની
૩૪ રાગાન્ધ ધનિકની
૩૫ જશ અને સુજશની ૩૬ મ`ત્રિ પુત્રીની
૩૭ અસંતાષવાન ભિક્ષુકની
૩૮ સુંદરીની
૩૯ બે શ્રેષ્ઠ વિદ્યામાની
૪૦ મહાત્મા અને પેાપટની
૪૧ જ્ઞાનગર્ભા મંત્રિની
૪૨ પુન્યસાર અને વિક્રમસારની
૪૩ હજામની
૪૪ બ્રાહ્મણની
૪૫ શુભાશીષ ઉપર શેઠની
૪૬ સત્યવતીની
૩૧
કથા
,,
22
""
,,
,,
"9
""
دو
رو
ઃઃ
,,
,,
19
در
99
',
9--8
'
,,
""
""
પૃષ્ઠ
૭૯
૮૧
૮૩
૮૪
૨૬
૮૯
૯૧
૯૩
૯૫
૯૮
૧૦૨
૧૦૪
૧૦૬
૧૧૦
૧૧૫
૧૧૭
૧૨૦
૧૨૪
૧૨૭
૧૩૩
૧૩૬
૧૩૮
૧૪૧
૧૪૪
Page #41
--------------------------------------------------------------------------
________________
૩ર.
કથાનું નામ
પૃષ્ઠ
૧૭૪
૧૭૮
૧૮
૧૮૭
૪૭ ઈલાચી પુત્રની ૪૮ બે વિદ્વાનોની ૪૯ સિકંદરની ૫૦ ખેડૂતની ૫૧ મમ્મણ શેઠની પર જિનદત્તની ૫૩ ભાવભક્તિ ઉપર ભીલની ૫૪ દુર્ણતાનારીની ૫૫ નંદ નાવિકની
૧૮૦
૧૨
૧૯૭
૨૦૧
૨૦૫
.
.
/*
*
Page #42
--------------------------------------------------------------------------
________________
તરણ તારણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ
ઉપર નૂતન જિનાલયાદિ જિનમંદિરોમાં ૫૦૪ શ્રી જિનબિલ્બની પ્રતિષ્ઠા પ્રસંગે બીરાજમાન પૂજ્ય શ્રમણ ભગવંતાદિને
કેટિ કેટિ વંદના
શ્રી વિજય દેવસૂર તપાગચ્છોય
પરમ પૂજ્ય શાસન સમ્રાટ તપગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય પ્રશિષ્ય
પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજયતિપ્રભસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજયનીતિપ્રભસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજ્યસૂર્યોદયસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. શ્રી વિજયચંદ્રવિજયજી ગણિ. પૂ. પં. શ્રી અશેકચંદ્રવિજયજી ગણિ. પૂ. પં. શ્રી નવિજયજી ગણિ. ૫ ગણિ. અજીતચંદ્રવિજ્યજી મ. પૂ. ગણિ. શ્રી દેવચંદ્રવિજયજી મ. આદિ.
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨)
પરમ પૂજ્ય આગમેદ્ધારક આચાર્ય શ્રીમત્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય-પ્રશિષ્ય, પ. પૂ. આચાર્ય મ. શ્રી. હેમસાગરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચા` મ. શ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ. સા. પૂ. પ. શ્રી સૂર્યોદયસાગરજી ગણિ. પૂ. પં. શ્રી નરેન્દ્રસાગરજી ગણિ, પૂ. પં. શ્રી વિમલસાગરજી ગણિ. પૂ. પં. શ્રી સુશીલસાગરજી ગણિ. પૂ. પં. શ્રી દોલત સાગરજી ગણિ. પૂ. પં. નદીવનસાગરજી ગણિ પૂ. પ્રવક શ્રી મુનિન્દ્રસાગરજી આદિ.
(૩)
પ. પૂ. આચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ. ના સમુદાયના પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રભવચંદ્ર સૂરીશ્વરજી મ. સપરિવાર.
(૪)
પરમ પૂજ્ય તીર્થોદ્ધારક આચાય મહારાજ શ્રી વિજયનીતિ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પ્રશિષ્ય.
૫ પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયમ ંગલપ્રભ સૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આચાય મહારાજ શ્રી વિજયરામરન સુરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયઅરિઢુ ત સિધ્ધસૂરીશ્વરજી મ. સા. પૂ. પં. શ્રી હેમપ્રભ વિજયજી ગણિ.
.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩
( ૫ )
પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી હિંમતવિમળજી ગણિવરના શિષ્ય પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મ. સા.
( ૬ )
પરમ પૂજ્ય ગણીશ્વર શ્રી મૂળચંદજી મહારાજના પરિવારના ૫. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી ગણિ આદિ.
( ૭ )
પરમ પૂજ્ય ચેાનિષ્ઠ આચાર્ય મહારાજ શ્રી બુધ્ધિસાગર સુરીશ્વરજી મહારાજના પરિવારના.
પ. પૂ. આચાર્યાં મ. શ્રી દુĆભ સાગર સૂરીશ્વરજી મ. સા. આફ્રિ—
(૮)
પરમ પૂજ્ય પંજાબ કેશરી આચાય મહારાજ શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મ. સા.ના પરિવારના પૂ. પં. શ્રી બળવંતવિજયજી ગણિ, આદિ
( ૯ )
શ્રી ખરતરગચ્છીય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી જિન ટુરિસાગર સૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય પૂ. અનુયે ગાચા ૫. શ્રી કાંતિસાગરજી મ. સા. આફ્રિ
Page #45
--------------------------------------------------------------------------
________________
(૧૦)
શ્રી પાર્શ્વચંદ્રગચ્છીય પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાચદ્રજી મ. સા. આદિ
સેંકડાની સંખ્યામાં પૂજ્ય મુનિ ભગવતે તેમજ શ્રી તપગચ્છ, શ્રી ખરતરગચ્છ, શ્રી અચળગચ્છ, શ્રી પાયચદગચ્છ તેમજ શ્રી ત્રિસ્તુતિક આદિ સવ ગચ્છના સેકડોની સંખ્યામાં પૂજ્ય સાધ્વીજી મહારાજે આદિ ૮૦૦ની સંખ્યાની તેમજ ભારતભરમાંથી આવેલ હજારો શ્રાવક શ્રાવિકાઓ વિગેરે.
ચતુર્વિધ શ્રી સ ́ધની તારક નિશ્રામાં.
શેઠ શ્રી આણુ ંદજી કલ્યાણજીની પેઢી દ્વારા ભારત–ભરના શ્રી સંઘે તીસ રક્ષક શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની વ્યવસ્થાનુસાર
શાસ્ત્રીયતા અને ગીતાર્થાની સુવિશુદ્ધ પ્રણાલીકા મુજમ શ્રી તીર્થાધિરાજ શ્રી સિધ્ધ ગિરિરાજ ઉપર નૂતનનિમિત ખાવન જિનાલયમાં ૫૦૪ જિન પ્રતિમાજીને પ્રતિષ્ઠા મહેાત્સવ વિ. સં. ૨૦૩૨ વીર સં. ૨૫૦૨ મિ. સ. ૨૭ વષઁના મહા સુદ છ તા. ૭–૨–૭૬ શનિવારના શુભલગ્ન શુભ નવમાંશે ઉજવવામાં આવતાં ૪૫૦ વર્ષે પ્રાપ્ત થયેલ . દેવાધિ દેવની ભક્તિ કરવાના પુણ્ય પ્રસંગે ચતુર્વિધ શ્રી સ ંઘને કેટિ કાર્ટ વંદના.
એમ. એન. બ્રધસ
૪૯, કાગદી બજાર,
અમદાવાદ.
લિ. સંઘચર્ણેાપાસક રજનીકાંત શાંતિલાલ શાહના કેડિટ ટિ વંદના
Page #46
--------------------------------------------------------------------------
________________
INNNN
પ્રાકૃતવિજ્ઞાન કથાઓ (पाइयविन्नाणकहानी गुती अनुवाद)
मंगल सिलोगा जएउ सो महावीरो, केवलन्नाणरस्सिणा । मोहतमं विणासित्ता, मोक्खमग्गपयंसगो ॥१॥ दितु गोयम-सोहम्म-प्पमुहा गणिणो वरा। . सुयलद्धिधरा धीरा, भव्वाणं सययं सुयं ॥२॥ अण्णे जिणंतु गच्छेसा, सासणे अपुव्वदीवगा । जाण सरणमेत्तेण, होइ नाण पयासियं ॥३॥ देसणा य जिणिंदाण, सव्वभासाविवट्टिणी । विराएज मणे निच्चं, भत्ताण इट्टदाइणी ॥४॥ जएज नेमिसूरिंदा, आवालब्बभयारिणो । कयंबाइ-सुतित्थाणमुद्धारजिअ-सज्जसा ॥५॥ पसीएज्ज सया मज्झ, विन्नाणो सूरिवो गुरू । पबोहदाणओ जेणुद्धरिओ हं भवद्धिओ.६॥ नीइ-सत्थप्पबोहट्ठ, रएज्जा पाइए सुहं । विन्नाणकहमेयं हं, कित्ति-असोग-पत्थिओ ॥७॥
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મગલ લેાકેાના અનુવાદ
કૈવલજ્ઞાનરૂપી કરણાથી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને મેક્ષ માર્ગ દેખાડનાર તે મહાવીરસ્વામી જય પામેા. ૧
શ્રુતલબ્ધિધર ધીર ગૌતમસ્વામી સુધર્માંસ્વામી વગેરે શ્રેષ્ઠ ગુણધરા ભવ્યાને હંમેશાં શ્રુતજ્ઞાન આપો. ૨
શાસનમાં અપૂર્વદીપક સમાન ખીજા પણ ગણુધરા જય પામે, જેઓના શરણ માત્રથી જ્ઞાન પ્રકાશિત થાય છે. ૩
સર્વ ભાષામાં સમજાનારી અને ભક્તાને ઇષ્ટ આપનારી જિનેન્દ્રભગવ તાની દેશના હંમેશાં મનમાં શેશભા. ૪
કદંબગિરિ વગેરે સુત્તીર્ઘાના ઉદ્ધાર કરીને ઉપાર્જિત કરેલ સુયશવાળા આબાલબ્રહ્મચારી નેમિસૂરીશ્વરજી જય પામે. ૫
વિજ્ઞાનસૂરીશ્વરજી ગુરુ ભગવંત મારા ઉપર હંમેશાં કૃપા કરા, જેમણે સમ્યજ્ઞાન આપીને મારેા ભવસમુદ્રમાંથી ઉાર કર્યો. ૬
કીર્તિયન્તવિજય અને અશોકચન્દ્રવિજય વડે વિનંતી કરાયેલ હું નીતિ અને શાસ્ત્રના સારા ખાધ માટે પ્રાકૃતમાં આ શુભ વિજ્ઞાન ક્યા રચુ છુ. ૭
餐食餐餐餐
Page #48
--------------------------------------------------------------------------
________________
ફલશાલની કથા
ગુણમાં વિનય હમેશાં શ્રેષ્ઠ છે, કારણ કે આનાથી (વિનયથી) ફલશાલે ઉત્તમ ચારિત્ર મેળવ્યું. મગધ દેશમાં શાલિગ્રામ નામે ગામ હતું. ત્યાં પુષ્પશાલ ગૃહસ્થને પુત્ર ફલશાલ નામે હતો. તે સ્વભાવે સરળ, સ્વભાવે વિનીત અને પરલોકભીરૂ હતે. એક વાર તેણે ધર્મશાસ્ત્ર કહેનારા પાસેથી સાંભળ્યું–જે ઉત્તમ પુરુષોમાં વિનય આચરે છે તે જન્માંતરે ઉત્તમોત્તમ થાય છે.” - તેથી તે “આ મારા પિતા ઉત્તમ છે” એમ સર્વ આદરથી પિતાના વિનયમાં પ્રવૃત્ત થયે. કઈ વાર તેના વડે ગામના સ્વામીને વિનય કરતા પિતા જેવાયા. તેથી “પિતાથી પણ આ ઉત્તમ છે” એમ જાણી પિતાને પૂછી ગામના સ્વામીની સેવા કરવા લાગે, કઈ વાર તેની સાથે રાજગૃહી ગયે. ત્યાં મહંતક (રાજપુરુષ)ને પ્રણમાદિ કરતા ઠાકરને દેખીને, “આનાથી પણ આ ઉત્તમ છે” એમ મહંતક(રાજપુરુષ)ને સેવવાને પ્રવૃત્ત થયે તેને પણ શ્રેણિક રાજાના વિનયમાં તત્પર દેખીને શ્રેણિકને સેવવા લાગ્યો. | કઈ વાર ત્યાં ભગવાન વર્ધમાનસ્વામી સમોસર્યા. શ્રેણિક સેનાપરિવાર સહિત વાંદવા નીકળ્યા. ત્યારે ફલશાલ ભગવંતને સમે
Page #49
--------------------------------------------------------------------------
________________
૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સરણલક્ષ્મીથી શોભતા જોઈને ઘણે આશ્ચર્યચકિત થયે. નક્કી આ સર્વોત્તમ છે, જે આ પ્રમાણે રાજાઓના સમૂહ તથા દેવેન્દ્રો અને દાનવેન્દ્રો વડે વંદાય છે. તે બીજાઓથી સર્યું. આને જ વિનય કરું. પછી અવસર પામીને તલવાર તથા ઢાલ સહિત હાથવાળા ચરણોમાં પડીને વિનવવા લાગ્યો “ભગવંત! આજ્ઞા આપે. હું આપને સેવું.” ભગવંતે કહ્યું “ભદ્ર ! તલવાર અને ઢાલ સહિત હાથ વડે હું લેવાતા નથી, પરંતુ રજોહરણ અને મુહપત્તિવાળા હાથ વડે સેવાઉં છું, જેમ આ બીજાઓ સેવે છે.” તેણે કહ્યું–જેમ આપ આજ્ઞા આપે, તેમ જ સેવીશ.” ત્યારે યોગ્ય છે એમ જાણીને ભગવંતે દીક્ષા આપી અને તે સારી ગતિ પામે. ઉપદેશ આ પ્રમાણે વિનયની અપૂર્વ ફલપરપરા જાણી
લેકેએ ફલશાલની જેમ તે (વિનય) પ્રયત્નપૂર્વક કરે જોઈએ, (વિનય ઉપર ફલશાલની પહેલી કથા સમાપ્ત.)
-
:
Page #50
--------------------------------------------------------------------------
________________
મુખની કથા
જીભ કાબુમાં ન રહેવાથી પરિણામ દુઃખદાયક થાય છે. જેમ વાચાળ સુરક્ષાકર ભૂખ્યો રહ્યો, એક મૂખ મુસાફર ડેસીને ઘેર ગયે. તેણીને કહે છે-“મને ખીચડી રાંધી આપ.” તેણુએ કૃપાથી રાંધવા માંડી. તેણીને ઘેર રુષ્ટપુષ્ટ ભેંસ જોઈ પૂછે છે-“હે વૃદ્ધા ! જે આ મરી જાય તે નાના બારણામાંથી તે કેવી રીતે કઢાય ?” તેણું કહે છે–અપમંગલ ન બોલવું.” તે મૌન રહ્યો. ફરી પણ પૂછે છે-“મા ! તારે પુત્ર છે કે નહિ ?” તેણી કહે છે “વેપાર માટે દેશાંતર ગયો છે તે પૂછે છે –
જે ત્યાં તે મરી જાય, તે તારો કેવી રીતે નિર્વાહ થાય ?” તે વખતે રેલી તેણુએ અર્ધી રંધાયેલી ખીચડી તેના કપડાના પાથરણુમાં નાંખી ઘરમાંથી કાઢી મૂક્યો. ચાલ્યા જતા તે મુસાફરને કેઈક પૂછે છે—“શું કરે છે ?” તે કહે છે– જીભને રસ”
એ પ્રમાણે જીભમાં અમૃત અને વિષ રહે છે. વિષમય જીભથી સર્વત્ર અપમાનિત થવાય છે. ઉપદેશ-ભગવાનનું નામ સુલભ છે, અને જીભ સ્વાધીન છે
તે પણ તે (જીભ) કાબુમાં ન રાખવાથી માણસે
દુ:ખ પામે છે. (જીભ કાબુમાં ન રાખવા પર મુખ મુસાફરની કથા સમાપ્ત.)
Page #51
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધ મંત્રિની કથા
સાચો ન્યાય આપનાર મંત્રીઓ થોડા જ હોય છે, જેમ અદ્દભુત ન્યાયમાં વૃદ્ધમંત્રિનું દૃષ્ટાંત. એક શ્રેષ્ટિવર્યને ક્ષત્રિયપુત્ર લેખવાહક છે. તે દુર્બળ પણ અત્યંત નિર્ભય છે. એક વખત શેઠને લેખ લઈને ગ્રામાંતર ગયે. જંગલમાં એક સિંહ મળે. તેની સાથે યુદ્ધ કરીને તલવારથી હણને (મારી નાંખીને) આગળ ગયો. ત્યાં કોઈ રાજસુભટ આવી પહોંચ્યા મરેલા સિંહને જોઈને, “મારાથી આ હણાયો છે” એમ બેલતે રાજા આગળ ગયે. રાજા સિંહના વધથી સંતુષ્ટ થયું. તેને પારિતોષિક આપ્યું. બધા લોકેથી તે વખણાયે.
તે ક્ષત્રિયપુત્ર કાર્ય કરીને પાછો પોતાને ગામ આવ્યું. સિંહના વધને વૃત્તાંત શેઠને કહ્યો. શેઠ કહે છે–“તું જૂઠું બોલે છે. દુર્બળ એવા તારાથી કેવી રીતે સિંહ હણાય ? તેણે કહ્યું–‘મારાથી જ હણાય છે.' એમ સાચું કહ્યું ત્યારે શેઠે રાજાને તે જણાવ્યું
આ ક્ષત્રિયપુત્રથી સિંહ હણાય છેતમારા સુભટથી નહિ.” રાજા વડે સુભટ બેલાવા અને પૂછાય તે કહે છે- “મારાથી હણાય છે. રાજા વડે નિર્ણય માટે તે બંને પુરૂષો વૃદ્ધ મંત્રીને સોપાયા. તે મંત્રોએ નિર્ણય માટે જુદા જુદા ઓરડામાં બનેને રાખ્યા.
Page #52
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધ મંત્રિની કથા
તે મંત્રી પેાતાની દાઢીમાં લાંબુ તણખલુ' ધારણ કરીને પુસ્તક વાંચતા હતા. તે સમયે પહેલાં રાજસુભટ ખેાલાવાયા, માન્ય. મત્રિને વાંચતા જોઈ તે અને દાઢીમાં તણુખલું જોઈ તે તણખલુ ર કરવા માટે હાથ ઉપાડે છે. તે વખતે સંત્રી વડે હું હું' ખેલીને તે ભય પમાડાયા. ભયાકૂળ તે ભાગ્યા. પછી તે ક્ષત્રિયપુત્ર ખાલાવાયા. તેના વડે પણ દાઢીમાં રહેલ તણુખલું દૂર કરવા માટે હાથ ઉપાડાયો. ત્યારે તે મત્રી 'કાર કરે છે. તે નિર્ભય બનેલા દાઢીને મુઠીથી પકડે છે, મૂકતા નથી. તેથી ત્રિથી જણાયું કે આ ક્ષત્રિયપુત્ર સિંહના વધ કરનાર છે.
k
તેને રાજા આગળ લઈ જઈને કહ્યુ—આ જ સિંહના વધ કરનાર જાણવા.’ ‘“કેમ ?” તેના વડે સ` વાત કહેવાઈ. આ દુર્ગંળ પણ નિર્ભય છે. સુભટ સ્થૂલ પણ ખીકણુ છે, ભયાકૂળ આ કેવી રીતે સિહુને હણે ’
રાજ્ર વડે સુભટ ધિક્કારાયા અને કાઢી મુકાયા. ક્ષત્રિયપુત્ર સન્માનાયા અને ઈનામ તેને અપાયું. ઉપદેશ—સાચે ન્યાય આપવામાં વૃદ્ધમત્રિવાળુ' સુદર કથાનક સાંભળી તે પ્રમાણે નિર્ણયમાં યત્ન કરવા જોઈ એ. (સાચેા ન્યાય આપવામાં વૃદ્ધમંત્રિની કથા સમાપ્ત.)
Page #53
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધાની કથા
પરિણામ પારખીને તે પ્રમાણે સન્માન કરનાર લેકે જગતમાં અ૫હે છે. અહીં વૃદ્ધાનું દષ્ટાંત
એક વખત ઘી અને ચામડાંના વેપારીઓ ઘી અને ચામડાં લેવાને પિતાના ગામથી નીકળ્યા. કેઈક ગામમાં એક ડોસીને ઘેર ભોજન માટે ગયા. તે ડોસી ભાવથી બેલાવે છે. ભોજન અવસરે ઘીના વેપારીને ઘરની અંદરના ભાગમાં, ચામડાંના વેપારીને ઘરની બહાર ભોજન કરાવે છે. ભોજન કરીને ગ્રામોતર ગયા.
જ્યારે પાછી ઘી-ચામડાં ખરીદીને બંને ડોસીને ઘેર આવ્યા ત્યારે ભોજન અવસરે ચામડીના વેપારીને ઘરની અંદરના ભાગમાં અને ઘીના વેપારીને ઘરની બહાર ભોજન કરાવે છે. ભોજન પછી તેઓ વડે ક્રમભેદનું કારણ વૃદ્ધાને પૂછાયું. તેણી કહે છે–અગાઉ તમે જ્યારે આવેલા તે વખતે ઘીના વેપારીનું ચિત્ત વિશુદ્ધ હતું, કે હમણું જે પશુધન બહુ હોય તે સારું, ધી સુલભ અને અલ્પ કિંમતે ઘણું મળે. એ પ્રમાણે ભાવવિશુદ્ધિથી ઘરની અંદરના ભાગમાં તે ભોજન કરાવાય, તે વખતે ચામડાંના વેપારીનું અશુદ્ધ ચિત હતું. કારણ કે તે આ પ્રમાણે ચિંતવે છે—જે પશુધનને સંહાર થાય તે ચામડાં સુલભ, થેડી કિંમતે મળે. એ પ્રમાણે ભાવની અવિશુદ્ધિથી બહાર ભોજન કરાવા. પાછી ફરી આવ્યા, ત્યારે પશુધનવિનાશની વિચારણને લીધે તે ઘીને વેપારી બહાર બેસાડાયે, પશુધનવૃદ્ધિની વિચારણાને લીધે તે ચામડીને વેપારી ઘરની અંદરના ભાગમાં બેસાડાયે.
થી તે છે જે
બહાર
પશુકન
Page #54
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધાની કથા
એ પ્રમાણે ભાવની વિશુદ્ધિથી કે અવિશુદ્ધિથી સન્માન અને અસન્માન જાવુ.
ઉપદેશ–ધી અને ચામડાં ખરીઢનારાઓનું સન્માન અને અપમાન જાણીને ‘ભાવશુદ્ધિમાં હમેશાં યત્ન કરવા જોઈએ. (પરિણામને અનુલક્ષીને સન્માન અને અપમાન ઉપર વૃદ્ધાની કથા સમાપ્ત.)
Page #55
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
સંપદાઓ સારી રીતે રક્ષણ કરાયેલ છતાં પણ પાપના ઉદયથી નાશ પામે છે અને પુણ્યના
ઉદયથી ઉત્પન્ન થાય છે, જિનદાસનું ઉદાહરણ જુદાં જુદાં પ્રકારનાં અનેક કોષ જિનમંદિરેથી શોભતી ધમપુરી નામે નગરી છે. ત્યાં જિનદાસ દાનશીલ રાષ્ટિવર્ય હતું. તેને શીલરૂપી અલંકારથી વિભૂષિત જિનમતી ધર્મપત્ની હતી. તેમને બે પુત્ર હતા. એક જિનદત્ત અને બીજે જિનરક્ષિત.
અધિક દાનગુણથી ખુશ થયેલ રાજાએ નગરશેઠ પદ આપ્યું તેથી કેમાં માનનીય તે થે. પૂર્વે ઉપાર્જેલ પુણ્ય ક્ષીણ થવાથી એક વખત દાનગુણુ વડે ખુશ થયેલી લક્ષ્મીદેવી મધરાતે તેના રસેડામાં આવી રુદન કરે છે. રુદન સાંભળી શેઠ વિચારે છે-“મધરાતે કઈ દુઃખી રડે છે.' પિતાની સ્ત્રીને ઉઠાડી દીવો લઈ ત્યાં આવે છે અને રુદનનું કારણ પૂછે છે. તેણી કહે છે તમારા દાનગુણથી ખુશ થયેલી આજ સુધી તમારે ઘેર ગુણાનુરાગથી બંધાયેલી સુખેથી રહી. હવે તમારું પુણ્ય ક્ષીણ થયું, તેથી તમારા ઘેરથી જઈશ. એમ પ્રેમથી બંધાયેલી પૂછવા આવી છું.” શેઠે કહ્યું–‘એક સરખી અવસ્થા કોને હોય છે? એમાં શું આશ્ચર્ય ? સુખેથી જાઓ તમે?” લક્ષ્મીદેવી તેના સ્નેહપાશથી બંધાયેલી કહે છે–આજથી આઠમે દિવસે જઈશ,
Page #56
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
L
ત્યાં સુધી તમે મારી કૃપાથી જેમ ઇચ્છા હોય તેમ મેાજ કરી’ એમ કહીને દેવલાકમાં ગઈ.
પ્રભાતે શે વિચારે છે—જો લક્ષ્મી પોતાની ઈચ્છાથી જાય છે ત્યારે કાઢવી સારી' એમ ચિંતવીને ઘરની સારી વસ્તુ ધરની બહાર કાઢીને દીન, અનાથ, દુ:ખીજનાને દાન આપવા લાગ્યા. એમ સાત દિવસ સુધી. અને આડમે દિવસે નિધન થયેલા તે ત્યાં રહેવા અશક્ત સંધ્યાએ નગરની બહાર નદી કિનારે આવેલા પેાતાના મહેલમાં સપરિવાર ગયા. ત્યાં રાતે મુશલધાર મેધ વરસ્યા. પાણીના પૂરથી નદી વધી ગઈ. મહેલની અંદર પાણી પેસવાથી ગુ થયેલ પ્રાસાદ પડી ગયા. બધી વસ્તુએ પાણીમાં તણાઈ ગઈ. શેડ જીવ બચાવવા સ્ત્રી અને બે પુત્રો સહિત ઝ'ડ પર ચડી ગયા. વધતી નદીને જુએ છે, ત્યાં પોતાના મહેલમાંથી નીકળી ગયેલ સાનાની થાળીના કાથળાને નદીમાં તરતા દેખે છે. દેખીને નિર્વાહ માટે કાથળામાં રહેલ એક થાળી ખેંચે છે. નસીબ પ્રતિકૂળ હાવાથી થાળીના કાંઠાના ટુકડા હાથમાં આવ્યું. કાથળા પાણીમાં તણાઈ ગયા. તે ટુકડા પેાતાની માથાની પાઘડીમાં બાંધી દીધા. નદીપ્રવાહ એ થયે ઝાડ ઉપરથી ઉતરીને તે બધા ગામથી નીકળ્યા. અને જ્યારે પુત્રો થાકયા ત્યારે એક પુત્રને શેઠ ખભે બેસાડે છે અને ખીજાને શેઠાણી. માર્ગમાં ભૂખથી પીલાયેલા પુત્રાને આમ્રફળો ખવડાવતાં શેઠશેઠાણી આગળ ચાલ્યા. એ પ્રમાણે આંતરે આંતરે ગામમાં રહીને પાતાનાં દેશથી બહુ દૂર નીકળી ગયા.. ભૂખના દુ:ખથી પીડાયેલા ભ્રમણુ કરતાં વિમલપુરીની બહાર આવી પહેોંચ્યા.
તે શ્રેષ્ઠ નગરીમાં એક ધદાસ સાવાહ રહે છે. તે. કરિયાણાં લઈને સમુદ્ર માર્ગે વેપાર કરવા માટે ગયેલા. રત્નદ્રીપ–બર કુલ વગેરેમાં ફરતા ઘણું ધન ઉપાર્જન કરતા પાછા પોતાના દેશ તરફ
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આવી પહોંચનાર છે તે વખતે. આ જિનદાસ શ્રેણિવરનું જે ધન નદી પ્રવાહથી તણાઈ ગયેલું, અને સમુદ્રની અંદર આવી પહોંચેલું તે બધુ ધન-ગુમ રત્ન ભરેલ પટ્ટકસહિત તેમજ તે સેનાની થાળીઓને કથળે-તે સાર્થવાહને મળી ગયું.
તે સમૃદ્ધિથી મહાઋહિવંત પિતાના નગરમાં આવી પહોંચ્યો. જે દિવસે તે જિનદાસ સહકુટુંબ નગરની બહાર આવે છે તે દિવસે જ તે સાર્થવાહે આખા ગામને જમાડવાનું શરૂ કરેલું. | ભજન અવસરે તે જિનદાસ બે પુત્રોને ઈક જગ્યાએથી ચણા મેળવીને ભોજન માટે આપે છે. તે વખતે ગામમાં રહેનારી પાણી માટે જતી સ્ત્રીઓ તે જોઈને કહે છે–અરે લેકે ! શા માટે ચણું ખાઓ છે ? આજે નગરમાં સાર્થવાહ સર્વ ગામને ભોજન કરાવે છે. તમે પણ ત્યાં ચાલે, અને સ્વાદિષ્ટ ભોજન ખાઓ.” જિનદાસે કહ્યું—“અમારા જેવાના નસીબમાં તે નથી, તે કારણથી આજ શ્રેષ્ઠ છે. તેઓ (તે સ્ત્રીઓ) ગામમાં જઈને સાર્થવાહને કહે છે-“તમે સર્વ ગામને જમાડે છે, પરંતુ ગામ બહાર કોઈ પરદેશીઓ આવેલા છે. તે ભોજન કરવા આવતા નથી, ભૂખ્યા જ રહે છે. તે સારું નથી.” તે સાંભળી સાર્થવાહ તેમને બેલાવવા માટે માણસ મોકલે છે. તેમના ઘણા જ આગ્રહવશથી જિનદાસ સહકુટુંબ ત્યાં ગયે. સાર્થવાહ પણ આવેલા તે જિનદાસને સન્માનીને પિતાની સાથે જમાડે છે.
એટલામાં શું થયું તે કહે છે–તે સાર્થવાહ પિતાના કુટુંબ પરિવારને તથા પરદેશી જિનદાસને પિતાને ઋદ્ધિ વિસ્તાર બતાવવાને તે સોનાની થાળીઓ ભોજન માટે કઢાવે છે. ભવિતવ્યતાને તે જ ખંડિત થાળી ભોજન માટે શેઠને આવી પહોંચી. તે જોઈને ચિતવ્યું–આ થાળી મારી કે નહિ એમ જાણવા માટે માથાની પાઘડીમાંથી તે થાળીને ટુકો કાઢો અને થાળીના ખંડિત
Page #58
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
ભાગમાં લગાડ્યો ત્યારે ભોજનની અત્યંત ઉષ્ણતાથી લાખને રસ પીગળી ગયે છતે તે ટુકડો ત્યાં જોડાઈ ગયે. તેણે વિચાર્યું આ સર્વ ઋદ્ધિ મારી, તે પણ જે ગઈ ત્યારે ટુકડાથી શું? તે પણ. જાય.” તેથી તેના વડે તે ન લેવાય. ભોજન બાદ બધા ઉઠ્યા. તે જિનદાસ પણ જમીને ચાલ્યો.
પછી ધમદાસ શેઠે પિતાના નેકરને કહ્યું – બધી થાળીઓ ગણ” તેણે ગણનામાં તે ખંડિત થાળી દીઠી નહીં. શેઠને કહ્યું– તે ખંડિત થાળી દેખાતી નથી, તેણે કહ્યું-કેને ભોજન માટે આપેલી ? નેકરે કહ્યું તે આજે આવી પહોંચેલ નિર્ધન પણાને આપેલી.” શેઠે ચિંતવ્યું–‘જરૂર તેણે લીધેલી સંભવે છે. તેથી નેકરને મેકલીને સકુટુંબ જિનદાસ બેલાવાય. આવેલા જિનદાસને કહે છે–‘નિર્ધન ભેળ જાણું મારાથી ભોજન માટે નિમંત્રાયો, પરંતુ તું દુષ્ટ કપટી છે. કારણ કે ભોજન બાદ સોનાની થાળી પણ તેં લઈ લીધી, મારી થાળી આપ.” તેણે કહ્યું—“ નથી લીધી.” શેઠે કહ્યું–‘તું ધૂર્ત છે. માર વગર સાચું નહીં લે.” ગળું પકડીને લાતેથી મારે છે. જિનદાસ ચિંતવે છે–નસીબ પરાડમુખ હોવાથી મેં આનું સ્વાદિષ્ટ ભેજન ખાધું તેથી મને માર પડ્યો. જે સાચું કહું તે પણ અસંભવિતને કાણુ વળી માને ? તેથી સહન કરવું જ સારું.' આથી તે મૌન જ રહે છે. ઘણું મારથી આંખમાંથી આંસુ ટપકે છે. તેને રડતે જોઈ શેડ કહે છે–“ રડવાનું કારણ?” તે નિર્ધન શેઠ કહે છે-“કહેવાથી ન કહેવું જ સારું.” તે સાંભળી એકદમ ચમકેલે ઘણું જ આગ્રહથી પૂછે છે– “સાચું કહે આનું કારણ.” ત્યારે તેણે કહ્યું–થાળી મેં નથી લીધી પહેલાં થાળીએ ગણે, પછી મને પૂછે.” નેકરને બોલાવીને પૂછ્યુંકેમ થાળીઓ ગણેલી કે નહિ ?” તેણે કહ્યું–મેં ગણું નથી, પરંતુ ખંડિત થાળી દેખાતી નથી તેથી મેં કહેલું.–“એક થાળી નથી. તે
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
વખતે નકર વડે બધી ગણાઈ. તે બત્રીસ પૂરેપૂરી થઈ ગઈ. શેઠે ચિંતવ્યું—નકામો અને માર્યો. જિનદાસને કહે છે મારા અપરાધને ક્ષમા કરે મારા વડે વિચાર કર્યા વિના એકદમ કામ કરાયું છે” જિનદાસે કહ્યું–તમારો દોષ નથી, મારે જ દે છે. કારણકે પુણ્ય વગર તમારે ઘેર ભોજન માટે આવી પહોંચ્યો. જે નસીબમાં મિષ્ટાન ન હોય તે તેના ભેજનમાં વિપરીત જ થાય” . ત્યાર પછી તે શેઠ વડે ખંડિત કાંઠાવાળી થાળી બાબત પ્રશ્ન પૂછો. તેણે કહ્યું–ખંડિત થાળી ભોજન માટે મને આવી પહોંચેલી. તે જોઈને “શું આ મારી છે કે નહિ ?” એ જાણવા માટે મારી પાસે રહેલ થાળીના કાંઠાને ટુકડે ત્યાં લગાવ્યો. નિર્ભાગ્યતાથી ત્યાં જ સ્થિર થઈ ગયો છે, લીધો નથી.' એમ સર્વવૃત્તાંત કહેવાપૂર્વક કહે છે–આ ઋદ્ધિવિરતાર મારો જ છે. જે તમને શંકા હેય તે. સચ્ચાઈ (સાબીતી) માટે કહું છું–જ્યાં થાળીએ મળી ત્યાં તમને તે સાથે બીજું કંઈ પણ મળ્યું કે નહિ?” તે શેઠે કહ્યું ઘણું વસ્તુ છે તે સાથે મળી, બીજું પણ–ભારવટીયા પલંગ વગેરે ઘણી લાકડાંની વસ્તુઓ.” જિનદાસે કહ્યું – જ્યાં તે છે, ત્યાં મને લઈ જાઓ.’
તે શેડ ત્યાં તેને લઈ જાય છે. ત્યાં જઈને એક સ્કૂલ પાટડાને ફાડે છે. તેમાં ઘણું રત્ન લાખની કિંમતવાળા દેખાયાં. ત્યારે ધમદાસે જાયું–આ બધી ઋદ્ધિઓ આની જ.” તેને કહે છે–“જો તારી આ છે, તે લઈ લે જિનદાસે કહ્યું ક્ષીણ પુણ્યવાળા મારી બધી નાશ પામેલી ઋદ્ધિ તમારી પાસે આવી પહોંચી જે પુણ્ય ન હોય તે લેવાથી શું ? તેનું મારે પ્રયોજન (કામ) નથી.” એમ કહીને આગળ ચાલે છે. જતાં તેને કહે છે કેટલાંક રત્ન લે !' તે લેતે નથી. ત્યારે ઉપકાર કરવા માટે બે બાળકોને ભોજન માટે એક એક રન મુકેલ છે ચાર લાડુ આપે છે. જિનદાસ નિષેધ કરે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કચા
ૉ
કારણ કે ભાજન ખાતે છતે માર પડયો. તેા લાડુ લેવાથી શું ન થાય ? આથી નહિ લેવું જ સારૂં. તે નિંદ્વાસ લેતેા નથી. તે કહે છે,— હું તમને નથી આપતા, પરંતુ બાળાને ભોજન માટે આપુ છું. એમ દબાણુથી લાડુ આપે છે. ન ઈચ્છતા પણ જિનદાસ આગ્રહવશથી લઈ ને ગામની બહાર નીકળે છે.
સ્ત્રી અને બે પુત્ર સહિત જિનદાસ ગ્રામાંતર જાય છે. ખીજે દિવસે આગળ જતા મધ્યાહ્ન સમયે એક જંગલમાં પહેાંચ્યા. ત્યાં શું થયું તે સાંભળેા.
વિમલપુરીમાંથી કેટલાક કઠિયારા કાષ્ઠ માટે જંગલમાં ગયેલા. ત્યાં વરસાદ પડયે તે લાકડા ન મળતાં તે કઠિયારાઓ ચિતવે છે ‘આજે શું ખાઈશું, કુટુંબને પણ કેવી રીતે પાશુ ?' એમ વિચારી, આજે લૂંટ કામથી વન નિર્વાહ કરીશું.' એમ ચિતવતાં તેમને મામાં જિનદાસ મળ્યા. અને પૂછાયા— રે ! તમારી પાસે શુ છે? સાચું ખેાલા ? નહીંતર તમને મારીશુ` ' તેણે ચિંતવ્યું—નિર્ભાગ્ય એવા મારે લાડુ લેવાના પ્રભાવ કેવા ? તેથી આપી દેવું જ સારું તેથી તેણે કઠિયારાને સાચું કહ્યું—મારી પાસે ચાર લાડુ છે, બીજું' કાંઈ પણ નહી.' તેમણે બધા લાડુએ લઈ લીધા.
જિનદાસ આગળ જાય છે. માર્ગોમાં કળાથી નિર્વાહ કરતા કાઈક હાકારના ગામમાં આવે છે. ત્યાં પેાતાને રહેવા યાગ્ય સ્થાન જોઈને ગામના ઠાકારની રજા મેળવી રહેઠાણ કરે છે, અને એક દુકાન માંડીને ધી, તેલ, લાટ વગેરે વેચવાના તે વેપાર કરે છે. જ્યારે નજીકના ગામામાં વેચવા માટે જાય છે ત્યારે દુકાન સ્ત્રી ચલાવે છે. તે બંને બાળકા ત્યાં ગામમાં પાઠશાલામાં ભણવા માટે જાય છે. એમ તેઓના કેટલાક દિવસેા નિવિઘ્ને પસાર થાય છે.
વળી તે કઠિયારાએ શેઠની પાસેથી ચાર લાડુ લઈને નગરમાં ગયા. નિર્ભાગ્યતાથી વિચાયું.'આ લાડુએથી કેવી રીતે નિર્વાહ થશે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જો વેચીએ તા સારું. કારણ કે ધણું દ્રવ્યૂ થશે. તેથી પાંચ છ દિવસ સુધી કુટુંબ નિર્વાહ થશે.' એમ વિચારી કદાઈની દુકાને વેચવા ગયા. ક દોઈએ સરસ સુગંધયુક્ત લાડુએ જોઈને બે રૂપિયા આપી લાડુએ લઈ લીધા. બીજે દિવસે ધક્રાસરોને ધેર પ્રભાતે બાળા ભૂખ્યા થયા. ભોજન માટે સરસ ભાજન બીજું ન હતું. તેથી શેઠ નાકરને કંદોઈની દુકાને પકવાન માટે મોકલે છે. તે પણ તેની જ દુકાને જઈ સરસ પકવાન્ત માંગે છે. તે કાઈ ખે રૂપિયે એ લાડવા આપે છે. તે નાકર લઈને શેઠને આપે છે. પોતાના લાડુએ જોઇને એક ભાંગ્યા મધ્યમાં એક રત્ન દેખાયું. ખીજા પણ ભાંગ્યા તેમાં પણ એક રત્ન મળ્યું. એ રત્ન જોઈ ને શેઠે વિચાયું–તે જ લાડુએ છે કે, જે રત્ન યુક્ત ચાર લાડુ જિનદાસને આપેલાં; કેવી રીતે કોઈ પાસે આવી પહેાંચ્યા ?, કેમ છે ?, અથવા તો શેઠે વેચ્યા ?, તેથી નિય માટે ફરી પણ નાકરને કહે છે— જેટલા લાડુએ ક દાઈની દુકાને હોય, તેટલા લાડુ લઈને આવી પહોંચવું.' નાકર ત્યાં જઈ કંદોઈની પાસે માંગે છે—જેટલા લાડુ હાય તે બધા આપી દે, કારણ શેઠને ગમ્યા.' કદાઈ કહે છે— એ જ મારી પાસે છે.' તેણે લઈને શેઠને આપ્યા. તેની મધ્યમાંથી પણ બે રત્ના નીકળ્યાં. શેઠે ચિંતવ્યુ —કંદોઈની પાસે કેવી રીતે આ આવી પહેાંચ્યા.' તે નિણૅય માટે કાઈ ખાલાવાયા અને પૂછાયો. તેણે કહ્યું— મે” બનાવેલા.’ ક્રોધસહિત પૂછાયા—સાચું કહી દે. નહીંતર દંડીશ.' ત્યારે સાચું કહ્યું— કઠિયારાઓ પાસેથી લીધેલા.' તેથી શેઠે મોટા નોકરને માકલીને તે કઠિયારા ખાલાવાયા. કાંઈક ભય દેખાડીને પૂછ્યું. તેમણે સાચું કહ્યું કાઈ વાણીઆને લૂંટીને લીધેલા' શેઠે ચિંતવ્યું— તે જિનદાસે લાડુ લેવાનો નિષેધ કર્યા છતાં પણ મેં પરાણે આપેલા, તેથી તે મહાત્માને દુઃખ આપવામાં નિમિત્ત હુ. થયા.' શું કરું ? તેના ઉપર વિધાતા ઠેલા છે, તેથી નસીબ વિપરીત હોવાથી અનુકૂળ
કે
Page #62
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
પણ વિપરીત થાય છે. ચિંતાથી સયું, જે થનાર તે જરૂર થશે, એમ ચિંતન કરતા નિશ્ચિંત થયા.
ડાકારના ગામમાં રહેતા શેઃ જિનદાસ એક વખત ચામાસામાં ગ્રામાંતર ગયા. સંધ્યાએ પાછા વળતા તેને માર્ગમાં નદી આવે છે. પાણીના પૂરથી ભરેલી નદી ઉતરવાને અસમ રાતે નદીકિનારે રહેલ ઝાડ ઉપર ચઢી ગયા. ત્યાં ભારડ પક્ષીઓ રહે છે. તે વા
એક પેટવાળા જુદી જુદી ડાકવાળા, ત્રણ પગવાળા અને મનુષ્યની ભાષાવાળા, ભાર...ડ પક્ષીઓ. તેમનું માત જુદા જુદા ફળની ઇામાં છે. ત્યાં એક બાળભારડ પોતાના પિતાને પૂછે છે જે પિતા ! આજે કાંઈપણ અપૂર્વ કથા કહેશેા? વૃદ્ધ ભારૐ કહ્યું—હૈ પુત્ર ! બહુ વર્ષો પૂર્વે અહી" કેટલાક મુનિએ આવી પહોંચેલા. આ ઝાડની હેઠળ રાતે રહેલા તેમની જુદી જુદી જાતની વાતા થયેલી.’ એક મુનિએ કહ્યુ—‘જગતમાં રત્નમણિ, મંત્ર અને ઔષધિના પ્રભાવ બતાવવા કહ્યું—આ ઝાડની હેઠળ જે બે લતાએ નીકળેલી છે, તેમના અચિંત્ય પ્રભાવ છે. એક લતાના પાંદડા ખાવાથી આંખમાંથી જ્યારે આંસુ ટપકે છે ત્યારે તે મેાતી બની જાય છે. બીજી લતાનાં પાંદડાં ખાવાથી સાત દિવસની અંદર તેને રાજ્ય સંભવે છે. એમ આ લતાઓ પ્રભાવસહિત છે.' ઈત્યાદી કથા કરતા ભાર ડપક્ષીના મુખથી જિનવાણ વડે પણ આ વાત સંભળાઈ. તેથી પ્રભાત થયે છતે . ઝાડ. પરી ઉતરીતે; તે લતાના પાંદડા લઈને, ઓછું થઈ ગયેલ પાણીવાળી નીત ઉતરી જઈને ઘેર આવી પહેાંચ્યો. એક વખત નિદાસે ચિંતવ્યું પૂર્વ બાંધેલા કર્મને લીધે સઋદ્ધિ મારી નાશ થઈ. અહી ગામ જિતેન્દ્રમદિર પણ નથી. ગુરુના સમાગમ પણ નથી, તે કેવી રીતે
E.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સારી રીતે ધર્મારાધન થાય ? આ ગામ તુચ્છ છે, સંતપુરુષને સંગમ પણ થતું નથી.” ઈત્યાદિ ચિંતવત શેઠ યથાશક્તિ દીન વગેરે જનને ઉદ્ધાર કરતે, હૃદયમાં પંચપરમેષ્ઠિમંત્રનું ધ્યાન કરતે, પોતાના કુટુંબને પણ ધર્મ ઉપદેશ કાળ પસાર કરે છે.
એક વખત શેઠ ચિતવે છે–પ્રભાવવાળી તે લતાનાં પાંદડાનું શું કરાય ? શું પુત્રોને આપું ? અથવા પુણ્યવિહીન અમને તેમનાથી શું ? પરના ઉપકાર માટે કોઈને પણ અપાય તે સારું. હમણાં મારા ઉપર ગામના ઠાકરને મેટે ઉપકાર છે. તેણે રહેવા માટે ઘર પણ આપ્યું. તેની કૃપાથી દુકાન માંડીને લે-વેચ કરતાં મેં ધન પણ કાંઈક મેળવ્યું. તે કારણથી ગામના ઠાકરને આપું” એમ વિચારીને સ્ત્રીને કહે છે–આજે બે લાડવા સુગંધયુક્ત બનાવ. તે લાડવામાં આ બે લતાનાં પાંદડાનું ચૂર્ણ જુદું જુદું નાખજે, જેથી ઠાકોરના બે પુત્રોને અપાય.' એમ કહીને લતાનાં પાંદડાનાં બે ચૂર્ણ આપીને કાર્ય માટે નીકળી ગયે.
જિનમતીએ ચિંતળ્યું “મારા પુત્રો વડે કયારે પણ લાડવા ખવાયા નથી, તેથી પુત્રોને ખાવા માટે અધિક કરું.' એમ ચિંતવીને ચાર લાડુ બનાવાયા. બે ઔષધિયુક્ત, અને બે ઔષધિવિહીન કરાયા. ઔષધિયુક્ત લાડવા નિસરણીની ઉપર મૂકયા, ઔષધિ વગરના નીસરણીની હેઠળ રાખ્યા. મધ્યાહ્નકાળે બે પુત્રો જ્યારે પાઠશાલાથી આવી પહોંચ્યા, ત્યારે તેમની માતા દુકાને લે-વેચ કરતી બેઠેલી છે. ભૂખ્યા થયેલા તે પુત્રો નીસરણીની ઉપર ગયા. તેઓ વડે તે લાડુઓ દેખાયા; તેઓ પુણ્યપ્રભાવે ઔષધિસહિત એક એક લાડ ખાઈને પાશાલે ગયા.
ત્યાર પછી શેઠ પણ ઘેર આવી પહોંચ્યા, થોડોક સમય રહીને નીકરણીની નીચે મૂકેલા બે લાડવા લઈને ઠાકરને આપવા માટે
Page #64
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
૧૯
ગયા ાકારની સમીપે જઈને કહે છે— શ્રીમાનને આપવા માટે ખે લાડુ લઈને આવી પહોંચ્યો છું. આ લાડુએ પ્રભાવ સહિત છે. નહિ કે સામાન્ય. એકને ખાવાથી સાત દિવસની અંદર રાજ્ય થાય, બીજાને ખાવાથી જ્યારે એ રડે ત્યારે તેની આંખમાંથી મેાતી ઝરે, કારણુંકે ઔષધિમશ્રિત લાડવા આવા પ્રભાવ સહિત હોય છે; મારું
વચન અન્યથા ન થાય.
ત્યારે ડાકારે તે લાડવા પુત્રોને ખાવા માટે આપ્યા ખાધા પછી બંને પુત્રાને માર માર્યાં, કાઈની પણ આંખમાં મેાતી નીકળ્યા નહિ દેલા ઠાકાર જિદ્દાસને કહે છે — તારા વડે મારા પુત્રાને માર મારવા માટે આ પ્રમાણે કરાયુ. તારા બંને પુત્રાને મારી નાંખીશ. આમ કહીને તેના વડે પાઠશાલાથી જિનદાસના બંને પુત્રાને ખેલાવીને વધ માટે ચંડાલને સોંપાયા. અને કહેવાયું−હે ચંડાલ ! આમને મારી નાંખજે, નહિતર તને પણ મારી નાંખીશ'
ચંડાલ જિનદાસના બંને પુત્રાને લઈને વધુ માટે ગયા. જિનદાસ પણ ચિંતવે છે —કેમ ઋષિઓનું વચન ખાટું થયું ? અથવા નિર્ભાગ્યતાધી મન એમ થયું ? શું કરુ? મારે નિમિત્તે પુત્રાના વધ થયા, કેને શરણે જઉં ? દુ:ખી થયેલ મને ધરેંજ શરણુ છે. જો શરણુરહિત મારા પુત્રોનું પુણ્ય હશે તેા સારું થશે.' ઇત્યાદિ વિચારથી પોતાને સ્થિર કરતા પંચપરમેષ્ઠિમ નુ ધ્યાન કરતા ઘેર ગયા, સ્ત્રીને પણ બધું કહ્યું. તેણી પુત્રવિયેાગથી સૂચ્છિત થઈ. ફરી પાછી ચેતના પામી. શેઠથી ધર્મોપદેશ આપવા વડે આશ્વાસન પમાડાઈ. અને કહ્યું—જે કારણથી થનાર ભાવેશ અન્યથા થતા નથી, તે કારણથી શાકથી સર્યું, ધરકતાને હંમેશાં સારું થાય છે.’ એમ કહીને બંને ધર્માંરાધનમાં તલ્લીન થયા. તે ચડાલ જિનદાસના
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
બંને પુત્રોને લઈને વધસ્થાને આવી પહોંચ્યો. પુત્રો વડે જે લાડવાઓ ખવાયેલા; તેમાં ભવિતવ્યતાયોગે રાજ્ય ફળ આપનાર લાડવો મોટા જિનદત્ત વડે ખવાયેલ, બીજે લાડવો નાના જિનરક્ષિત વડે ખવાયેલે માર્ગમાં જતા તેઓ વિચારે છે–કેમ વગર અપરાધે અમે ઠાર વડે વધ કરવા માટે ચંડાલને સોંપાયા ? રડતા બને જાય છે. ત્યારે નાના જિનરક્ષિતની આંખમાંથી મોતી પડે છે. મોતી પડતાં જોઈ આશ્ચર્યયુક્ત તે પિતાના વસ્ત્રમાં ગ્રહણ કરે છે. તે વળી ચંડાલ તે પુત્રોને કહે છે તમારા વધ માટે ઠાકર વડે આદેશ કરાયો છું, તમે પિતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરે.” મેટે કહે–નિરપરાધીઓને મારવાથી ઠાકરને શું પ્રયોજન? તેને કઈ પણ અપરાધ અમારાથી નથી કરાયે.” રડતા નિરપરાધી તેમને જોઈને ચંડાલના હૃદયમાં પણ દયા થઈ. તે આ પ્રમાણે ચિંતવે છે હું પરાધીન આદેશ કરાયેલ કામ કરનારો શું કરું? બાલકાના વધના પાપથી હું દુર્ગતિએ જઈશ, જો હું વધ ન કરીશ તે ઠાકોર મને પણ મારી નાંખશે. જ્યારે મારી નાંખવા તૈયાર થયેલા તેની તલવાર બાળકોના પુણ્ય પ્રભાવથી ચાલતી નથી, ત્યારે તે ઉત્પન્ન થયેલ દયાપરિણામવાળે તેમને કહે છે તમે જે મારું વચન અંગીકાર કરે તે તમને મારી નાંખીશ નહીં.' તેઓએ કહ્યું તે ક્યું વચન છે ?” ચંડાલ કહે છે–અહીંથી જલ્દી જે જાઓ, કેઈપણ વખત આ ગામમાં ન આવે; તે તમને મારી નાંખીશ નહિ.” તેનું વચન અંગીકાર કરીને ઉપકાર માટે કેટલાંક મોતી આપીને તેઓ જિનદત્ત, જિનરક્ષિત ત્યાંથી જલ્દી નીકળ્યા અને અટવીમાં પહોંચ્યા.
- ત્યારે જિનદત્ત સોળ વર્ષને, અને જિનરક્ષિત તેર વર્ષને હતો. જંગલમાં જતા તે બંને તે ગામથી બહુ દૂર સુધી નીકળી ગયા. ત્યાં સંધ્યાએ શિકારી પશુઓના સમૂહથી ભયંકર જંગલમાં કોઈક મોટા , ઝાળી નીચે રહેલા વિચારે છે–આ જંગલમાં રાત કેમ ગાળશું ?” .
Page #66
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
નજીકમાં કોઈ ગામ દેખાતું નથી. તેથી અહીં ઝાડની નીચે રહેવું સારું જિનકો જિનરક્ષિતને કહ્યું—આપણું સાથે સવું વ્યાજબી નથી, કારણકે અનેક ક્રુર પ્રાણસમૂહ વડે ભયંકર આ અટવી છે તેથી હું જાગીશ, તૂ ઘણે જ થાકેલે છે, તેથી પહેલાં સુઈ જા, પછી હું સુઈ જઈશ.” જિનરક્ષિત કહે છે... હું તમારે નાનો ભાઈ છું. તમે મારા મોટા ભાઈ છે, મોટાભાઈ પિતાતુલ્ય દષ્ટિથી જોવા યોગ્ય છે, તેથી પહેલા તમે સુઈ જાઓ, અને મધરાતે તમને ઉઠાડીને હું સુઈ જઈશ.” તેના ઘણું જ આગ્રહથી મેટો સૂતે. નાનોભાઈ જાગતે મોટાભાઈનું રક્ષણ કરવા બેસે છે. એક પ્રહર ગયે ઝાડના દરમાંથી એક ભયંકર સર્પ નીકળ્યો. ત્યાં સૂતેલા જિનદત્તને ડંખીને દરમાં પેસી ગયો. મધરાતે જિનરક્ષિત જિનદત્તને જગાડે છે. તે ઉઠતા નથી. તેણે ચિંતવ્યું—આ ગાઢ નિંદ્રામાં સૂતે છે, તેથી પછી જગાડીશ.” એમ ત્રીજો પ્રહર ગયે ફરીથી ઉઠાડે છે, તે ઉઠતે. નથી. તેટલામાં પ્રભાત પણ થયું. પ્રભાત થયે છતે પોતાના ભાઈને નિષ્ટ વિષમય દેહવાળ જોઈને–“મારા ભાઈને થયું?” અથવા સપથી ડંખાયેલે જણાય છે. પ્રાણરહિત ભાઈને જોઈને બહુ રડે છે, બેલે છે– નસીબે અગાઉ માતાપિતા સાથે વિયેગ કરાવ્યું, હવે ભાઈ સાથે પણ વિયોગ કરાવ્યો, હા ! હા! શું કરું ? કયાં જાઉં ? કેને શરણે જાઉં ?” એમ તે રડતે કેટલાક સમય ત્યાં રહ્યો. તે વખતે આશ્વાસન આપનાર કેઈ પણ તેને નથી. આત્માને સ્થિર કરીને ચિંતવે છે– “મારા ભાઈની મરણ ક્રિયા કરે, પછી અગ્નિદાહ કરીશ.” નજીકમાં કોઈ ગામ છે કે નહિ એ જાણવા માટે ઝાડ ઉપર ચઢીને ચારે દિશામાં જુએ છે. દક્ષિણ દિશામાં નજીક રહેલ ગામ જુએ છે. પિતાના ભાઈના દેહને ઝાડની ડાળી સાથે વસ્ત્રથી બાંધીને તે દક્ષિણ દિશામાં ચાલ્ય.
એક યોજન ગયે છતે એક મોટું શહેર આવ્યું. તેમાં તે પિઠો.
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ફરતા ફરતા તે એક ધનવાન કૃપણુના ઘરને આંગણે પહેાંચ્યા. શે જિનરક્ષિતને જોઈને પૂછે છે—તુ અહીંયા કયાંથી શા માટે આવ્યે છે ?' તે રડતા રડતા ખાલે છે— મારા મેાટાભાઈ જંગલમાં સર્પથી ડંખાયેલા મરણ પામ્યા છે. તેમની મરક્રિયા કરવા માટે સામગ્રી લેવા આવ્યો છું. હે દયાળું ! મારા ઉપર કૃપા કરીને મરણક્રિયાના સામાન મને આપે.' એમ રડતા રડતે કહે છે. ત્યારે તેની આંખમાંથી રડતે માતી પડતાં જેઈને માતીના લાભ રૂપી રાક્ષશને વશ થયેલ તે તેને (જિનરક્ષિતને) શીઘ્ર ધરની અંદર લઈ જાય છે. પોતાના નોકરને હાથના ઈશારાથી કહે છે—આને ઉપલે માળે લઈ જા ? તે નાકર તેને ઉપર લઈ જાય છે. કૃપણ શેઠ પછી ઉપર જઈ તે જિનરક્ષિતને જોરથી સાતમે માળે લઈ જઈ એક પેટીમાં નાંખે છે,
તે ત્યાં રહેલા ચિંતવે છે—હવે શું કરવું ? ક્રૂર શેઠ દેખાય છે. માતીના લેાભે હું અહી નંખાયા. અહીંથી નીકળવું કેવી રીતે સંભવે ? મારા ભાઈની મરક્રિયા કેવી રીતે કરીશ ? એમ રડતા પેટીમાં રહ્યો છે. કૃપણ શેઠ પણ રાજ પ્રભાતે તેને બહાર કાઢીને ચાણુકના પ્રહારથી મારીને આંખેામાંથી પડતાં મેાતી લે છે. પછી સ્વાદિષ્ટ ભોજન ખવડાવીને ફરી પણ પેટીમાં પૂરે છે, એમ તેના દિવસા દુઃખે જાય છે.
અહીં જિનદત્તનુ શુ થયુ તે કહેવાય છે. તે જંગલમાં મધ્યાહ્નકાળે ગારુડી વિદ્યા જાણનારા કેટલાક ગારૂડીએ ત્યાં આવી પહોંચ્યા. રસ્તાના થાક દૂર કરવા માટે તે ઝાડ નીચે. રહ્યા. પરસ્પર વાતચીત કરતા તે ગાડિકાથી ઝાડની ડાળીએ બધાયેલે જિનદત્ત દેખાયા. ત્યારે ઉપર ચઢીને તે જિજ્જત્તને નીચે ઉતારીને તેને નિશ્ચેષ્ટ જુએ છે. લીલા રંગ વડે વ્યાપ્ત શરીરવાળા તેને જોઈને
Page #68
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
નિર્ણય કરાયો –સથી ડંખાયેલું આ છે.” “સર્પથી ડંખાયેલા માણસ છ માસ સુધી જીવે છે. તેથી આ ગારૂડીક મંત્રથી જીવન આપવું એગ્ય છે, પરોપકારથી અમારું જીવન પણ સફળ થાય” એમ વિચારી ગાડિકમંત્રથી તે નિવિષ કરાયો. ક્ષણવારમાં ઉંધમાંથી ઉો. હોય તેમ જાગતે હેય તેમ જાગતે છત સમીપ રહેલ ગારુડિકને જુએ છે. અને પિતાના ભાઈને જેત નથી. તેઓ પૂછાયા – મારે ભાઈ કયાં ગયે ?” તેમણે કહ્યું –અમે હમણું અહીંયા આવી પહોંચ્યા ઝાડે બંધાયેલા સર્ષથી ડંખાયેલ તમને જોઈને ગારૂડીક મંત્રથી અમારા વડે તું નિવિષ કરાયે. અહીં તારો ભાઈ અમે દીઠો નથી.' તે સાંભળીને જિનદત્તે ચિંતવ્યું –“નક્કી મારે ભાઈ મને સપચી
ખાયેલ જોઈને ઝાડની ડાળીએ બાંધીને ક્યાંય ગયે હશે. ક્યાં તેને શેધું ?” વિચારમગ્ન તેને ગારૂડિકે પૂછે છે- શું વિચાર કરે છો ? તેણે સર્વ વૃત્તાંત કહ્યો. તમારે પ્રત્યુપકાર કરવા હું અસમર્થ છે. શું કરું ? તેમણે કહ્યું અમારી કોઈ ઈચ્છા નથી. તમારા પર કરેલ ઉપકાર ભવાંતરે કલ્યાણ માટે થાઓ' એમ કહીને તે ગારુડિકે પોતાને રસ્તે ચાલી ગયા.
તે જિનદત્ત નાના ભાઈની શોધ માટે આગળ ચાલ્યા. ક્યાંય પણ પત્તો ન મેળવતા સાતમે દિવસે જે નગરમાં તે જિનરક્ષિત કૃપણને ઘેર રહેલો છે તે નગરની બહાર આવ્યું. ત્યારે તે નગરને અપુત્રિયે રાજ અકાળે મરણ પામેલે. તેથી પ્રધાનેએ રાજ્ય યોગ્ય પુરૂષ શોધવા માટે છત્ર, ચામર વગેરે આભૂષણયુક્ત હાથી શણગાર્યો. તે ગજેન્દ્ર નગરમાં ભમત ક્રમે કરીને નગરની બહાર જ્યાં જિનદત્ત ઝાડની હેઠળ સૂકે છે ત્યાં આવી પહોંચે. તે ગજેન્દ્ર તે જિનને અભિષેક કરે છે. પિતાની જાતે જ છત્ર ધારણ કરાય છે, ચામરે પોતાની જાતે જ વિંઝાય છે. ગજેન્દ્ર સુંઢથી તેને લઈને કુંભસ્થળ
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પર મૂકે છે મંત્રી વગેરે પૌરજના નવા રાજાને હર્ષોંથી નમે છે. મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરાવે છે. રાજસભામાં રાજ્યઅભિશેકથી અભિષેક કરે છે, એમ રાજ્ય આપનાર ઔષધિના પ્રભાવથી તે (જિનદત્ત) તે નગરમાં મહારાજા થયા.
પેાતાના ભાઈની શોધ માટે સત્ર જાસુસા મેાકલ્યા. કયાંયથી પુછુ તેને પત્તો ન મળ્યા. આથી હંમેશાં ભાઈના દુઃખથી દુ:ખી થયેલા દુઃખેથી દિવસા પસાર કરે છે.
આ બાજુ ખીજો (જિનરક્ષિત) કૃષ્ણુ શેડને ઘેર વિવિધ માર સહન કરતા છેક ઉપરને માળે રહેલા ક્રેમે કરીને દુ:ખે દિવસા વીતાવે છે. તે શેઠને એક કાઢિયા પુત્ર છે. તે જન્મથી રાગી છે. તેથી તે કૃપણુ શેઠ તેને ભોંયરામાં રાખે છે. લેકાને કહે છે—મારા પુત્ર ઘણા જ રૂપાળા છે. તેના ઉપર કાઈની પણ નજર ન લાગે તેથી ભોંયરામાં રાખ્યા છે.' તેનું રૂપવર્ણ સાંભળી પૌરજના બધા પ્રશંસા કરે છે. એ પ્રમાણે તે શેઠના પુત્રની રૂપની વાત સાંભળીને નજીકના નગરના રહેવાસી રત્નશેઠ પેાતાની કન્યા શીલવતી આપવાને તે કૃષ્ણ શેઠને વિનંતી કરે છે. તે ઘણાં આગ્રહને લીધે અંગીકાર કરે છે. વૈશાખ સુદ ત્રીજના લગ્ન દિવસ નકકી કર્યા. તે કૃષ્ણ શેઠે વિચારે છે—‘હવે શું કરું ? કેઢિયા પુત્રનું મોઢુ` કેવી રીતે માણસાને બતાવું? ચિંતાથી સર્યું, આ મેતી। બાળક છે. આ જ મારા પુત્રના બદલે લગ્ન કરે પછી બધું સારું થશે' એમ ચિંતવીને પેટીમાં રહેલ તે માતીઝરાને કહે છે—‘તુ' મારા પુત્ર માટે શીલવતી કન્યાને પરણીને અર્પણ કરશે તે હું તને છૂટા કરીશ ? તેણે કહ્યું—તે કન્યાનું જીવન હું કદાપી મલીન ન કરીશ. આવું કાં કરવા વડે મારી છૂટવાની ઇચ્છા પણ નથી.' ત્યારે કૃપણુ શેઠ કહે છે—જો એમ ન કરશે તેા અહીં થી છૂટવાની આશા તારે ન
Page #70
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
૫
હું
કરવી. નિરર્થક આર્દ્રધ્યાનથી શા માટે મરે છે ? મરણપયંત અહિં પેટીમાં રાખીશ અને અધિકાધિક વેદના કરીશ.' એમ સાંભળીને મરણના ભયથી તે માતીઝરે ચિંતવ્યુ”—શું કરું ? જે થનાર તે અન્યથા નથી થતું. તે કન્યાની આવી ભવિતવ્યતા, તેથી આવેા પ્રસંગ ઉપસ્થિત થયા. આથી હમણાં આના વચનના અંગીકાર જ શ્રેષ્ઠ છે. પછી યથાચિત કરીશ..' એમ વિચારીને કૃપણ શેઠને કહ્યું પરણીને તમારા પુત્રને કન્યા આપીશ, તમારે પણ પેાતાનું વચન સારી રીતે પાળવું.' એમ સાંભળીને કૃપણ શેઠ ખુશખુશ થયા. ધરમાં લગ્ન મહેાત્સવ પણ શરૂ કરાયા. રાજા આગળ જઈને પોતાના પુત્રના લગ્ન કરવા માટે નજરાણું ધરીને અલંકાર યુક્ત હાથી-ધાડા–રથ વગેરે બધી લગ્ન અંગેની સામગ્રી લઈને ઘેર આવી પહેાંચ્યા. નીકળવાને દિવસે હસ્તિરત્ન ઉપર તે મેાતીરાને બેસાડી અને પાતાના કાઢિયા પુત્રને વસ્ત્ર ઢાંકેલ રથમાં ચડાવીને નગર વચ્ચેથી નીકળ્યા. નગરજને મેાતીઝરાનું મુખ જોઈ પ્રશંસા કરવા લાગ્યા— ધન્ય આ શેઠ, જેને આવે! રૂપાળા પુત્ર છે, એમ માતીઝરાના રૂપ વખાણ સાંભળતા શેડ ક્રમે કરીને કન્યાના નગરમાં પહેાંચ્યા.
તે રત્નરો પણ હસ્તિરત્ન ઉપર રહેલ મેાતીઝરાનું રૂપ જોઈ ઘણા જ ખુશ થયા. મેાતીઝરા અને શીલવતી કન્યાના લગ્ન પણ મહેાત્સવ સહિત થયા. કરમેાચન સમયે જમાઈને ખૂબ દ્રવ્ય અપાયું એમ લગ્નમહોત્સવ સમાપ્ત થયે ત્યાંથી તે બધા નિકળ્યા. તે શીલવતી માતાપિતાને પગે લાગી અને શીખામણુ ગ્રહણ કરીને મેાતીઝરા સાથે શ્રેષ્ઠ રથમાં બેઠેલી નીકળે છે. પેાતાના પતિનું અદ્ભૂતરૂપ જોઈ પેાતાના જન્મ સફળ માને છે, પાસે રહેલી દાશી આગળ વખાણુ કરતી —મારા પ્રિય રાજકુમાર જેવા દેખાય છે. સ્ત્રીઓમાં ખરેખર હું પુણ્યવતી, કારણ કે પુણ્યાયે મને આવા પતિ
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મલ્યા.” તે પણ મોતીઝર કંઈપણ બેલ નથી, અસ્થિર મનવાળા આમતેમ જોયા કરે છે. તે શીલવતી ચંચળ ચિત્તવાળા પિતાના પતિને જોઈ પૂછે છે– હે પ્રિય ! હમણું વિનોદ વખતે કેમ આમ અસ્થિર મનવાળા જણાવ છે ?” મેતીઝરા કહે છે – હે બાળા ! હું તારે પતિ નથી, ભાડેથી મારા વડે તુ પરણાઈ છે. કારણ કે આ કૃપણ શેઠ મોતીના લેભે પિતાને ઘરને સાતમે માળે પેટીમાં મને પૂરીને રાખે છે. રોજ રોજ મારના પ્રયોગથી મારી આંખમાંથી પડતાં મોતી ગ્રહણ કરે છે. હવે તે ભાડેથી તને પરણું તેના કેઢિયા પુત્રને સોંપીશ એટલે તે પણ શેઠ મને છૂટે કરશે. વળી સમીપ રહેલે આ કૃપણ શેઠ રથમાંથી ઉતરીને જવાને ઈશારત કરે છે. આથી હું જાઉં છું. એમ કહીને મોતીઝરા રથમાંથી ઉતરીને બીજા રથમાં રથમાં બેઠે એટલે શેઠને તે કેઢિયે પુત્ર રથમાં બેસવા આવી પહોંચ્યો. શીલવતી દાસીના હાથથી રથ ઉપર ચઢતા તેને પાડે છે. ફરી પણ ચઢવા આવે છે, એમ ફરી પણ દાસી ધક્કાથી તેને પાડે છે. તે રડતે ત્યાં ઊભે રહ્યો. કૃપણ શેઠ ત્યાં આવ્યા. બીજા માણસે આવ્યા, શીલવતીને કહે છે–કેમ એમ કરે છે?” તેણું કહે છે—મારે પતિ આ કેઢિયે નથી. મારાથી પરણાયેલ પતિ ઘણું જ રૂપાળા છે. તેથી જો આ આવશે તે હું કાઢી મૂકીશ, એ પ્રમાણે તેઓને ત્યાં આગળ બેલાચાલી થઈ. મધ્યસ્થ પુરૂષોએ કહ્યું–‘અહીંયા બેલાચાલીથી સર્યું? જે કરવાનું તે ઘેર કરવાનું એમ કહેવાથી રસ્તામાં બધું શાંત થઈ ગયું. ક્રમે કરીને પિતાના ગામમાં બધા આવી પહોંચ્યા. શીલવતીને રહેવા માટે એક રહેઠાણ આપ્યું, ત્યાં દાસીયુક્ત શીલવતી રહે છે. બીજે દિવસે પિતાથી પ્રેરિત તે કેઢિયે પુત્ર શીલવતી પાસે આવતે દાસીથી અપમાન કરાયેલે ધક્કા વડે નીસરણીથી નીચે ફેંકાયે, તેનાં અંગે પણ ખરાં થઈ ગયાં. એ પ્રમાણે જ્યારે જ્યારે તે આવે છે ત્યારે ત્યારે દાસી તેને હેઠે નાંખે છે. ત્યાર પછી એમ તેણે નિર્ણય
Page #72
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
કર્યો ક્યારે પણ અહીંયા આવીશ નહિ. એ પ્રમાણે દિવસે જાય છે. તે. રશીલવતી કેઈનું પણ વચન માનતી નથી.
એક વખતે કૃપણ શેઠ ચિંતવે છે—જો આપણું રાજા આને સમજાવે તે અવશ્ય તેણી માનશે.” એમ ચિંતવીને ભેટ| સહિત. રાજા આગળ જઈને ભેટણ આપીને પિતાને સર્વ વૃત્તાંત કહી.
એ પુત્રવધૂને સમજાવવા માટે વિનંતી કરી. રાજાને માનનીય હોવાને લીધે રાજાએ આવવા માટે સ્વીકાર કર્યો અને કહ્યું “આવતી કાલે હું આવીશ'કૃપણ શેઠે ઘેર આવી પોતાના કુટુંબીજને આગળ રાજાના આવવાની વાત કહી. બીજે દિવસે પ્રધાન વગેરે પરિવારયુક્ત રાજા કૃપણ શેઠને ઘેર આવી પહોંચ્યા. શેઠે તે રાજાનું સારી રીતે સ્વાગત કર્યું અંદર પ્રવેશ કરીને મહેલના મધ્ય ભાગમાં રાખેલ સિંહાસન ઉપર બેઠેલા રાજા “પરસ્ત્રીઓનું મુખ ન જોવું એ. વિચારથી પડદાની અંદરના ભાગમાં શેઠની પુત્રવધૂને બોલાવીને બેસાડે. છે. બેસાડીને તેને કહે છે—હે પુત્રી કુળવધૂઓને એક જ સ્વામી આજન્મ (જિંદગી સુધી) હોય છે, જેવો તેવો પણ પ્રિય માનનીય. હોય છે. તેનું અપમાન કદાપી ન કરવું. તારે પણ તે પિતાને પતિ. દેવ પેઠે આરાધવા યોગ્ય છે.”
તે શીલવતી કહે છે હે નરેન્દ્ર તમે મારા પિતા જેવા, તેથી તમારી આગળ અકથનીય કંઈપણ નથી. સાચું કહીશ. મને જવાબ યોગ્ય આપજે. પહેલાં તે પુછું છું–‘સ્ત્રીઓને પરણીત. પતિ હોય કે અપરિણીત કે ભાડે લીધેલ ?” રાજા કહે છે—બધા લોકમાં પ્રસિદ્ધ આ છે –સ્ત્રીઓ સાથે જે પર હોય તે જ પતિ હય, બીજે નહીં' ત્યારે શીલવતીને કહે છે-“મારો પરિણીત પતિ કૃપણ શેઠને પુત્ર નથી, કિંતુ જેની આંખમાંથી મોતી ઝરે છે તે જ મારે પતિ.” રાજા તેણીને મોઢે મોતીઝરાની વાત સાંભળી પિતાના ભાઈની શંકા
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પૂછે છે–તે હમણું કયાં આગળ છે?” તે વખતે કૃપણ શેઠ બેલે છે–આ મારી પુત્રવધૂ અસ્થિર મનવાળી જેમ તેમ બોલે છે, તેણીના વચનમાં વિશ્વાસ ન કરવો” રાજા કડક શબ્દથી કહે છે – હે શેઠ ! તમારે કંઈ પણ ન બેલવું, હું બધું જાણું છું. ફરીથી શીલવતીને પૂછે છે હે પુત્રી ! તુ કહીશ, તે હમણું ક્યાં આગળ છે.” તેણી કહે છે—“આ કૃપણ શેઠથી આ મહેલમાં ઉપર સાતમે માળે પેટીમાં તે મેતીઝર મોતીના લોભથી પૂરી રખાયેલ છે.
એ પ્રમાણે સાંભળી રાજા સપરિવાર ઉપર જઈને પેટી ઉઘાડીને પિતાના ભાઈને જુએ છે. જેઈને બહાર કાઢી હર્ષથી ભેટે છે. ઘણે વર્ષે પિતાના ભાઈના મેળાપથી સપરિવાર રાજાને અપૂર્વ અને અતુલ્ય (આનંદ થઈ ગયે.) અને ખેતીકરાને પણ તેવી જ રીતે ભાઈના મેળાપથી વિશેષ આનંદ થયે.
રાજાએ નાના ભાઈને સર્પદંશથી માંડીને પિતાને સર્વ વૃત્તાંત કહીને તેને વૃત્તાંત પૂછે છે. તેણે ત્યારથી માંડીને શીલવતીને પરણ્યા સુધીને વૃત્તાંત કહ્યો. ત્યારે તે રાજા કૃપણ શેઠ ઉપર ઘણે જ ક્રોધાયમાન થયેલે સકુટુંબ શેડના વધ માટે હુકમ કરે છે. ત્યારે જિનરક્ષિત દાક્ષિણ્યતાને લીધે તેને ઘેર ભેજન ખાધેલ હોવાથી ઉપકાર માટે રાજાને વિનંતી કરીને તેને બચાવે છે. ત્યારે રાજાએ તેની સર્વલક્ષ્મી અપહરણ કરીને પોતાના દેશમાંથી કાઢી મૂક્યો.
રાજા પિતાના ભાઈ તથા શીલવતી યુક્ત હાથીના સ્કંધ પર બેસીને પિતાના મહેલમાં આવી પહોંચે. ભાઈના મેળાપ થઈ જવાને લીધે જિનમંદિરમાં અષ્ટાહિકા મહોત્સવ કરાવ્યો, એમ તેમના આનંદથી દિવસે જાય છે. એક જ તેમને દુઃખ જે દુઃખ માતાપિતાને વિયેગ, ભાઈ સહિત રાજા માતાપિતાને મળવા માટે ઘણું જ ઉત્કંતિ થયા. મુખ્ય સેનાપતિને કહી હાથી, ઘોડા, રથ, પાયદળ
Page #74
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
૨૯.
વગેરે પ્રબળ સેનાયુક્ત વિજયયાત્રાએ નિકળ્યા. માર્ગમાં શામ, દામ, ભેદ અને વિગ્રહ આદિ રાજનીતિથી રાજાને વશ કરતા ક્રમે કરીને ાકારના ગામે આવ્યેા. જે ગામમાં પેાતાના માતાપિતા છે. તે ગામની બહાર છાવણી નાંખી. ઠાકાર પણ મહારાજાનું આગમન. સાંભળીને ભયભીત થયેલે નગરમાંથી આવીને ભાઈ સહિત રાજાના ચરણે નમે છે. ભેટ' આપીને તેની આજ્ઞા અંગીકાર કરે છે. આનંદ-ગેસ્ટિમાં જિનદત્ત રાજાએ પૂછ્યું——તમારા નગરમાં કાઈ વણીક છે છે, કે નહિ ?' તેણે કહ્યું—મારા નગરમાં જિનદાસ નામે વિક છે. તે ટલાક વર્ષોં અગાઉથી અહીં આવીને લે-વેચ કરે છે. રાજા પણ તે શેઠને મેલાવવા માટે માણસ મેાકલે છે. તે જિનાસ આવીને બધુહિત રાજને પ્રણામ કરે છે. રાજા પણ તેમને પૂછે છે—હે શે શુ' તમે અમને એળખા છે ?' શેઠ કહે છે—અનેક રાજવડે. નમસ્કાર કરાયેલ ચરણ કમલવાળા આપ મહારાજને કાણુ ન જાણું, રાજા કહે છે—એમ નહિ, પરંતુ હું સંબંધથી પૂછું છું. ત્યારે તે જિનાસ સારી રીતે બસહિત રાજાને પુત્ર તરીકે ઓળખાવે છે. પશુ તમે મારા પુત્રો છે એમ શી રીતે કહેવાય ?' તેથી શેઠ મૌન. ઉભા રહ્યા, ત્યારે ભાઈ સહિત રાજા સિંહાસન ઉપરથી ઉઠીને પિતાના પગમાં પડી કહે છે—હૈ પિતાજી અમે આટલે સમય પિતાના મુખના દર્શનથી રહીત અને નિર્ભાગી એવા અમે તમારા. ૫માં પ્રણામ કરીએ છીએ. આજે અમારા દિવસ સફળ છે કારણ કે આજે પિતાના ચરણાના દર્શન થયા, માતા પશુ તે સમાચાર લેાકેાના મુખથી (સાંભળીને) જાણીને ત્યાં જલ્દી આવી. આચિતી. આવેલી માતાને જોઈ ને તે બન્ને ય માતાના પગમાં પડયા. પણ (પ્રમેાદ) હર્ષથી સ્તનમાંથી ટપકતાં દૂધવાળી, આંખામાંથી અશ્રુ સારતી પાન!ના પુત્રોને હ સહિત ભેટે છે. જિનદત્ત રાજા પણ માતાપિતાને સિંહાસન ઉપર બેસાડીને કહે છે તમારા પુણ્ય
માતા.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથા
પ્રભાવથી મેં રાજ્ય મેળવ્યુ છે. આ રાજ્ય તમારુ છે. તેથી તમે સ્વીકારા. અમે પણ તમારા ચરણાની સેવા કરીશુ,
30%
માતાપિતા કહે છે હે પુત્રો ! આરાયેલ જૈન ધર્મનું આ ફૂલ છે. તેથી ગુરુ અને ધર્મની આરાધનામાં હંમેશાં તત્પર થા. પુત્રો પણ ધર્મ સન્મુખ થયા. ઠાકાર પણ આ શેઠના જ પુત્રા છે, જે મેં વધ કરાવવા માટે મેં ચંડાલને સોંપ્યા હતા એમ જાણીને, ભય પામેલા પુત્ર સહિત જિનદાસના પગમાં નમે છે, પોતાની ભૂલને ખમાવે છે. રાન પણ તેની બધી ભૂલને માફ કરે છે. દાકારે પહેલા આશ્રય આપેલા હાવાથી પ્રત્યકાર કરવાને દાઢારને પણ ગામા આપે છે. જિનદત્ત રાજા માતા, પિતા ભાઈથી યુક્ત પાતાના નગરમાં આવી પહોંચ્યા. જિનદત્ત રાજા, ભાઈ સહિત, પિતાના આગ્રહથી સિહાસન ઉપર બેસીને ન્યાયથી રાજ પાળે છે. જિનમતી યુક્ત જિનદાસ પણ જિન પ્રતિમાને પૂજતા આચા ના મુખથી જિનેશ્વરે કહેલા ધર્મને સંભાળતા, તેને પાળતેા સુખપૂર્વક કેટલાક વર્ષા પસાર કરે છે.
આ
તમા
જીવન સારી રીતે
પશુ જિનેશ્વર દેવ,
છેવટે ધમ શ્વાષરી પાસે ભાર્યા સહિત દિક્ષા લઈને સારી રીતે આરાધીને દેવલાક પામ્યા ક્રમે કરીને મેાક્ષ પામશે.
તે જિનદત્ત રાજા જિનરક્ષિત સહિત નગરાને જિનેશ્વરાના દહેરાસરાથી શાભાયમાન કરતા સાધર્મિ કભાઈનું વાત્સલ્ય કરતા, સારાં ધર્મ કાર્યાથી જિનશાસનની પ્રભાવના કરતા, શ્રાવક ધ ને સારી રીતે પાળતા સુખપૂર્વક કાળ પસાર કરે છે. આયુષ્ય પૂર્ણ થયે છતે પુત્રને રાજ્ય સેપીને, ભાઈ સહિત ગુરુની પાસે દીક્ષા
Page #76
--------------------------------------------------------------------------
________________
જિનદાસની કથા
૧૧
ગ્રહણ કરીને, સારી રીતે પાળીને, સ્વર્ગ સુખને પામે; કેમે કરીને મોક્ષ પામશે. ઉપદેશ--જનદાસનું ઉપકારથી યુક્ત દષ્ટાંત સાંભળીને હે
હે ભવ્ય જી ! તમે દાન ધર્મમાં યત્ન કરે.
M.
Page #77
--------------------------------------------------------------------------
________________
૧
અવિચારી હુકમ કરવાને વિષે રાજાની કથા
વિચાર કર્યા વિનાના આદેશ પેાતાના આત્મા ઉપર આવી પડે છે : જેમ રાજાએ પાતાના આદેશને અને કુંભારને છેાડી દેવા પડયા
કાઈ નગરમાં એક રાજાએ પેાતાના નગરમાં આદેશ આપ્યા— · ગામ વચ્ચે એક દેવાલય છે નગરમાં બ્રાહ્મણા વૈશ્યા ક્ષત્રિયા ક્ષુદ્રો અને નગરમાં રહેનારા જે લાકા છે, તેઓએ દેવાલયમાં પ્રવેશ કરીને દેવને વાંદીને જવું, નિહતા તેના વધ થશે.' એક કુંભાર તે હુકમને જાણ્યા વિના, ગધેડા ઉપર બેસીને હાથમાં લાકડી પકડીને મહારાજાની જેમ જાય છે. તેણે દેવાલયમાં તે દેવને નમસ્કાર કર્યો નહિ. તેથી રૂઠેલા સુભટા તેને પકડીને રાજા પાસે લઈ ગયાં. રાજાએ તેના વર્ષના આદેશ આપ્યા. વધસ્તંભ ઉપર તેને લઈ જવાયા. મરણ સમયે ત્યાં મરણ વિના ત્રણ વસ્તુની પ્રાર્થના કરાય છે. ત્રણ વસ્તુની માંગણીની પ્રાર્થના પૂરી કરીને ફાંસી કરાય છે. એવા નિયમ રાજાએ કર્યો છે.
ત્યારે તેઓ કુંભારને પશુ પૂછ્યું. ત્રણ ઇચ્છાઓમાં તારે શું માંગવું છે, તેણે કહ્યું. ‘ હું રાજાની પાસે માંગીશ. ’ તેને ત્યાં લઈ જવાયો. રાજાએ ત્રણ પ્રાથનામાં જે માંગવું હોય તે માગી લે એમ કહ્યું. ' તે કહે છે.—એક તા મારા ઘેર હમણાં કુટુંબના ભાજન માટે
Page #78
--------------------------------------------------------------------------
________________
અવિચારી હુકમ કરવાને વિષે રજાની કથા પંદર લાખ રૂપિયા મેકલી આપે. બીજું વળી જે માણસે કેદ કર્યા છે તે બધાને છેડી દે. રાજાએ બધું કર્યું. ત્રીજી ઈચ્છા વખતે તેણે –સભા મધ્યે રહેલા રાજા વગેરે સર્વે માણસને આ લાકડીથી ત્રણ વખત પ્રહાર કરવાનો આદેશ માંગ્યું. રાજાએ વિચાર્યું.–હું શું કરું ? આ જાડો છે, લાકડી પણ જાડી છે. એક પ્રહારથી હું મરી જઈશ. તેથી આ હુકમ અગ્ય છે એમ વિચારીને વંદન કરવાને હુકમ કાઢી નાંખે. ઉપરથી ઘણું દાન તેને આપીને તેની બુદ્ધિથી સંતોષ પામેલા રાજાએ માન સહિત ઘેર મેક. એ પ્રમાણે અવિચારી હુકમ કયારેક પિતાના નાશ માટે થાય છે. ઉપદેશ–જે તમે સુખની ઇચ્છાવાળા હે તે અવિચારી
કામનું અપ્રિય, (અહિતકારી) ફલ જોઈને કઈ પણ દિવસ તેમ ન કરવું જોઈએ.
Page #79
--------------------------------------------------------------------------
________________
|
શીલવતીની કથા સાતમી
જે સમય ધમમાં ગયે તે જ સફળ જાણ બાકી બધે નિષ્ફલ છે. અહિ પુત્રવધૂનું ઉદાહરણ છે.
કેાઈ નગરમાં લક્ષ્મીદાસ નામે શેઠ રહે છે. તે ઘણી ધનસંપત્તિ હોવાથી ગર્વિષ્ઠ હતો. ભોગવિલાસમાં જ આસક્તિવાળો કોઈ દિવસ પણ ધર્મ કરતું નથી. તેને પુત્ર પણ એના જેવો જ છે. યૌવનમાં (જુવાનીમાં) પિતાએ ધર્મી એવા ધર્મદાસની યથાર્થ નામવાળી શીલવતી કન્યાની સાથે પુત્રનું લગ્ન કરાવ્યું હતું તે કન્યા જ્યારે આઠ વર્ષની થઈ ત્યારે તેણીએ પિતાની પ્રેરણાથી સાધ્વી પાસે જિનેશ્વરને ધર્મ સાંભળવાથી સમ્યકત્વ અને અણુવ્રત ગ્રહણ કર્યા હતા. જૈન ધર્મમાં ઘણી જ નિપુણ થઈ હતી. જ્યારે તે સાસરે આવી ત્યારે સસરા વિગેરેને ધર્મથી વિમુખ જોઈને તેણીને બહું દુઃખ થયું. મારા પિતાના વ્રતને નિર્વાહ કેવી રીતે થશે ? અથવા કેવી રીતે દેવ-ગુરુથી વિમુખ સસરા વિગેરેને ધર્મોપદેશ થાય ? એમ તેણું વિચારે છે. એકવાર સંસાર અસાર છે, લક્ષ્મી પણ અસાર છે, શરીર પણ નાશવંત છે. એક ધર્મ જ પરલોક જનાર જીવને આધાર છે.” એમ ઉપદેશ આપવા વડે પોતાના પિતાને જિનેન્દ્ર ધર્મથી યુક્ત કર્યા. એમ સાસુને પણ વખત જતાં બધ આપે છે. સસરાને પ્રતિબંધિવાને તે તક શોધે છે
Page #80
--------------------------------------------------------------------------
________________
શીલવતીની કથા
-
એકવાર તેણીને ઘેર સાધુના ગુણુ સમૂહથી શાભતા મહાવ્રતી, જ્ઞાની એવા એક યુવાન સ. ભિક્ષાર્થે પધાર્યા. યુવાનીમાં પણ વ્રત ગ્રહણ કરેલ શાન્ત દાન્ત સાધુને ઘરમાં આવેલા જોઈને આહાર રાતે તે પશુ તેણીએ વિચાર્યું — “યુવાવસ્થામાં મહાવ્રત મહાદુલ ભ છે. કેવી રીતે આમના વડે આ યુવાનીમાં ગ્રહણુ કરાયું ? ” એમ ( વિચારીને ) પરીક્ષા માટે સમસ્યાથી પૂછ્યું——હમણાં સમય થયા નથી. કેમ વહેલા નીકળ્યા ? '' તેણીના હૃદયમાં રહેલા ભાવ જાણીને સાધુએ કહ્યું. સમયજ્ઞાન— ક્યારે મૃત્યુ થશે એમ ' નથી ( અર્થાત્ મારૂ મૃત્યું કયારે થશે એ સમયનું જ્ઞાન મને નથી. ) તેથી સમય ( થયા ) વિના નીકળ્યો. તેડ્ડી ઉત્તરાણીને ખુશ થઈ. મુનિએ પણ તેણીને પૂછ્યું—તમને કેટલા વરસ થયા ? મુનિના પૂવાના ભાવ જાણીને વીશ વર્ષ થયે તે પણ તેણીએ ‘ બાર વર્ષ’ થયા એમ ઉત્તર આપ્યા. ફરી પણ તમારા પતિને કેટલા વર્ષ થયા એમ પૂછ્યું ? તેણીએ પતિને ૨૫ વર્ષ થયે છતે પણ - પાંચ કહ્યા. એ પ્રમાણે સાસુના છ મહિના કહ્યા. સસરાની વાત પૂછ્યાં “ તે હજી જન્મ્યા નથી.' આમ પુત્ર વહુ અને સાધુ વચ્ચે થતી વાત ઓરડાની અંદર રહેલા સસરાએ સાંભળી, ભીક્ષા લઈ સાધુ ગયે છતે તે અત્યંત ક્રોધાકૂળ થઈ ગયા. કારણ કે પુત્ર વધૂ મને ઉદ્દેશીને હું ઉત્પન્ન નથી થયા એમ કહે છે. ગુસ્સે થયેલ તે પુત્રને કહેવા માટે દુકાને જાય છે. જતા સસરાને તેણી કહે છે ‘ હે સસરા તમે જમીને જાએ સસરા કહે છે જો હું જનમ્યા નથી તેા ભાજન કેવી રીતે ખાઉં. એમ કહીને દુકાને ગયા પુત્રને બધા વૃત્તાંત કહે છે
,
વર્ષ ',
૩૫
તારી પત્ની દુરાચારી, અસભ્ય વચનવાળી છે. આથી તેણીને ઘરમાંથી બહાર કાઢી મૂક. તે પેાતાની સાથે ઘેર આવ્યા. પત્નીને પૂછે છે. માતા પિતાનું કેમ અપમાન કર્યું· ? સાધુની સાથે વાર્તામાં કેમ ખોટા જવાબ આપ્યા. તેણીએ કહ્યું— તમે મુનિને પૂછે. તે
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
બધું કહેશે ? સસરે ઊપાશ્રયે જઈને અપમાન સહિત મુનિને પૂછે છે. “હે મુનિ, આજે મારે ઘેર ભિક્ષા માટે તમે શું આવ્યા હતા ? મુનિ કહે છે–તમારું ઘર હું જાણતા નથી. તમે ક્યાં રહે છે ? શેઠ વિચારે છે–મુનિ અસત્ય કહે છે.” ફરી પણ પૂછ્યું. કેઈને પણ ઘેર છોકરી સાથે વાત કરેલી કે ? મુનિ કહે છે-“તે બાળા જિનમતમાં હોંશિયાર હતી. તેણીએ મારી પણ પરીક્ષા કરી.” તેણીએ મને કહ્યું – “સમય વિના કેમ વહેલા નીકળ્યા છે ?” ઉત્તર દીધે. –સમયનું-મરણ સમયનું જ્ઞાન નથી. તેથી પહેલી વયમાં નીકળે. છું. મેં પણ પરીક્ષા માટે સસરા વિગેરે બધાના વર્ષો પૂછયા. તેણીએ સારી રીતે કહ્યા. શેઠ પૂછે છે–સસરો ઉત્પન્ન થયો નથી એમ તેણુએ કેમ કહ્યું ? મુનિએ જવાબ આપે–તેણીને જ પૂછજે જેથી વિદુષી એવી તેણીને યથાર્થ ભાવ જણાય. સસરે ઘેર જઈ પુત્રવધૂને પૂછે છે –તે મુનિની સમક્ષ આમ કેમ કહ્યું–મારે સસરે જમ્યો પણ નથી. તેણીએ કહ્યું –હે સસરાજી ધર્મ વિનાના મનુષ્યને માનવભાવ મળે તે ન મળ્યા જેવો જ છે. કારણ કે સ૬ધર્મના કાર્યો વડે ભવ સફળ ન કર્યો તે મનુષ્ય ભવ નિષ્ફલ જ છે. તેથી તમારું જીવન પણ ધર્મરહિત બધું નિષ્ફળ ગયું ? તેથી મેં કહ્યું “મારા સસરાની ઉત્પત્તિ જ થઈ નથી.” એમ સત્ય અર્થ જાણે છતે ખુશ થયેલે ધર્માભિમુખ થયો. ફરી પણ પૂછયું- તમે સાસુને છ મહિના થયા છે એમ કેમ કહ્યું? તેણીએ કહ્યું—“સાસુને પૂછે.” શેઠે તેને પૂછ્યું–બતેણીએ પણ કહ્યું – “ પુત્રવધૂનું વચન સાચું છે. કારણ કે મને જૈન ધર્મ પામ્યાને છ મહિના જ થયા કારણ કે આજથી છ મહિના પહેલાં કઈ જગાએ મરણ પ્રસંગે હું ગયેલી. ત્યાં સ્ત્રીના જુદા જુદા ગુણદોષની વાત થઈ. એક દર ડોશીએ કહેલું—“સ્ત્રીઓમાં આની પુત્રવધૂ શ્રેષ્ઠ છે યુવાન અવસ્થામાં પણ સાસુની ભક્તિમાં તત્પર છે. ધર્મ કાર્યમાં હંમેશાં અપ્રમાદી છે,
Page #82
--------------------------------------------------------------------------
________________
શીલવતીની કથા
ઘર કાર્યમાં પણ કુશલ છે. એના જેવી બીજી કોઈ કુશલ નથી. આની સાસુ નિર્ભાગી છે. આવી ભક્તિભાવવાળી પુત્રવધૂથી ધર્મમાં પ્રેરણા કરાયા છતાં ધર્મ કરતી નથી. આવું સાંભળીને પુત્રવધૂના ગુણથી આનંદિત થયેલી મને તેણીના મુખથી ધર્મ પામ્યાને છે મહિના થયા. તેથી પુત્રવધૂએ છ મહિના કહ્યા તે વ્યાજબી છે.” પુત્રને પૂછયું.–તેણે પણ કહ્યું–‘રાતે સતત ધર્મોપદેશ આપવામાં તત્પર પત્ની એ “સંસારની અસારતા બતાવવા વડે. અને ભેગવિલાસનું પરિણામ દુઃખદાયી હોવાથી તથા ચેમાસા માં નદીના પુર સમાન યૌવન હોવાથી વળી દેહની ક્ષણભંગુરતાને લીધે જગતમાં ધર્મ એ જ સાર છે. એમ ઉપદેશ અપાયેલ. હું જન ધર્મને આરાધક થો, આજે (તેને) પાંચ વર્ષ થયા. તેથી વહુએ મને ઉદ્દેશીને પાંચ વર્ષ કહ્યા તે સત્ય છે.
આ પ્રમાણે કુટુંબની ધર્મ પ્રાપ્તિની વાત થયે છતે વિદુષી પુત્રવધૂનું યથાર્થ વચન સાંભળીને પ્રતિબોધ પામેલ લક્ષ્મીદાસ ઘડપણમાં પણ ધર્મ આરાધીને પરિવાર સહિત સારી ગતિ પામે. ઉપદેશ–સસરા આદિને વિશેષ બેધ કરનાર શીલ
વતીનું દૃષ્ટાંત સાંભળીને આત્માને હંમેશાં ધમથી વાસિત કરે.
Page #83
--------------------------------------------------------------------------
________________
દાન વિષે ડાસા ડેાસીની કથા આઠમી
પેાતાને હાથે આપવુ' જોઈએ. બીજો આપે કે ન આપે. વૃદ્ધ દ્રુપતીનું વિખ્યાત ઉદાહરણ અહીં કહેવાય છે.
એક નગરમાં નિર્ધન અને પુત્ર વિનાને ઘરડા વાણીયા છે. તેને કપટમાં કુશલ એવી દુષ્ટ ઘરડી સ્ત્રી છે. તે વાણીઆએ નિન હોવાથી કોઈ વાર કયારે પણુ દાન આપ્યું ન હતું. એકવાર તેણે વિચાર કર્યાં... દાન વિના પરલેાકમાં સુખ થશે નહીં. તેથી ભવમાં કાંઈપણ દાન આપવુ જોઈએ. એમ વિચાર કર્યા. મારા ઘેર એક નૃત્ય ધોડેડ છે. તેના વેચાણુથી જે દ્રવ્ય થશે તે ધર્મ માટે મારે આપવું. એમ વિચાર કરતા તેને કેટલાક કાળ ગયા. જ્યારે તેને મરણ સમય આવ્યા ત્યારે મહાજનને ખેાલાવીને કહ્યું— મારા મરણ પાછળ મારી સ્ત્રી આ જાતિવંત ઘોડાને વેચીને જે ધન મેળવશે તે દ્રવ્ય પરલેાકમાં સુખ થાય તે માટે તમને આપશે, તે દ્રવ્યને શુભ કાર્ય માં વાપરો. એમ કહીને તે મરણ પામ્યા. તેની ઘરડી સ્ત્રી પોતાના ધણીની મરક્રિયા કરીને વિચારે છે આ ઉત્તમ ઘેાડાના વેચવાથી સા રૂપીઆ થશે. તે તેા મહાજનને આપવાના થશે. મારી પાસે કંઈ રહેશે નહીં. તેથા એવુ કરવું જોઇએ, જેથી બધું ધન મારી પાસે જ રહે.'
"
Page #84
--------------------------------------------------------------------------
________________
દાન વિષે ડાસા-ડાસીની કથા
૩૯
વેચાણુ સમયે રાખ્યા. જે ઘેાડા બિલાડા પણ આપવાના બિલાડાના ૯૯ રૂપીઆ
એમ વિચાર કરીને એક બિલાડો પાળ્યા. બિલાડાના રૂપિયા ૯૯) રાખ્યા ધાડાના એક રૂપી કાઈ પણ ખરીદવા આવે તેને તે એમ કહે છે— મારે સહિત જ વેચવાના છે. એક એક જુદા જુદા કાર્યને નથી. જેની ખરીદવાની ખુચ્છા હાય તેણે આપવા અને ઘેાડાના એક જ રૂપી આપવા. એક એક જુદા જુદા તે વેચીશ નહિ. લેાકા વાડા લેવાની ઇચ્છાથી આવે છે. તે વા પહેલાં બિલાડાને લેવા માટે કહે છે, પછી ઘેાડાને, બિલાડાને કાઈપણુ લેતું નથી. એકવાર એક પૈસાદાર આવ્યા. તેણે તેવા પ્રકારનું વચન સાંભળીને બિલાડાના ૯૯ રૂપિયા આપ્યા અને ધાડાના રૂપી એક આપ્યા. તેણી ૧૦૦) રૂપિયા લઈને ઘેર આવી. મહાજનને ખેાલાવીને જ્યારે એક રૂપિયા આપે છે ત્યારે મહાજન પૂછે છે કેમ આમ? તેણી કહે છે—ઘેાડાના વેચાણુધી રૂપીએ એક મળ્યા અને ૯૯) રૂપીયા તા બિલાડેા વેચવાના મળ્યા છે. મારા ધણીએ પશુ એમ કહ્યું હતું—ઘોડા વેચવાથી જે દ્રવ્ય મળે તે આપવુ. મેં પશુ તે દ્રવ્ય તમને આપ્યું. એ પ્રમાણે વૃદ્ધાએ મહાજનને પણ છેતર્યા. તેણી બહું લાભીપણાથી તેને ઉપભાગ કર્યા સિવાય જ અનેક પ્રકારના દુઃખ સહન કરતી મરણુ વખતે પણ દ્રવ્યનું જ ધ્યાન ધરતી આતંરીદ્ર ધ્યાનમાં લીન થયેલી મરણુ પામી. તેથી પોતાના હાથથી જે દાન અપાય છે તે પરલેાકમાં સુખ કરનાર થાય છે.
ઉપદેશ—ડાસા-ડાસીનું દૃષ્ટાંત સાંભળીને હમેશાં
સારા ભાવથી જે જેમ કહ્યુ હાય તેમ આપન્નુ’ જોઈ એ, કપટ ન જ કરવું' જોઇ એ.
卐
Page #85
--------------------------------------------------------------------------
________________
S SS
દાન વિલંબ ઉપર યુધિષ્ઠિર અને ભીમસેનની કથા નવમી
દાનધમ વેળાએ વિલંબ ન કરે? જેમ યુધિષ્ઠિરનું વચન-કલે દાન આપીશ”
યુધિષ્ઠિરના વચનની જેમ દાન ધર્મના સમયમાં - પ્રમાદ કરે નહિ.
યુધિષ્ઠિર મહારાજા મધ્યાહ સુધી હંમેશ દાન આપે છે. એકવાર કેઈક નિધન બ્રાહ્મણ બહુ દૂરથી આવીને યુધિષ્ઠિરની દાનશાળા બંધ થયે છતે મધ્યાહ્ન સમયે પેઠે. પાંચેય પાંડવો દાનશાળામાં છે. તે વખતે ધમપુત્ર (યુધિષ્ઠિરે) બ્રાહ્મણને કહ્યું–કાલે આપીશ” એમ સાંભળીને નિરાશ થયેલે બ્રાહ્મણ પાછો ગયો. ત્યારે ભીમસેને વિચાર કર્યો—‘દાનમાં વિલંબ કરવો યોગ્ય નથી. તેથી મહારાજાને હું સમજવું એમ વિચારી જલ્દી ત્યાંથી ઉઠીને શસ્ત્ર શાળામાં ગયો ત્યાં એક વિજય નેબત છે. જ્યારે કેઈપણ દેશ જિતાય ત્યારે તે વગાડાય છે નેબત વગાયે છતે નગરજને જાણે આજે કેઈપણ દેશ પાંડવોએ છર્યો છે.
ભીમસેન પણ પિતે નેબતને મેટા દંડા વડે વગાડવા લાગે ત્યારે તે નોબતની મહાગર્જનાને અવાજ નગરવાસીઓએ સાંભળ્યું. યુધિષ્ઠિરે પણ સાંભળ્યું. તે વિચાર કરે છે–આજે આ બત
Page #86
--------------------------------------------------------------------------
________________
દાન વિલંબ ઉપર યુધિષ્ઠિર અને ભીમસેનની કથા ૪૧
કાણુ શા માટે વગાડે છે ? એ પ્રમાણે યુધિષ્ઠિર પાસે રહેલા માણસને પૂછે છે. તે માણસ તપાસ કરીને આવ્યા હતા. રાજાને કહે છે હું મહારાજ, આજે ભીમસેનભાઈ વિજય તેાબત વગાડે છે. ધ પુત્ર ભીમસેનને મેલાવીને પૂછે છે, હે ભાઈ, આજે કયા અપૂર્વ દેશ કાણે ત્યા ? જેથી જાતે તું વિજય ાબત વગાડે છે ? ભીમસેને કશું— · હે મહારાજ ! તીર્થંકરાથી, કેવલીએથી, મહાઋષિઓથી જે કયારે પણ જીતાયા નથી તે આજે તાયા છે. તેથી આ વિજય નાખત મારા વડે વગાડાય છે. ધુમ પુત્રે પૂછ્યું—તારા વડે શું તાર્યું ? ભીમસેન કહે છે—જિતવાને નિર્બળ એવા મારી શક્તિ નથી. ’ફરી પણ પૂછ્યું—તા કાના વડે જિતાયું ? ભીમસેન કહે છે હું મહારાજ તમારાથી તે જિતાયેા છે.'
યુધિષ્ઠર પૂછે છે —કત્યારે મારા વડે જિતાયા ?' ભીમસેન કહે છે ‘આજે, હમણાં જ.’ જ્યારે તે બ્રાહ્મણુ અહીં આવ્યા ત્યારે આપે તેને કહ્યું—કાલે આપીશ.' તેથી જણાય છે કે એક દિવસ સુધી આપ સાહેબે કાળ ઉપર વિજય કર્યો. પહેલાં કાઈપણ મહાપુરૂષથી કાલ જિતાયેા નથી તમારાથી વળી તે જિતાયેા. તેથી આશ્ચય પામેલ મેં નાખત વગાડી. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે—‘જે કાલે કરવાનું છે તે આજે કરવું. જે આજે સાંજે કરવાનું છે તે મધ્યાન્હેં કરવું, જે મધ્યાન્હ કરવાનું છે તે હમણાં જ કરવું. કારણ કે મૃત્યુ રાહ જોતું નથી.—આનાથી પાતાનુ કાર્ય કરાયું છે કે નથી કરાયું તેથી સારાં કામ કરવામાં વિલંબ ન કરવા ?
તે સાંભળીને ધમ પુત્ર મહારાજે પોતાના પ્રમાદ જાણીને, તે બ્રાહ્મણને જલ્દી ખેાલાવીને ઘણું ધન આપ્યું. એ પ્રમાણે દાનમાં વિલંબ ન કરવો જોઈએ.
ઉપદેશ--દાન આપવામાં યુક્તિ સહિત ભીમસેનનુ
વચન સાંભળીને હું ભવ્યાત્માએ તેમાં (ઢાનમાં) પ્રમાઢ છેાડી દા.
555
Page #87
--------------------------------------------------------------------------
________________
૧૦
કૃત્રિમ સ્નેહ ઉપર ડેાસીની કથા દશમી
દુનિયામાં પાતાના પ્રાણા વહાલા છે. પુત્ર, ધન, એ નહીં. જેમ ડાસીએ યમરાજાને રોગી પુત્ર બતાવી દીધા.
કાઈક નગરમાં એક ડેાસી રહે છે. તેણીને એક યુવાન પુત્ર છે. તે એકવાર રાગથી પીડાયેલા પથારીમાંથી પણ ઉઠવાને અશક્ત થયા તે ડેાસી રાગથી પીડાયેલા પુત્રને જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. —‘પુત્ર રહિત મારા નિર્વાહ કેમ થશે ? એના કરતાં માત સારું તેથી હંમેશાં આ પ્રમાણે પ્રાર્થના કરે છે.—હૈ યમરાજા ! મને લઈ જજે. મારા પુત્રને ન લઈ જતા.' તેણીએ ભટની કથામાં આમ સાંભળ્યું હતું. ‘ જ્યારે મરણુ કાલના વખત થાય છે ત્યારે પાડા રૂપે યમરાજા આવે છે. મૃત્યુના મુખમાં પડેલ માણસને લઈ જાય છે.
એકવાર મધરાતે પુત્ર પથારીમાં રહેલા છે. ડેાસી પુત્રના મુખને જોઈને પ્રાર્થના કરે છે—“હે યમરાજ, મને લઈ જજે મારા પુત્રને ન લઈ જતા.’’ એમ ફરીફરી પ્રાર્થના કરતી ઉંઘી ગઈ. ત્યારે પાસેના ઘરમાં રહેલા પાડા છૂટયા હતા. ડેાશીના ધાડા બારણાવાળા ઘરમાં પેઢા. તે પાડા ગાઢ નિદ્રામાં સુતેલી ડેાસીએ આઠેલ વસ્ત્રના છેડાને જાતિસ્વભાવથી ખેંચે છે. વૃદ્ધા જાગી છતી પાડાને જુએ છે, જોઈને
Page #88
--------------------------------------------------------------------------
________________
કૃત્રિમ સ્નેહ ઉપર ડોસીની કથા
વિચારે છે.– પુત્રને લેવા માટે આવેલા યમરાજા ભૂલથી મને ખેંચે છે.' ત્યારે તેણીએ કહ્યું–“હે યમરાજ ! હું તે નીરોગી છું. રોગથી પીડાયેલે મારો પુત્ર અહીં પથારીમાં રહેલો છે. એને તું લઈ જા. તું ભૂલથી અહીં કેમ આવ્યું છું ?” તેણીના તે વચનને પથારીમાં રહેલે પુત્ર પણ સાંભળે છે. વિચારે છે–“મારી માતાનો મારા ઉપર કે બનાવટી ને દે. દરેક સંસારીઓ સ્વાર્થ સાધવામાં તૈયાર અને પારકાને માટે વિમુખ હોય છે. આથી હું પણ નીરોગી થઈશ ત્યારે જલ્દી આત્માને સ્વાર્થ સાધીશ. એમ શુભ ભાવનાથી ક્રમ કરીને નરેગી થશે. બધું છોડી દઈને પરલોકમાગને. આરાધક થયો. ઉપદેશ–વૃધાને પિતાના પુત્ર ઉપર પણ કૃત્રિમ
પ્રેમને જોઈને (માણસે) પિતાના હિતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સ્વાર્થને (પિતાના આત્માના હિતને) નાશ એ મૂર્ખાઈ છે. કૃત્રિમ પ્રેમ ઉપર ડોસીની દશમી વાર્તા પૂરી થઈ.
Page #89
--------------------------------------------------------------------------
________________
૧૧ ગ્યને સંગ કરી આપવાને
વિષે ચેરની કથા અગીયારમી
વિરુદ્ધ દપતિને સંબંધ ભતે નથી જ. આથી સરખે સરખાને વેગ (કરે જેઈ એ) જેમ ચેરે કરાવ્યું.
ધારા નગરીમાં, ભોજરાજાના રાજ્યમાં, એક ઘેર પુરૂષ કુરૂપ અને ગુણ વિનાને છે અને તેની સ્ત્રી સુરક્ષા અને સારા ગુણવાળી છે. તે સ્ત્રી ધર્મહીન પતિના યુગથી હંમેશાં દુઃખી છે.
બીજા ઘરમાં સ્ત્રી કુરૂપા અને નિર્ગુણી છે અને તેને પતિ સુરૂપ અને સારા ગુણવાળે છે. નિગુણી સ્ત્રી સાથે તે દુઃખી થયેલ ગમે તેમ કાળ પસાર કરે છે. એકવાર ચરે તેઓના ઘેર ખાતર પાડતાં સમાન ગુણરહિત બને દંપતિને જોઈને સુતેલી બને સ્ત્રીઓને ફેરફાર કર્યો. જેઓને સારે ગ થયે તેઓ લાંબા સમયથી કંટાળેલા હતા. તેઓ તે વખતે પ્રસન્ન થઈ ગયા. બીજા નિર્ગુણે ભોજરાજાની સભામાં જઈને–“હે રાજા ! મારી સુરૂપ સ્ત્રી કેઈએ હરી લીધી છે. મને ન્યાય મળવો જોઈએ. એમ જણાવ્યું. રાજાએ નગરમાં પટાંની ઉષણ કરાવી. “આની સ્ત્રી કિઈથી પણ લેવાઈ હોય તેણે જરૂર અહીં આવવું. નહિં તે પછી
Page #90
--------------------------------------------------------------------------
________________
યોગ્યને સંગ કરી આપવાને વિષે ચોરની કથા
૪૫
તેને સખ્ત શિક્ષા થશે. તે ચેર પટલની ઉદ્યોષણ સાંભળીને રાજાની સભામાં આવીને કહે છે. “મેં આની સ્ત્રીને હરણ કરીને બીજા યોગ્ય સારા રૂ૫વાળાને આપી છે. જેથી કહ્યું છે કે–હે રાજા ! રાત્રિને વિષે પારકા દ્રવ્યને ચરવાવાળા મેં, નસીબે કરેલા માર્ગને લેપીને; આ પ્રમાણે યોગ્યને વેગ્ય સાથે એગ કરી આપ્યો છે. આ સાંભળીને રાજાએ હસીને તે પ્રમાણિત કર્યું. ઉપદેશ-નસીબે જે કામ કર્યું; તે ચોરે અન્યથા કર્યું,
તે સાંભળીને બુદ્ધિશાળીએ હંમેશાં યથાયોગ્ય જોડવું જોઈએ.(સંબંધ બાંધવો જોઈએ.)
Page #91
--------------------------------------------------------------------------
________________
૧૨
સ'સારની અસારતા ઉપર નાગદત્તોડની કથા બારમી
અજ્ઞાનથી આવૃત થયેલા લાકો હિત અહિતને જોતા નથી. નાગદત્ત શેઠની જેમ તે સાધુએ વડે હસાય છે.
શ્રી અવંતિ નગરીમાં નાગદત્ત નામે મહાઋદ્ધિવાળા શેઠ રહે છે. તેને યશામતી નામની સ્ત્રી છે. તે ઇંદ્રિયના વિષય સુખમાં આસક્ત ભોગ વિલાસા વડે કાળ પસાર કરે છે. “ પાપીઓની લક્ષ્મી પાપકર્મીમાં વપરાય છે.” એ ન્યાયથી તેણે ક્રોડ દ્રવ્યના ખર્ચે બાર વર્ષે સાતમાળના મોટા મહેલ બધાવ્યા. તે મહેલ લેવા પ્રકારને થયા 3 જે મહેલના હજાર વર્ષ સુધી કાંકરા પણ ન ખરે. મહેલ બની ગયે છતે ચિતારાને ખેલાવીને જુદા જુદા પ્રકારનાં સ્ત્રી પુરૂષ અને તિર્યંચ વગેરેનાં ચિત્ર કરવાને માટે તા સાંપી. તે યિતારા પણ માણુસાની આંખાને આનંદકારક અનેક ચિત્રા વડે શે!ભતી ભીંતા કરે છે.
શેડ ચિત્રશાલામાં ચિતારાઓને
કાઈ એક વાર પ્રભાત સમયે તે ચિત્ર કરવાને માટે પ્રેરણા કરે છે તે વખતે ત્યાં કાઈક વિશિષ્ટ અધિજ્ઞાનવાળા મહાવ્રતધારી સાધુ પધાર્યા. ઘડપણની શરૂઆતમાં પણ વિષયમાં આસક્ત છે. નાગદત્તને જોઈને કાંઈક હસીને આગળ ચાલ્યા. નાગદત્ત પણ વિચાર કરે છે— ચિતારાઓને પ્રેરણા કરતા મને નીરખી હસીને મુનિ કેમ ગયા ? મહાત્મા કદી નીરક હસતા નથી.' મારામાં એવા પ્રકારનું શું
Page #92
--------------------------------------------------------------------------
________________
સંસારની અસારતા ઉપર નાગદત્તશેઠની કથા
૪૭
જોયું કે જેથી હસીને ગયા. પછીથી ઉપાશ્રયે જઈને આનું કારણુ મુનિને પૂછીશ.' એમ વિચારી ક્ષાંતરમાં તે ચિંતારહીત થયેા. ફરી પણ મધ્યાહ્ન સમયે તે સાધુ ભિક્ષા માટે તેને ઘેર પધાર્યા, ત્યારે ભાજન કરતા નાગદત્ત શેઠના ખેાળામાં તેમને પુત્ર રમે છે. તેની સ્ત્રી યશામતીએ ભાવથી મુનિના સત્કાર કરીને નિર્દોષ ભિક્ષા આપી. ત્યારે પિતાના ખેાળામાં રમતા પુત્રે મૂતરીને શેના ભાજનને અને વસ્ત્રને મૂત્રથી ભરી દીધું. સૂત્રને દૂર કરીને ભાજન કરતા નામદત્ત ખાલે છે.—હે પ્રિયા આ પુત્ર મારુ. ભાજન અને વસ્ત્ર બગાડયા એમ ખેાલતે છતે તે સાધુએ નાગદત્તના મુખને જોઈને કાંઈક હસીને નીકળ્યા. હસતા મુનિને જોઈને નાગદત્ત પ્રિયાને કહે છે—હે સ્ત્રી, આ મુનિ મને જોઈને હસીને ગયા તેમાં શું કારણ છે ? અથવા હસવાના સ્વભાવવાળા તે છે. સવારમાં પણ ચિતારાઓને વિવિધ ચિત્રો કરવા માટે પ્રેરણા આપતા મને જોઈને હસેલા. હમણાં પણ હસીને ગયા,
,
યશામતી ખેાલે છે—હે નાથ, કારણ વિના મુનિએ કદાપિ હસતા નથી, જરૂર કાંઈ પણુ એમાં પ્રયેાજન હશે. નાગદત્ત કહે છે—ત્યારે જરૂર, હું મુનિ પાસે જઈને હસવાનું કારણ પૂછીશ, એમ ખોલીને ભાજન કરીને દુકાને ગયા.
નમતે પહેારે દુકાને બેઠેલેા નાગદત્ત લે, વેચ કરતા હતા, ત્યારે રાજમામાં એક બકરાને લઈને જતા ચહેંડાલના હાથમાંથી છૂટીને તે બકરા દુકાનમાં રહેલા તે નાગદત્તને જોઈને તેની દુકાનમાં ચઢી ગયા. પછી બકરાને લેવા માટે ચંડાલ પણ દુકાને આવીને નાગદત્તને કહે છે—આ બકરી અમારા છે. તેથી મને આપે. જો તેની ઉપર ધ્યા હાય તેા તેનુ ચેાગ્ય મૂલ્ય આપીને લઈ લે ? ચંડાલને જોઈને ભયુ
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ભીત થયેલો તે બકરે બેં બેં કસ્તે દુકાનની અંદરના ભાગમાં પેઠે શેઠના નેકરેએ પણ અંદર પ્રવેશીને લાકડી વડે તેને મારીને બહાર કાઢવા છતાં પણ તે અંદર અંદર પેસે છે. ત્યારે નાગદત્ત પતે ઉઠીને તે બકરાને કાન પકડીને જોરથી દુકાન ઉપરથી ઉતારે છે. નિર્દય તે વિચારે છે.–“આમ કેટલા જીવને હું બચાવું ? આમ જીવોના રક્ષણમાં મારું ધન પણ ખલાસ થઈ જાય, ચંડાલ પણ હંમેશાં એમ કરે તેથી બહાર કાઢવો જ સારે.
એમ વિચાર કરીને બેં બેં કરતા તેને દુકાનમાંથી બહાર કાઢયે કાઢી મૂકાય છે એથી જ આંસુ સારતે, શેઠ સન્મુખ જોઈને
– હે દયાળુ ઉત્તમ શેઠ! આ ચંડાલના હાથથી મને છેડાવો, એમ મનમાં પ્રાર્થના કરતા બકરાને લઈને ચંડાલ ગયો. જ્યારે શેઠ દુકાનમાંથી બકરાને બહાર કાઢતા હતા ત્યારે તે ઉત્તમ સાધુ ઈંડિલ માટે જતા ફરી પણ શેઠ તરફ કંઈક હસીને ગયા. ત્યારે નાગદત્ત પણ આ ત્રીજીવાર હસીન જતા મુનિને જોઈ વિચાર કરે છે. આ મુનિવર આજે ત્રણ વાર મળ્યા. ત્રણેય વાર હસીને ગયા. એમાં જરૂર કાંઈ પણ કારણ હશે તેથી ઉપાશ્રયે જઈને હસવાનું કારણ પૂછીશ ?” એમ વિચારીને દુકાનેથી ઘેર જઈ ભોજન કરી. રાતે ઉપાશ્રયે ગયો, સાધુને પ્રણામ કરી પૂછયું.
હે મુનિરાજ ! આજે પ્રભાતકાળે ચિતારાઓને ચિત્ર કરવા માટે પ્રેરણ કરતા મને જોઈને શા માટે તમે હસેલા? સર્વ સંસારી જીવો પિતાના ઘરના કામે શું નથી કરતાં ? તે તમે શા કારણથી હસ્યા ? એમ પૂછવાને હું આવ્યો છું. મુનિ કહે છે – હે નાગદત્ત ! તું ભોગવિલાસમાં આસક્ત, પિતાના આયુષ્ય સમાપ્તિને નહિ જેને, ચિતારાઓને જુદા જુદા ચિત્ર કરવા માટે કહે છે પરંતુ આ મહેલમાં
Page #94
--------------------------------------------------------------------------
________________
* સંસારની અસારતા ઉપર નાગરશેઠની કથા
મારે કેટલે કાળ સુધી રહેવાનું છે તે તું વિચારતો નથી. એથી વિષયમાં આસક્ત જીવોની કેવા પ્રકારની સ્થિતિ છે, એમ અખિીને મારાથી હસાયેલું. નાગદત્ત પણ મુનિના વચનથી આયુષ્યને અલ્પ જેતે સાધુને પૂછે છે – હે ભગવંત! મારું આયુષ્ય કેટલું બાકી છે?” મુનિ કહે છે-“સાત દિવસનું બાકી છે. આ જોડીને સાતમે દિવસે સંધ્યાકાળે તું મૃત્યુ પામીશ.” નોગદત્ત પૂછે ભગવંત હું સમાધીથી કે અસમાધિથી મરણ પામીશ? મુનિવર કહે છે – હે નાગદત્ત ! આજથી પાંચમે દિવસે તારા માથામાં શળની પીડા થશે તે અસહ્ય શળ પીડા ત્રણ દિવસ ભોગવીને મરણ પામીશ? નાગદત્ત તે સાંભળીને મહાત્માની આગળ પિતાની જાતને હાસ્યપાત્ર ગણત, પિતાની અસભ્ય પ્રવૃત્તિઓને ધિક્કાર, આંખમાંથી આંસુ સારતે સાધુને કહે છે– હે ભગવન્! ખરેખર સાચું હું હસવા યોગ્ય થયો. દુર્લભ માનવભવ પામીને પૌદ્ગલિક સુખમાં રાચી રહેલા મેં કાંઈ પણ પરલકની આરાધના ન કરી, મનુષ્ય ભવ ફેગટ ગુમાવ્યું. હવે શું કરું ?” એમ બોલીને રડતે મુનિના પગમાં પડ્યો. સાધુ પણ નાગદત્તને કહે છે-“હે શ્રાવક! જેમ જંગલમાં એક મોટું ઝાડ હોય છે, ત્યાં સંધ્યા સમયે દૂર દૂરથી આવીને પક્ષીઓ ડાળીઓ ઉપર રહે છે. ફરી પ્રભાત થયે છતે ઉડીને અન્યત્ર ચાલ્યા જાય છે. ફરી ભેગા મળે કે ન મળે એમ સંસારમાં એવા પ્રકારનો કુટુંબ મેળા જાણો. પિતાની જ અર્થસાધનામાં તત્પર સર્વે સંસારી છવો જાણવા. તું પણ આત્માના અર્થને સાધી લે.”
નાગદત્તે પહેલીવારના હાસ્યનું કારણ જાણ પોતાની જાતને ધન્ય માનતે બીજીવારના હાસ્યનું કારણ પૂછે છે ત્યારે મુનિ કહે છે –
હે નામદત્ત ! સ્ત્રી પુત્રાદિકમાં મૂઢ આત્મા સંસાર સ્વરૂપ પણ નથી જેથી જેને તું પુત્ર માને છે, જે પુત્રથી આનંદિત થાય છે. જેના મૂત્રથી ભરેલું પણ ભજન વહાલું ગણે છે તે તારા પુત્ર તેના
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ગયા ભવમાં તારી સ્ત્રીના જાર પુરૂષ હતા. સ્વરૂપ જાણ્યા પછી તારાથી આ મરાયા છતા મરીને તારી સ્ત્રીના પુત્રપણે ઉત્પન્ન થયા છે. તું શત્રુને પણ પ્રિય પુત્ર માને છે. તારા પુત્ર જ્યારે યુવાન થશે ત્યારે તે તારી ધરવખરી સહિત ભવ્ય મહેલને વેચી દેશે તારી ને ઝેર આપી મારી નાંખશે; તારા પુત્ર કુળમાં કુલાંગાર થશે.” સસારી જીવાની આવી સ્થિતિ છે. એમ વિચારીને મારાથી બીજીવાર પણુ હસાયું
· મા સાંભળીને નાગદત્ત કહે છે—હે પૂજ્ય ભગવંત ! વ્યભિચારી સ્ત્રીના પુત્રપણે ઉત્પન્ન થયેલા શત્રુનું સ્વરૂપ જાણીને ખરેખર ભાગાથી હુ. છેતરાયા છું.'
હવે મને તે કા, જે મારાથી દુકાનમાંથી બહાર કાઢતા બકરાને જોઈને તમે હસેલા.’
સુનિવર કહે છે—‘હું નાગદત્ત ! આ બકરા પૂર્વભવે તારા પિતા હતા, જે કારણથી મોટા પરિગ્રહની તૃષ્ણાથી તે મૂઢ આત્મા અનીતિથી ક્ષુ દ્રવ્ય એકઠું કરીને મરણુ કાળે તને બધું દ્રવ્ય આપીને પાપકર્મથી આ બકરા થયા. જે કારણથી એણે પૂર્વ ભવમાં આ ચંડાલનુ બહુ દ્રવ્ય લઈ ને થાડા કપાસ આપેલા તેથી આ દેવું ચૂકવવા માટે આ ચંડાલના હાથમાં આવ્યા. આજે ચોંડાલ આ બકરાને લઈ રાજમાત્રમાં જતા હતા, ત્યારે આ બકરા પાતાની દુકાન અને પુત્ર નીરખીને જાતિસ્મરણ પામીને તારે શરણે આવ્યા. ચંડાલે ખરીદવા માટે કહ્યું તે પણ લાભમાં અંધ થયેલ તારાથી તે ન લેવાયો.' તેથી મારા વડે હે નાગદત્ત ! ત્રીજીવાર પણુ હસાયું. એમ સાંભળીને' મારાથી પિતા પણ ન બચાવાયા એમ પોતાને ધિક્કારતા જેણે જલ્દી ડીને ચંડાલને ઘેર જઈને કહ્યું—હે ચંડાલ ! તારી ઇચ્છા મુજબ ધન લઈને બકરા મને આપ” તેણે કહ્યું —હે શેઠ! તે હમણુાં જ
-
Page #96
--------------------------------------------------------------------------
________________
સંસારની અસારતા ઉપર નાગદત્તરોઠની કથા
૫૧
ધ્યાના
મારી નંખાયે કેવી રીતે આપું ? એમ સાંભળીને પેાતાની નિંદા કરતા મુનિવરમાં પાસે જઈને પૂછે છે મારા પિતા મરણ પામીને કઈ ગતિમાં ગયા. મુનિ કહે છે—શરણે આવેલા પિતાને નહીં રક્ષણ કરતા તને ધિક્કારતા આ રૌદ્રધ્યાનથી તે મરણ પામીને નરમાં ગયેા.' ત્યારે નાગદત્ત પિતાની દુતિ સાંભળીને નરકના દુ:ખોથી ભય પામતાં મુનિને કહે છે.—હે ભગવંત ! મને તારે, મને તારા. સાત દિવસમાં હું શું કરીશ ? કેવી રીતે આત્માને તારીશ ? હે ભંડાર ! મને '. સન્મા બતાવેા. મુનિવર કહે છે હે નાગદત્ત ! એક દિવસના સંયમપાલનથી પણ ભવ્ય જીવ જરૂર વૈમાનિક થાય, તેા શું સાત દિવસથી ન થાય ?’ એમ સાંભળીને સંસારની અસારતા ચિતવતા, સાતક્ષેત્રમાં પેાતાનુ દ્રવ્ય આપીને, જિનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરીને, એણે મુનિવરની પાસે સંયમ લીધું. અનશન વડે સુખથી ચાર દિવસ ગયા. પાચમા દિવસે તેના મસ્તકમાં મેાટી ફૂલની અસહ્ય વેદના ઊત્પન્ન થઈ. ગુરુવરના વચના– મૃતની વૃષ્ટિથી સમભાવે વેદના સહન કરતા સમાધિથી કાળ કરીને વૈમાનિક દેવલાકમાં સૌધ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. આયુષ્યના સાત દિવસ બાકી રહ્યુ છતે પણ સંયમ પાળીને નાગદત્ત આરાધક થયા.
એમ
ઉપદેશ—સંસારનુ સ્વરૂપ દેખાડનારી નાગદત્તની કથા સાંભળીને કામ ભેગ વિગેરે છેડી ઈ શ્રેષ્ઠ સયમ મામાં યત્ન કરો.
Page #97
--------------------------------------------------------------------------
________________
‘ઘરમાં શૂ’ સનીની ૧૩ કથા તેરમી
વરમાં બહાદુર માણસા ઘરમાં પાતાનું મળ સામર્થ્યને દેખાડનારા હોય છે, બહાર કાયર હાય છે તે વિષે સાનીનું ઉદાહરણ છે.
એક ગામમાં સાની રહે છે. રાજમાર્ગના મધ્ય ભાગમાં તેની નાની દુકાન છે. હંમેશાં મધરાતે સાનાની ભરેલી પેટી લઈને પેાતાને ઘેર આવે છે. એકવાર તેની સ્ત્રીએ વિચાર કર્યો—આ મારા પતિ હુંમેશાં પેઢીને લઈને મધરાતે ઘરે આવે છે, તે સારુ નથી, કારણુ કે કયારેક માર્ગોમાં ચેારા મળે ત્યારે શું થાય ?? તેથી તેણીએ કહ્યું—ુ પ્રિય ! મધરાતે તમારે ઘરે આવવું સારૂ નથી એમ મને લાગે છે, કયારેક કાઈપણ મળી જાય ત્યારે શું થાય ?' તે કડે છે તું મારું' બળ નથી જાણતી તેથી એમ ખેાલે છે. મારી સમક્ષ સા માણસે આવે, તા પણ તે શું કરે ? મારી આગળ તે કંઈ પણ કરવાને સમય નથી. તારે ભય ન રાખવા.’
એમ સાંભળી તેણીએ વિચાર કર્યોં—મારા પતિ ‘ધરમાં શૂરા’ છે, અવસરે તેની પરીક્ષા કરીશ.' એકવાર તેણી પેાતાના ધરની બાજુમાં રહેતી ક્ષત્રિયાણીને ઘેર જઈને કહે છે હું વહાલી સખી
તું તારા ધણીની બધી વેશભૂષા મને આપ મારે કાંઈક પ્રયાજન છે. ' તે ક્ષત્રિયાણીએ પોતાના પતિના તલવાર સહિત ફૅટા, નો પટ્ટો
Page #98
--------------------------------------------------------------------------
________________
‘ઘરમાં રા’ સાનીની કથા
૫.
વગેરે સુભટના બધે વેષ આપ્યા. તે લઈને તે ઘેર ગઈ. જ્યારે રાત્રીના એક પ્રહર ગયા ત્યારે તેણી તે બધા સુભટના વેષ પહેરીને તલવાર લઈને નિર્જન રાજમાર્ગોમાં નિકળી, પતિની દુકાનેથી બહુ દૂર નહીં તેમ ઝાડની પાછળ પાતે છુપાઈને રહી થાડા વખત પછી તે સેાની દુકાન બંધ કરીને અને પેઢીને હાથમાં લઈને ભયભીત થયેલા તે આમ તેમ જોતા જલ્દી જતેા જ્યાં તે ઝાડ સમીપ આવ્યા તેટલામાં પુરુષવેષધારણૢ કરેલ તેણી બહાર નીકળીને મૌન વડે તેને બીવડાવે છે. હુ તુ.... બધુ છેાડી દે, નહીંતર મારી નાંખીશ, અકસ્માત અટકાવાયેલા, ભયથી થરથરતા મને ન મારશેા. મને ન મારશે। ' એમ કહેતે પેટી આપી દે છે. ત્યાર બાદ તેણી બધા પહેરેલા વચ્ચે લેવા માટે તલવારની અણી છાતી પર રાખીને સંજ્ઞાથી વજ્રા પણ કઢાવે છે. ત્યારબાદ તે ક્ત કેડનું વસ્ત્ર પહેરેલ થયા. ત્યાર પછી તેણી કેડનું વસ્ત્ર પણુ મરણુભય બતાવીને કઢાવે છે, ત્યાર પછી તે હમણાં જન્મ્યા હોય તેવા નગ્ન થયા. તેજ઼ી એ બધું લઈને ઘરે ગઈ. ધરનું બારણું બંધ કરીને અંદર ઊભી રહી.
"
તે સાની ભયથી ધ્રુજતા, માર્ગોમાં આમ તેમ જોતા, બજારના રસ્તેથી જતા, મે કરી જ્યારે શાકના વેપારી ( કાછીઆ ) ની દુકાન પાસે આવ્વા ત્યારે કાઈક માણુસે પાકું ચીભડું બહાર ફેંકયુ તે પશુ સાનીની પીઠના ભાગમાં લાગ્યું. તેણે જાણ્યુ કે કાઈનાથી પણ હું પ્રહાર કરાયા છું. પીઠના ભાગ ઉપર હાથ વડે સ્પર્શી કરે છે. તેમાંથી ચીભડાના રસ અને બીયાંના સ્પર્શ કરીને વિચાર્યું ~ અરે હું ગાઢ રીતે હાયેલા છું તેથી ધા સાથે લાહી પશુ નિકળ્યું. તેની અંદર કીડા પણુ ઉત્પન્ન થયા, એમ અત્યંત ભયથી વ્યાકુલ થયેલા, લ્દી જલ્દી જતા ધરને બારણે આવી પહેાંચ્યા ઘરનું બારણું બંધ જોઈને પેાતાની સ્ત્રીને ખેલાવવા
Page #99
--------------------------------------------------------------------------
________________
૫
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
માટે મેટેથી કહે છે–અરે મદનની મા. બારણું ઉઘાડ, બારણું ઉઘાડ? તેણી અંદર રહેલી સાંભળે છે છતાં ન સાંભળતી હોય તેમ ઘેડે વખત બેસી રહી. બહુ જ બૂમ બરાડા પાડ્યું છતે તેણી આવીને, બારણું ઉઘાડીને એમ પૂછે છે કેમ બહુ બૂમ બરાડા મારે છે તે ભયભીત થયેલ ઘરમાં પેસીને સ્ત્રી કહે છેબારણું જલદી બંધ કર, તાળુ પણ માર તેણીએ બધું કરીને પૂછ્યું કે આમ નગ્ન થયા ?”
તેણે કહ્યું–અંદરના ખંડમાં ચાલ પછી મને પૂછ. ઘરના અદરના ખંડમાં જઈને નિશ્ચિત થયેતેણીએ ફરી પણ પૂછયું– કેમ આમ નમ આવ્યા ? તેણે કહ્યું-ચરોથી લુંટાયે. બધું લૂંટી લઈને નગ્ન કર્યો. તેણી કહે છે–પહેલાં મેં કહ્યું હતું–હે સ્વામિ ! તમારે આમ મધરાતે પેટી લઈને ન આવવું. તમે માન્યું નહિ તેથી આમ થયું.” તે કહે છે—હું મહા બળવાન પણ શું કરું ?” જે પાંચ છ ચાર આવ્યા હતા તે તે સર્વે ને છતા હું સમર્થ થાઉં. આ તે સેંકડે ચોર આવ્યા તેથી હું તેમની સાથે લડતે હારી ગયે. બધું લુંટીને નાગ કર્યો. પીઠના ભાગ પર પણ તલવાર વડે હું પ્રહાર કરા છું. પીઠને ભાગ જે ઘા સાથે જીવડા પણ ઉત્પન્ન થયા છે. તેણીએ તેને પીઠ ભાગ જોઈને જાણ્યું. ચીભડાને રસ અને બી લાગ્યા છે. ધણીને પણ કહ્યું–“સ્વામી ! ભયભીત એવા તમે એમ જાયું.–કેઈક વડે પ્રહાર કરાયો છું તેથી લોહી નીકળ્યું અને તેમાં કીડા પણ ઉત્પન્ન થયા તે સાચું નથી.” તમે ચીભડાથી પ્રહાર કરાવે છે. તેનો રસ અને બીયાં પીઠના ભાગ ઉપર લાગેલા છે. ત્યારબાદ તેનું શરીર ધોવા માટે તે પાણી લઈને આવી. પિતાના પતિની દેહશુદ્ધિ કરીને પહેરવાનાં વસ્ત્ર પણ તેજ આપે છે. તે, તે વસ્ત્રા જેઈ ધિષ્ઠાઈથી કહે છે હા, હા, મારાથી ત્યારે જે તું જણાઈ હતી. મેં વિચાર કર્યો–મારી સ્ત્રી શું કરે છે–તે હું
Page #100
--------------------------------------------------------------------------
________________
ઘરમાં શૂર સેનીની કથા
જોઉં છું. તેથી ભયભીતની જેમ ત્યાં ઉભા રહે. બધા અપહરણની ઉપેક્ષા કરી. નહીં તે મારી આગળ સ્ત્રીની શું શક્તિ? તે કહે છે –- હે પતિ ! તમારું બળ મેં ત્યારે જ જાણું લીધું “ધરમાં શરા તમે છે તેથી આજથી તમારે મધરાતે પેટી લઈને કયારે પણ ન આવવું.” એમ સ્ત્રીનું વચન તે અંગીકાર કરે છે. ઉપદેશ–સોનીનું દષ્ટાંત જાણીને વિવેકી લેકેએ બળ
પ્રમાણે ખેલવું જોઈએ અને પોતાનાં કાર્યો સાધવાં જોઈએ.
::
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૪. ગરીબ વાણિયાની વાર્તા ચૌદમી
E
દ્રવ્ય અગીયારો પ્રાણ છે. તે સાચું જ જાણવું જે કારણથી માણસે સ્વપ્નામાં પણ તે માટે દુ:ખ સહન કરે છે.
કઈ સ્થળે એક વાણીયે ગરીબ હતા. તે દ્રવ્ય માટે સર્વ સ્થળે ભમતે નિભંગી હોવાથી કોઈ પણ માણે કાણી કેડી પણ મેળવતે નથી. પૈસે કયાં મળે એમ તબ, ધન પિપાસા હેવાથી એકવાર રાતે પથારીમાં સુતેલ ત્યારે અધરાતે પૈસાનું સ્વપ્ન આવ્યું.
તેમાં તે જંગલમાં સ્પંડિલા માટે જાજરૂ જવા) ગયેલે ત્યાં એક ઝાડ નીચે બેઠેલે મલ, ત્યાગ કરતે હાથથી ભૂમિને ખેદે છે.
દતે ત્યાં સેનાની દીનારથી ભરેલે ચરુ દેખે છે. દેખીને (હર્ષોન્મત્ત) હરખઘેલે . તેણે વિચાર કર્યો–અરે મારું પુણ્ય જાગે છે જેથી આટલું ધન મળ્યું કેવી રીતે ઘેર લઈ જઈશ ?” એમ વિચાર કરે છે. તે વખતે ત્યાં એક યોગી તે માર્ગે જતે તેને તેવી રીતે બેઠેલે, અને હાથથી ભૂમિ તે જોઈને પૂછે છે–કરે છે? તે કહે છે – તમે રસ્તે પડે. કહેવાથી શું ? તે ગી વિચાર કરે છે–કાંઈક કારણ હેવું જોઈએ તેથી આ પ્રમાણે આ વાણીઓ બેસે છે તેથી તે ત્યાં જઈને પૂછે છે–જમીનમાં શું છે? તે કહે છે– હું નથી
Page #102
--------------------------------------------------------------------------
________________
ગરીબ વાણિયાની વાર્તા
કહેતો ત્યારે તે યોગીએ ખાડા ઉપર રાખેલા તેના હાથને જોરથી ખસેડી નાંખે તે ત્યાં સેનામહારથી ભરેલો ચરૂ જે. અને કહ્યું – હે ભાગ્યશાળી ! તારું ભાગ્ય જાગ્યું. મને પણ એક બે સેનામહાર આપ, તારું કલ્યાણ થશે.” તે વાણુઓ કહે છે–“શું તારા બાપનું છે? હું એક પણ સેનામહેર આપીશ નહિ. તને જેમ ઠીક લાગે તેમ કર.”
યોગી કહે છે–“તારા અને મારા બાપનું નથી. તેને પુણ્ય ઉદયથી મળ્યું છે. મને થેડું આપીને તે બધું લઈ લે. લોભી વાણીઓ તેને આપવા માગતું નથી. ત્યારે તે કહે છે હું યોગી છું. લીધા વિના કદાપી હું જઈશ નહિ' એમ કહીને તેની સામે બેસી ગયા.
ત્યાર પછી ત્યાં એક રાજસુભટ તે માર્ગે જતો તે બન્નેને ત્યાં રહેલા જુએ છે. જઈને કહે છે તમે અહીં શું કરે છે ? ત્યારે તે યોગી કહે છે–“આ જમીનમાં દીનારથી ભરેલો ચરૂ છે. આને તે મળે છે. મેં થોડુંક ધન માંગ્યું. આ નથી આપતે તેથી હું અહીં બેઠો છું. તે રાજસુભટ ત્યાં આવી વાણીઆને પૂછે છે.–અહીં શું છે? વાણીઓ કહે છે. અહીં કાંઈ પણ નથી. યોગી જૂઠું બોલે છે. તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ. ત્યારે શંકાશીલ રાજસુભટ વાણીઆને કહે છે–અહીંથી ખસી જા. તે ખસતું નથી. બે હાથ ઉપર રાખીને ત્યાં બેસી રહ્યા. તેણે કહ્યું–જમીનમાં જે ધન હોય તે રાજાનું થાય, તારું નહિ, એમ કહેવા છતાં પણ જયારે તે ખસ નથી. ત્યારે જેડાવાળો પગ પીઠના ભાગ પર માર્યો તે, “અરે, અરે, હું મરાયે, એમ બેલત નિદ્રામાંથી જાગે છતેસુભટના પગના પ્રહારથી સાક્ષાત ખરેખર પિતાની પથારીમાં મલ–મૂત્ર થઈ ગયેલા જુએ છે, એગી પણ નથી. સુભટ પણ નથી.
Page #103
--------------------------------------------------------------------------
________________
૫
પ્રાકૃત વિજ્ઞાન થા
જો સ્વપનમાં પણ આવેલી લક્ષ્મી અનર્થ કરે તા જાગતાને
શુ શુ કરે ?
ઉપદેશ—તીવ્ર ધન પિપાસાનું કડવુ લાકાએ તે છેડી દેવી જોઈએ. પરમ સુખ છે.
જોઈ ને
ફળ સંતેાષ એ જ
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૫ ચાર જમાઈની કથા પંદરમી તો,
તો
*
અનેક
પારકાનું ભજન કરવાની અતિ આસક્તિ સુખ આપનારી નથી. અહિ સાસરે રહેલા જમાઈ એનું દષ્ટાંત છે. કોઈક ગામમાં રાજાને રાજ્યમાં શાંતિ આદિ વિધાન કરનારે. પુરોહિત હતો. તેને એક પુત્ર અને પાંચ કન્યાઓ છે. તેણે ચાર. કન્યા વિદ્વાન બ્રાહ્મણ પુત્રોને પરણાવી હતી.
સિવાયર જવા ઇચ્છતા આ બાવાયોગ્ય રસમાં જ
એક વખત પાંચમી કન્યાને લગ્ન મહોત્સવ શરૂ થયો. લગ્નમાં ચાર જમાઈઓ આવી પહોંચ્યા. લગ્ન પૂર્ણ થયે છતે જમાઈઓ. સિવાય સધળા સંબંધી પિતપોતાને ઘેર ગયા. ભોજનમાં લુબ્ધ જમાઈએ ઘરે જવા ઈચ્છતા નથી. પુરોહિત વિચારે છે–સાસુને જમાઈએ ઘણું વહાલા હોય છે, તેથી આ બધા હમણાં પાંચ છ દિવસ રહે અને પછીથી જાય, તે જમાઈઓ ખાવાગ્ય રસમાં લુબ્ધ થયેલા ત્યાંથી જવાને ઈરછતા નથી. પરસ્પર તેઓ વિચારે છે-~“માણસેને સાસરે રહેવું સ્વર્ગ તુલ્ય છે.” ખરેખર, આ કહેવત સાચી છે એમ વિચાર કરીને એક ભીંત ઉપર આ કહેવત લખી. એક વાર આ કહેવત વાંચીને સસરાએ વિચાર કર્યો “ખાવાના રસમાં
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ લુબ્ધ આ જમાઈઓ કદાપિ જવાના નથી. તેથી તેઓને સમજાવવા જોઈએ.”,
એમ વિચાર કરીને તે બ્લેકના પદની નીચે ત્રણ પદ લખ્યાજે વિવેકી હોય તે તે પાંચ છ દિવસ રહે છે પણ દહીં, દુધ,ગોળમાં આસક્ત જે એક મહિને રહે છે તે માણસ ગધેડાની જેમ માન વિનાને થાય છે. તે જમાઈઓ ત્રણ પદો વાંચીને પણ ખાવાના રસની લુપતાથી ત્યાંથી જવાને ઈરછતા નથી. સસરે પણ વિચાર કરે છે. કેવી રીતે આમને સમજાવવા ? સ્વાદિષ્ટ ભોજનમાં આસક્ત આ ગધેડા જેવા માન વિનાના છે. તે યુક્તિથી કાઢી મૂકવા જોઈએ
પુહિત પિતાની સ્ત્રીને પૂછે છે–આ જમાઈઓને ભોજન માટે શું આપે છે ? તેણી કહે છે. અતિવહાલા જમાઈઓને (સવારબપોર સાંજ) ત્રણે વખત દહીં, ઘી, ગોળ મિશ્રિત ભજન અને પકવાન હંમેશાં આપું છું” પુરોહિત સ્ત્રીને કહે છે – આજથી માંડીને તારે જમાઈઓને વજ જેવો કઠણ જાડે રટલે ઘી સહિત આપ.”
પતિની આજ્ઞા ન ઓળંગી શકાય એમ વિચારીને તેણીએ ભજન સમયે તેમને જાડો રેટ ઘી સહિત આપે છે. તે જોઈને પહેલે મણીરામ જમાઈ મિત્રોને કહે છે – હવે અહીં રહેવું યોગ્ય નથી. પોતાને ઘેર આના કરતાં પણ સ્વાદિષ્ટ ભોજન છે. તેથી અહીંથી જવું જ શ્રેષ્ઠ છે. સવારે સસરાને કહીને હું જઈશ.' તેઓ કહે છે–“અરે મિત્ર, મફતનું ભજન કયાં હેય? આ વજી જેવો કઠણ રેટલે સ્વાદિષ્ટ ગણીને ખાવે કારણ કે લેકમાં પારકું અન્ન દુર્લભ છે એ કહેવત તે શું નથી સાંભળી ? તારી ઈચ્છા હોય તે જા, અમે તે સસરા કહેશે ત્યારે જઈશું. એમ મિત્રોનું વચન સાંભળીને
Page #106
--------------------------------------------------------------------------
________________
ચાર જમાઈની કથા
તો આગળ જઈને
આવજો એ કમાઈ મણીરામ
પ્રભાતે સસરાની આગળ જઈને શીખ અને રજા માંગે છે. સસરે. પણ તેને શીખ આપીને ફરી પણ આવજો એમ કહીને છેડેક સુધી મૂકવા જઈને રજા આપે છે. એ પ્રમાણે પહેલા જમાઈ મણીરામ વાકુટ જેવો રેટ આપીને કાઢી મૂકાયે.
ફરી પણ સ્ત્રીને કહે છે—હવે આજથી માંડીને જમાઈઓને તલના તેલથી યુક્ત રટલે આપવો તે ભજવેળાએ જમાઈઓને તેલયુક્ત રાટલે આપે છે. તે જોઈને માધવ નામે જમાઈ વિચાર, કરે છે ઘરે પણ આ મળે છે તેથી અહીંથી જવું સારું છે મિત્રોને પણ કહે છે –“કાલે જઈશ. કારણ કે ભોજનમાં તેલ આવી ગયું ત્યારે તે મિત્રો કહે છે આપણી સાસુ વિદુષી છે. જે કારણથી શિયાળામાં તલનું તેલ જ જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે સારું છે, ઘી નહિ તેથી તેલ આપે છે. અમે તે અહીં રહીશું. ત્યારે માધવ નામને જમાઈ સસરા પાસે જઈને શીખ અને રજા માગે છે. ત્યારે સસરે “જા, જા એમ રજા આપે છે, શીખ આપતું નથી. એમ તલના તેલથી માધવ નામે બીજે પણ જમાઈ ગયો. ને ત્રીજા ચોથા જમાઈઓ જતા નથી. કેવી રીતે એમને કાઢી મૂકવા એમ વિચાર કરીને ઉપાય મેળવી સસરે સ્ત્રીને પૂછે છે – “આ જમાઈએ રાતે સુવાને માટે કયારે આવે છે? ત્યારે સ્ત્રી કહે છે–“ક્યારેક પહોર રાત્રી ગમે આવે છે. કયારેક બે ત્રણું પહાર ગયે આવે છે. પુરોહિત કહે છે–આજે રાતે બારણું ન ઉઘાડવું. હું જાગીશ.” તે બને જમાઈઓ સંધ્યાએ ગામમાં મઝા. કરવા ગયા. જુદી જુદી કીડાઓ કરતા, અને નાટકે જોતાં. મધરાતે ઘરને બારણે આવી પહોંચ્યા. બંધ બારણું જોઈને બારણું ઉઘાડવાને મોટેથી બૂમ પાડે છે.–બારણું ઉઘાડો.” ત્યારે બારણું નજીક પથારીમાં રહેલો પુરેરિત જાગતે કહે છે– મધરાત સુધી તમે
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ક્યાં રહ્યા હતા ? હમણું હું ઉઘાડીશ નહિ. જ્યાં ઉઘાડું બારણું હેય. ત્યાં જાઓ.' એમ કહીને મૌન રહ્યા.
ત્યારે તે બને નજીકના ઘોડાના તબેલામાં ગયા ત્યાં પાથરવાના અભાવે અતિ ઠંડીથી પીડાયેલા તે બંને ઘાડાની પીઠ ઢાંકવાના વસ્ત્રને લઈને ભૂમી પર સુતા. ત્યારે વિજયરામ જમાઈએ વિચાર કર્યો–“અહીં અપમાન સહિત રહેવું ઉચિત નથી.” ત્યારે તે મિત્રને કહે છે. હું મિત્ર ! કયાં આપણી સુખ શમ્યા અને કયાં આ જમીન ઉપર આળોટવાનું ? આથી અહીંથી જવું તે સારું છે' તે મિત્ર કહે છે – આવા પ્રકારના દુઃખમાં પણ પારકું અન્ન કયાંથી ? હું તે અહીં રહીશ. જે તું જવાને ઈચ્છતે હે તે જા.”
ત્યારે તેણે પ્રભાતે પુરોહિત પાસે જઈને શીખ અને રજા માંગો ત્યારે પુરેહિતે “સારું” એમ કહયું. એમ જમીન ઉપર શા મળવાથી તે ત્રીજે જમાઈ વિજયરામ પણ નીકળી ગયે.
હવે ફકત કેશવ જમાઈ ત્યાં રહ્યો. છ જવાને ઈચ્છતો નથી. પુરેહિત પણ કેશવ જમાઈને કાઢવાને યુકિત વિચારીને પોતાના પુત્રને કાનમાં કંઈક કહીને “જયારે કેશવ જમાઈ ભેજન માટે બેઠો અને પુરોહિતને પુત્ર પાસે ઉભે છે ત્યારે તે આવ્યું છત પુત્રને પૂછે છે–પુત્ર ! અહીં મેં રૂપીયો મૂક્યો હતો તે કેણે લીધે ? તે કહે છે– હું જાણતો નથી. પુરોહિત કહે છે--તેં જ લીધો છે, હે અસત્યવાદી જૂઠાબોલા પાપી નિર્લજજ તે મને આપી દે. નહીં તે તને મારીશ” એમ કહીને તે જોડો લઈને મારવા માટે દોડ પુત્ર પણ મુઠી વાળીને પિતા સામે ગયે. તે બન્નેને લડતા જોઈને કેશવ તેમની વચ્ચે જઈને લડે નહિ, લડે, નહિ' એમ કહીને
Page #108
--------------------------------------------------------------------------
________________
ચાર જમાઈની કથા
૩
ઉભે
ત્યારે પુરાહિત—હે જમાઈ ! ખસી જા ખસી જા એમ કહીને તેને જોડાથી પ્રહાર કરે છે. પુત્ર પણ કેશવ આધા ા આધા ા' એમ કહીને મુઠીથી તે કેશવને મારે છે એમ પિતા–પુત્ર કેશવને મારે છે ત્યારે તે તેથી ધક્કા મુક્કી વડે મારખાતા જલદી ભાગી ગયા. એ પ્રમાણે ધક્કા મુક્કીથી તે કેશવ, કહ્યા વગર ગયા.
*
તે દિવસે પુરાહિત રાજાની સભામાં મેડા ગયા. શા તેને પૂછે છે—કેમ તું માડા આવ્યા છે ? તે કહે છે-લગ્ન મહાત્સવમાં જમાઈઓ પધારેલા તેઓ તા ભોજનના રસમાં લાલુપતાવાળા થયેલા લાંખા વખત રહ્યા છતાં પણ જવાને ઇચ્છતા નથી. તેથી યુક્તિથી સર્વેને કાઢી મૂકયા તે આ પ્રમાણે-- મણીરામ કઠણુ વજ્ર જેવા રોટલાથી, માધવ તલના તેલથી, વિજયરામ ભોંયપથારીથી અને ધક્કામુકીથી કેશવ' એમ બધી વાત રાજાની આગળ કહી. રાજા પણ તેની ખુદ્ધિથી અત્યંત ખુશ થયા. એ પ્રમાણે જે ભવ્ય જીવા કામ ભોગના વિષયમાં લાલુપ બનેલાં પોતે જ વિષયવિકારાને છેડતા નથી, તે આ પ્રકારે દુઃખ ભોગવનારા થાય છે.
ઉપદેશ—ચાર જમાઈના પરાભવ સાંભળીને સસરાના ઘેર જ્યાં સુધી સન્માન જળવાય ત્યાં સુધી જ રહેવુ જોઈ એ.
Page #109
--------------------------------------------------------------------------
________________
છે૧૬
-
પુત્રી વડે પરાભવ પામેલા પિતાની
વાર્તા સેળમી
જ્યાં સુધી દ્રવ્ય નથી વહેસું ત્યાં સુધી પુત્રો વશ રહેનારા હોય છે. અને લક્ષ્મી મળે છતે
સ્વચ્છતી અને દુ:ખ આપનારા થાય છે, કેઈ નગરમાં એક વૃહને ચાર પુત્રો છે. તે ડોસાએ દરેક પુત્રોને પરણાવીને, પિતાના ધનને ચાર ભાગ કરીને, પુત્રોને ધન વહેંચી આપ્યું તે ધર્મારાધનમાં તત્પર નિશ્ચિતપણે કાળ પસાર કરે છે સમય જતાં તે પુત્રો સ્ત્રીઓના વૈમનસ્ય ભાવથી જુદા ઘરવાળા થયા. વૃદ્ધને હંમેશાં એક એક ઘેર ભોજનને વારે બાંધી આપે. પહેલા દિવસે મોટા પુત્રને ત્યાં ભોજન માટે ગયે, બીજે દિવસે બીજા પુત્રને ઘેર એમ ચેથા દિવસે સૌથી નાના પુત્રને ઘેર ગયે. એમ તેને સુખેથી કાળ જાય છે.
સમય જતાં ડોસા પાસેથી ધન નહિ મેળવતી પુત્રવધૂઓથી તે ડોસે અપમાનિત થાય છે. પુત્રવધૂઓ કહે છે-“હે સસરાજી? આ દિવસ ઘરમાં શું રહે છે. શું અમારાં મઢાં જોવાનું રહે છે ? સ્ત્રીઓ પાસે રહેવું પુરુષોને યોગ્ય નથી. તમને શરમ પણ નથી આવતી? ઘરમાં
Page #110
--------------------------------------------------------------------------
________________
પુત્રો વડે પરાભવ પામેલા પિતાની વાર્તા પુત્રોની દુકાને જાઓ.” એમ પુત્રવધૂઓથી અપમાનિત થયેલે તે પુત્રોની દુકાને જાય છે. ત્યારે પુત્રો પણ કહે છે.– હે ડોસા ! અહીં કેમ આવ્યા. ઘડપણમાં ઘરે રહેવું જ સારું છે. તમારા દાંત પણ પડી ગયા, આંખનું તેજ પણ ગયું, શરીર પણ ધ્રુજે છે અહીં તમારું કાંઈ પ્રયોજન નથી. તેથી ધરે જાઓ.” એમ પુત્રોથી તિરસ્કાર પામેલો તે ઘેર જાય છે. ત્યાં પુત્રવધૂઓ પણ તેને તિરસ્કારે છે. પુત્રના પુત્ર પણ તે ડોસાની કાછડી કાઢી નાખે છે. કોઈ વાર મુંછ અને દાઢી પણ ખેંચે છે. એમ પ્રમાણે બધા વિવિધ પ્રકારે ડોસાને હસે છે. પુત્રવધૂઓ પણ ભોજનમાં લુખ્ખો અને કાચે રોટલો આપે છે. એમ પરાભવ પામેલ ડો વિચાર કરે છે. “શું કરું ? કેમ જીવન નીભાવીશ ? એમ દુઃખ અનુભવતો તે પોતાના મિત્ર સોની પાસે ગયો. પોતાના પરાભવનું દુઃખ તેને કહે છે. અને દુઃખ મીટાવવાને ઉપાય પૂછે છે”
સોની બેલે છે –“હે મિત્ર ! પુત્રને વિશ્વાસ કરીને બધું ધન આપી દીધું તેથી દુઃખી થયો તેમાં શું આશ્ચર્ય ? પિતાને હાથે કર્મ કર્યું તે પોતે જ ભોગવવાનું હોય તે પણ મિત્રપણથી તે આ પ્રમાણે ઉપાય બતાવે છે–તમારે પુત્રોને આ પ્રમાણે કહેવું–મારા મિત્ર સેનીને ઘેર રૂપીઆ દીનાર અને ઘરેણુથી ભરેલી એક પેટી મેં મૂકી છે. આજ સુધી તમોને કહેલું નહીં. હવે વૃદ્ધાવસ્થાથી હું અશક્ત થઈ ગયો છું. તેથી સારા ધર્મ કાર્યોથી સાતક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયોગ કરીને પરલેકનું ભાતું એકઠું કરીશ.' એમ કહીને પુત્રો પાસે આ પેટી ઘરે મંગાવી. લેવી. પેટીમાં હું સે રૂપીઆ મૂકીશ. તેને વળી મધરાતે (ખખડાવી ખખડાવીને) ફરી ફરી તમારે છે અને હજાર રણકારપૂર્વક ગણવા જેથી પુત્રો માનશે-“હજુ પણ ઘણું દ્રવ્ય પિતા પાસે છે ત્યારબાદ ધનની આશાથી તે પહેલાંની માફક જ ભક્તિ કરશે. પુત્રવધૂઓ પણ તેમજ સત્કાર કરશે. તમારે બધાને કહેવું–આ પેટીમાં બહુ ધન છે. પુત્ર અને પુત્રવધૂઓના
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નામ લખીને રાખેલું છે. તે તે મારા મરણ પછી તમારે પિતા પોતાના નામ પ્રમાણે ગ્રહણ કરવું. ધર્મ કરવા માટે પુત્રો પાસેથી ધન લઈને સારે ધર્મ કરવામાં વાપરવું. મારા સે રૂપીઆ પણ તમારે ભૂલવા નહિ, એ અવસરે આપવા. તે ડોસ મિત્રની બુદ્ધિથી તુષ્ટ થયું. ઘેર જઈને પુત્રો પાસે પેટી મંગાવી લઈને રાતે તે સે રૂપીઆને સો-હજાર-દશ હજાર વગેરે ગુણાકાર કરવાથી ફરી ફરી તેને જ ગણે છે. પુત્રો વિચારે છે–પિતાજી પાસે બહુ ધન છે. અને તેથી તેઓ સ્ત્રીઓને પણ કહે છે. તે બધા ડોસાને બહુ સત્કારે છે અને સન્માને છે. પુત્રવધૂઓ પણ તેને અતિ આગ્રહથી “હું પહેલી” “હું પહેલી' એમ બેલીને ભેજનને માટે લઈ જાય છે. સ્વાદિષ્ટ સરસ ભોજન આપે છે. તેના વસ્ત્રો પણ હમેશાં ધૂવે છે. પહેરવા માટે ધોયેલાં વસ્ત્રો આપે છે. એમ વૃદ્ધને સુખેથી કાળ જાય છે.
એક વાર મરણ સમય નજીક આવે છતે પુત્રને કહે છે– મારે ધર્મ કરવાની ઈચ્છા છે, તેથી સાત ક્ષેત્રોમાં કાંઈક પણ ધન આપવા ઈચ્છું છું.” પુત્રો પણ પિટીમાં રહેલા ધનની આશાએ આપે છે. તે વૃદ્ધ
જીર્ણ મંદિરમાં ઉપાશ્રય અને સુપાત્ર વગેરેમાં યથાશક્તિ દ્રવ્ય આપે છે. પિતાના પ્રિય મિત્ર સેનીને પણ પિતાના હાથે સે રૂપીઆ પાછો આપે છે.
એમ સારા ધર્મ કાર્યોમાં ધનને વ્યય કરીને મરણ કાળે પુત્ર અને પુત્રવધૂઓને બોલાવીને કહ્યું–આ પેટીમાં બધાને નામ લખીને મેં ધન મૂક્યું છે તો તે મારા મરણ કાર્ય કરીને તમારે લેવું” એમ કહીને સમાધિથી તે ડેસે મરણ પામે.
પુત્રો પણ તેની મરણ ક્રિયા કરીને, જ્ઞાતિજનોને પણ જમાડીને ઘણું ધનની આશાથી જ્યારે બધા ભેગા મળીને પેટી લે છે ત્યારે તેની અંદર પિતે પોતાના નામ યુક્ત કાગળોથી વીંટેલા પત્થરના ટુકડા અને તે સો રૂપિયા જોઈને અરે ડોસાએ આપણને છેતર્યા
Page #112
--------------------------------------------------------------------------
________________
પુત્રો વડે પરાભવ પામેલા પિતાની વાર્તા
૬૭
છેતર્યા એમ ખાલે છે. ખરેખર પિતાની ભક્તિથી પરાઙમુખ આપણને અવિનયનુ જ્ઞ મળ્યું છે. એમ તે બધા દુઃખી થયા.
ઉપદેશ—લક્ષ્મી મેળવી લીધેલ પુત્રો વડે પિતાનેા પરાભવ (અપમાન) સાંભળીને તેવી રીતે વર્તવું જોઈએ કે જેથી ઘડપણમાં સુખે રહેવાય,
傑
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૭
નિર્ધાંગી નિધનની કથા સત્તરમી
આગળ પણ પડેલું ધન ભાગ્યહીન પુરૂપે. જોતા નથી. જેમ : નેત્રવાળા હોવા છતાં આંધળાની જેમ અનુકરણ કરવાથી કુંડલ ગુમાવ્યું.
કાઈક ગામમાં નિધન નિર્ભાગી કાઈક માણસ હતા. તે કષ્ટથી જીવન ચલાવે છે. એક વાર તે વનમાં ગયે.. ત્યાં એક વિદ્યાધર અને વિદ્યાધર વિમાનમાં બેસીને જાય છે. તે નિધન તે દંપતી વડે દેખાયા. વિદ્યાધરી તે નિર્ધનને જોઈને પેાતાના પતિને કહે છે—હે જો આપણા દષ્ટિ માર્ગમાં આવી ગયા છે, તેા આ જોઈએ.’
પ્રિય ! આ નિર્ધન જરૂર સુખ પામવા
વિદ્યાધર કહે છે—આ નિધન ભાગ્ય વિનાના છે. દ્રવ્ય આપ્યા છતાં પણ નિર્ભાગ્યપણાથી તે નિર્ધન થશે.' વિદ્યાધરી કહે છે—હે પતિ તમે કંજૂસ છે. તેથી એમ કહેા છે.' વિદ્યાધર કહે છે—‘હું સાચું કહું છું. હું પ્રિયા, તને વિશ્વાસ ન હોય તો આની પરીક્ષા કરીએ. જે રસ્તે આ જાય છે તેનાથી આગળ કઇંક દૂર રરતામાં કરાડ મૂલ્યવાળુ આ કુંડલ હું મૂકીશ. જો તે તેને લેશે તે તેનું આ કુંડલ' એમ કહીને તે વિદ્યાધર તે નિનની નહિ બહુ દૂર નહિ બહુ નજીક એમ તે કુંડલ મામાં મૂકયું. જતા તેને તે કુંડલ જ્યારે નજીક આવ્યું ત્યારે તે ભાગ્યહીનતાથી આ પ્રમાણે વિચાર કરે છે ‘આંધળા કેવી રીતે ચાલે' એમ વિચાર કરીને તે આંધળા થઈને (બન્ને આંખો મી’ચીને) માર્ગમાં ત્યાં સુધી ચાલ્યા, જ્યાં સુધીમાં તે કુંડલ પાછળ રહ્યું. તે નિર્ધન સન્મુખ રહેલું પણ કુંડલ નિર્ભાગ્યતાથી ન પામ્યા. અને તે કુંડલ વિદ્યાધરે લઈ લીધું.
તે
Page #114
--------------------------------------------------------------------------
________________
નિર્ભાગી નિર્ધનની કથા
એમ ભાગ્યહીન પુરૂષ સન્મુખ રહેલા પણ દ્રવ્યને જોતા નથી. ઉપદેશ–નિભંગીની આ કથા સાંભળીને (પિતા)
હિતઈચ્છવાવાળા માણસેએ હંમેશાં સો જથ્થો કારણ રૂપ ધમમાં ઉદ્યમ કરે.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૮
અમાંગલિક પુરૂષની કથા અઢારમી
આ પૃથ્વી પર અમંગલ મુખવાળા કોઈ પણ માણસ નથી. વધના આદેશ પામેલા પુરુષથી રાજા અમગલ મુખવાળા કરાયા,”
એક નગરમાં એક અમાંગલિક મુગ્ધ પુરૂષ હતા. તે એવા છે, કે જો કોઈ પ્રભાતમાં તેનું મુખ જુએ તા તે ભાજન પણ મેળવે નહિ. નગરજના પ્રભાતે કાઈ વાર પણ તેનું મુખ જોતાં નથી. રાજાએ પણ અમાંગલિક પુરૂષની વાત સાંભળી. પરીક્ષા માટે રાજાએ એક વાર પ્રભાતકાળે તેને ખેાલાવ્યા. તેનુ મુખ જોયું.
જ્યારે રાજા ભાજન માટે બેસે છે અને કાળા મુખમાં નાંખે છે ત્યારે આખા નગરમાં આચિતા પર ચક્રના ભયથી કાલાહલ થયા. ત્યારે રાજા પણ ભોજન છેડીને એકદમ ઉઠીને સૈન્ય સહિત નગરમાંથી બહાર નીકળ્યો. ભયનું કારણ નહિ જોઈને ફરી પાછા આવ્યા છતાં રાજા વિચાર કરે છે—આ અમાંગલિકનું સ્વરૂપ મેં પ્રત્યક્ષ જોયુ. તેથી આ હણવા યોગ્ય છે.' એમ વિચાર કરીને અમાંગલિકને ખેાલાવીને વધ માટે ચંડાલને આપે છે. જ્યારે આ રડતા, પોતાના કર્મને નિતા ચડાલ સાથે જાય છે ત્યારે એક ધ્યાળુ બુદ્ધિમાન વધ માટે લઈ જવાતા તેને જોઈ તે કારણ જાણીને તેના રક્ષણ માટે કાનમાં કાંઈક કહીને ઉપાય બતાવે છે. હર્ષ પામતા તે જ્યારે વધ સ્તંભે ઊભા રખાયા ત્યારે ચંડાલ તેને પૂછે છે—જીવન વિના તારી કોઈપણ ઈચ્છા હોય તે માગ ? તે કહે છે મારે રાજાનુ' મુખ જોવાની મુચ્છા છે ?' ત્યારે તે રાજાની પાસે લવાયા. ત્યારે રાજા તેને પૂછે છે—શું અહા આવવાનું પ્રયાજન ?’
Page #116
--------------------------------------------------------------------------
________________
અમાંગલિક પુરૂષની કથા
૭૧
તે કહે છે– રાજ! પ્રભાતમાં મારા મુખના દર્શનથી ભોજન મળતું નથી, પરંતુ તમારું મુખ જેવાથી મારે વધ થશે, ત્યારે નગરજને શું કહેશે ? મારા મુખ કરતાં (આપ) શ્રીમંતના મુખદર્શનથી કેવા પ્રકારનું ફલ ઉત્પન્ન થયું, નાગરિકે પણ પ્રભાતે તમારું મુખ કેવી રીતે જશે.” એમ તેની વચન યુક્તિથી સંતુષ્ટ રાજાએ વધને આદેશ નિષેધ કરીને અને ઈનામ આપીને તે અમાંગલિકને સંતળે. ઉપદેશ–આ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષે અમાંગલિક મુખ
વાળનું રક્ષણ કરેલું સાંભળીને તમે તે પ્રમાણે બુદ્ધિથી કાર્ય સાધનારા બને.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૯
બુધ્ધિનુ” મૂલ્યાંકન દર્શાવવા વિષે કથા આગણીસમી
સ કાર્યોમાં બુદ્ધિનુ મૂલ્ય દશ હજારનુ છે અને નાકરનું મૂલ્ય એક રૂપીએ છે. ય‘ત્રાલયનુ’ દૃષ્ટાંત છે.
એક યંત્રાલયમાં દશ હજાર માણસે કામ કરે છે. એક વાર તે ત્રાલય એકાએક સંચા નહિ ચાલવાથી બંધ થઈ ગયુ . કાઈ પણ રીતે ચાલતું નથી. ત્યારે યંત્રાલયના સંચાલક યંત્રાલય ચલાવવામાં ર્નિાત શિલ્પીને જલ્દી ખાલાવે છે. તે આવ્યા. યંત્રાલયને જુએ છે. બ્લેઇને કહે છે—દશ હજાર રૂપિયા લઈને આ યંત્રાલય ચાલુ કરી આપીશ. અંગીકાર થયે છતે શિલ્પીએ બુદ્ધિથી જે સ્થળે, જે કારણથી અટકયુ હતું તે કારણ જાણીને તે સ્થાનને હથાડાથી પ્રહાર કર્યો. ત્યારે તે યંત્રાલય ચાલવા લાગ્યું. તે શિલ્પીએ દશ હજાર રૂપિયા માગ્યા, ત્યારે તે યત્રાલયના માલિક કહે છે હશેડાથી મારવાના તો એક જ પિયા હાય, દશ હજાર મને અયોગ્ય લાગે છે પ્રહાર તો મારા નોકર પણ કરે.’
તે શિલ્પી કહે છે—સાચું. મે હથાડાના પ્રહારને તેા એક જ પિયા લીધા છે પરંતુ દશ હજારમાં એક આ તા (અર્થાત્ ૯૯૯૯) હથાડાના પ્રહાર કર્યાં કઈ યુક્તિથી આપવા જોઈએ તે બુદ્ધિથી જાણીને લીધે છે. અન્યથા નહિ.'
ઉપદેશ—આ પ્રમાણે મૂલ્યનું માન જણાવનારું બુદ્ધિ અને કકરના કાર્યનું કથાનક સાંભળીને બુદ્ધિથી વિભૂષિત થાઓ.
卐卐
Page #118
--------------------------------------------------------------------------
________________
S
૨૦ ધમ સાંભળવામાં તેચ્છની કથા વીશમી
સાવધાન માણસને ધમ શ્રવણથી આનદ ઉત્પન્ન થાય છે, પ્રમાદી મ્લેચ્છને હરિસ્થાને રસ ખારે લાગે છે.
કઈક નગરમાં એક બ્રાહ્મણ હંમેશાં ધર્મ સાંભળવાના સ્વભાવવાળી હતી. તે હંમેશાં ભટ્ટ પાસે જઈને પવિત્ર હરિકથાના રસવાળા ધર્મને સાંભળે છે. સાંભળીને માણસો આગળ વખાણ કરે છે–અહે કેવો હરિ કથારસ, ખરેખર ઘણું જ સ્વાદિષ્ટ અને મનોહર છે” તેણુનું વચન ઘરની બાજુમાં રહેતા એક મોગળ એવા ઑછે સાંભળ્યું. બીજે દિવસે તે પણ હરિકથાને રસ સાંભળવા માટે ભટ્ટ પાસે ગયે. ત્યાં ઘણું માણસે ભટ્ટ પાસે હરિકથારસને સાંભળે છે. તે મ્લેચ્છ પણ એક ખુણામાં બેસી હરિકથારસ સાંભળે છે. ત્યારે તેને આનંદ ન થયું. પ્રમાદથી નિદ્રા પામે. (ઊંધી ગયે) તે વખતે ત્યાં એક કૂતરે આવી પહોંચે તે, ઊંધતા એવા તેના ઉઘડી ગયેલ મોઢામાં જાતિ સ્વભાવથી એક પગ ઊંચો કરીને મૂતરીને ભાગ્યે. તે જાગતે છતે વિચાર કરે છે–તે બ્રાહ્મણીએ કહ્યું હતું—“હરિરસ મધુર અને સ્વાદિષ્ટ છે, આ વળી ખારો. કેમ?” ત્યારે તે ઉઠીને બ્રાહ્મણી પાસે જઈને કહે છે–“તું તે હંમેશા કહે છે કે હરિરસ ઘણો સ્વાદિષ્ટ અને મનહર છે પરંતુ મને હરિરસ ખારો આવ્યો.” તેણુએ તેનું સ્વરૂપ જાણુને કહ્યું—“તું ત્યાં નિદ્રા પામે તેથી તને ખારો રસ આવી ગયે, એ પ્રમાણે પ્રમાદીને ધર્મ પ્રાપ્તિ થતી નથી, આથી અપ્રમત્ત ભાવે ધર્મ સાંભળ જોઈએ
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
ઉપદેશ—પ્રમાદી મ્લેચ્છની આ વાત સાંભળીને હું માણસા, તમે સદ્ધ` સાંભળવામાં પ્રમાદને છેાડી ઢા.
Page #120
--------------------------------------------------------------------------
________________
૨૧ આ માલકની કથા એકવીસમી
事
સજ્જન વિતના નાશમાં પણ પેાતાને સ્વભાવ છેડતા નથી. આ આાળક અને વીંછીનુ દૃષ્ટાંત અહીં કહેવાય છે.
એક આર્ય બાળક કરતા નદી કિનારે ગયો. ત્યાં નદીના પાણીમાં પડેલા વીછીને મરતા બેઈને તેના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ કારણ કે. ખાળપણમાં પણ મા પાસેથી તે આ બાળક અહિંસાના સૂત્રો ભણેલા હતા. જેમકે હે પુત્ર ! તું જીવહિંસાથી અટક. હે પુત્ર ! જુઠ્ઠું ખેાલવાથી તું અટક, ઇત્યાદિ, તેથી અત્યંત દયાળુ એવા તે પાણીમાં પડેલા વીંછીને કાઢવા માટે હાથથી પડે છે. ત્યારે તે અતિ સ્વભાવથી તેને ડંખીને પાણીમાં પડવો. ખીજીવાર પણ તેને પાણીમાંથી કાઢવાના યત્ન કરે છે. ત્યારે પણ તે બાળકને ડંખ્યા. તે બાળક દુઃખને નહિ ગણુતા ત્રીજીવાર પણ તેને કાઢવા ઉદ્યમ કરે છે, ત્યારે પશુ ડંખાયા તે પણ ચોથીવાર જલ્દી તેને પાણીમાંથી બહાર કાઢે છે.
તે વખતે ત્યાં એક ધેાખી વસ્ત્રો ધાતા હતા. તે તેને તેવા પ્રકારના ન્ગેઈને કહે છે—હૈ મૂર્ખ ? જગતમાં તારા જેવા કેટલા માણસા હશે ! જે કારણથી આવા નાના અને ઝેરી જંતુને બચાવવા માટે તું ઉદ્યમ. કરે છે, આ બાળક કહે છે—તું મને મૂખ કહે છે, પરંતુ વાસ્તવિક હું મૂર્ખ નથી. કારણ કે ક્ષુદ્ર પણ વીંછી મરણાંત પણ પેાતાના તિ સ્વભાવ છેડતા નથી, ત્યારે હું મનુષ્ય થઈને પણ ખીન્નના દુઃખને
Page #121
--------------------------------------------------------------------------
________________
૭૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નાશ કરવાવાળા મારા ઉત્તમ સ્વભાવને કેમ છેડી દઉ ? એ પ્રમાણે ઉત્તમ પુરૂષો મરણાંતે પણ પોતાને ઉત્તમ સ્વભાવ છોડતા નથી. ઉપદેશ–પારકાના દુઃખને નાશ કરવામાં આય
બાલનું દૃષ્ટાંત સાંભળીને તમે પણ તેવા હરણ સ્વભાવવાળા થાઓ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૨
સડેલા ધાન્યના દાન ઉપર દાન આપવાના સ્વભાવવાળા શેઠની કથા ખાવીશમી
જેવું દાન અપાય, તેવુ' ફેલ મપાય છે. સડેલું અન્ન આપવામાં અહીં શેઠનું દૃષ્ટાંત છે.
<
કાઈક નગરમાં એક દાનના સ્વભાવવાળા શેઠ હતા તે હંમેશાં વિવેકરહિતપણાથી દાનમાં ગરીબેને સડેલા અનેગ્રાહી ગયેલા જવ આપે છે. માણસા જાણતા છતાં પણ શેઠને પ્રત્યક્ષ કહેતા નથી. કયારેક શેઠે પોતાના પુત્ર પરણાવ્યો. ઘેર પણ વધુ આવી ગઈ. તેણી સસરાનું આવુ દાન જોઈ વિચાર કરે છે મારા સ ઉદાર અને દાની પણુ છે. પરંતુ પરમા વિચારણાની શૂન્યતાથી સડેલું અને કાહી ગયેલું ધાન્ય ગરીબેને આપે છે, તે તેા અયાગ્ય છે. કાઈ પણ રીતે સમજાવવા જોઈએ. એકવાર તેણીએ તે સડેલુ જવનું ધાન્યને દળીને, લાટ કરીને, રસાઇઆને રોટલા કરવા માટે આપ્યું. અને કહ્યું—‘ જ્યારે સસરા જમવા માટે આવે ત્યારે તેમને તમારે આ જવના ધાન્યમાંથી બનાવેલા ફાટલા આપવા. જો પૂછે તે! મારૂ નામ કહેવુ.'
રસાઈએ પણ જ્યારે શેડ જમવા માટે બેઠા ત્યારે તેજ રોટલા પીરસે છે. શેડ થાળીમાં તેને જોઈ રસાઈઆને પૂછે છે— શા માટે આજે મને આવા તુચ્છ કસ વગરના રેટલા આપ્યા ?’ તે કહે છે—‘હું જાણતા નથી. તમારી પુત્રવધૂ જાણે છે.' શેઠે તેને મેલાવી. અને પૂછ્યું—કેમ આ આપ્યું ?' તે કહે છે—હે સસરાજી ? જેવું દાન દેવાય છે, તેવું
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જ ભવાંતરમાં મેળવાય છે. જેથી તમે પણ સડેલું તુચ્છ જવનું ધાન્ય આપે છે, તેથી ભવાંતરે તે જ મેળવશે. તેથી હમણાં આ નીરસ - તુરછ સડેલા જવના ધાન્યને અભ્યાસ નહિ કરશો તે પરલોકમાં ગયેલા તમને આવું અનાજ કેવી રીતે ગમશે. માટે મારાથી અપાયું છે.
એ પ્રમાણે શ્રેષિવર પુત્રવધૂનું હિતકર રહસ્યયુક્ત સારું વચન સાંભળી ચિત્તમાં આશ્ચર્ય પામેલે પુત્રવધૂની પ્રશંસા કરીને તે દિવસથી માંડી દાનમાં ગરીબેને વધારે સારું ધાન્ય આપે છે. ઉપદેશ–દાનસ્વભાવવાળા શેઠનું આ ચરિત્ર સાભળીને
તમે તેવું દાન આપે જેથી પરલોકમાં સુખ થાય,
Page #124
--------------------------------------------------------------------------
________________
પણ શેઠની વાર્તા તેવીસમી કેટલાક કજુસ ધનવાને દ્રવ્ય કદાપિ આપતા નથી, પરંતુ ગાલિપ્રદાન કરે છે જેમ શ્રેષ્ઠિના
પુત્રનું (શેઠ ગાળ આપે છે) દષ્ટાત, કઈક નગરમાં એક શ્રેણિપુત્ર રહે છે. ભવિતવ્યતાના યોગે તે અત્યંત નિર્ધન બન્યો. ઉત્તમકુલમાં ઉત્પન્ન થવાથી કોઈની પણ પાસે કાંઈ પણ માગતા નથી. તેથી તેના પુત્રો પણ પૂરું ભેજન નહિ મળવાથી દુઃખી થાય છે. ત્યારે પુત્રોના દુઃખથી દુઃખી થયેલી સ્ત્રી કહે છે –“હે સ્વામી, આ પુત્ર ભેજનના અભાવે મરી જશે, તેમને પુત્રોનું દુઃખ જોઈને શું દયા નથી આવતી? આથી પુત્રોની ઉપર અનુકંપા કરીને કોઈની પણ પાસે જઈને, કાંઈ પણ લઈ આવી પુત્રોને પાળો. અન્યથા તેઓ મરી જશે. તેઓની હત્યાથી ઉત્પન્ન થયેલું પાપ પણ તમને લાગશે.' તે સ્ત્રીને કહે છે-“આજ સુધી મેં કોઈની પાસે માગ્યું નથી, હવે હું કયાં જાઉં ? કોને પ્રાર્થના કરું ? સ્ત્રી કહે છે “તમારા પિતાના મિત્રશેઠને ઘરે જાઓ તે જરૂર કાંઈ પણ આપશે.' સ્ત્રીના અત્યંત આગ્રહથી તે પિતાના પિતાના મિત્રશેઠને ઘેર ગયે. ત્યારે તે શેઠ આસન ઉપર બેસીને આવક જાવકનું નામ લખતા હતા. તેને નમીને આગળ તે બેઠે. “આ ધન હીન થઈ ગયો છે, તેથી કાંઈ પણ માંગવાને આવ્યો છે એટલે મૌન જ શ્રેય છે, એમ વિચાર કરીને શેઠ શાખામાં તલ્લીન રહે છે. તેની સાથે
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
તે વાર્તાલાપ પણ કરતા નથી. શ્રેષ્ટિ વિચાર કરે છે—હમણાં આ કામમાં રોકાયેલ છે. કામ સમાપ્ત થયે મને પૂછશે.' એમ વિચાર કરીને ત્યાં જ બેસી રહે છે. એ પ્રમાણે અધે પહેર ગયે છતે શેઠે વિચાર કર્યો --“આ શે નહિ કયો ઉપાય કરું.” ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળો આસન ઉપર માથાથી પગ સુધી પિતાને વસ્ત્રથી ઢાંકીને સૂઈ રહ્યો. ત્યારે તે શ્રેષિપુત્ર વિચારે છે–આ અત્યંત થાકેલા છે, તે કારણથી સુઈ ગયા તેથી હું એમની પગચંપી કરું. તેથી તે શેઠની પગચંપી કરે છે શેઠે ત્યારે જાણ્યું–‘મારે નેકર ચંપી કરે છે. ત્યારે નાકરને ઉદ્દેશીને શેઠ પૂછે છે– એ બલા શું ગઈ ? તે સાંભળીને શ્રેણિપુત્ર વિચાર કરે છે. આ કાંઈ પણ પૂછતા નથી, ધન પણ આપતા નથી, પણ ગાળ આપે છે. તેથી એમને પ્રત્યુત્તર પણ સારો આપવો જોઈએ, એમ વિચાર કરીને શ્રેષ્ઠિપુત્ર કહે છે– એ બલા ગઈ નથી, કિંતુ તમારે ગળે વળગી છે. લીધા વિના નહિ જાય, એમ સાંભળી જલ્દી શેઠ બેઠા થયા છતાં પિતાના નેકરના અધિપતિ (મુનિમ)ને કહે છે–કાંઈપણ આપીને બહાર કાઢ બહાર કાઢ. - ત્યારે નેકરોને ઉપરી શ્રેષ્ઠિપુત્રને એક રૂપિયો આપીને કાઢી મૂકે છે. તે શ્રેણિપુત્ર ઘરે જઈને પોતાની સ્ત્રીને કહે છે,–સુખમાં સહાય કરનારા માણસો ઘણા હોય છે, દુઃખમાં વિરલા જ હોય છે. તેથી મેં આ શ્રેણિવર્ય પાસેથી અપમાન સહન કરવા વડે (એક) રૂપિયે મેળવ્યો છે. ઉપદેશ–સભાવથી રહિત જુસ શેઠનું ઉદાહરણ
જાણીને “અનાથ અને ગરીબો ઉપર સર્વદા દયા કરવી ?
Page #126
--------------------------------------------------------------------------
________________
૨૪ શિલ્પ કળાની વૃદ્ધિમાં શિલ્પીપુત્રની કથા ચાવીસમી
પિતાએ શીખવેલા પુત્ર કળા રૂપી સમુદ્રને પાર પામે છે, જો પ્રશંસા કરાયા હૈાય તે પાર્ પામતા નથી, જેમ શિલ્પિના પુત્ર.
અવંતીપુરીમાં ઈંદ્રદત નામે શ્રેષ્ઠ શિલ્પી હતા. તે શિલ્પકળાથી સર્વ જગતમાં પ્રસિદ્ધ થયા. એના જેવા બીજો કાઈ પણુ શિલ્પી નથી. એને સામદત્ત નામે પુત્ર હતા. તે પિતા પાસે શિલ્પકળા શીખતા ક્રમે કરીને પિતાથી પણ ઘણા શિલ્પકળા કુશલ થયા. સેામદત્ત જેટલી પ્રતિમા બનાવે તેમાં તેમાં પિતા કાંઈ ને કાંઈ ભૂલ બતાવે છે. કયારે પણ વખાણુ કરતા નથી. તેથી તે સૂક્ષ્મ દૃષ્ટિથી સૂક્ષ્મ સૂક્ષ્મ શિપક્રિયા કરીને પિતાને બતાવે છે. પિતા તેમાં પણ કાંઈક સ્ખલના દેખાડે છે. તે ઘણું સુંદર શિલ્પ કર્યું” એમ કદાપિ તેની પ્રશંસા કરતા નથી. પિતા પ્રશંસા નહિ કરતે તે તે વિચાર કરે છે—મારા પિતા મારી કલાની “કેમ પ્રશંસા કરતા નથી ? તેથી તેવા ઉપાય કરુ` કે જેથી પિતા મારી કલાને વખાણે.
એક વાર તેના પિતા કામ પ્રસંગે ગ્રામાંતર (બીજે ગામ) ગયા ત્યારે તે સામદત્ત શ્રી ગણેશની અતિસુંદર પ્રતિમા કરીને તેની હેઠે ગુપ્ત પેાતાના નામથી 'કિત કરીને તે મૂર્તિ પોતાના મિત્ર દ્વારા જમીનની અંદર મૂકાવે છે. કાળાંતરે ગ્રામાંતરથી પિતા આવી પહોંચ્યા. એક વખત તેના મિત્ર માણસાની આગળ આ પ્રમાણે કહે છે—આજે મને સ્વપ્ન આવી ગયું છે, તેથી અમુક ભૂમિમાં પ્રભાવશાલી ગણેશની પ્રતિમા છે.’ ત્યારે લેાકાએ તે પૃથ્વી ખાદી. તે પૃથ્વીમાંથી અત્યંત સુંદર
૬
Page #127
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અનુપમ ગણેશની મૂર્તિ નીકળી. તે જોવા માટે ઘણા લોકો આવી પહોંચ્યા અને તે પ્રતિમાની શિલ્પકળાને અત્યંત પ્રશંસે છે ત્યારે તે ઇંદ્રદત્ત પણ પુત્ર સહિત ત્યાં આવી પહોંચ્યો. તે ગણેશની પ્રતિમા જોઈને પુત્રને કહે છે– હે પુત્ર ! આજ શિલ્પકળા કહેવાય. કેવી પ્રતિમા બનાવી છે. આને બનાવનાર ખરેખર ધન્યત્તમ અને વખાણવા લાયક છે. જે ક્યાંય પણ જરા પણ ભૂલ છે ? જો તું આવી પ્રતિમા બનાવે ત્યારે તારી શિલ્પકળાની પ્રશંસા કરૂં અન્યથા નહિ.”
પુત્ર પણ કહે છે– હે પિતા ! આ ગણેશની પ્રતિમા મેંજ કરી છે એની હેઠે ગુપ્ત નામ પણ મેં લખેલું છે. પિતા પણ લખેલું નામ વાંચી ખિન્નહૃદયવાળા પુત્રને કહે છે—હે પુત્ર ! આજથી તું આવી શિલ્પકળા યુક્ત સુંદરતમ પ્રતિમા કરવાને ક્યારે પણ શક્તિમાન બનીશ નહિ, જ્યારે હું તારી શિલ્પકળામાં ભૂલ બતાવતે ત્યારે તું પણ વધારે સુંદર કામ કરવામાં તલ્લીન ઝીણું ઝીણું શિશ કરતા હતા. તેથી તારી શિલ્પકળા પણ વધતી હતી.
હવે “મારા સર બીજો નથી' એમ મંદ ઉત્સાહથી તારામાં આવી શિલ્પકલા સંભવશે નહિ. આ પ્રમાણે તે રહસ્ય યુક્ત પિતાનું વચન સાંભળી પગમાં પડીને પિતા તરફથી પ્રશંસા કરાવવા સ્વરૂપ પિતાને અપરાધ ખમાવે છે, પરંતુ તે સમદત્ત ત્યારથી માંડીને તેવી શિલ્પકળા કરવાને અસમર્થ બન્યું. ઉપદેશ–ગુણના સમુહને આપવાવાળું શિલ્પીના પુત્રનું
દૃષ્ટાંત જાણુને પૂજ્ય પુરૂષોના વચનને સાંભળીને વિપરીત વિચારે નહિ,
Page #128
--------------------------------------------------------------------------
________________
(
૨૫ પરિણામે સુખ આપનાર કાર્યમાં
ધનિક પુત્રની કથા પચીશમી
તાત્કાલિક દુઃખને હેતુ હોય પણ પરિણામે સુખ તે શુભ છે પણ અજ્ઞાનથી માનવ દુઃખ માને છે. અહીં શેઠના પુત્રનું દષ્ટાંત. . એક ધનવાનને પુત્ર કાંઈક વ્યાપાર માટે બીજા દ્વિપમાં જવાને બંદર તરફ ચાલ્યો. માર્ગે જતાં પગ લપસી જવાથી પડે, તેથી અનંત પીડા ઉત્પન્ન થઈ, ત્યારે પાછા વળીને કષ્ટપૂર્વક ઘેર આવી પહે છતે વિચાર કરે છે–“અરે શું બન્યું ? જે બીજા દિપમાં જઈશ નહિ તે મને મોટું નુકસાન થશે. હમણું મારું નસીબ અવળું છે. શું કરું ? એમ વિચારતો દુઃખે દિવસો પસાર કરે છે.
એકવાર તેણે સાંભળ્યું– તે વહાણ પાણીમાં ડુબી ગયું છે, જેમાં બેસીને બીજા દ્વિપમાં હું જનાર હતા. ત્યારે તેને બહુ આનંદ ઉત્પન્ન થયા, જેથી હું પગ લપસી પડવાથી ત્યારે પડે તે સારું થયું. નહિતર હું તે વહાણમાં ગયો હેત તે મારી પણ કેવી અવસ્થા થાત. હું પણ પાણીમાં ડુબી ગયે હેત.
એ પ્રમાણે તેને પહેલું દુ:ખ પણ પાછળથી સુખ ઉત્પન્ન કરનાનું થયું. ઉપદેશ–પરિણામે સુખ આપનાર ધનવાનના પુત્રનું
દષ્ટાંત જાણુને પ્રાપ્ત થયેલા સમયમાં (ઉદયકાલમાં) સમભાવથી રહેવું,
1 1
Page #129
--------------------------------------------------------------------------
________________
૨૬ ગતાનુગતિક ઉપર મદનની મૃત્યુકાણની કથા છવ્વીશમી
(પાછળ પાછળ ચાલનારા) ગતાનુગતિક લાક પરમાના વિચાર કરતા નથી. કારણ કે મદનના મરણની કાણમાં બધા લેાકા આવી પહોંચ્યા.
કાઇક નગરમાં કુંભારની સ્ત્રી સાથે રાજાની રાણીને બેનપણાં હતાં. કુંભારની સ્ત્રીને એક ગધેડી અત્યંત વહાલી હતી. એ ગધેડીને પુત્ર જન્મે છે. પરંતુ તે જન્મતાં જ મરી જાય છે. તેથી કુંભારની સ્ત્રી હંમેશાં ઝૂરે છે. એક વાર તે ગધેડીને પુત્ર જન્મ્યા તે અત્યંત સુંદર રૂપવાડ છે. તેણીને તેના ઉપર ધણા સ્નેહ છે. તેથી તેનું નામ મદન એવું પાડ્યું, મદનને તેણી સારી રીતે પાલન કરે છે. એક વર્ષ થયે છતે તે મન પણ મરણ પામ્યા. ત્યારે તે કુંભારણુ બહું જ રડે છે. તે રાતે તે તેના પરિવાર પણ રડે છે. તે સમયે રાજાની સ્ત્રી કાંઈ કારણ માટે કુંભારણને ઘેર દાસીને મોકલે છે. તે દાસી ત્યાં આવી. સપરિવાર કુંભારણને રડતી જોઈને વિચાર કરે છે,—નકી આને ઘેર કોઈ પણ મરણ પામ્યુ છે તેથી બધા રડે છે.' તે વખતે દાસી જલદી ત્યાંથી નીકળી રાણીને કહે છે—તેણીને ઘેર કાઈ મરણ પામ્યું છે.' તે સાંભળાને દાસી સહિત રાણી કુંભારણુને ઘેર જઈને રડતી તેણીની નદક એસીને તે રડવા લાગી. રાજા પણ ત્યાં પટરાણીનું જવું સાંભળીને તે પ્રધાન સહિત ત્યાં ગયા. પછી સેનાપતિ, કાટવાલ, નગર શેઠ છેક નગરન! માણસા પણ જઈને રડવા લાગ્યા. કાણુ ‘અહીં મરણ પામ્યું એમ પૂછતા નથી, બધાં રડતાં હોય છે— તેટલામાં ત્યાં એક વિદેશી આવ્ય તે બીજા નાગરિકને પૂછે છે—કાણ અહીં મરી ગયું' તે કહે છે—તું મિત્રની પાછળ આવ્યા, તેથી મારા મિત્ર જાણે છે.' તે મિત્રને પૂછે છે.
""
Page #130
--------------------------------------------------------------------------
________________
ગતાનુગતિક ઉપર મદનની મૃત્યકાણની કથા
૮૫
તે બીજાને બતાવે છે. એમ ક્રમે કરીને એક નાગરિકે કહ્યું–નગર શેઠની પાછળ હું આવ્યો.” નગર શેડ કેટવાલને, કોટવાલ સેનાપતિને, સેનાપતિ પ્રધાનને બતાવે છે. પ્રધાન પણ કહે– રાજાની પાછળ હું આવ્યો, પ્રધાન રાજાને પૂછે છે–અહીં કેણ મરણ પામ્યું ?” રાજા કહે છે. હું જાણતા નથી કારણ કે હું પટરાણુની પાછળ આવ્યો. રાજ પટરાણીને પૂછે છે અહીં કોણ મરણ પામ્યું?” તેણી કહે છે. હું જાણતી નથી. પરંતુ દાસી જાણે છે. ત્યારે રાણું દાસીને પૂછે છે–કણ અહીં મરણ પામ્યું ? દાસી કહે હું જાણતી નથી, પરંતુ તમારી સખી કુંભારણને રેતી જોઈને મેં કહ્યું તમારી સખીને ઘેર કેઈક મરી ગયું. ત્યારે પટરાણ પિતાની કુંભારણુ સખીને પૂછે છે – કેણુ તારે ઘેર આજે મરી ગયું ?” તેણી કહે છે.–“આજે મારી ગધેડીને પુત્ર મદન નામને બાલ ગધેડે મરી ગયો એ મને બહુ વહાલે હતો. તેથી રહું છું.” આ પ્રમાણે મદનના મરણની મોકાણમાં પરમાર્થ નહિ જાણીને ગતાનુગતિક બધા આવ્યા છતાં હસવા લાયક થયા.
તેથી લકત્તમ ધર્મમાં સદ્ ધર્મને સારી રીતે જાણીને પ્રવર્તવું પરંતુ ગતાનુગતિકપણુથી નહીંઉપદેશ–ગધેડાના મરણની મોકાણમાં મહ ગર્ભિત
પ્રવૃત્તિ જોઈને “કઈ પણ કામ સારી રીતે પરીક્ષા કરીને સાધવું જોઈએ.'
Page #131
--------------------------------------------------------------------------
________________
5
૨૭ ધર્મોપદેશ સાંભળવામાં ત્રણ પુતળીની કથા સત્તાવીશમી
5
સદ્ધ ને સાંભળવામાં ચાગ્ય શ્રોતાએ ત્રણ પ્રકારના કહ્યા છે. અહિયાં ત્રણ પુતળીઓનુ દૃષ્ટાંત કહેવાય છે.
ભાજ રાજાની સભામાં એક વાર કાઇક વિદેશી આવી પહેાંચ્યા, ત્યારે તે સભામાં કાલીદાસ વગેરે અનેક વિદ્વાના હતા. તે વિદેશી (મુસાફર) રાજાને પ્રણામ કરીને કહે છે—હૈ ભાજરાજા ! અનેક વિદ ર્યોથી અલંકૃત સભા જાણીને ત્રણ પુતળીએનું મૂલ્ય કરાવવાને તમારી પાસે હું આવ્યો છું.’
એમ કહીને તે સરખી ઉંચાઈવાળી, વર્ણવાળી, અને રૂપાળી ત્રણ પુતળીએ રાજાના હાથમાં આપીને કહે છે—જો આપ શ્રીમંતના વિર્ય આના ઉચિત મૂલ્ય કરશે તે આજ સુધીમાં બીજા રાજાની સભાઓમાં તવાથી મેળવેલા જે વિજયના ચિહ્નથી અંકિત લાખ ચંદ્રકા છે તે મારે આપવા, નહિ તા હું વિજય ચિહ્નની નિશાનીવાદ એક સાનાના ચંદ્રક તમારી પાસેથી ગ્રહણ કરીશ.’ રાજાએ તે પુતળીએ મૂલ્ય કરવા માટે પડિતાને આપી. કાઈક વિદ્વાન કહે છે ‘પુતળીમાં રહેલા સુવણૅની પરીક્ષા હું મીકારા ? તમે કસેટી વડે કરે, અને ત્રાજવામાં ચઢાવીને કીંમત આંકી. ત્યારે તે વિદેશી (મુસાફર) જરા હસીને કહે છે. આ પ્રકારે કીંમત આંકનારા જગતમાં ઘણાં છે. આનું સાચું મૂલ્ય જે હાય તે જાણુવા માટે ભાજરાજાની સભામાં હું આવી પહોંચ્યા છું.
Page #132
--------------------------------------------------------------------------
________________
ધર્મોપદેશ સાંભળવામાં ત્રણ પુતળીઓની કથા
એમ સાંભળીને પંડિતે એ પુતળીઓ હાથમાં લઈ સારી રીતે તપાસે છે પરંતુ ત્રણ પુતળીઓનું રહસ્ય જાણવાને શક્તિમાન થતા નથી. ત્યારે ક્રોધ પામેલો રાજા બોલે છે–“આ મોટી સભામાં કેઈપણ આનું મૂલ્ય કરવા સમર્થ નથી ? ધિક્કાર છે તેમને ત્યારે કાલીદાસ કહે છે–ત્રણ દિવસમાં જરૂર કીંમત કહીશ. એમ કહીને તે પુતળીઓને લઈને ઘેર ગયો. વારંવાર જેઈને વિચાર કરે છે. સુક્ષ્મદષ્ટિથી તેને નીરખે છે ત્યારે તે પુતળીઓના કાનમાં છિદ્રો જુએ છે. જેઈને તે કાણામાં પાતળી સળી નાંખે છે. એમ બધી પુતળીમાં સળીઓ નાંખીને તપાસીને તેની કીંમત આંકે છે. ત્રણ દિવસને અંતે રાજાની સભામાં જઈને રાજાની આગળ તેઓને ક્રમસર રાખીને તેણે કહ્યું– પ્રથમ પુતલીનું મૂલ્ય એક કેડી માત્ર છે. બીજીનું એક રૂપીઆ જેટલું અને ત્રીજીનું મૂલ્ય એક લાખ રૂપીયા છે.”
તે કીંમત સાંભળીને બધી સભા આશ્ચર્ય મગ્ન થઈ. વિદેશીએ કહ્યું–‘આણે સાચી કીંમત કહી છે. મને પણ તેજ માન્ય છે.” રાજાએ કાળીદાસને પૂછયું–તમે સરખા પ્રમાણ, વર્ણ અને રૂપવાળી આ પુતળીઓનું કેવી રીતે જુદું જુદું મૂલ્ય કહ્યું ?” કાલીદાસ કહે છે-“હે રાજા ! મેં પહેલી પુતળીનું મૂલ્ય કોડી માત્ર કહ્યું કારણ કે એના કાનના પિલાણમાં સળી નાંખી તે બીજા કાનમાં બહાર નીકળી તેથી તે એમ ઉપદેશ આપે છે કે “જગતમાં ધર્મ સાંભળનારા શ્રેતા ત્રણ પ્રકારના કહ્યા છે. પહેલો સાંભળનાર આવતો હોય છે, જે આત્મહિતકર વચન સાંભળે છે, સાંભળીને બીજા કાનમાંથી બહાર કાઢી નાંખે છે. પણ તે અનુસાર વર્તત નથી. તે સાંભળનારો શ્રોતા પહેલી પુતળી જેવો જાણવો. તેનું કંઈ પણ મૂલ્ય નથી. એથી મેં પહેલા શ્રોતાની જેવી પહેલી પુતળીનું મૂલ્ય કોડી માત્ર કર્યું. બીજી પુતલીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તે એમ કહે છે– જગતમાં કેટલાક શ્રોતાઓ આવા હોય છે જે આત્મહિતકર વચન સાંભળે છે અને
કાળજાશે સાચી કી બધી સભા ,
Page #133
--------------------------------------------------------------------------
________________
te
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ખીજાને ઉપદેશ આપે છે પરંતુ પોતે ધમ કૃત્યમાં પ્રવર્તતા નથી. આવા શ્રાતાએ ખીજી પુતળી જેવા જાણવા તેથી બીજી પુતળીનું મૂલ્ય મેં એક પિયા કહ્યું.
ત્રીજી પુતળીના કાનમાં નાંખેલી સળી બહાર ન નીકળી પરંતુ હૃદયમાં ઉતરી ગઈ. તે એમ ઉપદેશે છે—કેટલાક ભવ્ય જવા મારા સરખા હોય છે જે વી પરલાક હિતકર વચનને સાવધાનપણે સારી રીતે સાંભળે છે, ધર્મકાર્યમાં યથાશક્તિ વર્તે છે. આવા શ્રોતાએ ત્રીજી પુતળી સમાન જાણવા તેથી મેં ત્રીજી પુતળીનું મૂલ્ય લાખ રૂપિયા છે એમ જણાવ્યું.' આ પ્રમાણે કાલીદાસનું વચન સાંભળી ભાજરાજા અને ખીન્ન પણ પંડિતા સંતુષ્ટ થયા. તે વિદેશી પરાજિત થયા છતા તે લાખ ચંદ્રક રાજા આગળ મૂકે છે. રાજા તે બધા કાલીદાસને આપે છે.
ઉપદેશ—સાચું જ્ઞાન આપનાર ત્રણ પુતળીનું ઉદ્દાહરણ જાણીને ધમ સાંભળવાનાં કામમાં હૃદયથી વર્તો,
Page #134
--------------------------------------------------------------------------
________________
RJ ૨૮ સરખા અપરાધી ચેરેની શિક્ષા ઉપર
- કુમાર મંત્રીની કથા અઠ્ઠાવીસમી
૧.
કુમાર મંત્રનિ
જે મનુષ્ય હેાય તેવા પ્રકારની તેને શિક્ષા થાય છે. સરખા ગુનહેગાર ગેરેને વિષે અહીં કુમાર મંત્રીનું દષ્ટાંત છે પાટલીપુત્ર નગરમાં જીતશત્રુ રાજાને કુમાર નામને ચાર બુદ્ધિને ભંડાર પ્રધાન હતા. તે જેવા અપરાધીઓ આવે છે તેઓને તપાસ કરીને તેવો દંડ કરે છે.
એકવાર કેટવાલે ચાર એર કુમાર મંત્રી પાસે હાજર કર્યા. કુમાર મંત્રીએ તેની બુદ્ધિથી પરીક્ષા કરીને દંડ આપે. જેમ કે પહેલા ચરને કહ્યું-તું સરલ થઈને પણ આવું અકાર્ય કરે છે તે શું યેગ્ય છે. શું તને એ શોભે છે? તું જા, હવે આવું કઈ દિવસ કરવું નહિ.” આમ કહીને તેને છેડી મૂકાય.
બીજા ચેરને બોલાવીને મંત્રીએ અપમાન સહિત કઠોર અક્ષરપૂર્વક કહ્યું “હે મૂર્ખ શિરોમણું ! સારા કુળમાં ઉત્પન્ન થઈને પણ તેં આવું કામ કર્યું. શું તને શરમ પણ ન આવી ? તું જા. મેંઢાને કાળજાથી (શાહીથી) લીંપ ફરી મેંઢું બતાવીશ નહિ” તેને પણ રજા આપી. - ત્રીજા ચોરને બોલાવીને લાત મારીને “તારા કરતાં પત્થર પણ સારે” એમ તિરસ્કારપૂર્વક કહી ગરદન પકડીને બહાર કાઢયો.
ચેથાને તે અવળું મુખ કરીને, ગધેડા ઉપર બેસાડીને આખા નગરમાં ભમાડવાને હુકમ કર્યો. એક ગુન્હાને જુદો જુદો દંડ મંત્રીએ એએને કેમ આવે એમ આશ્ચર્યમુગ્ધ બધા સભાજનો થયા. તેઓના
Page #135
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
હૃદયમાં રહેલા ભાવ જાણીને ચાર ચારાનું શું થયું, એ જોવાને માટે રાજાએ ચરપુરૂષને માકળ્યા. એક પહાર ગયે તે ચરપુરૂષ આવ્યા છતા રાજાને કહે છે. “હે મહારાજ ! પહેલા કામળ વચનથી ટપકા દેવાયા છતા, ઘેર જઈને, થોડા પણ ઠપકા હિ સહન કરતા દાંત વડે જીભ કચડીને મરણ પામ્યા. ખીજો કઠેર (અક્ષર વડે) શબ્દથી તિરસ્કાર કરાયેલા તે હું કદાપી મુખ બતાવીશ નહિ.' એમ કહીને પરદેશ ગયા.
ત્રીજો જે સભાની વચ્ચે શિક્ષા કરાયા હતા તે ઘરમાંથી બહાર જવાને ઈચ્છતા નથી. ચોથા વળી જેને ગધેડા ઉપર બેસાડીને નગરમાં ભમાડવાના આદેશ કરાયા હતા, તે તેા ગધેડા ઉપર અવળા મુખે ખેસાડાયેલા નગરમાં ભમાડાતા, જુદા જુદા અપમાનજનક વચનેાથી નગરજને વડે નિંદાતા શરમ વિનાના, પોતાના ઘર નજીક આવ્યો છતા તે કુતુહલ જોવાને આવેલી પેાતાની સ્ત્રીને કહે છે——‘હમણાં હું બાકી રહેલી એ શેરીએ ભમીને જલ્દી આવીશ. તે તું જલદી પાણી ગરમ કરી રાખજે, એમ જાસુસે કહેલા વૃત્તાંતને સાંભળીને બધા કુમાર મંત્રીની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા.
ઉપદેશ—ચાર ચારના સદ્ભાવ અને અસદ્ભાવ જોઈને તમે કુમાર મંત્રીની જેમ તેવા પ્રકારની પરીક્ષા કરનારા થાઓ.
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૯
તરવાના અભ્યાસમાં શેઠ અને નાવિકની કથા આગણત્રીસમી
સારુ જ્ઞાન હૈાય, સારી લક્ષ્મી હાય તેમજ મનેાહર શ્રી હેાય છતાં પણ ધ વિના તે નિષ્ફલ છે. અહી રોડનુ... ઉદાહરણ છે.
એક વાર કાઈ ધનવાન શેઠ હોડીમાં બેસીને નજીકના (દ્રુિપ) બેટમાં જતા હતા. તેની પાસે મેાટું ધડીયાળ છે. હાડીવાળા ઘડીઆળ લેવાને ત્યાં આવ્યે. શેઠને પૂછે છે “ હું શેઠ ! હમણાં કૈટલેા સમય થયા છે” શેઠે કહ્યું. શું તું ધડીઆળ નથી જોતા ? હું જોઉ છું પરંતુ ઘડીયાળ જોવાની જ્ઞાનની કલા મારી પાસે નથી. ફરી પણ શેઠે પૂછ્યું “વ્યવહાર જ્ઞાન તું કાંઈ શિખ્યા છે કે નહિ ?” તેણે કહ્યું “ગરીબ એવા મને કાણુ શિક્ષણ આપે ?'' શેઠે કહ્યું “જો તું ભણ્યો. નથી તેા તારા જીવનને ચોથા ભાગ નકામા ગયા.’’
ફરી પણ શેઠે પૂછ્યું શું તુ' પરણ્યો છે કે નહિ ?” તેણે કહ્યું કષ્ટપૂર્વક જીવન નભાવું છું. આવી ગરીબ અવસ્થામાં મને કાણુ કન્યા આપે ? કદાપિ કોઈક કન્યા આપે તે પણ દુ:ખેથી પેટ ભરતા હું તેણીના નિર્વાહ કેવી રીતે કરું ?” શેઠે કહ્યું “સ્ત્રી અને પુત્ર વિના સંસારમાં શું સુખ હોય ખરું` ? ન જ હોય આથી તારું અધું જીવન નિષ્ફળ ગયું. ' ફરી પણ શેઠે પૂછ્યું હે મૂખ તુ ં વ્યાપારથી દ્રવ્ય કમાવવાની કળા,
Page #137
--------------------------------------------------------------------------
________________
હર
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જાણે છે કે નહિ ?'' તેણે કહ્યું “હુ· હેાડી ચલાવવા સિવાય કાંઈ પણ જાણતા નથી.’” ત્યારે શેઠે કહ્યું “ન ા તારું તા પેપણું જીવન નિષ્ફલ ગયું.”
આવા પ્રકારની વાર્તા ચાલતે છતે તે સમુદ્રમાં પ્રચંડ પવન ઉત્પન્ન થયા, નાવના પણ હમણાં સેા કકડા થઈ જશે એમ જાણીને નાવિકે કહ્યું હું શેઠ ? તમને તરવાનું જ્ઞાન છે કે નહિ ?’’ શેઠે કહ્યું “હું બીજું બધું જાણું છું પરંતુ તરવાનું જ્ઞાન મને નથી.” ત્યારે ખન્નાસી કહે છે હે શ્રીમાન હમણાં આ નાવ મારે વશ નથી. અતિ જોરાવર પવનથી ખેંચાતું પાસે રહેલી શિલા ઉપર (ફૂટી જશે) ભાંગી જશે. અને સા ટુકડા થઈ જશે. મારું તે પાણુ જીવન નિષ્ફળ ગયું પણ તમારુ આખું જીવન નકામું ગયું. મને તે તરવાનું જ્ઞાન છે તેથી સમુદ્રના પાર પામીશ. પણ તમે તે। આ સમુદ્રમાં ડુબી જશે!' એમ કહેતા તે નાવિક શિલા સાથે ભટકાવાથી સેા ટુકડા થયેલી હાડીમાંથી સમુદ્રમાં પડીને તરીને પાર પામ્યો. તરતાં નહિ આવડવાથી શેડ તા દરિયામાં ડુબી ગયા. એ પ્રમાણે બધી કળાઓ શીખીને જે ભવરૂપી સમુદ્ર તરવાને માટે ધર્મ કળા શીખતા નથી તે શેઠની જેમ સંસાર સમુદ્રમાં ડુબે છે.
ઉપદેશ—શરીરને નાવ કહી છે, જીવ નાવિક કહેવાય છે. સંસાર સમુદ્ર કહેવાય છે, મહાઋષિએ તેને તરે છે.
ધ જ્ઞાન રહિત શેઠનું સમુદ્રમાં ડૂબવુ જાણીને હું ભવ્ય જીવેા ! તમે સસાર સમુદ્ર તરવાના અભ્યાસમાં ભાવપૂર્વક ? ઉદ્યમ કરો.
Page #138
--------------------------------------------------------------------------
________________
તીવ્ર પાપના ઉદય ઉપર કાલસૌકરિક કસાઈની
કથા ત્રીશમી
ઘોર હિંસામાં આસક્ત જીવોને કઈ પણ કાલે સમાધિ થતી નથી. મૃત્યુ સમયે મતિ ભ્રષ્ટ થયેલ
કાલસૌકરિકનું દષ્ટાંત જાણવું. રાજગૃહી નગરીમાં શ્રેણિક નામને રાજ હતું. તેના નગરમાં કાલ-- સૌકરિક નામે કસાઈ છે. અભવ્ય એવો તે હંમેશાં પાંચસ-૫૦૦ પાડાને મારે છે. તેથી ભયંકર હિંસા વડે તેણે સાતમી નારકપૃથ્વી કરતાં પણ વધારે પાપ એકઠું કર્યું. મરણ સમયે તે સોળ મેટા રોગથી ઘેરાય. ઘણું તિવ્ર અશુભકર્મના ઉદયથી તે પાંચે ઈદ્રિયના વિષયને વિપરિત અનુભવે છે. સુખના વિષયને દુઃખ માને છે. તેને સુલસ નામને પુત્ર, અભયકુમાર મંત્રીના સંગથી ધર્મિષ્ઠ થયે હતે. સર્વ આદરથી પિતાના, વ્યાધિને પ્રતિકાર કરાવે છે તે પણ તે ક્યાંય પણ સુખ પામતે નથી. ત્યારે સુલસ પોતાના મિત્ર અભયકુમારને પૂછે છે. અભયકુમાર કહે છે. “હે ભાઈ ! તમારા પિતાએ જીવ હિંસા કરવાથી તિવ્ર પાપ બાંધ્યું છે. તે અશુભ કર્મ આ ભવે ઉદયમાં આવ્યું છે તેથી ઈદ્રિયને જે પ્રતિકૂલ, હોય તે ઉપાય તું કર. કાંટાની પથારીમાં એને સુવાડો પણ સારી પથારીમાં નહિ. ગંદા મલ–મૂત્રથી લીંપ પણ ચંદનથી નહિ. ખારું, તીખું, કડવું અને દુર્ગધવાળું પાણી પીવડાવો પરંતુ મીઠું પાણી નહિ. જેથી તે સુખ પામે.” સુલસે તેમ કર્યો છતે સંતેષ પામેલે તે કાલસૌરિક છેડો. સમય જીવીને મરણ પામીને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયે--
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સગા સંબંધીઓએ તેના સ્થાને સુલસને સ્થા. અને પિતાના પિતાને વ્યવસાય (ધંધો) અંગીકાર કર એમ કહ્યું. તે તે પોતાના પિતાએ ભગવેલા દુઃખને સંભારતે “પાપના ફલને સહન કરવાને શક્તિમાન નથી.” એમ બોલતે તે ઈચ્છતું નથી. સ્વજનો કહે છે “અમે પાપને વિભાગ કરીને લઈ લેશું.”
ત્યારબાદ તેને બંધ કરવા માટે સુલસે તિણ કુહાડાને પિતાના પગ ઉપર નિર્દય રીતે માર્યો. એને બૂમ પાડતાં કહ્યું. ભાઈઓ, અરે અરે દુઃખને વહેંચીને થેડું ગ્રહણ કરે. જેથી મને સુખ થાય, સ્વજનેએ કહ્યું “હે પુત્ર! જે અમારામાં દુઃખ આવી જાય તે અમે લઈએ પરંતુ બીજો ઉપાય નથી. કારણ કે બીજાનું દુઃખ બીજામાં દાખલ થતું નથી. ત્યારે સુલસ કહે છે “તે તમે શા માટે કહે છે કે અમે તારું પાપ વહેંચી લઈશું.” એ પ્રમાણે કહેવાયેલા સ્વજને તેને નિર્ણય જાણી મૂંગા થયા. જીવ હિંસાથી અટકેલા તે સુલ કુમારને અભયકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રાવક ધર્મ ગ્રહણ કરાવ્યા પછી વિધિપૂર્વક સારી રીતે પાળીને તે દેવલોક પામે. ઉપદેશ—–ઘણું અશુભ કમનું ફલ આ લેકમાં અને
પરલોકમાં મળે છે એમ જાણીને હિતને ઈચ્છતા તમે તેથી (પાપથી) અટકી જાઓ,
Page #140
--------------------------------------------------------------------------
________________
૩૧ સુપાત્ર દાનની ભાવના ઉપર શાલીભદ્રના પૂર્વભવની કથા
એકત્રીશમી
પૂર્વ ભવમાં મરણ સમયે સુપાત્ર દાન આપવાની ઈચ્છા થાય તો તે ભાવનાથી આ ભવમાં પણ તે સુખી થાય છે. અહીં શાલિભદ્રનું દૃષ્ટાંત જાણવું
કેઈ નગરમાં નગરશેઠ હતા. તેને ચાર પુત્રો અને પુત્રની સ્ત્રીઓ હતી. તે શેઠ કેટીશ્વર પણ અત્યંત લેભી છે. કદાપિ દાન આપતે. નથી. એકવાર ચાર પુત્રવધૂઓ જિનમંદિરે દર્શનને માટે શૃંગાર સજીને ઘેરથી નીકળી. માર્ગમાં યોવનના મદથી આમ તેમ જોતી જોતી જતી તેઓમાંની નાની પુત્રવધૂ સાથે એક ડોશી ભટકાઈ અને પડી ગઈ. તે વૃદ્ધાએ કહ્યું અરે તું સામેં કેમ જોતી નથી ? આભૂષણ વડે, પૈસા વડે અને વેષ વડે તું મદાંધ થઈ છું તારા પિતા અથવા સસરાએ શું દીન દુઃખીયાને દાન આપ્યું છે ? નગરમાં કાંઈ યશકીતિનું કામ કર્યું છે ? કે જેથી આમ ઉદ્ધતાઈથી ચાલે છે, ગર્વથી અંધ થયેલી સામી રહેલી મને જોતી પણ નથી. આમ બેભે છતે જિનમંદિરમાં પ્રતિમાને વાંદીને ઘરે આવીને ક્રોધથી અંધ થયેલી કાપ ઘરમાં રહી છતી
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પરિવારની સાથે બોલતી નથી. ત્યારે તેણીના પતિએ મેટા પુત્રની સ્ત્રીને કારણ પૂછ્યું. તેણે કારણ કહ્યું. તે સાંભળીને તે ચાર પુત્રોએ વિચાર્યું કે આપણા પિતા લેભાંધ છે. સારા ધાર્મિક કાર્યોમાં દ્રવ્ય વાપરવું તે દૂર રહ્યું. જ્ઞાતિ જમણ પણ કરતાં નથી. તેથી આપણી યશ કીર્તિ ક્યાંથી હોય ? આથી કેઈ પણ ઉપાયથી જ્ઞાતિ જમણ કરવું જોઈએ. પિતા તરફ વાત્સલ્ય ભાવવાળા નાના ભાઈએ કહ્યું “હું પિતાને વેપારકાર્યમાં તેવી રીતે રાખીશ કે જેથી તે જ્ઞાતિ જમણને જાણશે નહિ. તમે પણ બધા જ્ઞાતિજનોને આમંત્રણ આપીને ઘરના આંગણે બધાને જમાડે. તેઓ વડે સ્વીકારાયું.
બીજા દિવસે કેઈ મહત્સવ પ્રસંગે જ્ઞાતિના માણસને આમંયા. ઘરના આંગણે રસોઈ તૈયાર કરાવી. બધા જ્ઞાતિજને જમવા માટે આવ્યા. તે વખતે નાના પુત્ર વડે પિતા લેવા દેવાના વ્યાપાર કાર્યમાં રોકાયા હતા. આવેલા લેકેને અવાજ સાંભળીને પિતાએ પૂછયું.
આજે કેમ માણસોને કે લાહલ સંભળાય છે ?” નાના પુત્રે કહ્યું કાંઈ નહિ કારણ પ્રસંગે આવ્યા હશે.” પિતાએ શંકાથી ઉઠીને બારીમાંથી બહાર જોયું ત્યારે જ્ઞાતિજને જમતા દીઠા. અને વિચાર્યું “ખરેખર પુત્રો વડે હું છેતરાયે છું. અરે, અરે, મને ધિકકાર છે. મેં મારા હાથે કાંઈ પણ સુકૃત ન કર્યું.” એમ ધીરજ ગુમાવતે તે જમતા લેકોની પંગત બહાર દૂર રહેલા એક સાધુ યુગલને ભિક્ષા માટે ફરતું જોયું. તે જોઈને તેને શુભ ભાવ ઉત્પન્ન થયે. અને વિચાર્યું હું ધન્ય છું જેથી આ બે મુનિઓ મારી નજરે આવ્યા. અહીંથી જઈને મુનિઓના ચરણમાં નમીને શુદ્ધ આહાર આપું” એમ વિચારતે સુપાત્ર દાન આપવાના મનવાળો તે નીસરણીથી નીચે ઉતરતે પગ
ખ્ખલિત થવાથી એકદમ નીચેની ભૂમિ ઉપર પડ્યો. ગાઢતર ઉપઘાતથી તત્કાલ મરણ પામ્યો. આહાર આપવાની વિચારણાથી મનુષ્ય
Page #142
--------------------------------------------------------------------------
________________
સુપાત્રદાનની ભાવના ઉપર શાલિભદ્રના પૂર્વભવની કથા ૨૭ આયુષ્ય બાંધી તે ભરવાડને ઘેર સંગમ નામે પુત્રપણે ઉત્પન્ન થયે.
એકવાર મહોત્સવ પ્રસંગે તેના ઘેર માતાએ પુત્રને માટે માંગીને ખીર રાંધી. માતા પુત્રની થાળીમાં ખીર પીરસીને કામ માટે બીજાને ઘેર ગઈ જ્યારે તે સંગમ જમવા માટે બેઠો ત્યારે તેના પુણ્યના ઉદયથી કોઈ માપવાસી સાધુ પારણના દિવસે ભિક્ષાના માટે. ફરતા ત્યાં આવ્યા. તે સંગમ તે મહાતપસ્વીને જોવે છે. જેઈને પૂર્વ ભવના દાનના પરિણામના વશથી તેને આહાર આપવાની ભાવના થઈ. “આ મહામુનિને હું દાન આપું” એમ વિચારી ઉઠીને સાધુત બલાવીને,. શુદ્ધ ભાવથી બધી ખીર વહેરાવે છે. આયુષ્ય પૂર્ણ કરી મરીને સુપાત્ર ઘનના પ્રભાવથી તે રાજગૃહી નગરમાં ગોભદ્ર શેઠના ઘેર ભદ્રા શેઠાણીને શાલિભદ્ર નામે પુત્ર થયો.
ઉપદેશ–પુણ્યાનુબંધિ પુણ્યના કારણભૂત શાલિભદ્રને
પૂર્વ જન્મ સાંભળીને તમે સુપાત્ર દાન માં હંમેશા ઉદ્યમ કરે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૩૨
હૅશિયારી, રૂપ, બુદ્ધિ અને પુણ્યના મૂલ્ય વિષે રાજા આદિના પુત્રાની કથા ખત્રીશમી
રાજપુત્રાદિની જેમ, ચતુરાઈ, રૂપ બુદ્ધિ અને પુણ્યનુ' ઉત્તરાત્તર મૂલ્ય (અનુક્રમે વધુ વધુ ફળ) આ લાકને વિષે જાણવું,
કાઈ એક નગરને વિષે રાજા, મંત્રી, નગરશેઠ અને સાર્થ વાહના ચાર પુત્રા, પવિત્ર મનવાળા ળાના સમૂહને જાણવાવાળા હતા. તે પરસ્પર દ્રઢ પ્રેમવાળા ક્ષણ માત્ર વિયોગ સહન કરી શકતા નથી.
6
એક વાર તેઓ કહે છે જેણે દેશાંતરે જઈને પેાતાના આત્માને તાળ્યા નથી અને કાર્ય મગ્ન એવા મારા સામર્થ્ય યોગ કેવા છે, એમ નથી જાણ્યું તે લેાકમાં શું ગણતરી પામે ખરા ? આથી આપણે પરદેશ જવું ચાગ્ય છે. ત્યાર બાદ પોતપાતાના બળની પરીક્ષા કરવા
Page #144
--------------------------------------------------------------------------
________________
હોંશિયારી, રૂપ, બુદ્ધિ અને પુણ્યના મૂલ્ય વિષે
ત્યારે તે પડીકા
નકાળ થયે છતે મને પણ માર
પોતાના શરીર માત્રની મદદવાળા તે બધા પ્રભાત કાળે પરદેશ તરફ ચાલ્યા. બપોરે એક શહેરમાં આવ્યા. અજ્ઞાત કુળ, શીલવાળા તેઓ કઈ દેવમંદિરમાં ઉતર્યા. “આજનું ભોજન કેમ થશે” એમ વિચારીને સાર્થવાહ પુત્ર બોલ્યો “અરે આજે મારે ભોજન કરાવી ને બધાને આપવું. એમ કહીને ત્રણને ત્યાં મૂકીને એકલે (સાર્થવાહ પુત્ર) નગરમાં ગયો. ત્યાં એક વાણિયાની દુકાને બેઠો. તે દિવસે નગરમાં કઈ દેવને ઓચ્છવ હતો. તે વણિક ધૂપ, વિલેપન, વસ્ત્ર આદિ વેચવા લાગે.
જ્યારે તે પડીકા વાળવાને પહોંચી વળતું નથી ત્યારે તે સાર્થવાહ પુત્ર મદદ કરવા લાગે. ભોજનકાળ થયે છતે વાણીયાએ તેને કહ્યું “મારે મહેમાન થા.” તેણે કહ્યું હું એકલે નથી. બીજા પણ મારા ત્રણ મિત્રો બહાર છે. ત્યારે વાણિયાએ કહ્યું “તેઓને પણ જલદી બોલાવો.” તે બધા આવ્યા. તેણે તે બધાને બહુમાન સત્કાર કરીને ભેજન આપ્યું. એમ તેને ભોજન કરાવવામાં પાંચ રૂપિયા લાગ્યા.
બીજે દિવસે શેડને પુત્ર ભોજન કરાવવાની પ્રતિજ્ઞા કરીને નીકળે. લેકપ્રિય માણસોમાં (અગ્રેસર) મુકુટ જેવો તે ગણિકા શેરીમાં આવેલા શ્રેષ્ઠ દેવમંદિરમાં પેઠો. ત્યાં ત્યારે મોટું નાટક થતું હતું. નવયૌવનથી મદોન્મત, પિતાના સૌભાગ્યથી મસ્તક એક ગણિકાની પુત્રી કઈ પણ પુરૂષની સાથે રમવા ઈચ્છતી નથી. તેણે તેને (નગરશેઠના પુત્રને જોઈ આકષાયેલા ચિત્તવાળી ફરી ફરી પણ જોવા લાગી. તેણની મા આ વૃત્તાંત જાણીને ખુશ થયેલ ચિત્તવાળી એછિપુત્રને આમંત્રણ આપીને પિતાના ઘેર લઈ જઈને તેને પિતાની પુત્રી આપે છે અને ત્યાર પછી શ્રેણિપુત્રના કહેવાથી ચારે મિત્રોને ભજન, તંબેલ, વસ્ત્ર આદિમાં સે રૂપિયાનો ખર્ચ કર્યો. - ત્રીજે દિવસે બુદ્ધિપ્રધાન મંત્રીપુત્ર રાજાના ઘેર ગયે, જ્યાં ઘણું પ્રકારના વિવાદે ઘણું સમયથી ચાલે છે. ત્યાં બે સ્ત્રીઓ એક પુત્રને લઈને હાજર થઈ તે બે સ્ત્રીઓએ પ્રધાનને કહ્યું, 'હે સ્વામિ એક
Page #145
--------------------------------------------------------------------------
________________
100
પ્રાકૃત વિજ્ઞાન સ્થાએ
વિનતી સાંભળેા. અમારા સ્વામી નાના પુત્ર મૂકીને પરદેશમાં મરણુ પામ્યા છે, અને બાળક જાણતા નથી કે આ બેમાંથી કાણુ મારી માતા. છે ? ત્યારે કપટી સ્વભાવવાળી અપરમા કહે છે, કે મારા પતિની લક્ષ્મી મારી જ છે, વળી આ પુત્ર મારે વિષે જન્મ્યા છે તે કારણથી જેણીના આ પુત્ર છે દ્રવ્ય પણ નક્કી તેણીનું જ છે. આ વિવાદના નિર્ણય માટે તમારી પાસે આવેલા અમારે ધણા કાળ લાગ્યો છે તે આજે જેમ આ વિવાદનો નિકાલ થાય તેમ કરેા. મ`ત્રીએ ધન અને પુત્ર તે બંને સ્ત્રીઓને આપીને કહ્યું આ વિવાદ અપૂર્વ છે કેવી રીતે સુખેથી પતાવી શકાય. એમ મંત્રી કહે છે ત્યારે અમાત્યના પુત્રે કહ્યું “ હે ત્રિવર ? જો આપની આજ્ઞા હોય તે આ વિવાદને ખરેખર પતાવી આપું. ત્યારે રા અપાયેલા તે મ་ત્રિપુત્રે તે બંને સ્ત્રીને કહ્યું કે અહીં ધન અને પુત્રને હાજર કરા, તેઓએ તેમ કયે તે ત્યાં કરવત મંગાવાઈ પછી. ધનના બે ભાગ કર્યા, અને પુત્રના બે ભાગ કરવાને બાળાની નાભિ ઉપર જેટલી વારમાં કરવત મૂકે છે. તેટલામાં પુત્રની સાચી માતા. કુદરતી સ્નેહથી ભરેલી કહે છે “જો આ વિવાદ ખીજી રીતે ન પતાવાય તા અપરમાતાને પુત્ર અને લક્ષ્મી આપી દે. પણ પુત્રનું મરણુ ન થવા દો.” મ‘ત્રિપુત્રે જાણ્યું કે “આ પુત્ર આના છે પણ પેલીના નથી. ત્યારબાદ તે અપરમાતાને હાંકી કાઢી મૂકી, પુત્ર અને ધન સાચી માતાને આપ્યું. એ પ્રમાણે તે મંત્રિવર તે મંત્રીપુત્રની તેવા પ્રકારની ખ્રુદ્ધિથી. ખુશ થયા અને તે મંત્રિપુત્રને પોતાના ઘેર લઈ જઈને એક હાર સાના મહેાર આપી.
ચોથા દિવસે રાજપુત્ર ‘જો મારે રાજ્યસ ંપત્તિનું પુણ્ય હોય તે સારી રીતે પ્રગટ થાય' એમ વિચારતા નગરના મધ્યભાગમાં નીકળ્યા. હવે તેના પુણ્યના ઉદયથી તે જ ક્ષણે તે નગરના રાજા અપુત્રીએ. નિમિત્ત વિના જ મરણ પામ્યા. રાજ્યયોગ્ય પુરૂષની શોધ ચાલી ચારે નિમિત્તિયા વડે જણાવાયેલ . તે રાજપુત્ર તે રાજાના રાજ્ય
Page #146
--------------------------------------------------------------------------
________________
હાંશિયારી, રૂ૫, બુદ્ધિ અને પુણ્યના મૂલ્ય વિષે
૧૦૧
ઉપર બેસાડવામાં આવ્યું. ત્યાર પછી આનંદિત મનવાળા તે ચારે મિત્રો પરસ્પર કહે છે “આપણું સામર્થ્ય કેટલું ? ત્યાર પછી આ પ્રમાણે કહે છે હોંશિયારીનું મૂલ્ય પાંચ રૂપીઆ, સુંદરતાનું મૂલ્ય સે રૂપીઆ, બુદ્ધિનું મૂલ્ય હજાર સોનામહેર અને પુણ્યનું મૂલ્ય લાખોનું છે.
સાર્થવાહને પુત્ર હોંશિયારીથી શેઠને પુત્ર રૂપથી મંત્રિપુત્ર બુદ્ધિથી અને રાજપુત્ર પુણ્યથી જીવે છે. ઉપદેશ—શિયારી વગેરે ગુણોના સમૂહમાં પુણ્ય આ
લોકમાં ઉત્તમ છે, એમ માનીને તેના લાભને માટે સુખના અથી જીવોએ હંમેશાં ઉદ્યમ કરવો જોઈએ,
Page #147
--------------------------------------------------------------------------
________________
૩૩ પરિપક્વ બુદ્ધિ ઉપર વૃદ્ધ અને જુવાન
મત્રીઓની કથા તેત્રીશમી
જેને થોડો પણ અનુભવ નથી તેનું જ્ઞાન નિરર્થક છે. રાજાના વૃદ્ધ અને યુવાન મંત્રીઓનું
અહીં ઉદાહરણ છે. એક મેટા રાજાને બે પ્રકારના મંત્રીઓ હતા. વૃદ્ધો અને યુવાને. યુવાન મંત્રીઓ કહે છે આ વૃદ્ધ અને મતિભ્રંશ થયેલા મંત્રીઓ સારા નથી માટે તેઓથી સર્યું અમે જ પ્રધાન છીએ.
એકવાર તેઓની પરીક્ષા માટે રાજા કહે છે હે પ્રધાને “જે મારા માથા ઉપર પગની પાનીને પ્રહાર કરે તેને શું દંડ કરાય? વિચાર શૂન્ય યુવાન મંત્રીઓ બેલ્યા “એમાં શું જાણવા યોગ્ય છે. તેના શરીરના તલ તલ જેવડા કકડા કરવા જોઈએ, અથવા તેના શરીરને સારી જલતી જવાલામાં ફેકવું. ત્યારબાદ રાજાએ વૃદ્ધ મંત્રીઓને પૂછયું. તેઓએ એકાંતમાં જઈને વિચાર્યું “હ પ્રધાન મહારાણી જ એમ કરે તેથી તેની તે પૂજા જ કરાય. અહીં આવું જ
Page #148
--------------------------------------------------------------------------
________________
પિરપકવ બુદ્ધિ ઉપર વૃદ્ધ અને જુવાન મંત્રીઓની કથા
૧૦૩
ખેલવુ' એમ નક્કી કરીને કહ્યું “ જે માસ આવું માઠું સાહસ કરે “ તેના શરીરને પગથી માથા સુધી સેાનાના રત્નના અલકારા વડે શણુગારવું જોઈએ. સંતેાષ પામેલા રાજાએ કહ્યું “સારી રીતે જાણ્યું.” એમ રાજાએ સત્ય જોનારા તેને જ પ્રમાણ કર્યા, જેથી પરિણિત બુદ્ધિના બલવાળા વૃદ્ધો અહિત કારણામાં કાઈ પણુ વાર પ્રવૃત્તિ
કરતા નથી.
ઉપદેશ—ઘડા અને તરૂણ મંત્રીઓનુ જ્ઞાનગભિત ઉદ્યા હરણ સાંભળીને હમેશા વિચાર કરીને કામ કરનારા થા.”
Page #149
--------------------------------------------------------------------------
________________
- અતિરાગાંધ ઘનિકની કથા
ચોત્રીશમી
કકક
સી વિગેરેના રાગમાં મૂઢબનેલ આત્મા અહિતને પણ હિત માને છે. (જેથી મૂઢ બનેલો) પ્રિય (સ્વામી) છાણ વડે કરેલા શાકને સ્વાદિષ્ટ માને છે.
કેઈ નગરમાં એક ધનવાન રહેતું હતું. તેને બે સ્ત્રીઓ હતી. તેમાં જુની પત્ની પતિ ઉપર પ્રેમવાળી હતી અને બીજી નવી પત્ની પતિ ઉપર રાગ વિનાની હતી. સ્ત્રી સ્વભાવથી પરસ્પર કલેશ અને વાણી કલહ કરતી તે બંનેને જોઈને તે ધનિકે જુદા ઘરમાં તેઓને રાખી. મૂઢ સ્વરૂપવાળો તે નવી સ્ત્રીમાં ગુણેને જોવે છે અને જુની સ્ત્રીમાં દેષ જુવે છે. હંમેશા વારા પ્રમાણે તેઓના ઘેર રહે છે. જ્યારે જુનીને વારો આવે છે ત્યારે તે પતિનું સન્માન કરે છે. સ્નેહપૂર્વક સારી રીતે રાંધેલું સરસ ભોજન જમાડે છે તે પણ તે ભોજનને દોષ જ કહે છે “તેં સારું ન રાખ્યું. કાચી, નીરસ રસોઈ કરી. રાંધવાનું નથી જાણતી ? તારા કરતાં તે નવી સ્ત્રી વધારે સારું સરસ ભેજન બનાવે છે.”
આ પ્રમાણે તે રાગથી અંધ થયેલ જુની સ્ત્રીને નિંદે છે. નવી સ્ત્રી કેઈકવાર અપમાન કરે છે. સ્નેહરહિત તે જમાડે છે તે પણ મૂઢ બનેલે તે તેણીને જ વખાણે છે. એમ સમય પસાર થાય છે. એક વાર જુની સ્ત્રીના ઘેર જમવા માટે તે આવ્યો. તેણ સત્કાર પૂર્વક ભાવ સહિત સત્કારીને તેને સ્વાદિષ્ટ, રસયુક્ત, રાંધેલી રસોઈ થાળીમાં પીરસે છે. તે પણ તે બેલે છે. “તે સારું નથી રાંધ્યું. આ મને નીરસ જણાય
Page #150
--------------------------------------------------------------------------
________________
અતિરાગાંધ ધનિકની કથા
૧૦૫
છે. તેથી તું તે નવી સ્ત્રીના ઘેર જઈને ડું શાક લઈ આવ. જેથી તે શાકની સાથે આ રાક પણ મને ભાવે. ત્યારે તેણે પતિને મૂઢ જાણીને નવી સ્ત્રીના ઘેર જઈને પતિને માટે શાક માગે છે. કહે છે. “મારું રાંધેલું અનાજ પતિને ગમતું નથી તેથી વધારે સ્વાદિષ્ટ કાંઈ પણ શાક આપ.”
ત્યારે દુષ્ટ એવી તેણીએ છાણ લઈને તેલ, મરચું વિગેરેથી વધારીને આપે છે. અને તેણે તે લઈને ઘરમાં જઈને પતિને આપે છે. જમતે એ તે મૂઢ તેને (શાકને) બહુ વખાણ સ્ત્રીને કહે છે, તેણીએ કેવું સ્વાદિષ્ટ રાંધ્યું, તારાથી પણ ઘણું વધારે સારું બનાવ્યું છે.”
એમ રાગમાં અંધ બને તે અશુભને પણ શુભ માનતે હર્ષ પૂર્વક ખાય છે જુની સ્ત્રીએ આ છાણનું બનાવેલું શાક છે એમ સાચું કહ્યું તે પણ તે મૂઢ પુરુષ માનતો નથી. ઉપદેશ-જ્ઞાન આપનારું, દષ્ટિ રાગથી અંધ બનેલાનું
દૃષ્ટાંત જાણીને સુખ ઈચ્છતા માણસે તેને (દષ્ટિ રાગનો) દૂરથી ત્યાગ કરવો જોઈએ.
Page #151
--------------------------------------------------------------------------
________________
અનાસક્ત યોગ ઉપર જશ અને સુજશની કથા પાંત્રીશમી
અનાસક્ત યોગથી કમ બંધ થતા નથી. અનાસક્ત
ગના તત્વને જણાવનારુ અહિ બે કુલવાન પુત્રનું દૃષ્ટાંત છે.
એક ગામમાં કુલવાન પુત્રને બે પુત્રો હતા. મોટો જશ અને નાને સુજશ. યુવાવસ્થામાં આવેલા તે ધર્મદેવ સૂરિ પાસે ધર્મ સાંભવળીને પ્રતિબોધ પામ્યા છતાં દીક્ષા લેવા તૈયાર થયેલા. મા બાપને પૂછે છે. નેહથી મોહિત થયેલા તે રજા આપતા નથી. બહું કહ્યું ત્યારે તેઓએ કહ્યું “એક દિક્ષા લ્ય અને એક વળી અમોને વૃદ્ધાવસ્થામાં પાલન કરવાવાળે થાય. ત્યારે મોટાભાઈએ નાનાને કહ્યું “તું રહે. હું દીક્ષા લઉં. ત્યારે તે કહે છે “હું જ દીક્ષા લઉં” ત્યારે જો “ભલે એ પણ ત્યાં સુધીમાં નિસ્તાર પામે. વળી હું ઉપકારને બદલે ન વાળી શકાય એવા મા બાપની અવજ્ઞા શા માટે કરું? એમ વિચારીને સુજશને રજા આપી. વિધિપૂર્વક દીક્ષા લેવડાવી. વિશુદ્ધ પરિણામી જ્ઞાન-ક્રિયાને આરાધવામાં ઉત્તમ તે વિચરે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
અનાસક્ત યોગ ઉપર જશે અને સુજશની કથા
બીજો તે નહિ ઈચ્છતા છતા, પિતા વડે કુલવાન કન્યા સાથે લગ્નથી જોડાયે. ખેતી કર્મ વગેરેના વ્યવસાયમાં પડ્યો. ઘરના વ્યાપારમાં પ્રવર્તતા છતાં દીક્ષા લેવામાં તત્પર, એકાસણું કરીને સમય પસાર કરે છે. માતા-પિતા મરણ પામે છતે દાક્ષિણ્યતાથી તે હંમેશા સ્ત્રીને પૂછે છે તેનું પણ દીન મુખવાળી રુદન કરે છે, પરંતુ રજા આપતી નથી. ત્યારે તે તેણીને પ્રતિબંધવાને ઉપાય નહિ પામતા દુઃખપૂર્વક રહે છે.
આ બાજુ સુજશ મુનિ જુદા જુદા પ્રકારની તપશ્ચર્યાથી કૃશ. શરીરવાળા, અવધિજ્ઞાનથી મોટાભાઈને પ્રતિબંધ કરવાના અવસરને જાણીને તેના ઘેર આવ્યો. ઓળખાણ પડવાથી ભાઈએ બહુમાન પૂર્વક વંદના કરી. તેણીએ બતાવેલ ગ્ય ઉપાશ્રયમાં રહ્યા. “ધરના માલિક ક્યાં છે એમ પૂછયે છતે તેણુએ કહ્યું. કામ કરવાને ખેતરે ગયા છે. ભોજન સમયે તેણુ વડે સાધુને (સુઝતા) આહાર પાણી વડે ભકિત કરાયેલ સાધુએ વિધિપૂર્વક ભોજન કર્યું. જશ આવ્યો નહિ એટલે તેને માટે ભોજન લઈને નિકલી, રસ્તામાંથી રડતી પાછી ફરી. સુજશે પૂછયું “કમ અધૃતિ કરે છે ? તેણી કહે છે કે-તે તમારા ભાઈ એકાસણું કરે છે એટલે હમણાં ભૂખ્યા છે. વચ્ચે પાર ન પામી શકાય એવી પર્વતમાંથી નીકળેલી નદી વહે છે. તેથી ભોજન લઈ જવાને હું શકિતમાન નથી માટે મારે મોટી અધૃતિનું કારણ છે. સાધુએ કહ્યું “તમે જાઓ અને નદીને કહેજે “મારા દિયરને બાર વર્ષ દીક્ષા લીધે થયા છે, તેમાં તેણે જે એક દિવસ પણ ભોજન ન લીધું હોય તે હે મહાનદી ! તુ મને માર્ગ આપ. એમ બધે છતે તે નદી તમને માર્ગ આપશે” એમ કહેવાયેલી તેણએ વિચાર્યું. “મારી રૂબરૂ જ એમણે ભોજન કર્યું છે, તે વાપર્યું નથી એમ કેમ કહેવાય ? અથવા ગુરુ વચનથી વિરુદ્ધ વિચારવું યંગ્ય નથી. જે આ કહે છે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેમ જ હું કરું. એમ વિચારીને તે ગઈ. તેજ પ્રમાણે બેચે છતે નદીએ માર્ગ આપે. કેવી રીતે આવી ?” એમ પતિએ પૂછયું. તેણીએ પણ સુજસના આવવાની વાત જણાવી. ભોજન કર્યા બાદ જશ વડે રજા આપે છતે તેણી કહે છે હું કેવી રીતે જાઉં ? હજી પણ અપાર નદી વહે છે. જશે કહ્યું. હવે (નદીને) એમ કહેજે “જે મારા પતિએ મને એક દિવસ પણ ભોગવી ન હોય તે હે મહાનદી ! મને માર્ગ આપ બહુ જ નવાઈ પામેલી તે તેવી રીતે જ બેભે છતે માર્ગને પામેલી સુખપૂર્વક પિતાના ઘેર આવી. સાધુને વાંદીને પૂછયું “હે પૂજ્ય ! આમાં શું રહસ્ય છે.” મુનિ કહે છે “હે ભદ્ર ! જે રસલુપતાથી જમીએ તે ભોજન કર્યું કહેવાય પણ જે સંયમ યાત્રાના હેતુથી પ્રાસુક અને નિર્દોષ વાપરીએ તે ખાધું ન ગણાય. એથી જ આગમમાં કહ્યું છે “નિર્દોષ આહારી સાધુઓને હંમેશાં જ ઉપવાસ છે.” એ પ્રમાણે તમારા પતિ પણ બ્રહ્મચર્ય પાળવાના મનોરથ સહિત હેવાથી તમારા આગ્રહથી ભોગ કર્યો છતે અભાગી જ છે.” જેથી કહ્યું છે કે,
જેની ભવની ઇચ્છા નાશ પામી છે, અને કમને ઉદયભાવથી પ્રવૃત્તિ કરવી પડે છે તે અનાસકત આત્માની રતિ જાણવી, તે બધે શુભ કામના ઉદયથી થાય છે.
એમ સાંભળીને વૈરાગ્યથી તેણીએ વિચાર્યું –
અરે– આ જશ મહાભાગ્યશાળી, દાક્ષિણ્યતાના સાગર, સંસારથી વિરકત મનવાળા પણ લાંબા સમયથી મારા વડે ચારિત્ર ધર્મથી અલિત કરાયા. મેં મોટું ધર્મા- તરાયવાળું કર્મ બાંધ્યું.” તેથી હવે એની સાથે જ સાધુ પણું આચરવું એગ્ય છે.” સ્નેહનું
Page #154
--------------------------------------------------------------------------
________________
અનાસક્ત યોગ ઉપર જશ અને સુજશની કથા
૧૦૮
આવું જ ફલ એમ વિચારતી હતી તેટલામાં જરા પણ આવ્યસાધુને વાંદીને નજીક બેઠે. સાધુએ બન્નેને શુદ્ધ દેશના આપી. પ્રતિબોધ પામે છતે દીક્ષિત થયા. કાળે કરીને દેવલોક પામ્યા. આ. પ્રમાણે આ જશ ચારિત્રના વિષયમાં ઈચ્છા માત્રથી પણ પાપારંભથી લેપાયા નહિ.
ઉપદેશ ચારિત્ર ધર્મમાં રહેલા જસ અને સુજસનું
દષ્ટાંત જાણુને બધાં કાર્યો આસકત રહિતપણે સાધવા જોઈએ,
Page #155
--------------------------------------------------------------------------
________________
૩૬ પુણ્ય પાપની ચતુભંગી ઉપર મંત્રીપુત્રીની કથા છત્રીસમી
લાકમાં પુણ્ય અને પાપનુ સ્વરૂપ સાક્ષાત દેખાય છે, એમાં રાજાના પ્રશ્નોમાં મંત્રીની પુત્રીનુ ઉદ્દાહરણ છે.
""
રાજપુર નગરમાં વિક્રમર નામે રાજા હતા. એકવાર અનેક મંત્રી, પંડિત, નગરશેઠથી ભતી સભામાં બેઠેલા રાજા સભાના માણસા સમક્ષ બુદ્ધિની પરીક્ષા માટે પૂછે છે. જગતમાં છે. અને છે અને નથી, નથી અને છે, નથી અને નથી. આવા પ્રકારની વસ્તુ શુ હાય ? આને પ્રત્યક્ષ ઉત્તર આપે, બધા સભાજના વિચારે છે. આવા પ્રકારનું શું હોય ? વિદ્વાન પડતાથી પણ તેના અર્થ જાણવામાં ન આવ્યો. ખીન્ન પણ જે કાઈ સભામાં છે તે બધાય ઉત્તર આપવાને અસમર્થ થયા ત્યારે ક્રોધાયમાન થયેલા રાજા તિરસ્કારપૂર્વક કહે છે. આવી મેટી સભામાં મને જવાબ આપવાને કાઈ પણુ માણુસ શક્તિશાળી નથી શું ? આટલા કાળ સુધી ધન
¢¢
Page #156
--------------------------------------------------------------------------
________________
પુણ્ય પાપની ચતુરાઈથ્વી ઉપર મંત્રિપુત્રની કથા જારી ધાદિકથી વિદ્યાનું પણ પિષણ શું ફેગટ થયું ? આ પતિને ધિક્કાર થાઓ.
એમ કહી બુદ્ધિ નિધાન મહામંત્રીને કહે છે “હે મંત્રીવર્ય ? તમારે આ પ્રશ્નને ઉત્તર ત્રણ દિવસમાં આપ, નહિતર તમને દંડ કરીશ, અને મંત્રીપદથી તમે ભ્રષ્ટ થશે. એમ કહીને સભા વિસર્જન કરી. ચિંતાયુક્ત તે મંત્રી ઘેર ગયે. ઉત્તર આપવાની ચિંતામાં તેને ભોજન પણ ભાવતું નથી. જ્યારે ભેજન સમયે થયે છતે તે ન આવ્યા ત્યારે તેની ચતુર પુત્રી ચંદ્રકાન્તા જે આઠ વર્ષની હતી તે પિતાજી પાસે આવીને કહે છે “હે પિતાજી? હું ભૂખી થઈ છું. તેથી જલ્દી જમવા માટે આવે.” મંત્રીએ કહ્યું–“આજે હું ઘણે ચિંતાતુર છું તેથી તું જ ભોજન કર” તેણીએ પૂછયું–“તમારે કેવા પ્રકારની ચિંતા છે? વળી તમે ન જમે છતે હું કેમ ભોજન કરું ? ત્યારે મંત્રીએ સ્નેહપૂર્વક રાજાના પ્રશ્નને વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળીને તે વિદુષી પુત્રી કહે છે “આ પ્રશ્નને ઉત્તર હું રાજાની સમક્ષ આપીશ. ચિંતા ન કરે. હમણ ભોજન માટે ઉભા થાવ.” પુત્રીનું વચન સાંભળીને હર્ષપૂર્વક “આ શું જવાબ આપશે, એમ વિચારતો, ઉઠીને તેણીની સાથે ભોજન કરવા લાગે. ભોજન કર્યા બાદ પૂછે છે–“હે પુત્રી અને જવાબ શું ? તેણી કહે છે અને ઉત્તર એમ ન કહેવાય ? રાજાની સમક્ષ હું જરૂર કહીશ તમારે તેમાં સંદેહ ન કરો. જ્યારે રાજાની સભામાં જવાનું હોય ત્યારે મને સાથે લઈ જવી.
સંતોષ પામેલે મંત્રી કહે છે “આજથી ત્રીજે દિવસે આને ઉત્તર આપવાનું છે, જ્યારે હું રાજાની સભામાં જઈશ ત્યારે તેને સાથે લઈ જઈશ. રાજા આગળ આ શું કહેશે એમ વિચારતા ત્રીજો દિવસ આવ્યું. પ્રભાત સમયે સભામાં જવાના સમયે પિતાની પુત્રીને લઈને રથમાં બેસાડીને ઘેરથી નીકળે. પિતાની સાથે જતી પુત્રીએ
Page #157
--------------------------------------------------------------------------
________________
* પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
રાજમાર્ગમાં કેઈ એક શેઠને ઉત્તમ મહેલના ચોકમાં બેસીને દીન, અનાથ વાચકે ને દાન દેતા જોઈને પિતાના પિતાને કહે છે “આ શ્રેષ્ટિવર્યને રથમાં બેસાડો જેથી પ્રત્યુત્તર દેવામાં એનું પ્રયોજન છે. ત્યારબાદ મંત્રી વડે હુકમ કરાયેલા તે શેઠ રથમાં બેઠા. રથ આગળ ચાલ્યા. ફરી પણ બજારમાં રહેલા એક તવંગરના પુત્રને જુવે છે. જે પિતાના મરણ બાદ સાતેય પ્રકારનાં વ્યસનેમાં આસક્ત થયેલે પિતાની બધી લક્ષ્મીને નાશ કરતું હતું. તેને પણ જોઈને, પિતાને કહીને તેને પણ રથમાં બેસાડે છે.
ફરી પણ આગળ જતી તે કઈ પણ મહાત્માને જુવે છે. તે મહાત્મા ઇયિને દમતા છતાં તપથી આત્માને વિચારતા વિચરે છે. તેમને પણ લઈને સ્નેહપૂર્વક બેલાવીને સાથે લઈ જાય છે. ત્યાર પછી આગળ જતી તે એક ભિક્ષકને જુએ છે. જે સદા અધમી, જીવ હિંસામાં તત્પર, ઘેર ઘેર ભિક્ષા માગીને કષ્ટપૂર્વક નિર્વાહ કરે છે. તે પણ ભિક્ષુકને રથમાં ચઢાવવામાં આવ્યો. એમ જુદા જુદા સ્વભાવવાળા માણસેથી યુક્ત મંત્રી, પુત્રીના રહસ્યને નહિ જાણતે જુદા જુદા વિચાર કરતે રાજાની સભામાં ગયો.
ત્યારે બીજા પણ ઘણું નગરના માણસો મંત્રીને પ્રત્યુત્તર જાણવા માટે ત્યાં આવ્યા. સભામાં બેઠેલા રાજાએ યથા યોગ્ય સર્વને સત્કારીને, મંત્રીની સાથે આવેલા પુરુષોને જોઈને પૂછયું, “આ કેમ આવ્યા છે ? મંત્રી કહે છે આપશ્રીને પ્રત્યુત્તર આપવા માટે આ પુરૂષો લાવવામાં આવ્યા છે? રાજા કહે છે મારા પ્રશ્નને ઉત્તર જલ્દી આપે. મંત્રી કહે છે “આપશ્રીના આ પ્રશ્નને ઉત્તર મારી પુત્રી ચંદ્રકાન્તા આપશે. રાજા વડે પૂછાયેલી તે મંત્રીપુત્રી કહે છે “હે પુરૂષોત્તમ! આપશ્રીને “છે અને છે” રૂ૫ પહેલા પ્રશ્નને જવાબ આજ ઉત્તમ શેઠ ભણવા. એમ કહીને શ્રેણિવર્ય બતાવ્યા. રાજાએ કહ્યું “એ કેવી
Page #158
--------------------------------------------------------------------------
________________
પુણ્ય પાપની ચતુગી ઉપર મંત્રીપુત્રીની કથા
રીતે ?” તેણી કહે છે “જે કારણથી આ કામ શેઠ પૂર્વજા આરાધેલ ધર્મ પ્રભાવથી બહુ ધનવાન છે, તેમજ આ ભાવમાં પણ દાન, શીલ, તપ ભાવ ધર્મને સારી રીતે આરાધતા, દીન અને દુખી માણસોને ઉદ્ધાર કરતા પરભવમાં પણ પૈસો અને સુખ પામશે. એ કારણથી છે-છે એ પહેલા પ્રશ્નને ઉત્તર આ શ્રેષ્ઠિવ છે.
બીજા પ્રશ્નના ઉત્તરમાં વ્યસનાસક્ત તે ધનવાનની પુત્રીને બાકી કહે છે “આ ધનિકપુત્ર માત્ર કામ ભોગ ડે પિતા સંબંધીઓં દ્રવ્યને નાશ કરે છે તેમજ સારા ધર્મ કાર્ય વિના અને સાત વ્યસનથી દુર્લભ માનવભવને નિષ્ફળ ગુમાવે છે. વળી આની પાસે હમણું દ્રવ્ય છે, ભવાંતરે તે નિર્ધન અને દુઃખી થશે તેથી છે–નથી રૂ૫ પ્રશ્નનો જવાબ આ ધરહિત ધનવાન પુત્રને જાણવો.
તેમજ ત્રીજો પ્રત્યુત્તર આપવામાં તેણુ તે મહાઋષિને બતાવે છે. બતાવીને કહે છે “આ મહાત્મા હંમેશા સર્વ પાપ કર્મથી અટકેલા, ઉપશાન્ત, બદ્રિય, પરોપકાર કરવામાં તલ્લીન, અને સારા ધર્મને ઉપદેશ આપવાથી બીજાઓનું પણ કહ્યુ કરવામાં તત્પર અપ્રતિબંધ વિચરે છે, તેવી હાલતમાં સાધુપણાથી નાની પાસે કાંઈ નથી, પરંતુ પરભવમાં તે અનુપમ બધુય પામશે. ઋદ્ધિવાન થશે તેથી નથી-છે રૂ૫ ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપવામાં આ મહાત્મા દર્શાવ્યા.
ચોથા પ્રશ્નના ઉત્તરમાં તે ભિક્ષુકને બતાવીને તે મંત્રીની પુત્રી. કહે છે “આ ભિખારી નિર્દય પરિણામવાળે ફેગટ જીવન વધ કરવામાં તત્પર, ભિક્ષા વડે કષ્ટપૂર્વક જીવન નિર્વાહ કરે છે તેવી. હાલતમાં આની પાસે કાંઈ નથી અને પરભવમાં પાપકર્મોથી દુર્ગતિમાં જશે ત્યાં કાંઈ પણ મેળવશે નહીં તેથી નથી-નથી રૂપ ચેથા પ્રશ્નના ઉત્તરમાં આ ભિક્ષુક જાણુ.
Page #159
--------------------------------------------------------------------------
________________
સાન વિજ્ઞાન કથાઓ
( આ પ્રમાણે મંત્રીપુત્રીએ કહેલ પ્રત્યુત્તર સાંભળીને રાજા અને બધી સભા ઘણી સંતોષ પામી. રાજા તે તેણીની બુદ્ધિથી સંતોષ પામેલ સભા સમક્ષ તેને ખૂબ વખાણુને સેનાના ઘરેણાથી સત્કાર કરીને અને સન્માન આપીને ઘેર જવાની રજા આપે છે. રાજાથી પ્રશંસા કરાયેલ મંત્રી પણ હર્ષપૂર્વક પિતાની પુત્રી સાથે ઘેર ગયો. ઉપરા–પુણ્ય પાપની ચતુભગીના ફલને જાણીને આ
લોકમાં હમેશા પુણ્યાનું બધિ પુણ્ય ઉપાર્જન કરવામાં ઉદ્યમવંત થાઓ,
Page #160
--------------------------------------------------------------------------
________________
૩૭ અાષ ઉપર નિન ભિક્ષુકની કથા સાડત્રીશમી
લક્ષ્મીદેવીનો મહેરબાનીથી મળેલ દ્રવ્ય પણ સતાષના અભાવથી નાશ પામે છે. નિન ભિક્ષુકનુ અહીં ઉદ્દાહરણ છે.
એક ભિક્ષુક, ધર્મ કાર્યથી પરાઙગમુખ, પરાપકાર રહિત, માત્ર ધન મેળવવામાં તદ્દીન, સંતાષ રહિત એવા તે કાઈ પણ ઉત્તમ ધનવાનને જોઈ વિચારે છે. “મારે ધર, ક્ષેત્ર, દ્રવ્ય અને બીજી પણ કાંઈ ઉત્તમ વસ્તુ નથી. જો આવા ધનવાન હુ થાઉં તેા સાથી રહું અને ધર્મ પરાયણ અને પરાપકારશીલ થઈ જાઉં,” એમ વિચારતા ભિક્ષા માટે ભમતા શહેરની બહાર નીકળ્યો. ત્યારે આકાશ માર્ગે જતી શ્રીદેવી તેના હૃદયના ભાવ જાણીને પરીક્ષા માટે પાસે આવીને કહે છે હું ભિક્ષુક ! તારા હૃદયના ભાવ મેં જાણ્યા છે, તેથી ધ્યાથી તને કાંઈ પણ દ્રવ્ય આપવાને પ્રંચ્છુ છું. તું વસ્ત્ર પહોળું કર. તેમાં હું સાના મહારા નાંખુ, જ્યારે તને સ ંતાષ થાય ત્યારે હવે ખસ ” એમ એલજે. પરંતુ ફેંકાતી દીનારામાંથી જો એક પણ સાનામહાર જમીન
(6
""
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ઉપર પડશે તે તે કાંકરે થઈ જશે.” એમ કહીને તે લક્ષ્મીદેવી પહેળા કરેલા તેના જીર્ણ વસ્ત્રમાં સોનામહોર ફેંકવા લાગી. લોભથી ગ્રસ્ત થયેલે તે ભિક્ષુક “બસ બસ” એમ ના કહેતો નથી. તે સેનામહોરથી વસ્ત્ર ચારે બાજુથી ભરાઈ ગયું છતાં પણ તે નિષેધ કરતું નથી. ફરી પણ કહે છે “આમાં પાંચ સેનામહોરે નાંખે.” તે પણ ફેંકીને કહેવામાં આવ્યું “શું તને સંતોષ નથી થે.” અસંતોષથી તે વારવાર માંગે છે. એમ સોનામહોર નાખતાં બહુ ભારથી અને કપડાના જીર્ણપણાથી તે ફાટી ગયું અને તે બધી સેનામહોરો નીચે પડી. ત્યારે તે ભિક્ષુક હાહાર કરતા નીચે નમીને જમીન ઉપર પડેલી સોનામહોર જેવા લાગ્યો. ત્યારે બધી સેનામહેરે કાંકરા રૂપ થઈ ગઈ હતી. જ્યારે ઊંચે અને છે ત્યારે લીવી પણ અદ્રશ્ય થઈ. ત્યારે તે નિર્ભાગીને સરદાર પોતાને નિંદતે દુઃખી થયે. આ પ્રમાણે અસંતોષથી જીવ દુઃખ પામે છે. ઉપદેશ–અહિ નિર્ધન ભિખારીની કાર્યરહિત
ભાવનાને જાણીને થોડા દ્રવ્યમાં પણ મનમાં સંતેષ ધારણ કરવો જોઈએ.
Page #162
--------------------------------------------------------------------------
________________
૩૮ પારકાનું અશુભ ચિતવવામાં
સુંદરીની કથા આડત્રીસમી
પારકાનું જે વિચારવામાં આવે તે જરૂર પિતાને જ આવી પડે છે. સ્ત્રી વડે ચિતવાયેલી હિંસા તેણુને પિતાને વિષે જ તે પરિણમી.
અવધિજ્ઞાન યુક્ત વરદત્ત નામના મુનિવર વિચરતા કૌશામ્બી નગરના ઉદ્યાનમાં આવ્યા. મહીપાલ રાજા તેમજ દેશના નગરજને સાંભળવા ઉદ્યાનમાં આવ્યા. ઉપદેશ આપવાના અવસરે કહે છે “સાધુઓ. સર્વત્ર ચંદ્રની જેમ બધાને આહલાદ પમાડનારા હોય છે. શત્રુ ઉપર અથવા મિત્ર ઉપર, અપરાધીમાં કે નિરપરાધીમાં સરખા ભાવવાળા વાય છે.એમ કહીને હસતા રહ્યા. ત્યારે રાજા અને લોકે પૂછે છે “હે ભગવાન ! કારણ વિના કેમ હસે છે ! સાધુને આ અયોગ્ય છે.”
ત્યારે અવધિજ્ઞાની કહે છે “આ લીમડાના ઝાડ ઉપર રહેલી સમડી પૂર્વ ભવના વૈરના કારણથી ક્રોધથી મને હણવાને ઈરછે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
એનું આશ્ચર્યકારક ચરિત્ર અધિજ્ઞાનથી જાણીને હું હસ્યા.’' રાજા વડે પૂછાયેલા મુનિવર સભાના લોકાને ખેાધ આપવા માટે તે સમળીનુ વૃત્તાંત કહે છે.
પહેલા શ્રીપુર નગરમાં ધનબેકી હતા. તેને રૂપાળા પણ શીલભ્રષ્ટ સુંદરી નામની સ્ત્રી છે. પિતને છેતરીને જારપુરૂષને ઘેર જાય છે. એક વાર જારપુરૂષ તેણીના ધણીથી ભય પામેલા કહે છે “તારે મારા ઘેર કદાપી ન આવવું. કારણ કે હું તારા પતિથી ડરું છું.” તેણી કહે છે. હું પ્રિય ! તમે બેફિકર રહે. હું તેમ કરીશ જેથી તમને ભય થશે નહિ. ત્યાર બાદ તેણી ારપુરૂષમાં રક્ત ચિત્તવાળા પતિને મારવાને માટે ઝેર મિશ્રિત દૂધનું પાત્ર ભરીને અભરાઈ ઉપર એક બાજુ મૂકે છે. ભાજન સમયે તેણીના પતિ જ્યારે ભોજનના માટે બેઠા ત્યારે તે ખીર લેવા અંદર ગઈ ત્યારે ત્યાં ઉગ્ર ઝેરવાળા સાપથી ડખાયેલી તે મોટેથી પોકાર કરીને પડીને મરણ પામી. ધનશ્રેષ્ઠી તેણીના પડવાને અવાજ સાંભળીને “શું થયું એમ એકદમ ઉઠીને ત્યાં ગયા. તેણીને મરણ પામેલી જોઈને તેણીના દુષ્ટ ચરિત્રને નહિ જાણુતા બહુ વિલાપ કરે છે. તેણીના મરણુકાને કરીને સંસારથી વિરક્ત મનવાળા તેણે સાત ક્ષેત્રોમાં ધન વાપરીને દીક્ષા લીધી. અને તે અનુક્રમે અગીયાર અંગના જાણકાર થયા.
એકવાર ગુરુની આજ્ઞા લઈને એકલા એક જંગલમાં કાઉસગ્ગમાં રહ્યા. તે સુંદરી પણ—“પારકાનું જે ચિંતવીએ તે નક્કી પોતાને થાય છે” એ ન્યાયે સદંશથી મરીને તે જંગલમાં સિંહપણે ઉત્પન્ન થઈ. તે મુનિને જોઈને પૂર્વભવના અભ્યાસથી મુનિ ઉપર રૂડીને તેને મારી નાંખ્યા. તે ધન્ય મુનિ શુભ ભાવથી મરીને બારમા અચ્યુત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે તે સિંહ મરીને ચોથી નરકમાં ઉત્પન્ન થયા. તે ધન્યમુનિને જીવ જે દેવ થયા હતા. તે દેવલેાકથી વ્યવીને
Page #164
--------------------------------------------------------------------------
________________
પારકાનું અશુભ ચિતવવામાં સુંદરીની સ્થા
૧૯
ચંપાનગરીમાં દત્તશેઠને ઘેર તેની સ્ત્રીને વિષે વરદત્ત નામના પુત્રપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના અભ્યાસથી તે સમ્યગદષ્ટિ અને દયાળુ હતા. સુંદરીના વ ચેથી નરકમાંથી નીકળીને અનેક જીવ ભમીને વરદત્તના ઘેર દાસીના પુત્ર થયા. પૂર્વભવના અભ્યાસથી વરદત્ત ઉપર દ્વેષ કરતા છતા પણ તેના પ્રેમ મેળવવા માટે તેની સાથે ધર્મ પશુ કરે છે. તેથી વરદત્ત પણ તે દાસીના પુત્રને ભાઈ તરીકે માને છે. લાકામાં પણુ ‘“શેઠના ભાઈ” એમ પ્રસિદ્ધ થયા. પણ તે દાસીપુત્ર મેમાં તેમા નાશના ઉપાય વિચારે છે. એકવાર ઝેર ભેળવેલુ પાન તે વરદત્તને આપે છે. ત્યારે ચાવિહારનુ પચ્ચકખાણ હોવાથી પાનને ઓશીકે મૂકે છે. પ્રભાત સમયે વરદત્ત શેઠ જિનમદિરે ચૈત્યવંદન કરવા ગયા ત્યારે વરદત્તની પત્ની ત્યાં આવેલા દાસીપુત્રને કહે છે હે દિયર ! આ પાન તમે લ્યા એમ કહીને આપ્યું. તે પણ તેના મધુર શબ્દમાં આસક્ત બનેલે મૂઢ તે ખાઈને, મરણ પામીને આ સમળીપણે ઉત્પન્ન થયા છે. દાસી-પુત્રને મરેલા જાણીને વૈરાગ્યથી રંગાયેલ મનવાળા વરદત્તશેઠે સાત ક્ષેત્રમાં ધન વાપરીને દીક્ષા લીધી, તે હુ" જાણવા.
ત્યારે તે સમળી મુનિવરના મુખથી તે વાત જાણીને, જાતિસ્મરણજ્ઞાન પામીને, મુનીશ્વરના ચરણુ આગળ આવીને, વાંદીને પોતાના અપરાધને ખમાવીને અનશન કરીને દેવલાકમાં ગઈ. નગરજને અને લેાકેા આ સાંભળીને અને જોઈને જીનેશ્વર ભગવંતાને યામય શુદ્ધ ધર્મ સમકીત સહિત પામ્યા.
ઉપદેશ—મોધદાયક, સુંદરી અને વરદત્તની કથાને સાંભળીને, જો તમે સુખના અથી હૈ। તે પારકાનું બુરૂ' ન ચિતવેા.
Page #165
--------------------------------------------------------------------------
________________
૩૯ ઉદ્યમના પ્રધાનપણામાં બે શ્રેષ્ઠ વિદ્વાનાની કથા ઓગણચાલીસમી
કાલ વિગેરે પાંચ હેતુએ પોતાના સ્થાનમાં સારણ જાણવા સમાં ઉદ્યમ પ્રધાન છે તે ઉપર એ વિદ્વાનાનુ ઉદાહરણ છે.
એકવાર ભાજરાજાની સભામાં બે પડિતા આવ્યા તેમાં એક નિયતિવાદી “ જે થવાનું હોય તે અન્યથા ન થાય ’ એથી તે ઉદ્યમ વિના ભાવિને જ માને છે. ખીજો પતિ ઉદ્યમને જ ફૂલ આપવામાં પ્રમાણ માને છે. કારણ કે આળસુ માણસા કાંઈ પણ ફળ મેળવતા નથી. જેથી કહ્યું છે કે—“ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે. પણ પ્રમાદિને સિદ્ધ થતું નથી. સુતેલા સિંહના મુખમાં હરણીઆ પ્રવેશ કરતા નથી.” આમ ખીજો ઉદ્યમથી ફળને માનવાવાળા છે. ભાજરાજાએ તે બન્નેને આવવાનું કારણુ પૂછ્યું. તે કહે છે “ વિવાદના નિય માટે તમારી પાસે અમે આવ્યા છીએ.” રાજાએ કહ્યું “ તમારા જે વિવાદ હોય તે કહો. ' ત્યારે ાનેય પોતપાતાના મતને યુક્તિ
Page #166
--------------------------------------------------------------------------
________________
ઉષ્મના પ્રાનપણામાં એ શ્રેષ્ઠ વિદ્વાનાની કથા
સહિત રાજાની સમક્ષ મૂકે છે. રાજા વિચારે છે પરમાર્થથી આમાં સત્ય શું છે ? અને તે કેમ જાણી શકાય ? ત્યારે નિય કરવા અસમર્થ તે કાલિદાસ પ'ડિતને પૂછે છે “ આના ન્યાય મ કરાય? અથવા શું ઉત્તર આપી શકાય ? '' કાળીદાસ કહે છે “હે રાજન! જેમ દ્રાક્ષના રસ ચાખવામાં આવે તે મધુર અથવા ખાટે જાણી શકાય તેમજ આના વિવાદ કસી જોઈએ તેથી સત્ય અથવા અસત્ય જણાય.” રાજા કહે છે “ કસવામાં કાઈ પણુ ઉપાય છે ? જો હાય તા કસા.' ત્યારે કાળીદાસે તે બન્ને વિદ્વાનાને ખેાલાવીને તેમની આંખા ઉપર વસ્ત્ર બાંધીને, અને બન્ને હાથ પીઠની પાછળ બાંધીને પગને પણ મજદ્યુત બાંધીને અધારા ઓરડામાં તે બન્નેને મૂકયા અને કહ્યું “ જે નિયતિવાદી હાય તે નસીબથી છૂટે. જે ઉદ્યમવાદી હોય તે પુરૂષાથી છૂટે. એમ કહીને કાળીદાસ પાછા ફર્યા. ત્યારે જે પેલા નશીબવાદી હતા તે “ જે ભાવિમાં હશે તે થશે '' એમ માનતા ચિંતા રહિત થયા છતા સુખેથી ત્યાં સુતા. જે ઉદ્યમવાદી હતા તે છૂટવાને ઘણી મહેનત કરે છે. હાથ અને પગને જમીન ઉપર આમ તેમ ધસે છે પરંતુ મજબ્રુત બંધન હાવાથી જ્યારે તે ન છૂટયા ત્યારે તેને નશીબવાદી વિદ્વાન કહે છે “ ફોગટ ઉદ્યમ કરવાથી શું ? આ ગાઢ બંધન કાઈ રીતે પણ છૂટશે નહિ. નિરક બળને નાશ કરનાર પ્રયત્ન વડે શું? ભૂખ અને તરસથી પીડા પામેલ આપણને ભાગ્યનું શરણુ એ જ સારુ છે.
એમ સાંભળીને પણ ઉદ્યમવાદી પડિત છૂટવાના પ્રયાસ મૂકતા નથી. છૂટવાને માટે ઘણી મહેનત કરે છે. એ પ્રમાણે તેમના એ દિવસેા પસાર થયા. ભોજનના અભાવે તેનું શરીર પણ ધણુ ક્ષીણુ થઈ ગયુ કામ કરવામાં પણુ અશક્ત થયું. તા પણુ ઉદ્યમવાદી અંધારા ઓરડામાં આમ તેમ ભમતા બંધનથી છૂટવાના યત્ન છેાડતા નથી.
નિયતિવાદી તેને કહે છે “ હવે ઈશ્વરનું નામ લેા, ફૂલરહિત મહેનત કરવાથી લાભ શું ? ત્યારે તે ઉદ્યમવાદી કહે છે. મરણ આવ્યે તે
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિષ્ણન થા
*
પણ કદાપિ મહેનત હૅાડવી નહિ. હરહ ંમેશ પણ માણસે પ્રયત્નશીલ થવુ જોઈએ. નિયતિવાદી ખેાલે છે “ જો એમ જ છે. તેા અંધારા ઓરડામાં હાથ પગ બસતા તમે રહા, તમને ઉદ્યમ ફૂલ આપશે ? તે પણ તે ઉદ્યમવાદી પંડિત, ક્ષીણુ શરીરના બલવાળા ત્રીજા દિવસે ભીંતની નિશ્રાએ ભમતા હાથ પગ ઘસતા પડતા, ફરી પણ ઘસતા ભમતા ભાગ્યવશાત્ ઓરડાના ખૂણામાં આવી પડ્યો. જ્યાં ઉંદરનું ખીલ છે. તેના હાથ તે દર ઉપર આવ્યા તે દરમાં રહેલા ઉંદર બહાર નીકળી
શકતા હાવાથી દાંત વડે તેના હાથના બંધનને કાપી નાંખે છે. ત્યારે તે છૂટયે અને આંખના પાટાને, અને પગના બંધનને દૂર કરે છે. ત્યારે તે ઓરડામાં ધાર અંધકારથી કંઈ પણ જોઈ શકતા નથી. આ એરડાનું બારણું કયાં છે એમ ભીંતને સ્પર્શી કરવાથી જોતા એવા તેણે અનુક્રમે બારણુ મેળવ્યું. તેને બહારથી બંધ જોઈને કષ્ટથી તે બારણાને મૂળમાંથી ઉતારીને તે બહાર નીકળ્યો. પછી નશીખવાદી પ`ડિતને પણ બંધનથી મુક્ત કરે છે. છૂપી રીતે રહેલા કાળીદાસ બધું જુવે છે. જ્યારે તે બન્નેને બહાર નીકળેલા જોવે છે, અને જોઈને તેને પેાતાને ઘેર લઈ ગયા સારી રીતે ભાજન પાણી વડે સત્કાર સન્માન કરીને તે બન્ને વિદ્વાનાને લઈને રાજાની સભામાં ગયા. ભોજરાજાને કહે છે “ ઉદ્યમ વડે જીતાયું, ભાગ્ય વડે હરાયુ.” જેથી ઉંઘમવાદી પડિત પુરૂષાર્થથી છૂટયા ખીન્તે ઉદ્યમના અભાવથી ન છૂટયો, જે નશીબને જ મુખ્ય માને છે તે આળસુ કહેવાય છે. જ્યાં પ્રમાદ, આળસ છે ત્યાં ભૂખ, તરસ, દુઃખ અને મરણ જરૂર સંભવે છે. જે મહેનત કરે છે તે ક્યારેક મુક્ત બને છે અને કાંઈક ફળ મેળવે છે. નશીખવાદી ઉદ્યમ વિના ફળને મેળવતા નથી. તેથી ઉદ્યમ મુખ્ય જાણવા.
در
ત્યારે ભોજરાજા ઉદ્યમવાદી પતિને દ્રવ્ય, વસ્ત્ર અને ઘરેણાંથી સન્માન કરે છે. તત્ત્વથી પાંચ કારણાના સમુદાયથી કાર્યની ઉત્પત્તિ થાય છે. અને તે આ પ્રમાણે —— તાંતણાઓને પટ ઉત્પન્ન કરવાના સ્વભાવ
Page #168
--------------------------------------------------------------------------
________________
ઉદ્યમના પ્રધાનપણામાં એ શ્રેષ્ઠ વિદ્વાનેાની કથા
છે. તે પટ કાળે કરીને થાય છે. વસ્ત્ર કરવામાં પ્રવૃત્ત છતાં ભવિતવ્યતાના યોગે વસ્ત્ર બને છે, નહીં તા વિઘ્ના જ આવે. વણુકરની મહેનતથી વસ્ત્ર થાય છે. જો કમ અનુકૂળ હોય તેા કામના ફૂલના ભોક્તા થાય છે. એ પ્રમાણે—કાળ, નિયતિ, સ્વભાવ, ઉદ્યમ અને પૂર્વ કર્મ સ્વરૂપ પાંચ કારણુ ભેગા થાય ત્યારે કાય થાય છે. તેમાં કાળ વિગેરે પાંચમાં નિયતિ બલવાન છે તેનાથી પશુ ઉદ્યમ બલવાન (છે.) જાણવા. નીતિ શાસ્ત્રમાં પણ—ઉદ્યમમાં દરિદ્રતા નથી ” એ કારણથી કદાપિ ઉદ્યમને છેડવા નહિ.
ઉપદેશ—એ પડિતાના ઉન્નાહરણમાં ઉદ્યમના ફૂલને જાણીને ફલદાયક પુરૂષાર્થોને જીવનપર્યંત ન છેડવા જોઈ એ
5.
L
૧૧૩
Page #169
--------------------------------------------------------------------------
________________
૪૦ ઇંદ્રિયેના નિગ્રહમાં મહાત્મા છે અને પોપટની કથા ચાલીશમી
gararnamnararangay દ્રવ્ય બંધન છેડવાને માટે ઈદ્રિયોને નિગ્રહ કારણ છે, એમ જાણીને તેનું આલંબન લઈને પોપટ પાંજરામાંથી છૂટો થયે,
કૌશાંબી નગરીમાં એક ધમી ધનાઢય શ્રેષ્ઠિવર્ય હતો. તે હંમેશા ધર્મ શાસ્ત્રને સાંભળતે સાધુ પુરુષના ચરણ કમલની સેવામાં સુખપૂર્વક કાળ પસાર કરે છે. તેણે એક પિપટ પાળ્યો હતો તે પાંજરામાં રહ્યા છો શેઠની પાસે ધર્મ સાંભળવા વડે શાંત અને ધર્મશીલ થયે. શેઠને પણ તેના ઉપર ઘણે જ રાગ હતો. સુંદર ફળ વડે તેને સારી રીતે પાળે છે. પિપટ પણ હંમેશા પરમેશ્વરનું નામ બોલીને મનને આનંદિત કરે છે. એમ તે બન્નેના કેટલાક દિવસે પસાર થયા.
એક વાર નગરના ઉપવનમાં પરના ભાવ જાણનારા, અનેક શિષ્યના સમૂહથી યુકત કંઈપણ મહાત્મા ધર્મને ઉપદેશ આપવાને
Page #170
--------------------------------------------------------------------------
________________
ઇંદ્રિયાના નિગ્રહમાં સહાત્મા અને પાપઢની કથા UT
આવ્યા. નગરજને જેની પાસે ધમ સાંભળવા આવે છે. ત્યારે તે શેને. તે મહાઋષી પાસે જતા જોઈને પાપટ માલે છે હું શ્રષ્ટિવ જો તમે તે મુનિવર પાસે વંદન માટે જાઓ છે, તો તે મહાત્માને આવી રીતે પૂછજો બંધનમાંથી છૂટકારા કેવી રીતે થશે ?' શાસ્ત્રામાં આમ સંભ ળાય છે “ઇશ્વરના નામનું સ્મરણ પણ જીવાને મુક્તિદાયક છે. હું તે હંમેશાં ઇશ્વરનું નામ લેવા છતાં આજ સુધી બંધનમાં કેમ પડયા છુ ? છૂટવાના ઉપાય શું છે? મારા આ પ્રશ્ન તમારે પૂછવા.
તે શેઠ પોપટના વચનને સાંભળીને અને કબૂલ કરીને મુનિવર પાસે ગયા. ઉપદેશ સાંભળીને છેલ્લે પાપટનેા પ્રશ્ન પૂછ્યો. પારકાના અભિપ્રાય ાણવામાં કુશળ તે મુનિવર આંખાને બંધ કરીને ધ્યાનમાં રહ્યા. કાંઈ પણ ખેાલતા નથી ત્યારે તે શેઠ બે ત્રણ વાર પૂછે છે તા. પશુ તે મુનિ મૌન વડે અને ધ્યાન વડે રહ્યા. કંઈ પણ માલ્યા નહિ. રોડ પણ ધ્યાનમાં રહેલા મુનિને જોઈને ઘેર આવ્યા. પોપટ પણ શેઠને જવાબ પૂછે છે. શેઠ કહે છે. હે વહાલા પાપટ ! તારા પ્રશ્ન જ્યારે મેં મુનિને પૂછ્યા ત્યારે તે આંખો બંધ કરીને ધ્યાનમાં રહ્યા. કઈ પશુ ઉત્તર આપ્યા નહિ. એમ બે ત્રણ વાર પૂછ્યુ તા પણુ તે નિશ્ચલ. અને નિશ્ચેષ્ટ થયા. કઈ પણ ખેાલ્યા નહિ.”
ત્યારે પાપટ પણ તેના પમા` જાણીને તે પાંજરામાંથી છૂટ-વાને માટે રાત્રિમાં આંખા મીંચીને નિશ્ચેષ્ટ જેવા થયા. પ્રભાતમાં તે રોકે તેને તેવા પ્રકારના નિશ્ચેષ્ટ જોઈને શુ આ મૃત્યુ પામ્યા એમ. નિ ય કરવાને માટે પાંજરામાંથી બહાર કાઢીને તે વ્હાલા પાર્ટને સ્પર્શ કરે છે. નક્કી તે મરણ પામ્યા એમ જાણીને “ અરે અરે આ મૃત્યુ પામ્યા” એમ બહુ રૂદન કરીને તેનું મરણુ કાય કરવાને ઘેરથી બહાર લઈ જઈને શુદ્ધ જમીનમાં ખાડા કરીને તેમાં તેને સ્થાપીને અગ્નિ લેવા ઘરમાં ગયા. ત્યારે પાપટ પણ ખાડામાંથી ઉડીને વૃક્ષની ડાળી ઉપર બેઠા. શેઠ આવ્યા ત્યારે તે પાપટને ઝાડની
Page #171
--------------------------------------------------------------------------
________________
WE
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ડાળી ઉપર એટલેા જોઈને કહે છે “હે વ્હાલા પેપટ ! તેં શું ક્યું" ? મને કેમ છેતર્યાં ? મરેલાની જેમ કેમ ચેષ્ટારહિત થયા.” ત્યારે પોપટ પણ કહે છે. “હે શ્રેષ્ઠિવ ! તમે તે મહાત્મા સાધુપુરૂષના ઉત્તરને સારી રીતે ન જાણ્યો, પરતુ તે મહાત્માએ આ પ્રકારે મને પ્રશ્નના ઉત્તર આપ્યો. મેં તે તમારુ વચન સાંભળીને આમ વિચાર્યું. કે “તે મહાત્માએ આંખા બંધ કરીને ધ્યાનમાં નિમગ્ન, નિશ્ચેષ્ટ થયા તેથી હુ ધ્યાનસ્થની જેમ ઇંદ્રિયાને વશ કરીને મનમાં સલીન અને ચેષ્ટારહિત થયા. ત્યારે હું મરણુ પામ્યા એમ જાણીને તમારા વડે હું ત્યાગ કરાયા. એવી રીતે તે ઉત્તમ સાધુએ પાંજરાના બંધનથી યુક્તિ વડે મને છેડાવ્યા. એમ ઇંદ્રિયાના નિગ્રહ કરવાથી જીવ પણ સંસારના અધનથી છૂટે છે અને પરમપદને પામે છે. હું પણ જં ગલમાં જઈને યથેચ્છ ( ઈચ્છા મુજબ ) પ્રભુ ચરણના શરણથી જીવનને સાલ કરીશ. એમ કહીને વનમાં ગયા છતા સુખી થયા. ઉપદેશ—આ લાકમાં પાર્ટને જેમ ઇંદ્રિયના નિગ્રહ કુખ્યા તેમ ઇક્રિયાને વશ કરવામાં હમેશાં સમાધિપૂર્વક તમે પ્રયત્ન કરો.
Page #172
--------------------------------------------------------------------------
________________
૪૧ જ્ઞાનગ મંત્રીની કથા એકતાલીસમી
Conta
બુદ્ધિમાન માણસા દ્વવથી કરાયેલ વિપત્તિઓને જ્ઞાનગ` મ`ત્રીની જેમ યત્નથી જલદી નક્કી તરી જાય છે.
શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તંભથી અલ"કૃત વૈશાલી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તે રાજાને શામ આહ્નિીતિના સ્થાનરૂપ, રાજાના બધા રાજ્ય કાર્ય માં તત્પર એવા જ્ઞાનગલ નામે મત્રી હતા.
એકવાર સભામાં બેઠેલા રાજાને પ્રતિહારે પ્રણામ કરીને વિનંતી કરી હે સ્વામિ ! ક્યાંકથી આવેલા એક નિમિત્તિયા દ્વાર પાસે ઊભા હતા. પૂજ્ય એવા આપના દર્શનને ઇચ્છે છે.” રાજાની આજ્ઞા મેળવીને તેને રાજાની સભામાં પ્રવેશ કરાવ્યેા. કૌતક સહિત રાજાએ તેના જ્ઞાનની પરીક્ષા માટે યોગ્ય સત્કાર કરીને તે ન્યાતિષીને પૂછ્યું થેાડા દિવસમાં કેને અપૂર્વ સુખ અને દુઃખ થશે ?” અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના જાણકાર તે વિદ્વાને કહ્યું “તે સ્વામિ ! તમે પૃપે તે શાસ્ત્રમાં કહેલા અને કહેતા હુ દોષ નેતા નથી. એમ ક્દીને કહે છે “જે જ્ઞાનગલ અહામંત્રી માત્રાના સમુદાયમાં
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
શિરોમણિ ભાવને પામ્યા છે પરીવાર સહિત તેના ઘરમાં અતિભયંકર મરકી ઉપસ્થિત થશે. તે મરકી વર્ષમાં નાહે મહિનામાં નહિ પરંતુ આ પખવાડીઆની અંદર થશે ત્યારે તે સભા બધી વજથી હણાયાની જેમ ક્ષણભર પીડા સહિત મૂંગી થઈ ગઈ. ત્યારબાદ ધીર બુદ્ધિવાળો મંત્રી તે સભામાંથી બહાર ગયે છતે કેઈ ન જાણે તેમ પોતાના ઘેર નિમિત્તિયાને બોલાવે છે. વસ્ત્ર પુરુષ અને સુંદર ભજન વિગેરે આપવાથી સન્માન કરાયેલ અને સંતોષ પામેલ તે એકાંતમાં પૂછ્યું કે “આ મરકી કેનાથી થશે ? તે જ્યોતિષી કહે છે “તમારા મેટા પુત્રથી.” મંત્રી પુછે છે “ચોક્કસ આમ થશે, એમાં વિશ્વાસ શું ? નિમિત્તિઓ કહે છે “અમુક દિવસે તમને અશુભ સ્વપ્ન આવશે” એ પ્રમાણે તે મંત્રી કાર્યને સાર પામીને, નૈમિત્તિકનું બહુમાન કરીને ઘણા આદરપૂર્વક વારે છે કે “કઈ રીતે આ વાત બહાર પાડવી નહિ. ત્યારે તે પિતાના દેશ ચાલ્યો ગયે. હવે એક વખત રાત્રિએ મંત્રીએ સ્વપ્ન જોયું “જાણે કે મારું ઘર ઘણું ગાઢ અંધકારના સમૂહના જેવું શ્યામ ધૂમાડાના સમૂહ વડે ઢંકાયું. ત્યારે મંત્રીએ સાબિતી સહિત પોતાના મેટા પુત્રને કહ્યું “હે પુત્ર! તારા જન્મ સમયે ભેગા થયેલા વિદ્વાન
જ્યોતિષીએ મને સારી રીતે કહ્યું હતું, તે જ વળી હમણું તારાથી કુલને નાશ થતે દેખાય છે. તેથી એક પખવાડિઆ સુધી તારે સારી નિર્મળ બુદ્ધિપૂર્વક રહેવું જોઈએ, જેથી આવી પડેલ આ સંકટને આપણે કઈ પણ રીતે ઓળંગી જઈએ. જે આ દુઃખને ન રેકું તે સકલ જન પ્રસિદ્ધ મારી આ બુદ્ધિને ક ગુણ હોય ?
અતિવિચિત્ર ગ્રહનું ચરિત્ર, સ્વપ્ન, શકુનાદિ અને નિમિત્ત, દેવની જેમ કોઈને કયારે પણ માંગ્યાની જેમ ફલે છે.
! તેથી ધીરજને ધારણ કરવાવાળા બુદ્ધિમાન પુરુષેએ કરવું ન જઈએ મરંતુ હંમેશા એગ્ય ઉપાયમાં તૈયાર રહેવું જોઈએ. નીતિ
કાર્ય કરવામાં નિપુણ, ખરાબ ચાર્ગથી દૂર રહેવાને કદાચ
Page #174
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનગલ માંગીની સ્થા એકતાલીશમાં
•
ટેવવશથી કાર્યનો આરંભ નિષ્ફળ જાય તો પશુ ષને માટે નથી. તેથી હે પુત્ર! તું પેઢીમાં પ્રવેશ કર. પખવાડીઓના વેબ પાણી આ તારી શરીર સ્થિતિના સાષન તરીકે મૂળ છે. ત્યારે પોતાના કુળના રક્ષણુ માટે પુત્ર પણ તેમ કયે તે સનનાં પાસે જઈને મત્રીઓ નિવેદન કર્યું “ હે રાજન ! રાજકુલની સેવાથી પુરુષ પરંપરાથી આવેલ આ દ્રવ્ય અમારે સ્વાધીન છે. રાજાએ કહ્યું “ડર નહિ.” મત્રીએ કહ્યું “કાણુ જાણે, શું થશે.” એમ કહીને ઇચ્છા નહિ છતાં પણુ રાન પ!સે એ પેટી ગ્રહણ કરાવી. તે પેટી રાજાના ભંડારગૃહમાં લઈ જવામાં આવી. અને કહ્યું “ હે દેવ ! આમાં મારૂં બધું સર્વસ્વ છે. મારા આગ્રહથી પંદર દિવસ સુધી આદરપૂર્વક આ સ’રક્ષણ કરી, ત્યારે રાજાએ તે પેટીને મજબૂત તાળા લગાવ્યા. બધી બાજુએથી સીલ કરવામાં આવી અને દરેક પહેાર તેના રક્ષણ માટે છે, પહેરગીરા પશુ મૂકવામાં આવ્યા. એમ કર્યું છે સુવિધાન જેણે એવા તે પ્રધાન વિસ્મય વડે “ શું આ મારેા પ્રયાગ નિષ્ફળ જશે ? નસીબનું સ્વરૂપ ન ચિંતવી શકાય તેવું છે, અને શું ન થાય ?” એમ ક્ષણવાર વિષાદને પાવતા જેટલામાં ઊભો છે તેટલામાં તેરમા દિવસે પ્રભાત સમયે કન્યાના અંતઃપુરમાં રાજાની કન્યાની વેણીના છંદ થયા. કાણે કર્યો એમ નિમિત્તની ચિંતામ િમત્રીના પુત્ર કર્યા, એમ વાત ચાલી કે ખરેખર ાતામા મંદિરમાં પથારીમાં રહેલી રાજકન્યા પાસે મંત્રીના મોટા પુત્રે આવાને વિનંતી કરી “ હું ખીલેલા કમળ જેવા મુખવાળી ? હે સુંદરી ? મારી સાથે ક્રીડા કર. એમ ધણુ પણ કહ્યા છતાં જ્યારે એ ઇચ્છતી નથી. ત્યારે ક્રોધ વશથી હાથમાં છરીવાળા અને તેણીના ની લટ કાપી નાખી” ત્યારે તે ક્રમલ મુખવાળી અશ્રુભરેલ નેત્રવાળી માટેથી રૂન ~:- પિતા પાસે ગઈ. બધા હેવાલ નિવેદન કર્યા. ક્રોધરૂપી અગ્નિથી લાલદેહવાળા રાજા શહેર રક્ષણુ કરનાર લાકને એમ કહે છે “ જેમ તે
;
બે
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મંત્રીપુત્ર શાળાએં ચઢાવવા વિગેરેને દુઃખથી મરી જાય તેમ જલ્દી કરે અથવા અધમ મંત્રીના ઘરને ઘાસ, છાણ, લાકડાઓ વડે સર્વ બાજુથી વીંટાળીને મેટે અગ્નિ પ્રગટાવીને બધું બાળી નાંખે કારણ કે તે મારી મેટી મહેરબાની પામીને ઉન્મત થયા છે, નહીંતર આવું આચરણ એઓનું કેમ હોય ?
ત્યારે નગરના આરક્ષક લેકે ભયંકર આંખવાળા, યમરાજાના સુભટ જેવા, તરત જ પ્રધાનના ઘેર ગયા. મંત્રીના કુટુંબને જેટલામાં હાથથી ખેંચીને પકડવાને તૈયાર થયા તેટલામાં મંત્રીના પણ સુભટે સામે થયા. એકબીજાને ગાળો ભાંડતાં તેને જોઈને સ્થિરમનવાળા મંત્રીએ તેમને નિવારીને રાજાના માણસોને પૂછ્યું. “શું કારણ છે જેથી આવું સમજણ વિનાનું ઉપસ્થિત થયું.” તેઓ કહે છે “તમારા પુત્રે રાજકન્યાને ચોટલે આજે કાપી નાંખે છે. તે સાંભળીને મંત્રી વિચારે છે, કર્મનું સ્વરૂપ અચિંત્ય છે, જે કર્મ તેવા પ્રકારને આશ્ચર્યકારી પ્રતીકાર કરે છતે પણ આવા પ્રકારનું ભયંકર દુઃખ આવી પડયું. જો કે આવા પ્રકારના અપરાધને સેવનારને આ જ દંડ હોય, તે પણ હું રાજાને જોઉં એમ (વિચારી) તેણે પોતાના માણસેને કહ્યું.
ત્યારબાદ તે રાજાની સભામાં જઈને કોપાયમાન થયેલા રાજાને પ્રણામ કરીને કહે છે હે દેવ! પેટીની અંદર જોઈને, તત્વને વિચાર કરીને ત્યારબાદ મને મોટે દંડ કરે એગ્ય છે. જેથી સારી રીતે વિચાર કરીને કાર્ય કરેલું ગણાય. એ પ્રકારે તેનું માનીને જેટલામાં પેટી પાસે જાય છે ત્યારે તે જ સીલ અને તાળાઓ જુવે છે. નગરજનો સમક્ષ તાળા ઉઘાડે છતે છરી અને કેશની લટ સહિત હાથવાળા
Page #176
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનચભમરીની કલા એકતાલીશમી
એવા સુપ્રસન્ન મુખવાળા પ્રધાનપુત્રને જુવે છે ત્યારે બધાય આશ્ચર્ય યુક્ત ભયને વહન કરતા એક બીજાના મુખ ઉપર, પાપેલી દષ્ટિવા બોલવા લાગ્યા. “હે અમાત્ય ! આ શું આશ્ચર્ય દેખાય છે. તે મંત્રી જવાબ આપે છે. “રાજા પોતે જ અહિ પરમાર્થ જાણે છે, પણ બીજે કાઈ નહિ, જેના ઘેર પેટી છે, પહેરેગીરે છે, જેને સીલબંધ કરવામાં આવી છે, જેને તાળાઓ દેવાયા છે, ત્યાં બીજો કોણ જાણુનાર હોય ?” મૂઢતાને પામેલે રાજા પણ કહે છે આ તારા જ્ઞાનને વિષય છે. ત્યારબાદ રાજા વડે અલંકારથી સત્કાર પામેલે તે મંત્રી કહે છે “હે દેવ ? એટલું જ માત્ર મેં જાણ્યું, જે મારા પુત્રથી સર્વનાશ થશે, પરંતુ અંબેડાના છેદનથી થશે, તે મેં જાણ્યું ન હતું. તેથી પેટીમાં સારી રીતે છૂપાવેલો પુત્ર તમને સોં, જેથી આપની પ્રત્યક્ષ થયે છતે અપરાધનું સ્થાન હું ન થાઉં. આથી જણાય છે કે નક્કી પૂર્વભવને કઈ પણ વેરી દેવ હોવો જોઈએ જે કારણથી મને દુઃખમાં નાખવા માટે આને આકાર ધારણ કરીને તે દેવે આ સઘળું આચર્યું છે, એમ સંભવે છે. ત્યારબાદ વિશ્વાસ બેસવાથી સર્વેએ આ એ જ પ્રમાણે છે એમ કહ્યું. નહીંતર આ તારે પુત્ર સુરક્ષિત કરાયેલે આવું કાય કેમ કરે ? હે દેવ ! પ્રતિકાર કરતે છતે અચિંત્ય કર્મ પણ આ પ્રમાણે ફલે છે, માટે બુદ્ધિમાન પુરુષોનું આચરણ પણ કર્મના અશુભ ફલના વેગને રોકે છે. એથી અવસર પામીને કેઈ સ્થળે કર્મ બલવાન બને છે. તેમજ ઉદ્યમ પણ કોઈ જગ્યાએ બલવાન હોય છે. આ પ્રમાણે પરિપકવ બુદ્ધિવાળા મનુષ્યનું જેવું આચરણ તેવું જ આચરણ કર્મ અને પુરૂષાર્થનું પણ જાણવું. જેમ કહ્યું છે –
કઈવાર જીવ બળવાન, કેઈવાર કર્યો બળવાન હોય છે, કોઈકવાર ધનવાન બળીઓ હોય છે અને કેઈવાર દેવાદાર બળવાન થાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
ભકૃત વિજ્ઞાન કરાવ્યા
આ પ્રમાણે સાંભળીને રવાથી બહુ સન્માન પામે તે જ્ઞાન ગ ભત્રી પોતાના નામ પ્રમાણે આચરણ કરતે જગતમાં લક્ષ્મી અને યશ પામે.
ઉપદેશ–શાનગભ મંત્રીનું નસીબે જોયેલા અર્થને
વારણ કરનાર ચરિત્ર સાંભળીને હે ભવ્ય જીવો? તમે મતિપૂર્વક કાર્ય સાધનારા થાઓ.
Page #178
--------------------------------------------------------------------------
________________
૪૨ પુણ્ય અને પરાક્રમના પ્રભાવ ઉપર પુણ્યસાર અને વિક્રમ સારની કથા
બેંતાલીશમી
કેઈને પુણ્યના ઉદયથી અથવા તે પરાક્રમથી સુખ થાય છે. તેમાં પુણ્યસાર અને વિક્રમ સારનું
અહીં સુંદર દૃષ્ટાંત કહેવાયું છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં પુણ્યયશ નામને રાજા હતો. તેને શુભગાંગી સ્ત્રી છે. હવે તે શહેરમાં ધનાઢય પુત્ર પુણ્યસાર નામે અને બીજો વિક્રમવણુંકને પુત્ર વિક્રમસાર નામે હતે. તે બંનેય કલાના સમૂહને ગ્રહણ કરી ક્રમે યુવાવસ્થા પામ્યા. એકવાર તેઓ વિચારે છે કે –“યુવાવસ્થા પામે છતે પણ જે લક્ષ્મીનું ઉપાર્જન ન થાય તે અનાચરિત્રવાળા તેને પુરૂષાર્થ શું ? જેની લક્ષ્મી દાનાદિ ક્રિયાઓમાં
જ્યાં સુધી નાશ પામતી નથી. ત્યાં સુધી તેની આબરૂ અને જોકપ્રિયતા છે. તેથી સ્નેહિજનના વાંછિત અર્થને કરવા વડે ચમત્કાર કરનારી
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
લક્ષ્મી જેમ પ્રગટ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી દેશાન્તર જઈએ. પરાક્રમરૂપી પર્વત ઉપર આપણે ચઢીએ, તેા જનપ્રયા લક્ષ્મી આપણને દુર્લભ થશે નહિ.’’
ત્યાર બાદ પ્રસ્થાન કરીને જેટલામાં સાતા સ્થાનકે ગયા, તેટલામાં પહેલા પુણ્યસારને દૈવવશાત ત્યાં ખાડા ખોદવા વધુ મોટા નિધિ પ્રાપ્ત થયા. તેને લઈને તે ઘેર આવ્યા. તેના ઉચિતકાર્યમાં લાગ્યો.
ખીજો વિક્રમસાર વળી સમુદ્ર પાર જઈ જીવને જોખમમાં નાંખી ધન મેળવીને પોતાને ઘેર આવ્યો. તે પણ પેાતાના ધનને ઉચિત ક્રિયામાં તે લક્ષ્મીના વિલાસ કરવા લાગ્યા.
નગરમાં તેઓની કહેવત થઈ પડી કે આ પુણ્યસાર મેટા પુણ્યના પ્રભાવથી સકલ વાંછિત લક્ષ્મીના સમૂહને પામેલા સુખી છે અને બીન્હે વળી વિક્રમસાર ભયંકર સમુદ્ર તરીને મેટી રિદ્ધિ મેળવી તે ભાઈના સમૂહ સાથે ભાગાને ભાગવે છે. તેથી આ બંનેમાં પહેલા પુણ્યથી બળવાન અને નસીબથી સંયુક્ત છે. બીજો પણ અસ્ખલિત વ્યવસાયમાં તત્પર પુરૂષાર્થ વડે યુકત છે. રાજાએ આ વાત સાંભળી બહુ કૌતુથી તેને સભામાં ખેાલાવ્યા. અને પૂછ્યું શું આ કહેણી સત્ય છે કે અસત્ય. તેઓએ કહ્યું, “માણસાની વાત અન્યથા ન હોય જેથી પ્રાયઃ કરીને અતિ છાનું કરેલું કાર્ય પણ લેાકા તરત જ જાણી જાય છે. ” એમ સાંભળીને રાજાએ તેની પરીક્ષા શરૂ કરી.
પહેલા પુણ્યસારને એકલાને જ ભાજનને માટે નિમંત્રણ આપ વામાં આવ્યું. રસાઈઆઆને કહ્યુ “આજે તમારે રસોઈ કરવી નહીં. જેથી આના પુણ્યના વશથી આવી પડેલ અમારે જમવાનુ છે. હવે ભાજન સમય થયે તે મહાદેવીએ મેાકલેલ મેાટા અંતઃપુરના રક્ષક વિનંતી કરે છે કે આજે મહારાણીને ઘેર તમારે જમવાનુ છે કારણ કે આજે જમાઈ પેાતાના નગરથી કાંઈ પણ પ્રયાજન માટે
Page #180
--------------------------------------------------------------------------
________________
પુણ્યસાર અને વિક્રમ સારની કથા
૧૩૫ અ.વેલા છે. તેના નિમિતે સારા ભાત વગેરે સ્વાદિષ્ટ ભજન તૈયાર કરાવ્યું છે તે હે દેવ ! તમારી સાથે જમતા તે જમાઈ લીલાગ્યને પામે ત્યારબાદ તે બધા શાંતિથી તે ભોજન જગ્યા..
બીજા દિવસે બીજા વિક્રમસારને ભજનને માટે નિમણુ આપવામાં આવ્યું. બધાય રસોઈ બનાવનારાઓને કહેવામાં આવ્યું “જલ્દી ભોજન કરો.” તેઓએ સર્વ આદરપૂર્વક ભજન તૈયાર કર્યું. ભજન સમયે આસને આપવામાં આવ્યું છd, ભજન હાજર થયે છતે, રાજપુત્રીને અઢાર સરને બનાવેલ આમળાના જેવા મોટા મોટા મોતીને હાર નિમિત્ત વિના પણ તૂટી ગયે. અને દીન મુખવાળી રડતી રાજપુત્રી પિતાની પાસે આવીને કહે છે “મારે હાર હમણું જ પરેવીને આપ નહિં તો હું ભોજન કરીશ નહીં' એમ બેલતી હતી. ત્યારે રાજા જેટલામાં વિક્રમસારના મુખ તરફ જોવે છે તેટલામાં ભેજન કાર્યને છોડીને તેણે હાર નો સૂતરને દોરે નાખી ક્ષણવારમાં સારો કરી આપ્યો. પછી બનેએ પણ તે તે ભોજનને સુખરૂપ જમ્યા. રાજાએ. વિચાર્યું કે જનકહેણી સત્ય છે એ પ્રમાણે પુણ્યસાર પુણયના ઉદયથી. વ્યવસાય વિના સુખ પામે, અને વિક્રમસાર તેવા પ્રકારના પુણ્ય વિના. પુરૂષાર્થ વડે સુખ પામે. ઉપદેશ–પુણ્ય પુરૂષાથ વાળું શ્રેણિપુત્રોનું ઉદાહરણ
સાંભળીને તેની પ્રાપ્તિને માટે હંમેશા તેમ પ્રયત્ન કરે,
Page #181
--------------------------------------------------------------------------
________________
(
૪૩ વગર વિચાર્યા કા ઉપર
હજામની કથા તેંતાલીશમી
વાણુઓને સ્વભાવ છે જે કંઈ પણ હેતુપૂર્વક આપે છે. જેમ કે મારવાથી હજામને ઘણું દુઃખ થયું,
કઈ એક નગરમાં શ્રીમંત શેઠીઓ રહેતું હતું. તેણે વેપારની કલાથી બહુ ધન મેળવ્યું. બુદ્ધિના પ્રભાવથી સર્વ કાર્યોમાં નગરજને વડે પૂછવા યુગ્ય થયે, તે વૃદ્ધાવસ્થામાં પુત્રોને દુકાન ઘર વિગેરેને ભાર આપીને નિવૃત્ત થયે. તે શેઠને એક હજામ પ્રિય હતો, એકાંતર દિવસે તે તેની પાસે કેશકર્મ કરાવે છે. મહિને, પંદર દિવસે બધી બાજુથી બધી રીતે મસ્તક મુંડાવે છે. એક વાર શેઠ તેની આગળ મુંડનને માટે બેઠો છતે કહે છે “આજે બધું માથું મુંડી નાંખ' તે હજામે પણ હળવા હાથે વધારે સારું અને મૃદુતર મુંડણ કર્યું અને હાથથી માથાને સ્પર્શ કરીને કહે છે “મેં સારામાં સારું મુંડન આજે કર્યું. ત્યારબાદ પરિણામ વિચાર્યા વિના હર્ષથી શેઠના મુંડન કરેલા મસ્તકમાં ટકે મારે છે. મનમાં રેવ પામે છતે શેઠે તે ક્ષણે બુદ્ધિથી કંઈક વિચારીને બે રૂપિયા આપે છે. પહેલા તે દરેક મુંડન વખતે તેને બાર આના આપતે હવે તેણે લાંબે વિચાર કરીને વધારે આપ્યું. હજામે વિચાર્યું “મુંડીને મસ્તક ઉપર ટકેરે દેવાથી ઘણું ધન
Page #182
--------------------------------------------------------------------------
________________
વગર વિચાર્યા કાર્ય ઉપર હજામની કથા
૧૩૭
મેળવાય છે. અરે ટકેરો દેવાને અનુપમ પ્રભાવ છે. ધન કમાવવાને આજ ઉપાય સારો છે. એમ વિચારતા કેશકર્મને માટે નગરમાં ભમતા તે વાળંદને એક રાજસુભટ મુંડન માટે બોલાવે છે. તે તેનું મુંડન કર્મ સારી રીતે કરે છે કયે છતે વધારે લાભને માટે મુંડિત માથા ઉપર ટકેરો દે છે. એકદમ ગુસ્સે થયેલા તેણે કેડેથી છરી કાઢીને તે હજામને ભુમિ ઉપર પાડીને તેની ઉપર ઘા કરવા લાગ્યું. ત્યારે ધ્રુજતે એવો તે બે હાથ જોડીને “હે દીન દયાળુ ! અશરણ એવો તારા શરણે આ છું, ફરી આમ કરીશ નહિ, મને છોડ છોડ એમ બોલતે રહયે. ઘણું લેકે ત્યાં એકઠા થયા, માંડ માંડ છોડાવ્યો. મરણના ભયથી છુટેલા જલદી જતાં તેને માર્ગમાં તે શ્રેષ્ઠિવર્ય મળ્યા. ભયથી કંપતા તેને જોઈને પૂછે છે “અરે આજે શું થયું!” તે કહે છે, આજે મૃત્યુના મુખમાંથી બહાર આવ્યો છું. જેથી મેં આજ તમારા મુંડિત મસ્તક ઉપર ટકેરો કયે છતે દ્રવ્ય મેળવ્યું, ત્યારે મેં જાણ્યું ધન કમાવવાને આ સુંદર ઉપાય છે એમ નિર્ણય કરીને રાજાના સુભટના મસ્તકનું મુંડન કર્યો છતે અને કેરો દીધે છતે જલદીથી ગુસ્સે પામેલે તે છરી કાઢીને મને જમીન ઉપર પાડીને, છાતી ઉપર ચડીને જેટલામાં મારવા લાગ્યોતેટલામાં માણસેએ મને છેડાવ્યો. ત્યારે ભયથી થરથરતે તમને હું મળે. શેઠ પણ કહે છે “વાણીયાની ભેટ કદાપિ હિતકર ન હોય, તેને દાનમાં પણ ભેદ હૈય, પાંચ માણસોમાં પૂછવા યોગ્ય અને માનનીય હું છું. નહીંતર તે તે નિરર્થક થાત. માટે હે હજામ ! વાણિયાના દાનમાં પણ રહસ્ય હોય, કારણ કે વાણુઓ કદાપિ નિરર્થક આપે નહિ. ઉપદેશ–આ લોકમાં વાણીઆના અથ દાનથી હજા
મની દુર્દશા જાણીને તેના વ્યવહારમાં હંમેશા સાવધાન થવું જોઈએ,
- 1
Page #183
--------------------------------------------------------------------------
________________
૪૪ લેભ ઉપર બ્રાહ્મણની કથા
ચુમ્માલીસમી
અતિલભ કરવો જ નહીં કારણ કે તે પાપને બાપ છે, કૂતરાની પૂછડાને ખેંચનાર બ્રાહ્મણનું અહીં દૃષ્ટાંત છે.
એક બ્રાહ્મણ કાશી નગરમાં ચૌદ વિદ્યા ભણીને ઘેર આવ્યા તેની પત્ની રૂપવાળી, શીલવતી અને જિન ધર્મથી વાસિત છે. બાર વર્ષના અંતે પતિના સમાગમથી ઘણે આનંદ થયે. તેણીએ વિચાર્યું
પંડિત વ્યવહારમાં શન્ય હોય છે. એવી પ્રસિદ્ધિ છે તેથી સર્વ વિદ્યાના પારગામી એવા પણ આ મારા પતિને વ્યવહારમાં કેવા પ્રકારનું જ્ઞાન છે એમ જાણવા માટે રાત્રિમાં સ્ત્રી એ પૂછ્યું “હે પ્રિય ! પાપને બાપ કેણુ? તેણે બહુ વિચાર્યું, પરંતુ જ્યારે પ્રત્યુત્તર ન જણાય ત્યારે તેણે પૂછયું હે પ્રિયા ! તું કહે. તેણુએ કહયું “હું જાણતી નથી. પરંતુ સાધુઓના ઉપાશ્રયે જઈને આચાર્યશ્રીએ આ પૂછીને અર્થને જાણી લે, ત્યારે બીજા દિવસે આચાર્યશ્રીના ચરણ કમલની પાસે જઈને પૂછે. “હે ભગવન! પાપને બાપ કેણ કાર્યને પરમાર્થ જાણીને
Page #184
--------------------------------------------------------------------------
________________
લાભ ઉપર બ્રાહ્મણની કથા
BL
આચાર્યશ્રીએ કહ્યું “ કાલે પ્રભાત સમયે સૂર્યદય પહેલાં આવવું ’’ એમ સાંભળીને તે બ્રાહ્મણુ, આ શું જવાબ આપશે, એમ વિચારતા ઘેર ગયા. આચાર્ય પ્રવરે કાઈ ગીતા શ્રમણાપાશકને કહીને ઉપાશ્રયના છૂપાસ્થાનમાં એક રૂપિયા મૂકાવ્યેા. અને વતિની નજીકમાં એક કૂતરાના મડદાને મૂકવાનું સૂચન કર્યું. તે ગીતા શ્રાવકે તત્તિ કહીને તેમ જ કર્યું. બીજે દિવસે તે બ્રાહ્મણ રાત્રિના છેલ્લા પહેારે આવીને તે જ પ્રશ્ન આચાર્યં વનેં પૂછ્યા. આચાય શ્રીએ કહ્યું “પહેલાં મારું એક કામ કર પછી તને પ્રશ્નના ઉત્તર આપીશ. તેણે કહ્યું કયું કામ ?. આચાર્ય શ્રીએ કહ્યું વસતિની નજીકમાં કૂતરાનું મડદું છે, તેથી અમારે અસજ્ઝાય થાય, તેથી આને ખેંચીને દૂર મૂકી આવ.”
બ્રાહ્મણ કહે છે “ પવિત્ર બ્રાહ્મણુ થઈને આવું નીંદનીય, અપવિત્ર કામ હુ` કેમ કરું ? કદાપિ હું નહિ કરૂં. આચાર્ય મહારાજે કધુ “હું ફોગટ કામ નહિ કરાવું પરંતુ તે આ કામ કરીશ ા તને એક રૂપી અપાવીશ. તે રૂપીઆના લાભ સાંભળીને લાભાંધ બન્યા. તેણે વિચાર્યું... “રાત્રિમાં મને કાણુ નણુશે ? ત્યાર બાદ પેાતાનું બ્રાહ્મણપણું ભૂલીને, બધાં વઓ ત્યજીને લંગાટીએ થયા. ત્યાર બાદ ઉપાશ્રયની બહાર રહેલા કૂતરાના મદાના પૂડાને ખેંચીને તે કૃતરાને દૂર સુધી લઈ જવામાં આવ્યા. વળી તેણે પાસે રહેલા સરાવરના પાણીથી સ્નાન કરીને અને વસ્ત્રા પહેરીને, આચાર્યશ્રીની પાસે. જઈને કહ્યું “તમારૂ કામ મેં કર્યું છે તે રૂપિયા અપાવા આચાર્ય શ્રીએ કહ્યું “આ ગુપ્ત સ્થાનમાં રૂપી છે, તેને તું લઈ લે. ત્યારે તેણે ત્યાં રહેલા રૂપીએ લીધેા. ફરી પશુ તે પ્રશ્ન પૂછ્યા. આચાય શ્રીએ કહ્યું * અથી (તને) તારા પ્રશ્નના ઉત્તર આપ્યા છે. તે તું શું ન સમજ્યા ?’’ તેણે કહ્યું હું સારી રીતે સમજી શકયા નથી. ત્યારે આચાય શ્રીએ કાર્યનું રહસ્ય કહ્યું “જે તે કુળવાન બ્રાહ્મણુ થઈને રૂપીઆના લાભથી. આવું અકાર્ય કર્યું, તેથી તારા જવાબ આવી ગયા,” જેથી સ
Page #185
--------------------------------------------------------------------------
________________
માજા વિજ્ઞાન કક્ષાએ પાપને કરાવનાર લાભ છે, એમ તને સમજાવવા માટે મેં આવી યુક્તિ કરી.” ત્યાર પછી (પાપને બાપ લે છે તેમ) પરમાર્થ જાણુને અને ચિત્તમાં આશ્ચર્ય પામેલે તે બ્રાહ્મણ આચાર્યશ્રીને નમન કરી ઘેર ગયે. અને સ્ત્રીને કહ્યું “સર્વ પાપને કરાવનાર લેભ છે તેથી પાપને બાપ લાભ જાણો. . ઉપદેશ--અકાયને કરાવનાર, સવ અનર્થનું મૂળ
અને જ્ઞાનાદિ ગુણોને નાશ કરનાર લેભને હંમેશાં ત્ય,
Page #186
--------------------------------------------------------------------------
________________
૪૫ શુભાશીષ ઉપર શેઠની વાર્તા પીસ્તાલીશમી
આ લેાકમાં ઉપકાર કરાયેલા લાકની શુભાશીષ ફળે છે. જેમ પુત્ર વિનાના શેઠને પુત્ર થયા.
એક નગરમાં શ્રીમાન્ દાનશીલ કાઈક શ્રેષ્ઠિવ હતા. તેની સ્ત્રી લઘુમીની જેમ નામને અનુરૂપ લક્ષ્મીમતી હતી. પરસ્પર સ્નેહવાળા બન્નેના સુખે કાળ જાય છે. સર્વ બાજુથી સુખ છતાં તેને એક જ દુ:ખ છે કે પુત્રના અભાવ હતા. પ્રૌઢ વય પામ્યા હતાં પણ્ પુત્ર ન થયે.. જેના ધરને આંગણે ધૂળથી મિશ્રિત અંગવાળા પુત્ર રમતા નથી, તેને વિશાળ લક્ષ્મી પામ્યું તે પણ શું?
એકવાર સ્ત્રીએ ગુરુના મુખે સાંભળ્યું “ પૈસાના સાર દાનમાં છે, ભાગા દાનથી મલે છે.” આમ સાંભળીને ઘેર આવીને પોતાના ધણીને દીન દુ:ખીયા અનાથ વિગેરેને દાન આપવાને માટે કહ્યું. ત્યારે તે શેઠ પ્રભાતથી માંડીને મધ્યાહ્નકાળ સુધી પોતાના ઘરની નીચે દુમન કરીને નાકરના હાથે હમેશા દાન અપાવે છે.
અને વળી ખીજું તે નગરમાં વિષ્ણુક પુત્ર રહેતા હતા. દુષ્ટ નસીબથી પરાભવ પામેલા તે નિષ્ન
સ્ત્રી અને બે પુત્રવાળા એક
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અને ધણા જ દુઃખી હતા. ભૂખના દુઃખથી પીડાયેલા તેઓનેા ઘણા કષ્ટપૂર્વક સમય પસાર થાય છે. ખીજાની પાસે ધન ધાન્યાદિ માંગવાને માટે સ્ત્રીએ પ્રેરણા આપ્યા છતાં તે શરમના વંશથી કદિપણ માંગેલું - ન હેાવાથી ખીજાની પાસે માંગતા નથી. એકવાર સ્ત્રીએ ભૂખથી પીડાયેલા વારંવાર ભાજન માગતા પુત્રોના દુ:ખને જોવાને અસમર્થ થયેલી, પોતાના ધણીને કહે છે “ હે પ્રિય ! તમે પુત્રોના દુઃખને કેમ નથી જોતા ? ભૂખ્યા તે મરી જશે તે જીવના વધનું પાપ તમને લાગશે. આથી તમે પુત્રો ઉપર દયા લાવીને કાઈ પણ ધનાઢયની પાસે પ્રાર્થના કરો. અથવા તે દાનશીલ શ્રેષ્ઠિવ પાસે જાએ જે દયાળુ શેઠ હંમેશા ખપેાર સુધી દરેકને ધણું દાન આપે છે.
ત્યારે તે સ્ત્રીથી પ્રેરાયેલા ઘેરથી નીકળીને શેઠના ઘર તરફ ચાલ્યા. ઉત્સાહથી રહિત ધીમે ધીમે ચાલતા વિલંબ સહિત ત્યાં ગયા. ત્યારે શેઠના મેટા નાકર દુકાનને બંધ કરે છે. તે મૌન વડે ત્યાં રહ્યો. કાંઈ પણ માંગતા નથી. દુકાનથી નીકળતા તે તેને જોઈને પૂછે છે. “ આવવાનું શું કારણ છે ? પહેલા તે તે ન માંગવાના સ્વભાવથી લાપણાને લઈને ખેલતા નથી. અને માંગતા નથી. જ્યારે ખીજી વાર પૂછ્યું, ત્યારે કહે છે “ ભૂખ્યા કુટુંબના માટે ધાન્યાદિ માંગવાને આવ્યો છું. તેણે કહ્યું. “ આવતી કાલે આવવું, હમણુાં વખત નથી. એમ કહીને તે બહાર નીકળી ગયા. તે વણિક પુત્ર, આજે કુટુંબના નિર્વાહ કેમ થશે ! એમ વિચારતા દુઃખના સમૂહથી ભારે અનેલા આંખામાંથી આંસુ સારતા રહ્યા.
tr
આ દરમ્યાન તે શેઠની સ્ત્રી પોતાના ઘરની બારીમાં બેઠી હતી. તેણીએ તેને રડતા જોયા. ધ્યાથી તેણીએ પાતાની પાસે બોલાવ્યા.
અને રડવાનું કારણ પૂછ્યું. વારંવાર પૂછ્યું તે તે પોતાની દુઃખી અવસ્થાનું સ્વરૂપ કહે છે. તેની સ્ત્રી અને બે પુત્રોની આવા
Page #188
--------------------------------------------------------------------------
________________
શુભાશીષ ઉપર શેઠની વાર્તા
૧૪૩
પ્રકારની અવસ્થા સાંભળીને દયાવાળી થયેલી તેણીએ તેને ઉદ્ધાર કરવાને નિર્ણય કર્યો. પહેલાં તે તેણીએ તે મોટા નેકરને બોલાવીને ઠપકો આપીને ઘણું ધન ધાન્ય તેને અપાવ્યું. અને સ્ત્રી પુત્રોને યોગ્ય ઉપકરણે આપ્યાં. અને ફરી પણ કહ્યું “મારા ઘરને પણ પોતાના જેવું ગણીને સંકેચ વિના ઈચ્છિત વસ્તુ લેવા માટે જરૂર આવવું.” તે વણિક પુત્ર સાક્ષાત લક્ષ્મીના જેવા લક્ષ્મીશેઠાણીના પગે પડીને, વી વસ્તુ લઈને ઘેર ગયે. રાહ જોતી તેની સ્ત્રી બધી ઘર ઉપયેગી વસ્તુ હિતા પતિને આવતાં જોઈ આનંદિત થઈ. કયાંથી કેવી રીતે આવું મળ્યું તેણે બધી વાત જણાવી. તે સાંભળીને તેણી કહે છે તે શેઠાણીને. કલ્યાણની સુખ પરંપરા અને વાંછિત સિદ્ધિ થાઓ કે જેણે પ્રિય પુત્રો સહિત અમારે ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે શુભ ભાવથી સારી આશીષ આપે છે. અને એ પ્રમાણે હંમેશાં પ્રાર્થના કરે છે તેણીની શુભ આશીષની વિચારણાથી તે નિરાશાવાળી લક્ષ્મીશેઠાણીને પણ નવમાસ પૂર્ણ થયે છતે સ્વરૂપવાન, કુલના આધાર ભૂત એવો પુત્ર ઉત્પન્ન થયે એ પ્રમાણે સારા આશીર્વાદથી શું શું નથી થતું ? ઉપદેશ–જગતમાં માણસેના ઉપર દયા કરવાથી ઇચ્છિત --ફળ પ્રાપ્ત થાય છે. તેથી માણસે એ હંમેશાં
દયામાં યથાશક્તિ ઉદ્યમ કરે જઈ એ.
NIFE
Page #189
--------------------------------------------------------------------------
________________
શીયલ પાળવા ઉપર સત્યવતીની કથા છેતાલીસમી
“સ્ત્રીઓનું ભૂષણ શીલ છે. તેને જાણતી પતિવ્રતા સ્ત્રીએ મેટી આફત સમયે પણ શીલથી ચલાયમાન થતી નથી,
જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, વિશાલા નામની નગરી છે. તે નગરીમાં રાજાને યોગ્ય ગુણના સમૂહથી અલંકૃત ક્ષત્રિયમાં પ્રધાન, પ્રજાવત્સલ પૂર્ણચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને કુમુદવતી નામે પટરાણ છે. અને બીજુ ત્યાં જિનધર્મ વાસિત અંત:કરણવાળ, નગરજનોને માનનીય બ્રાહ્મણોમાં ઉત્તમ બ્રહ્મદર રહે છે. તેની સ્ત્રી શીલરૂપી ભૂષણ ધારણ કરનારી હૃદયમાં સમકિત રત્નરૂપી દીવાને ધારણ કરનારી, શ્રેષ્ઠ ધર્મને આચરનારી સત્યવતી નામે છે. પરસ્પર સ્નેહવાળા તેમજ જિનેશ્વરે કહેલ ધર્મની આરાધના કરતા તે બંનેને સુખેથી કાળ જાય છે. સર્વ પ્રકારે સુખી એવા તેઓને એક જ દુઃખ છે કે પુત્રને લાભ નથી. ધર્મથી સુખ થાય છે, એમ વિચારીને શ્રી બાવીસમા તીર્થકરની અધિષ્ઠાયિકા, વાંછિત આપનારી અંબિકા
Page #190
--------------------------------------------------------------------------
________________
રીચળ પાળવા ઉપર સત્યવતીની કથા
વીના ધ્યાનથી તે પુત્ર થશે તે ગિરનાર પર્વત ઉપર જઈને તમારા ચરણે નમીશું, અને નેમિનાથ તિર્થંકરને પૂછશુ” એમ નિયમ લીધે. શુભભાવનાથી, ધર્મ પરાયણુ સત્યવતીને કાલાનુક્રમથી પુત્ર ઉત્પન્ન થયે.. અંબિકા દેવીની મહેરબાનીથી મળેલ હાવાથી પુત્રનું નામ “દેવદિન” રાખવામાં આવ્યું. માતાપિતાના ખેાળામાં રમતા, મનને આનંદ આપનાર તે બાલક અનુક્રમે એ વર્ષના થયા. સત્યવતી પોતાના ધણીને કહે છે “અંબિકા દેવીની કૃપાથી પુત્ર મળ્યો છે તે ગિરનાર પર્વત ઉપર જઈ ને તે દેવીના તથા શ્રી નેમિનાથ જિનેશ્વરના ચરણ કમલેમાં પુત્રને નમાડીએ.” તેની કૃપાથી પુત્ર લાંબા આયુષ્યવાળા અને નીરાગી થાય છે, એમ સાંભળીને સ્ત્રીથી પ્રેરાયેલા તે બ્રહ્મદત્ત બ્રાહ્મણે પ્રિયા અને પુત્ર સહિત, શુભ મુક્તે વિશાલા નગરીમાંથી નીકળીને ગિરનાર પર્વત તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં જતા તેને અપશુકન થયાં જેમકે કાગડા, ગધેડા, શિયાળીઆના અશુભ શબ્દો સંભળાય છે, પવન પ્રતિકૂલ વાય છે. સ્ત્રીની જમણી આંખ ફરકે છે. પગા આગળ જવાને ઉત્સાહ કરતા નથી. તાપણુ જે થવાનુ હોય તે અન્યથા થતું નથી, એમ વિચારતાં શ્રી નેમિનાથ અને અંબિકા દેવને હૃદયમાં ધ્યાતા આગળ જાય છે. અનુક્રમે ગામ, નગર સારા
વનના ખંડા, જુદા જુદા પક્ષિ સમૂહ વડે સેવાયેલા સરાવા, અનેક પ્રકારના રમણીય વૃક્ષાના સમૂહથી શાભતા પર્વતાને આળગતા અને ત્યાં જોવા ચાગ્ય સ્થાનેા જોતા. એકવાર ગ્રીષ્મકાલે અપેારના વખતે જગલમાં આવ્યા. ભૂખ-તરસથી પીડાયેલી સત્યવતી પાતાના પતિને કહે છે “હે પ્રિય ! હમણાં હું ઘણી જ તરસથી પીડાયેલી કંગત પ્રાણાવાળી જીવવાને અસમર્થ છું, પુત્ર પણ તેવા જ છે, તેથી કયાંયથી પણ પાણી મેળવીને આપા, નહીંતર હું જલ વિનાની માછલીની
૧૦
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
જેમ મરી જઈશ” એમ સાંભળીને બ્રહ્મદત્ત પુત્રસહિત પ્રિયાને વૃક્ષની છાયામાં મૂકીને કઈ દિશામાં પાણી છે, તે જાણવા માટે ઊંચા વૃક્ષ ઉપર ચઢીને ચારે દિશામાં દૂર સારસ, હંસ, બગલા ચક્રવાક આદિ જુદા જુદા પક્ષિઓના સમૂહથી વિભૂષિત એક મોટું સરોવર જોવે છે. ત્યારપછી જલ્દીથી ઉતરીને સ્ત્રીને કહે છે “અહીંથી ગાઉ પ્રમાણુ ભૂમિ ઉપર સરોવર છે. તેથી તું અહીં શાંત ચિત્ત રહે, બે ઘડી માત્રા કાળમાં ત્યાં જઈને જલદીથી પાણી લાવીને તેને પાઈશ.” એમ કહીને તે પાણી માટે ગયો. તે સત્યવતી પુત્રને પાસે રાખીને ધણીના વિરહથી દુઃખી થયેલી આર્તધ્યાનમાં પડેલી વિવિધ વિચારોના વશથી અને રસ્તાના થાકથી તથા ઠંડા પવનથી તેણીને નિદ્રા આવી, ત્યારે તેણીએ સ્વપ્નામાં “એક વીરપુરૂષ બળાત્કારથી તેને હરણ કરીને લઈ જાય છે એમ જેવું છે. એકાએક જાગેલી તે સ્વપ્નના ફલને વિચારે છે “આ દુરિવપનનું ફલ આગળ કેવું થશે તે હું જાણતી નથી.” શું ધણીને અને પુત્રને વિગ થશે ? હે ભગવાન ! દીન વત્સલ ! અશરણને શરણરૂપ ! અનાથના નાથ ! કૃપાળુ પ્રભુ ! મારું શીયલ ર. મારે ધણી અને પુત્ર સાથે કદાપિ વિયોગ ન કરાવશે.” ઈત્યાદિ ધ્યાન કરતી તેણી દૂરથી આવતા કોઈ એક ઘોડા ઉપર આરૂઢ થયેલા પુરૂષને જોવે છે. જેઈને વિચારે છે “વૈષની વિભૂષા વડે આ કઈ રાજપુરૂષ છે. અને તે પુરૂષ તેને એકલી જોઇને તેણીની પાસે આવ્યો. તેણીને રૂપવાળી જોઈને કામપ્રહઝરત થયેલો તે કહે છે “હે સુંદરી ! તું કેણ છે! કયાંથી આવી છે ! અહીં એકલી કેમ રહી છે ! આજે ખરેખર હું કૃતાર્થ થયે, મારે ઘણી સુંદર સ્ત્રીએ છે, પરંતુ તારા જેવી એક પણ નથી, તેથી તેને પટરાણી પદે સ્થાપીશ. એમ સાંભળીને જલદી રોષ પામેલી તે કહે છે.
“હે મૂર્ખ ! આટલું પણ તું નથી જાણ, જે સતી છે, તે
Page #192
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
પેાતાના પતિ વિના મનથી પણ દેવકુમાર સમાન સ્વરૂપવાન ખીજાને ચિંતવતી નથી, મારા પતિ પાણી લેવાને ગયા છે, તેથી અહીંથી જલ્દી દૂર હટ. પ્રાણના નાશમાં પણ હું શીલભંગ કરતી નથી, એમ ખુલતી તરસથી અને શીલભંગના ભયથી તે મૂર્છા પામી. તે રાજપુરૂષ તેવી અવસ્થાવાળી તેણીને જોઈને વિચારે છે ’ તીવ્ર નૃપાથી પીડાયેલી આ પ્રાણા છેાડી દેશે. તેથી પાણી પાઉં, એમ વિચારીને અશ્વ ઉપરથી ઉતરીને ચામડાની મસકમાં રહેલું પાણી પાય છે. ક્ષણાંતરે તેણી શુદ્ધિ પામી. તેને કહે છે હે દુષ્ટ પુરુષ ! પાણી પાવાથી પણ મારા ઉપર માત્ર અપકાર જ કર્યા. આના કરતાં મારું મરણ એ જ શ્રેષ્ઠ છે, તે કહે છે “તું મને જાણતી નથી. તેથી આમ ખાલે છે, હું તે! અહીંથી ખાર યાજન દૂર રહેલી દ્રાવતી નગરીને રાજ, ક્ષત્રિયામાં શ્રેષ્ઠ, શત્રુના સમૂહને લન કરવામાં સમ ચંદ્રસેન નામના રાજા છું. જો તું મારૂ વચન માને તે બીજી રાણીઓ પણ મારી જેમ તને સેવશે, નહીંતર બળાત્કારે પણ તેને લઈ જઈશ.”
770
,,
તેણી કહે છે “ તું યથા પ્રજાપાલ નથી, પરંતુ પ્રાભક્ષક છે જેથી આવું અયાગ્ય ખેલે છે. આમ ખેાલતા તારી જીભ હારા ડેવિડે ખંડિત કેમ ન થઈ ! વિકાર દષ્ટિથી જોતાં તારાં નેત્રો કેમ *! પડી ગયાં ? ખરેખર તું રાજાના પુત્ર નથી. પર ંતુ ખરાબ આચરકુવાળા પુરૂષના પુત્ર છે ” ઈત્યાદિ ખેલતી તેણીને તે ક્રોધી રાજ ઉપાડીને ઘેાડા ઉપર સ્થાપીને પેાતાના નગર તરફ જલ્દીથી નીકળ્યા, આહાર લીધા વિનાને! રડતા તેણીના પુત્ર ત્યાં છે. સર્વ સ્થાનામાં પુણ્ય જ માણસાના રક્ષક છે. બાળકના પ્રભાવથી ત્યારબાદ તે માથી "કાઈ પણુ, નવલાખ દ્રવ્યના સ્વામીપણા વડે “ નવલખા નામના વણઝારા પરિવાર સહિત જતા હતા. જગલમાં બાળકનું રૂદન સાંભળીને
"2
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
શબ્દ અનુસારે તે ત્યાં આવ્યા. વૃક્ષના મૂળમાં બાળકને જોઈને તેણે વિચાર્યું. “ અહીં કોઈ પણ મનુષ્ય જણાતા નથી તેથી જણાય છે કે કાઈ પણ નિષ્ઠુર પુરુષ આ બાલકને છેડીને કયાંય ગયા હશે.” તેથી ખાલકને લઈને પુત્ર રહિત એવી લક્ષ્મી નામની પેાતાની સ્ત્રીને તે આપ્યું. પુત્ર વિનાની તે પણુ રૂપાળા, મનેાહર બાલકને લઈને પુત્રની માફક પાલન કરે છે. ત્યાં પાલન કરાતા તે બાળક તેને જ માતાપિતા માને છે. માતા પિતા વડે તે બાલકનુ શુકરાજ ” એવુ નામ રાખવામાં આવ્યું. અનુક્રમે વણુઝારાના બાળા સાથે વિદ્યા, અને કલાના અભ્યાસ કરતા અનેક ગામ-નગરમાં ભમતા, જુદા જુદા આશ્ચર્ય જોતા, માતાપિતાના ચિત્તને આનંદ આપતા, ઘણા સુખપૂર્વક વધતા કાલ પસાર કરે છે.
66
,
આ બાજુ સત્યવતીના પતિ પાણી લેવા માટે ગયેલા તે દક્ષિણ દિશામાં દૂર જઈને ત્યાં જુદા જુદા વૃક્ષાના સમૂહથી શાભિત એક સુંદર સરાવર જોવે છે. જોઈને પાણી પીવે છે. અને સ્નાન કરે છે. થાક શાંત થયા પછી સ્ત્રી અને પુત્ર માટે પાણી લઈને જલ્દી તે ભૂમિમાં આવ્યે. ત્યાં સ્ત્રી અને પુત્રને હિ જોઈને, ચારેય દિશાએ ભમતા, કયાંય પણ તેના પત્તો નહિ મેળવતા, જુા જુદા સંકલ્પ વિકલ્પ કરતા, આધ્યાન પામેલા મન વાળા, પ્રિયા ! પ્રિયા ! એમ વિલાપ કરતા, તેના સ્નેહથી મૂઢ મનવાળા, વિમઢ ચિત્તવાળા તે ગાંડા થઈ ગયા. ચિત્ત ભ્રમથી તે કાઈ વાર રડતા, કાઈ વાર હસતે કોઈ વાર જેમ તેમ ખેાલતા, તે જંગલમાં ભમત, કાઈ વાર જમતા અને કાઈ વાર નહિ જમતા, સમય પસાર કરે છે. અનુક્રમે સ્ત્રી પુત્ર ને શોધવા માટે ગામ, નગર ભટકતાં તેને બાર મહિના પસાર થયા તે! પણ તેના પત્તો ન લાગ્યા.
Page #194
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
આ બાજુ તે સત્યવતી ચંદ્રસેન રાજાને કહે છે “બળાત્કારથી મારા હરણ વડે તારૂ કાંઈ પણ કાર્ય સિદ્ધ થશે નહિ. કારણ કે હું શીલવતી સ્ત્રી છું. પ્રાણુતે પણ શીયલ ખંડીશ નહીં. તેથી મને લઈ જઈને શું કરીશ ?” પર સ્ત્રીમાં રક્ત માણસ આ લેકમાં કલ્યાણ પામતા નથી. પર લેકમાં રાવણની જેમ નરકમાં દુઃખની પરંપરાને અનુભવે છે. આથી મારા ઉપર દયા કરીને રણમાં ત્યજીને તું જા. કામાંધ બધી બાજુથી બંધ હોય છે. એ વચનને સત્ય કરી બતાવતા તે ચંદ્રસેન રાજ તેણીના વચનને નહિ સાંભળતા જલ્દી, જલ્દી, અશ્વને હાંકતે, સંધ્યા સમયે પિતાના નગરની પાસે આવ્યો, અને ગુપ્ત દ્વારથી નગરમાં પ્રવેશ કરીને, નિર્જન સ્થાનમાં રહેલા, શસ્ત્રધારી સુભટોથી રક્ષણ કરાયેલ મહેલમાં આવીને, સત્યવતીને ઉપરના માળે મૂકીને ફરી અશ્વ ઉપર આરૂઢ થઈને પિતાના રાજ મંદિરે આવ્યો.
અને તે સત્યવતી રાત્રિને વિષે ધણી-પુત્રના વિયેગના દુઃખથી ભૂખ-તરસને ન ગણતી, હૃદયમાં શીલ રક્ષણ માટે નમસ્કાર મહામંત્રને યાદ કરે છે. આ કષ્ટમાંથી નીકળવાને ઉપાય વિચારે છે. શું હું આ મહેલ ઉપરથી પડીને આત્માને નાશ કરું ? અથવા આ રાજાને હણુને નાસી જાઉં ? શું કરું ? અથવા શીયલનું કેવી રીતે રક્ષણ કરું ? વિગેરે ચિંતામાં રાત્રી પસાર કરી. પ્રભાતમાં સૂર્ય હજાર કિરણે વડે પૃથ્વીને પ્રકાશે છે. મહેલની વિવિધ શોભાઓ અને મધ્યમાં રહેલી રંગભૂમિ પણ તેણીના મનને આકર્ષણ કરતી નથી. બધુંય સ્મશાન જેવું લાગે છે. આ સુભટો વડે રક્ષાયેલા મહેલમાંથી કેમ નીકળીશ? અથવા ચિંતા વડે સર્યું. “જુદા જુદા છેતરવાના પ્રકારોથી કામાંધ રાજાને છેતરીને અહીંથી નીકળવું એ જ સારું છે.” એમ વિચારતા પહેલે પ્રહર ગયે. ત્યારે તે કામાંધ ચંદ્રસેન રાજા જુદા જુદા ઘરેણુઓથી વિભૂષિત થઈને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
ત્યાં આવ્યું. તેણી તેને જોઈને જલ વિનાની માછલીની જેમ શીલભંગના ભયથી ત્રાસ પામેલી ધ્રુજતી પણ બહારથી ધીરજ ધારણ કરીને શીલ રક્ષણ માટે કહે છે. “હે રાજન! તમારી પાસે એક વિનંતી કરું છું. કે પારકી સ્ત્રીને સંગથી જગતમાં કઈ પણ સુખી નથી થયે. જેમ અનિ અને સપને સ્પર્શ પોતાના નાશને માટે થાય છે, તેમ સતી સ્ત્રીઓના સ્પર્શ વડે તારું પણ અશુભ થશે. અધુરી ઈચ્છાવાળા મરણ પામીશ. કદાચિત મેરૂ પર્વત પણ ચલાયમાન થાય. સમુદ્ર મર્યાદા મૂકે, તે પણ હું મરણત શીલ ખંડન કરીશ નહિ એ મારે નિર્ણય જાણો.... કામરૂપી કામથી ગ્રસ્ત થયેલે ચંદ્રસેન રાજા બોલે છે “હે પ્રવા તું જેમ તેમ બેલીશ તે પણ હું તને છોડીશ નહીં. જે તું મારું વચન માને તે સારું નહીંતર છેવટે બળાત્કારથી પણ તારું શીલ ખંડીશ.”
એમ સાંભળીને સત્યવતીએ વિચાર્યું આ કામાંધ જરૂર બળાત્કાથી પણ શીલને નાશ કરશે તેથી “અશુભને કાલપિ” એ ન્યાયેથી હમણાં યુક્તિથી શીલનું રક્ષણ કરું એમ વિચારીને તેણીએ કહ્યું “હે રાજા ? જે તમારે બહુ આગ્રહ છે. તે તમારું વચન એક વર્ષ પછી કરીશ, જેથી હમણાં મારે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ છે. તે વ્રત પાલનમાં વર્ષ સુધી દીન-દુઃખિત ભિક્ષુકે અને અનાથ વિગેરેને દાન આપવું, જૈન મંદિરમાં પૂજા, પ્રભાવના વિગેરે શુભ કાર્યો કરવા એમ વર્ષ સુધી ધર્મમાં તત્પર રહીશ. પછી તમે જેમ કહેશે તેમ હું કરીશ. ત્યાં સુધી તમારે મારી પાસે ન આવવું, ગરીબ વિગેરેને દાનને માટે બધી સામગ્રી તમારે પૂરી પાડવી. હું પણ મધ્યાહ્ન સમય સુધી ભિક્ષુક વગેરેને દાન આપીશ.”
સ્ત્રી ચરિત્રને કઈ પણ પાર પામી શકતો નથી, એ વચનને સત્ય કરી બતાવતે હોય તેમ વિવેકનેત્ર વિનાના તેણે તેણીનું
Page #196
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૫૧
વચન સત્ય માન્યું. ત્યારે ચંદ્રસેન રાજા તેણીના વચન અનુસારે એક દાનશાળા કરાવે છે. તે સત્યવતી સવારથી બપોર સુધી જે કોઈ પણ નગરમાં રહેલા અથવા પરદેશથી આવેલા ભિક્ષુકે, બ્રાહ્મણ, ચારણો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, દીન, દુખિત અથવા અનાથ આવે છે તેઓને ભિક્ષા આપે છે, અને પિતાના ધણીના સમાચાર પૂછે છે. એકાશન, આયંબીલ, ઉપવાસાદિક વિવિધ તપ વિગેરે કરે છે. રાત્રિને વિપે નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરે છે. એમ ધર્મને આચરતા તેના દિવસો સુખપૂર્વક જાય છે. અનુક્રમે બાર મહિનામાં એક દિવસ બાકી રહ્યા, છેલ્લા દિવસે તેણે દાનશાલામાં રહેલી, પોતાના ધણીની ખબર નહિ મેળવતી “કેમ શીલનું રક્ષણ કરીશ” એમ ચિંતાતુર થયેલી બપોરના વખતે, દાનશાલા કયાં છે એમ લેકને પૂછતા, બહુ દૂરથી આવવાથી અને ભૂખ-તરસ સહન કરવા વડે નબળા થયેલ મેલા શરીરવાળા, જીર્ણ વસ્ત્રવાળા, એક બ્રાહ્મણને જોવે છે. જેઈને ખાત્રી પૂર્વક આ મારા પ્રિય છે, એમ નિર્ણય કરે છે. પોતાના ધણીને જોઈને મનમાં ઘણે આનંદ થયો, પ્રિયને કેમ મળીશ એમ વિચારતી તેણી વિશેષ સમાચાર જાણવાને માટે તેની પાસે રક્ષપાલને મોકલે છે. રક્ષપાલ તેની પાસે જઈને તેને પૂછે છે “કયા શહેરમાંથી આવ્યો છું ? શું નામ છે? આમ શા માટે ભટકે છે ? તે બ્રાહ્મણ તેને પોતાની આત્મકથા કહે છે. ત્યારે તે રક્ષપાલ સત્યવતીની સમક્ષ તેને બધે અહેવાલ યથાર્થ રજુ કરે છે. સાંભળીને જાણ્યું “આ જ મારે સ્વામી છે. ત્યારબાદ તેણીએ તે રક્ષપાલને અર્થ લેભથી વશ કરીને તેના હાથે બ્રાહ્મણને ભોજન અપાવીને કહેવરાવ્યું “હે બ્રાહ્મણ ! તારી સ્ત્રી સત્યવતી, નગરની બહાર દક્ષિણ દિશામાં રહેલ શિવમંદિરમાં આજ મધ્યરાત્રિમાં જરૂર મળશે. ફેરફાર નહિ થાય” તે પણ આ પ્રમાણે પ્રિયાની પ્રવૃત્તિ જાણીને શાન્તચિત્ત વાળે પ્રિયાનું નામ સાંભળવાથી
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫ર
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
આનંદ પામે છતે ભોજન લઈને ત્યાં શિવ મંદિરમાં જઈને આનંદ સહિત ભોજન કરીને પ્રિયાના દર્શનની રાહ જોવે છે.
આ બાજુ ચંદ્રસેન રાજા પણ સત્યવતીની સાથે કામ ભેગને ઇચ્છ, કષ્ટપૂર્વક વર્ષને પસાર કરતે, તે દિવસે રાત્રિના પહેલા પહેરે સુંદર વેશ ધારણ કરી. જુદા જુદા પ્રકારની સામગ્રી સહિત તેણીની પાસે આવ્યો. તેણી પણ કામાંધ રાજને જોઈને “શીલ કેમ રમુ” એમ શીયળ ભંગના ભયથી ભય પામી અધમુખ રાખી રહી. ચંદ્રસેન રાજા પિતાની તલવારને પલંગ ઉપર મૂકીને, બેસીને કહે છે “હે પ્રિયા ! આજ તારી મર્યાદા સંપૂર્ણ થઈ છે. હવે મારી સાથે રાજાને ગ્ય કામ ભેગને ઈચ્છા મુજબ ભેગવ” તેણી પણ ધીરજ ધારણ કરીને કપટથી બોલે છે હે મહારાજ ! તમારા વચનને આધીન છું. તમે જેમ કહેશે તેમ કરીશ. આજ રાત્રે સુખેથી ખાઈએ, પીઈએ, અને મદ્યપાન પણ કરીએ. ક્ષત્રિયોને મદિરા ઘણી જ હાલી હોય છે. તેથી સુંદર મદિરા મંગાવે. તેથી આખી રાત હર્ષથી પસાર કરીએ. એમ સાંભળીને “આ બધી રીતે મારા ઉપર આસક્ત મનવાળી છે” એમ (માનીને) હર્ષિત મનવાળો. તે મૂઢાત્મા મધુર દારૂ મંગાવે છે. “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારબાદ તે તેણીના રૂપમાં આસક્ત થયેલો પિતાને વિનાશ નહિ જેને, મદિર ઘણું પીવે છે. તેણીને પણ પીવાને માટે આપે છે. તેણી લઈને, "હું પછી પીઈશ” એમ કરતી ફરી ફરી તેને જ પીવડાવે છે. એમ તે ઘણો મદિરાપાનમાં ઉન્મત્ત થયેલા લં, લં, લં એમ બબડતે, ધ્રુજતા શરીરવાળા આમથી તેમ પડતે, મૂછ પામ્યો, સંજ્ઞારહિત થયેલો તે પલંગ ઉપર પશે. મરેલા જેવો તેને જોઈને સાહસ ધારણ કરીને, રાજાની તલવાર હાથમાં લઈને ચંડિકા જેવું ભયંકર સ્વરૂપ ધારણ કરીને
Page #198
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૫૩
રાજાના ગળા ઉપર એવો પ્રહાર કરે છે, જેમ ધડ અને માથે એકી સાથે જુદુ થયું. થડા કાળ સુધી ધ્રુજતું ધડ પણ ચેતના રહિત થયું, એ પ્રમાણે ચંદ્રસેન રાજા પારકી સ્ત્રીના સંગની ઈચ્છાથી, અપૂર્ણ ઈચ્છાવાળે મરણ પામીને દુર્ગતિમાં ગયે.
મરણ પામેલા તે રાજાને જોઈને ભયવાળી તે સત્યવતી “આ મહેલમાંથી કેવી રીતે બહાર નીકળીશ ? અથવા પતિને આપેલા સમયે કેમ મળીશ ?” એમ ઉપાય શોધે છે. મહેલના દરવાજાને સુભટ સમુદાયથી સુરક્ષિત જાણીને તાત્કાલિક ઉત્પન્ન બુદ્ધિવાળી તેણીએ પલંગના ઉપર રહેલા રાજાના શબને દૂર કરીને તેના સુતરની પાટી લઈને મહેલની પાછળના ભાગમાં રહેલી બારીના છેડે બાંધીને મધ્યરાત્રિએ ત પાટી વડે નીચે ઉતરી. રાજમાર્ગે જતી નગરના દરવાજા પાસે ગઈ. તે બારણું બંધ જેઈને નગરના ગંધાતા પાણીને જવાના માર્ગથી કટપૂર્વક તે નગરની બહાર નીકળી. પતિના મલવાની આશાથી હર્ષિત મનવાળી તે જલ્દી જલ્દી દક્ષિણ દિશામાં રહેલ શિવના મંદિરમાં જાય છે. ત્યાં જઈને હે સ્વામિ ! હે દેવ ! તમે કયાં છે ? વિગના દુઃખથી પીડીત એવી મને દર્શન દે. વિલંબ ન કરે. જ્યારે તેણીએ જવાબ ન મેળવ્યો, ત્યારે તેણી શિવાલયની ચારે દિશામાં તપાસ કરે છે, તો પણ તે પ્રિયને જોતી નથી. ત્યારબાદ તે શિવાલયના ગભારાના દ્વારને બંધ જોઈને મોટા સ્વરે હે પ્રિય! હે પ્રિય ! એમ પિકાર કરતી બારણાને પગથી પ્રહાર કરે છે. એમ બે ત્રણ વાર કરે છે. ત્યારે ગભારાનું બારણું ઉઘડે છે. અંદર રહેલાં દીવાના ઝાંખા પ્રકાશથી જમીન ઉપર સુતેલા પિતાના ધણીને જુવે છે. તેની પાસે જઈને સારી રીતે મુખ જોઈને આ મારો પ્રિય છે, એમ તેણે જાણ્યું. હે પ્રિય ! હું આવી આવી, એમ શબ્દ કરવાથી તેને જગાડે છે. તે જાગતું નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ત્યારબાદ શરીર દબાવીને ઉઠાડે છે, તે પણ તે ઉઠતે નથી. અને કાંઈ પણ જવાબ આપતા નથી. ફરી પણ તેણી બેલે છે હે પ્રિય ! “તમારી સ્ત્રી વર્ષને આખરે મળવાને આતુર અહીં આવી છે કેમ મૌન રહ્યા છો ? અહીંને રાજા મને હરણ કરીને અહીં આવ્યો. દેવગુરૂ કૃપાથી અખંડ શીયલવાળી મેં તે રાજાને કપટથી વશ કરી, મારી નાંખીને, આપેલા સમયે આવેલી મને કેમ જવાબ આપતા. નથી ?” તીવ્ર ઉત્કંઠાવાળી, વિયોગના દુઃખ રૂપી અગ્નિથી દાઝેલી મને આશ્વાસન આપે, તે પણ તે બેલ નથી. ત્યારે તેણે તેના શરીરને સારી રીતે તપાસ કરે છે. શ્વાસોશ્વાસ રહિત ઠંડું શરીર જોઈને “નક્કી શું આ મૃત્યુ પામ્યા છે” એમ વિચારતી તે ગભારાની ચારે બાજુમાં દષ્ટિ નાખે છે, ત્યારે ખૂણામાં એક ભયંકર સાપને જોવે છે. ધણીના શરીરને ઝેરમય જોઈને નિર્ણય કરે છે “આ સપથી મારા પતિ જરૂર કંસાયા છે, તેથી આ મરણ પામ્યા છે.” એમ નિર્ણય કરીને પતિના મરણના દુઃખ રૂપ શલ્યથી પીડાયેલી પતિના મસ્તકને પિતાના ખેળામાં મૂકીને હૃદયને કુટતી, આંસૂ સારતી વિલાપ કરે છે. “હે દેવ અકાલે તે શું કર્યું ? સ્વામિ વિનાની ક્યાં જાઉં ? ખરેખર મારું હૃદય વજથી ઘડેલું જ છે. જેથી પ્રિયના મરણથી હજાર ટુકડાથી, ભેદાઈ ન ગયું હવે મારે જીવનથી સર્યું ?” એમ બહુ વિલાપ કરતી, “નકકી રાજાની હત્યાનું પાપ કર્મ આજે મને ફળ્યું” એમ તેણી રાજ હત્યાના પાપને યાદ કરીને, ભયથી કંપતા શરીરવાળી ત્યાં રહેવાને અસમર્થ, “સ્વામીનું જે થવાનું હોય તે થાય.” એમ નિર્ણય કરીને તેના દેહને અગ્નિ સંસ્કાર કરવાને અશક્તિમાન થઈ
પ્રભાતમાં રાજપુરૂષો મને પકડી જશે, એમ ભયભીત થયેલી શિવાલયમાંથી જલ્દી બહાર નીકળીને આગળ જંગલના રસ્તે ચાલી.
Page #200
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપ૨ સત્યવતીની કથા
૧૫૫
આ બાજુ પ્રભાત થતાં પણ ચંદ્રસેન રાજા રાજમહેલમાંથી બહાર ન આવ્યા છતે મહેલના રક્ષક પુરૂષો વિવિધ વિતર્ક કરે છે. “અમારા મહારાજા આજે આ મહેલમાં પરસ્ત્રી સાથે રહ્યા હતા.” “પરસ્ત્રીને વિશ્વાસ કદાપિ ન કરે.” જેથી કહ્યું છે કે સ્ત્રીમાં અને રાજકુલમાં વિશ્વાસ ન કરવો, એથી મહેલમાં ઉપર જઈને જેવું જોઈએ. ત્યાર બાદ તે બધા મહેલના ઉપર ભૂમિએ ગયા, ત્યારે પલંગની નીચે જુદું જુદું લેહીથી ખરડાયેલ માથું અને ધડ જોવે છે. “ ક્યા દુષ્ટ પુરૂષે આ રાજાની હત્યાનું મોટું પાપ કર્યું ?, એમ વિચારતા તેઓએ પટ્ટા વિનાના પલંગને અને બારીએ બાંધેલી પાટીને જોઈને નિર્ણય કરે છે “મહારાજે હરણ કરીને લાવેલી આ સત્યવતી શીલભંગના ભયથી મદ્યપાનમાં ઉન્મત્ત આપણા સ્વામીને હણીને બારીમાં બાંધેલા પટ્ટાના પ્રયોગ વડે અહીંથી પલાયન થઈ ગઈ છે.” ત્યારબાદ તે બહાર નીકળીને રાજાના મુખ્ય માણસને બધું જણાવે છે. ત્યારે આખું શહેર રાજાના મરણના. સમાચારથી શેક મગ્ન થયું. સત્યવતીની શોધ માટે ચારે દિશામાં સુભટે મેકલ્યા પણ તેણીને કયાંય પત્તો લાગ્યો નહીં. મુખ્ય માણસે રાજાના દેહને અગ્નિ સંસ્કાર કરે છે. ચંદ્રસેનના પુત્ર શરસેનને રાજ્ય આપ્યું, આ પ્રમાણે પારકી સ્ત્રીના હરણને કડ. ફલ-વિપાક જેઈને નગરના માણસે પરસ્ત્રીમાં વિરક્ત થયા.
આ બાજુ તે સત્યવતી રાજાની પટરાણીના ગ્ય વસ્ત્ર-ઘરેણાંથી ભૂષિત, રાત્રિના છેલ્લા પહોરે શિવાલયમાંથી નીકળીને આગળ જતી, અંધકારમાં માર્ગને નહિ જાણતી, કાંકરા, કાંટા વિગેરેથી ઉત્પન્ન થતા દુઃખને સહન કરતી, ઘણે દૂર નીકળી ગઈ. ત્યાં જંગલના નજીકના નગરમાંથી કઈ પણ ધનવાનના ઘેર ખાતર પાડીને, વસ્ત્ર ધન વિગેરે લઈને, વનના મધ્યભાગે ઝાડની નીચે આવીને રેલ વસ્ત્ર ધન વિગેરેના સરખા
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૫૬
- પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ભાગ કરતા ચાર ચેરને જુવે છે. આગળ કેમ જઈશ એમ વિચારતી તે ધીમે ધીમે જાય છે. ત્યારે તેણીના પગને ધીમો ચાલવાને અવાજ તેઓએ સાંભળ્યો. ત્યારબાદ તેઓ તેણીની સન્મુખ જોવે છે. ત્યારે સુંદર વસ્ત્ર ઘરેણુંથી શોભતી રૂપવતી સત્યવતીને નાસતી જોઈને ઉઠીને તેને અટકાવે છે. પહેલાં તેણીના અમૂલ્ય ઘરેણાં લઈને પૂછે છે “તું કયાંથી આવી ? રાત્રિમાં ક્યાં જાય છે?” ભયભીત બનેલી તે બોલે છે “હે ભાઈઓ ! દુઃખી થયેલી હું, ધણીના મરણથી અનાથ, આધાર રહિત કઈ પણ નગરમાં જઈને કોઈ પણ ધનિકના ઘેર ઘરકામ કરીને નિર્વાહ કરીશ.” મારા ઘરેણા તમારા વડે લઈ લેવાયા. મારે એનાથી કાંઈ પ્રયજન નથી. મને જવાની રજા આપે. હું મનવાંછિત
સ્થાનમાં જઈશ નસીબ વાંક હોય ત્યારે બધું વાંકું હોય છે. ચોરે પણ વિચારે છે. “આ ધણી-પુત્ર વિનાની, એકલી અનાથ રૂપાળી છે, તેથી આને કયાંય વેચીશું તે ઘણું ધન પ્રાપ્ત કરીશું.” એમ વિચારીને કહે છે “અમે તને નગરને રસ્તો બતાવીને પોતાના ગામ જઈશું એમ કહીને તેને લઈને તે ચારો આગળ પકડાઈ જવાના ભયથી આડે રસ્તે નીકળ્યા.” તે ચરેની સાથે ચાલતી તે સત્યવતી વિચારે છે– “એક દુઃખથી છૂટી છતી બીજી આફતમાં પડી.” દેવને ધિક્કાર છે જેથી આ પ્રમાણે હું નસીબ વેગે દુઃખ પરંપરાને પામી અને ગ્રહણ કરીને ચરે શું કરશે ? “જે થવાનું હોય તે થાય.” પ્રાણતિ પણ શીલનું રક્ષણ કરવું જોઈએ.
અનુક્રમે સૂર્યોદય થયે છતે પણ તે ચરે મધ્યાહ્ન સુધી ચાલતા અનુક્રમે ચંપાનગરીની પાસે આવ્યા. ધણી થાકી ગયેલ તે સત્યવતી ભૂખ તરસથી પીડાયેલી પગલું પણ ચાલવાને અશક્ત થઈ ત્યારે તે ચેરે એક સરવરે ગયા, ત્યાં તે બધા, મેટું, હાથ અને પગ ધોઈને પરિશ્રમને દૂર કરી નગરમાં પિઠા. બજારમાં કંઈની દુકાને ભૂખ દૂર
Page #202
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૭
કરવા માટે, ભાજન કરવા યાગ્ય પકવાન લઈને સાર્વજનિક ધર્મશાળાએ ગયા. ત્યાં તે સત્યવતીની સાથે ચારેએ ખાધું. ભૂખ અને તરસ શાંત થવાથી તે ચારા વિચારે છે “ આનાથી કાંઈ પણ હેતુ સરશે નહીં. તેથી કયાંય પણ આને વેચીને દ્રવ્ય લેવુ જોઈએ.” તેથી તેમાંથી બે ચારા બારમાં ગયા. બે ચારા તેનું રક્ષણ કરે છે. ત્યાં રહેલી સત્યવતી વિચારે છે. આ મને શું કરશે ? એના મિત આકારથી જણાય છે કે એ જરૂર મને કાઈ દુઃખ સંકટમાં નાંખશે. તેથી આવી પડતી દુઃખની શ્રેણિને જોઈને, પૂર્વે બાંધેલા કર્મના આ વિપાક છે જેથી કહ્યું છે કે—
“શુભાશુભ કરેલું કમ્' જરૂર જ ભોગવવુ પડે છે. કલ્પાની સેંકડા કરાડા ગયે તે પણ ભાગવ્યા સિવાય કર્મ ક્ષય થતું નથી.” તેથી જિનધનું સ્વરૂપ જાણનારી મારે સમયે આવેલુ અશુભ કર્મ સમતાપૂર્વક સહન કરવુ જોઇએ, એમ મનને સ્થિર કરે છે. જે ખે ચારા બજારમાં ગયા તે આવીને કહે છે “ આ ચંપા નગરીમાં ન્યાય. નિપુણ વિક્રમ નામે રાજા રાજ્ય કરે છે.” નગરના મધ્ય ભાગમાં એક મારું વિશાળ ભવન રાજમ ંદિર જેવું અમે બેયું. મહેલની આગળ એક ઢક્કા છે. ઢક્કાની પાસે રાજાની પટરાણી જેવી, સર્વ ઘરેણાંથી સજ્જ થયેલી, સુંદર વસ્ત્રો પહેરેલી, પ્રૌઢવયને પામેલી એક સ્ત્રી છે તેણી પાસે જઈને પૂછ્યું આ કાનુ` ભુવન છે ? તુ કાણુ છે ? આગળ ઢક્કા શા માટે મુકી છે ?” તે ખેલે છે, આ નગરના રાજાની પણ માનીતી આ ભવ્ય ભુવનની સ્વામિની કામલતા નામની હું મુખ્ય ગણિકા છું. સેકડા વેશ્યા મારે આધીન છે, જેવા તેવાના તા અહીં પ્રવેશ પણ ન હેાય, જે લખપતિ અને કરોડપતિ છે તેજ પ્રવેશ પામે છે. ખીજા નહિ, અને ખીન્ન જે કાઈપણુ લાખ દ્રવ્ય આપીને અહીં પ્રવેશ કરવા ઈચ્છે તે આ મેટી ઢક્કાને વગાડીને પ્રવેશ કરે છે, આ
<<
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તારા પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મેટી ઢક્કાના અવાજ આખી નગરીમાં સંભળાય છે. તે ઢક્કાના શબ્દથી માણસા પણુ જાણે છે કે “ કાઈ પણ લાખ દ્રવ્ય આપીને કામલતા વેશ્યાના ભુવનમાં પેઠા છે.” આમ કહીને વેશ્યા પૂછે છે “તમે કાણુ છે ? શા માટે અહીં આવ્યા.” એ પ્રમાણે સાંભળીને અમે કહ્યું “અમે ક્ષત્રિયા છીએ.' એક અત્યંત રૂપાળી સુંદરીને વેચવા માટે અહીં આવ્યા છીએ. એમ સાંભળીને તે વેશ્યા કહે છે જે તે રૂપવતી હોય તા માં માંગ્યા પૈસા આપીને ગ્રહણુ કરીશ. તેથી અમે જલદી અહીં આવ્યા. એમ સાંભળીને તે બધા નિર્ણય કરીને કાઈ પણું બહાનાથી સત્યવતીને લઈને તે વૈશ્યાના ભુવનમાં આવ્યા. તે કામલતાએ સત્યવતીને અત્યંત રૂપથી શૈાભતી માં માંગ્યુ ધન આપીને ગ્રહણ કરી. ધનના સરખા ભાગ કરીને, લઈને અંતિ અદ્દભુત રૂપ વડે બધી વેશ્યાએ તેને વેશ્યા યોગ્ય ભૂષાથી ઉપરના ભાગ ઉપર રાખી.
જોઈને ચારાને ચારે પણ ધન મેળવીને, બધા પોતાના નગરે ગયા. સત્યવતીને વૈશ્યામાં ઉત્તમ માનીને કામલતા શણગારીને ભુવનના સૌથી
વેશ્યા ભુવનમાં ગયેલી, અનેક દાસી સમૂહથી સેવાયેલ, સ્વાદિષ્ટ ભોજન પાન પામ્યું તે પણ સત્યવતી વેશ્યાવૃત્તિને ધિક્કારે છે. કારણ કે તેમાં કેટલીક વેશ્યાએ પોતાના સ્વામીને ખુશ કરવાના સ્વભાવવાળી, કેટલીક કામ ક્રીડામાં કુશલ. કેટલીક પારકા પુરૂષનુ દ્રવ્ય લેવામાં નિપુણુ, કેટલીક છળ કપટની કલામાં કુશલ, કેટલીક નિદરા પાન કરાવવા વડે પારકાને છેતરવામાં તત્પર છે. તેને જોઈને હુ સ્ત્રીઓનાં આભૂષણ સમાન શીયલને અહીં વેશ્યાના ઘરમાં પ્રેમ સાચવીશ ? શીલ રક્ષણુ માટે પ ંચપરમેષ્ઠિ પદનું હંમેશાં ધ્યાન ધરતી યુથા શક્તિ તપ કરતી દિવસેા પસાર કરે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
શીશ પાળવા ઉપર સત્યવતીની કથા
que
કામલતા વેશ્યા પણ અતિ અદ્ભુત રૂપવાળી તેને જાણીને સર્વ વેશ્યાઆમાં તેને સ`થી ઊંચી પદવીએ સ્થાપીને, “ જે લાખ દ્રવ્ય આપશે તે આની સાથે કામભોગ ભાગવશે,” એવા નિ ય કર્યાં. તેથી લાખ દ્રવ્ય આપનારના અભાવે વેશ્યાના ધરમાં રહ્યા છતાં નિર્મળ સીલ પાળે છે. એ પ્રાણે ધર્મારાધનમાં તત્પર તેના બાર વર્ષ સુખેથી પસાર થઈ ગયા.
-
આ તરફ્ તે નવલખા વણુઝારા શુકરાજ સહિત અનેક ગામ, નગરમાં લે-વેચ કરતા ભવિતવ્યતા યોગે ચાંપાનગરીમાં આવ્યા. નગરની બહાર ઉદ્યાન પ્રદેશમાં રાવઠી સ્થાપીને પરિવાર સહિત ત્યાં રહેતા છતા નગરમાં પેાતાના કરીયાણાને વેચે છે, પરદેશને યોગ્ય ગ્રહણ કરે છે. માપિતાના ભક્ત તે સત્યવતીના પુત્ર શુકરાજ વ્યાપાર કરવામાં નિપુણુ, પિતાને મદદ કરે છે. એકવાર તે પ્રભાત સમયે મિત્રથી પરિવરેલા નગરીની શૈાભા જોવા માટે નગરમાં ગયા. ત્યાં જુદા જુદા આશ્ચયને જોતા, દુકાનની શ્રેણીઓ આળગતા, દૈવવશાત્ કામલતા વેશ્યાના સુંદર ભુવનને અને ત્યાં રહેલી ઢક્કાને જોવે છે. ઢક્કાની પાસે રહેલી કામલતા વેશ્યાને જોઈને પૂછે છે “ આ ાનું ભુવન છે? શા માટે આ ઢક્ક! અહીં સ્થાપી છે? તમે કાણુ છે ? એમ સાંભળીને વેસ્સા ખાલે છે આ ચંપાનગરીના રાજાને માન્ય કામલતા નામની હું વેશ્યા છું.” સા વેશ્યાની સ્વામિની છું, અને અમારૂં આ ભવન છે જે કાઈ શ્રીમંત લાખ દ્રવ્ય આપે તે પુરૂષ આ ઢક્કાને વગાડીને ભુવનમાં પ્રવેશ કરીને મનવાંછિત રૂપસુ ંદરીની સાથે કામભાગેને ભોગવે. આમ સાંભળીને પૂર્વીબદ્ધ કર્મના ઉદયે ત્યાં જવાની ઇચ્છાવાળા એવા તે મિત્રથી પરિવરેલા પોતાના ઘેર જઈને પેાતાના માતાપિતાને કહે છે “ હું માતાપિતા ! મને એક લાખ દ્રવ્ય આપે.'' તેઓ કહે છે “ હે વહાલા પુત્ર ? તારે શુ
(6
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પ્રાકૃત વિજ્ઞાન કથા
કામ છે ? એના વડે કે વ્યાપાર કરે છે ? વધારે દ્રવ્ય વ્યય કરવું હમણાં યોગ્ય નથી.” ત્યારે તે શકરાજ “લાખ દ્રવ્ય આપીને ઢક્કાને વગાડીને, વેશ્યાના મંદિરે જવાની મારી ઈચ્છા છે એ બધે અહેવાલ લજ્જા સહિત નિવેદન કરે છે.”તેમજ ઢક્કા વગાડવાના શબ્દ સાંભળવાથી નગરમાં તમારે પણ યશ થશે. ત્યારે માતાપિતા તેને સમજાવે છે. હે પુત્ર ! વેશ્યાની સોબતથી આ લેકમાં કેણિ કેણ દુઃખ નથી પામ્યા ? પરલેકમાં વળી દુર્ગતિને નથી પામ્યા ? સાત વ્યસનમાં વેશ્યાને સંગ એ સર્વ વ્યસનનું મૂળ કારણ છે. તેથી આ જરૂર ત્યાગ કરવો જોઈએ. મનમાં પણ તેણીની ઈચ્છા ન કરવી. ત્યારે શુકરાજ એમ બીવરાવે છે કે “જો નહિ આપે તે હું આત્મઘાત(આપઘાત) કરીશ.” એમ સાંભળીને માતા પિતા, “વૃદ્ધાવસ્થામાં અમારો આધાર પુત્ર જ છે. તેના વિના શું કરીશું ?” એમ વિચારીને લાખ રૂપિયા સ્નેહપૂર્વક તેને આપ્યા. ત્યારબાદ તે, તે લાખ રૂપીઆ લઈને જલ્દી કામલતા વેશ્યાને ઘેર ગયે. તેણીને લાખ રૂપિયા આપીને ઢકા બજાવીને વેશ્યાના ઘરે તે પેઠો. ઢક્કાના શબ્દ સાંભળવા વડે નાગરિકોએ પણ જાણ્યું કે કોઈ પણ ધનવાને આજે કામલતા વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો છે. કામલતા વેશ્યાથી ફરમાવેલી અનેક નવયુવાન સ્ત્રીઓ તેને હાથ જોડવા પૂર્વક પ્રણામ કરે છે. કેટલીક ચામર વીંઝે છે. કેટલીક વિલેપન કરે છે. કેટલીક પાન, પુષ્પ વગેરે આપે છે. કેટલીક ખાવા યોગ્ય પક્વાન આપે છે. કેટલીક હાથ પગના અભિનયને બતાવે છે, કેટલીક હાથ, ભાવના વિલાસ વડે મોહ પમાડે છે. એમ તે વેશ્યાઓ તેના મનને વિવિધ યુક્તિઓથી રંજન કરે છે. તે શુકરાજ કોમલતાની કુશળ રૂપસુંદરીઓને જેતે, કેઈમાં મન નહિ કરેતે પૂછે છે “આના કરતાં વધારે રૂપવાળી સુંદરી છે કે નહિ ?” ત્યારે તે કામલતા વેશ્યા મહેલના ઉપરના.
Page #206
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
ભાગમાં રહેલી સત્યવતીને બતાવવા માટે એક દાસીને તેણીની પાસે લઈ જવા હુકમ કરે છે. તે દાસી તે શુકરાજને સત્યવતીનું રહેવાનું સ્થાન બતાવે છે. ત્યારે તે શુકરાજ તેણના મુખ્ય ખંડમાં ગયે
અહીં તે સત્યવતી બાર વર્ષના અંતે ઢક્કાને અવાજ સાંભળીને વિચારે છે, આજે દેઈ શ્રીમંત માણસ કામલતાના ઘરમાં પેઠે છે. જે તે મારી પાસે આવશે તે હું કેમ શીયલ સાચવીશ ? આથી આપઘાત કરવો સારો છે, એમ વિચારતી તેણીનું શુભ સૂચક ડાનું નેત્ર ર્યું. આ નિશાની વડે આ વેશ્યાના ઘેર શું સુખ થશે ? મારે ધણી મરણ પામે. પુત્રને પણ મેળાપ ન થયું. તે જીવવાથી શું એમ વિચારતી તેણી પલંગની નીચે, નીચું મુખ રાખી બેઠી છે.
તે શુકરાજ તેણીના નિવાસના મધ્ય ભાગમાં જતાં, નિર્મળ વસ્ત્રોથી આચ્છાદિત પલંગને અને તેની પાસે અનુપમ રૂ૫વાળી, પ્રશાંત ચિત્તવાળી, નીચી દષ્ટિવાળી, સત્યવતીને જોવે છે. જેઈને વિચારે છે-“શૃંગાર રહિત, પતિ વિનાની, શોકમગ્ન નીચી નજરવાળી આ કાંઈ પણ વિચાર કરતી મને કુલવધૂ જેવી જણાય છે. પહેલાં જોયેલી વેશ્યાઓ કરતાં વિપરીત સ્વરૂપવાળી આ છે. તેણી પણું પગના અવાજના શબ્દ વડે “આ કોણ આવ્યો” એમ ઊંચું મુખ કરીને તે શુકરાજને તેજસ્વી સુંદર અંગોપાંગવાળા, યૌવનને શરૂઆતમાં રહેલા જોઈને, પુલક્તિ હૃદયવાળી તે મીઠા શબ્દથી તેને પલંગ ઉપર બેસવાને કહે છે. તે પણ ત્યાં બેઠે છતે તેણના મુખને જે તે કામભોગની અભિલાષા રહિત થયે. માતાને સ્નેહને પ્રબળપણથી તેને તેણીના ઉપર માતાની જેવો સ્નેહ ઉત્પન્ન થયે. તે વિચારે છે. “જે આશાએ હું અહીં આવ્યો તે આશા નાશ પામી. મારૂ લાખ દ્રવ્ય પણ નષ્ટ થયું. આ વેશ્યા નથી. જેથી સારા કુળમાં ઉત્પન્ન થયેલી કુલવધૂ જેવી જણાય છે. આને વેશ્યાવૃત્તિપણાને ધંધે ને હેય. ત્યારબાદ તે
Page #207
--------------------------------------------------------------------------
________________
R
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અહુમાનપૂર્વક શીલભંગના ભયથી ધ્રુજતા શરીરવાળા તે સત્યવતીને હાથ વડે લઈને સામે સ્થાપે છે. ત્યારે તેણી તેના હાથના સ્પર્શથી
•
66
શુ આ મારા પુત્ર છે'' એમ આનંદ પામેલી સ્તન ઝરતી સ્નેહપૂર્વક તેને જુએ છે. એમ બન્નેય પરસ્પરને જોતાં ક્ષાભ પામેલા એવા તે ક્ષણભર મૌન રહ્યા, તે સત્યવતી ધીરજ ધારણ કરી પૂછે છે “ હું ઉત્તમ પુરૂષ, તારી જાતિ શું છે? માતાપિતાનું શું
'
એમ જાણવાની મારી
66
નામ ? જન્મસ્થાન શું ? જીજ્ઞાસા છે, જેથી તારા દર્શનથી આ કાઈક મારૂં સબાઁધી માણસ છે એમ મારૂ મન પ્રસન્ન થાય છે. ત્યારે તે શુકરાજ કહે છે. હે પ્રિય ખેાલનારી, મારૂ' નામ શુકરાજ, પિતાનું નામ નવલખા વઝુઝારા, માતાનું નામ લક્ષ્મી, જન્મ મારવાડ દેશમાં, જાતિએ અમે વણુઝારા છીએ. આટલું હું જાણું છું.'' ત્યારબાદ સત્યવતી કહે છે. હું ઉત્તમ પુરૂષ, આકૃતિથી તું વણુઝારા નથી. આકારથી, ચેષ્ટા અને ખેલવા વડે તું ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલેા જણાય છે. ત્યારે શ`કાવાળા તે શુકરાજ, હું માતાપિતાને પૂછીને જલ્દી આવીશ એમ કહીને કામલતાની સાથે વિશેષ વાતચીત નહિ કરીને ઘેર ગયો. માતાપિતા શુકરાજને જલ્દી આવેલા જેઈને સારી રીતે પૂછે છે “ હે પુત્ર ! કેમ જલ્દી આવ્યા. ત્યારે તેણે કામલતાના ઘેર જે થયું તે બધું કહીને પોતાના જન્મની વાર્તા પૂછી. પડેલાં તા તે મૌન રહ્યા. કાંઈ પણ ખેાલતા નથી. તું અમારા જ પુત્ર છે ! એમ કહે છે. પછી તેના બહુ જ આગ્રહના વશથી તેઓએ કહ્યું “ હે પુત્ર! તારૂં' જન્મ સ્થાન, જાતિ અને માતાપિતાનું નામ અમે જાણતા નથી. જેથી
Page #208
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીનો કથા
૧૬૩
આજથી બાર વર્ષ પહેલાં દક્ષિણ દિશાએ ભયંકર જંગલમાં વનના મધ્ય ભાગમાં મધ્યાહ્ન સમયે ઝાડના મૂળમાં સફેદ વસ્ત્રથી ઢંકાયેલા, એ વર્ષના પ્રમાણવાળા, એકલા રડતા, તુ પુત્રવનાના અમારા વડે પ્રાપ્ત કરાયા. ત્યારથી માંડીને પેાતાના ઉદરથી ઉત્પન્ન થયેલા પુત્રની જેમ તને પાળ્યો છે. જન્મ આપનાર તારા માતા-પિતાને અમે પણ જાણતા નથી. આકાર, રૂપ અને સ્વભાવથી તું ઊઁચા કુળમાં ઉત્પન્ન થયેલા જણાય છે. એ પ્રમાણે તે સાંભળીને કામલતાના ધર તરફ નીકળ્યો. માર્ગે જતાં તેને ડાબું નેત્ર અને ડા. અંગ ક્રકે છે, વિધવા સ્ત્રીએ સામે આવે છે, શરીર અસ્વસ્થ થયું, પગા પણ ચાલતા નથી, આમ અપશુકના થયા તા પણુ તે અપશુકનાને ગણ્યા વિના વિવિધ કુતર્ક કરતા સત્યવતી પાસે આવી પહેાં..
તે સત્યવતી ચિંતાથી વ્યાકુલ બનેલા તેને જોઈને પહેલાની પેઠે તેને પાતાની કથા પૂછે છે. તે શુકરાજ માતાપિતાએ કહેલ બધી ખીના કહે છે ત્યારબાદ તેની તે વાત સાંભળીને તેણી હૃદયના આધાતથી મૂર્છા પામી. ત્યારબાદ ચેતના પામેલી તે નિસાસા નાખતી અને રડતી, હું નસીમ ! વૈરીની જેમ મારા ઉપર કેમ કાપાયમાન થયા છે ?’ કારણુંકે આવા પ્રકારનું ખેલવાને પણ અનુચિત અવસ્થામાં હું આવી પડી છું. પુત્રના મિલન પહેલાં મરણુ થયું હોત તા સારું જેથી આવું વૃત્તાંત કહેવાના સમય ન પામત. હે પ્રિયપુત્ર ! પુત્રના મેળાપની ઇચ્છાવાળો મને તું આજે મળ્યો છે. મને આજ સુધી જે દુ:ખ થયું છે તે કહેવાને પણ સમર્થ નથી. તા પશુ પ્રિય માણુસ આગળ બધું કહેવાય છે. અને તે જ દુઃખ શાન્ત કરવાનું ઔષધ છે, એ કારણથી હું મારી આત્મકથા કહું છું. ત્યારે તે શુકરાજ સત્યવતીના વચનને સાંભળતા વિયારે છે. મેં એક દિવસ કામભાગ માટે લાખ દ્રવ્યને વ્યય કર્યાં. પરંતુ સુખ ન પામ્યા. આ સ્ત્રી મારી તરફ
Page #209
--------------------------------------------------------------------------
________________
-
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પુત્ર વાત્સલ્યભાવ દર્શાવે છે. પ્રિયપુત્ર એમ બોલે છે. એમાં કોઈ પણ રહસ્ય હોવું જોઈએ. પહેલાં આની વાત સાંભળવી, એમ વિચારીને તે બોલે છે. હું અહીં શા માટે આવ્યો છું તેને તમે જાણે છે. મારી તરફ તમે પુત્ર પુત્ર એમ કહે છે. તેથી મારી સાથે સંબંધ થાય કે ન થાય તે પણ આજથી માંડીને તમને માતાની જેમ જાણશ. તેથી તમે પિતાની આત્મકથા કહીને મારા અસ્વસ્થ મનને શાન કરો. ત્યારે તે સત્યવતી પિતાનું વૃત્તાંત સંક્ષેપથી કહે છે. “વિશાલા નગરી, બ્રહ્મદત્ત બ્રાહ્મણ છે, તેની સત્યવતી ભાર્યા, અંબિકા દેવીની મહેરબાનીથી પ્રાપ્ત થયેલે દેવદિન પુત્ર છે. તેઓનું ગિરનાર યાત્રા કરવા માટે જવાનું થયું, જંગલમાં સત્યવતી તરસી થઈ, સ્વામી પાણી લાવવા દૂર ગયા. ત્યારે ચંદ્રસેન રાજાએ સત્યવતીને હરણ કરી, પતિને મળવા માટે રાજાને હણીને મધ્યરાત્રીએ નીકળી ગઈ, શિવાલયમાં સર્પ દંશથી સ્વામીનું મરણ, જંગલમાં જતી રે વડે ગ્રહણ કરાઈ, તેઓએ વેશ્યાના ઘરે વેચી, બાર વર્ષ સુધી શીયલને પાળતી અહીં રહેલી તે સત્યવતી હું તારી માતા છું. હે પુત્ર કે આજે તું માતાની સાથે કામગ માટે લાખ દ્રવ્ય આપીને અહીં આવ્યો છું. કર્મ વડે રચાયેલી વેશ્યા રૂપે હું તને મોટું શું બતાવું ? આના કરતાં પહેલાં મરણ પામી હોત તે સારું જેથી આફતમાં ન પડત.”
સત્યવતીએ કહેલી વાત સાંભળીને માતાને મુખ બતાવવાને અશક્ત બને તે જમીન ઉપર પડ્યો અને હૃદયના આઘાતથી મૂરછ પામે. સત્યવતી દેવીદિન (શુકરાજને) પુત્રને ઉઠાડીને, વસ્ત્રના છેડા વડે. પવન નાખે છે. ચેતના પામેલા, રડતા પુત્રને કહે છે, “હે પ્રિય પુત્ર! વસ્તુ સ્વભાવને ન જાણતા લે. દૈવથી પ્રેરાયેલા
Page #210
--------------------------------------------------------------------------
________________
શીય પાળવા ઉપર સત્યવતીની કથા
આ પ્રમાણે ન કરવા યોગ્ય પણ કર્મો કરે છે. એ અજ્ઞાનતાને જ વિલાસ છે. જેથી
ક્રોધ વિગેરે સર્વ પાપ કરતાં પણ અજ્ઞાન ખરેખર મેટું દુઃખ છે. કારણ કે અજ્ઞાનથી યુક્ત લેક હિત કે અહિતને જાણતા નથી. આથી તારે દોષ નથી. પૂર્વબદ્ધ કર્મને આ વિપાક છે. એમ જાણીને શાંત ચિત્તવાળે થા. એમ કહીને તેના અશ્રુઓ સાફ કરે છે. ત્યારબાદ તે દેવીદિન શેકરૂપી અગ્નિથી તપેલા શરીરવાળા અસાર સંસારના સ્વરૂપને વિચારતે, માતાને કહે છે “હે માતા ! મને ધિક્કાર પડો, જે દુર્લભ માનવભવ પામીને મેં આવું ઘેર પાપકર્મ કર્યું. તારા પેટે જન્મ લઈને તારી સાથે વિષયભોગની મેં વાંછા કરી, મારા જેવો પાપિક માણસ જગતમાં કોઈ પણ નહિ હોય, આવા પ્રકારને હું માતાને મુખ કેમ બતાવું ? જીવિતથી સયું,” એમ કહીને માતાને પગે પડીને, પરમાત્માનું ધ્યાન ધર, કેડે બાંધેલી છરી કાઢીને એકાએક પિતાના પેટમાં બેંકે છે, પેટમાંથી નીકળતી ધારાથી ભરેલો તે જમીન ઉપર પડ્યો, અને ક્ષણવારમાં ચેતના રહિત ઘઈ મરણ પામે.
તે સત્યવતી પિતાના નિમિનથી મૃત્યુ પામેલા પુત્રને જોઈને બહુ જ શોકાતુર, ન સહી શકાય તેવા દુઃખરૂપી અગ્નિથી દાઝેલી વિચારે છે “મારા જીવતર વડે શું ? પુત્રની ચિંતામાં પડીને મરણ પામવું સારું છે. મારા નિમિત્તથી ત્રણ હત્યાઓ મને થઈ. અરે વિકાર : પડો ! કે ચંદ્રસેન રાજાને મેં માર્યો, પતિ અને પુત્રનું પણ મારા નિમિત્તે મરણ થયું. હું પણ હવે મૃત્યુ પામેલા પુત્રની સાથે ચિતામાં પડીશ એમ નિર્ણય કરીને પુત્રના માથાને પોતાના ખેાળામાં ધારણ કરીને વિલાપ કરે છે “હે પુત્ર! એકાએક તે શું કર્યું ? પતિ અને પુત્ર
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
વિનાની અનાથ એકલી હું કેમ જીવીશ , હે પુત્ર ! મને ત્યજીને તું ગયો. હું પણ તારી સાથે આવીશ. હે પુત્ર, તારા પાલક મા–બાપને શું જવાબ આપીશ ? તેઓ તેમજ આ દુષ્ટ કામલતા વેશ્યા પણ આમ સંકલ્પ કરશે, કે “આ સ્ત્રીએ શીલરક્ષણ માટે આ શુકરાજને માર્યો. બીજા પણ જે લેકે જાણશે તે પણ એમ વિચારશે. બધાય મને દિશે, મારું બધું નાશ પામ્યું, એથી મરણ એ જ સારું છે. એમ વિલાપ કરતી આખી રાત દુઃખ વડે પસાર કરી.
પ્રભાત થયે, એક દાસીને બેલાવીને બધી વાત કહે છે. તે પણ કામલતા આગળ નિવેદન કરે છે. ત્યારે કે પાયમાન થયેલી તે કામલતા ત્યાં જલ્દી આવીને લેહીથી ખરડાયેલ ગાત્રવાળા, જમીન ઉપર પડેલા, મરણ પામેલા શુકરાજને જોવે છે. ત્યારે તે બહુ જ ક્રોધ પામેલી બેલે છે “ હે દુષ્ટા, રાંડ ! તેં આ સુકુમાલ બાળકને શા માટે મારી નાખે. અરે, અરે, જાણ્યું જાણ્યું, પિતાના શીલરક્ષણ માટે નિર્દયતાથી તે આને હણ્યો છે. પણ તને આ બાળકની વતી ચિતામાં ફેંકીશ. આના માબાપને હું શું જવાબ આપીશ” એમ કહીને સત્યવતીને હાથથી નીચે ઉતારવા માટે ધક મારીને કાઢે છે. ત્યારે તે સત્યવતી સત્યવાદીને કેની બીક છે. એમ વિચારી નિર્ભયતાથી કહે છે “તમે વગર વિચાર્યું જેમ તેમ શું બોલે છે. આ પિતે જ પોતાની છરીને પેટમાં નાખીને મરણ પામે છે. સત્ય તે આજ જાણવું કે–આ દેવીદિન મારા પિતાને પુત્ર જાણ. અજ્ઞાનથી પિતાની માતા ઉપર કુદષ્ટિના વિચાર રૂપી પાપના પાયશ્ચિત લેવા માટે તેણે આત્મહત્યા કરી છે. હું પણ આની ચિતામાં મારા દેહને ફેંકીને મરીશ. મારા નાશ માટે તમારે નિષ્ફલ મહેનત ન કરવી. હવે આના શરીરને નીચે સ્થાપે. અને
Page #212
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
આના પાલક મા-બાપને વાત જણાવો. અને નગર બહાર ચિતા કરાવો.
હવે તે કામલતા દેવદિનના શબને નીચે મૂકે છે. અને તેના માતાપિતાને સમાચાર કહેવરાવે છે પુત્રમરણના સમાચાર સાંભળીને કરૂણ રુદન કરતાં છાતી અને માથું કુટતાં ત્યાં આવ્યા. પુત્રને ખોળામાં સ્થાપીને બહુ વિલાપ કરે છે. સત્યવતીએ કહેલ પોતાના દેવીદિન પુત્રને વૃત્તાંત સાંભળીને તેઓ વિચારે છે “જે થવાનું હોય તે અન્યથા થતું નથી.” કે વેશ્યા ઘરે આવવું, માતાનું મિલન અને મરણ. આ પૂર્વબદ્ધ કર્મને જ વિપાક છે. અમે ના પાડયે છતે પુત્રની વેશ્યા ઘરે જવાની તીવ્ર ઈચ્છા થઈ એમાં પૂર્વકર્મના ઉદયની પ્રબળતા છે. ફરી પણ આની ચિતામાં સત્યવતીનું પડવું સાંભળીને તેને આશ્વાસન આપે છે “હે પુત્રી ! અમારે અને તારો પુત્ર ગયે. બધાયને સરખું દુઃખ છે. મરણમાં મન ન કર. પુત્રની જેમ તને પણ અમે પાળીશું.” મરણને નિશ્ચય કરનારી એવી તે કોઈનું પણ વચન સાંભળતી નથી. નવલખા વણઝારાના કુટુંબી માણસે અહીં આવીને, દેવદિનને શરીરને ઉપાડીને બાળવાને માટે નગર બહાર નીકળ્યા. તેઓની પાછળ સત્યવતી અને ભાર્યા સહિત નવલખ વણઝારે રડતો નીકળ્યો. તે કુટુંબના માણસોએ પિતાના રહેઠાણની નજીક નહિ તેમ દૂર નહિ, ત્યાં ચંદન છે જેમાં મુખ્ય એવા કાષ્ઠો વડે મેટી ચિતા બનાવી. તેની મધ્યમાં તે દેવદિનકુમારને સ્થાપે છે અને અગ્નિ પ્રજવલિત કરે છે. ત્યારે તે સત્યવતી તેમાં પડવા માટે જેટલામાં દોડે છે તેટલામાં તે નવલખ વણઝાર વિગેરે પુરૂષ તેને હાથથી પકડીને અટકાવે છે. કેટલાક પુરૂષ ઘી વગેરે પદાર્થો નાખીને અગ્નિને પ્રજવલિત કરે છે. અગ્નિ પણ દેવીદિનના શરીરને ચારે બાજુથી બાળવા લાગે. તે સત્યવતી પણ બળતા પુત્રને જોઈને
Page #213
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અત્યંત ઉત્સુક, સાહસ ધારણ કરીને પુરૂષોથી છૂટીને ચિંતામાં પડી. પૂર્વબદ્ધ કર્મના બળથી આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી હોવાથી, અગ્નિ પણ તેણીના દેહને બાળ નથી, ભોગવ્યા વિના કર્મ ક્ષય પામતું નથી. તેથી તે વખતે ક્ષણ માત્રમાં ત્યાં પ્રચંડ વાયુ વાવા લાગે. આકાશ પણ પાણીના ભારથી ભરેલા વાદળા વડે ભરાયું, વર્ષદ પણ સાબેલા પ્રમાણ ધારાઓ વડે વરસવા લાગે. માણસ પણ વર્ષાદના પાણીના ભયથી અહીંતહીં નાસીને પિતાના સ્થાને ગયા. ચિતા પણ શાન્ત થઈ ત્યારે તે સમયે મેટો જલપ્રવાહ મહા નદી જેવો થયે. તે જલ પ્રવાહથી તે સત્યવતી તણાવા લાગી. આયુષ્ય લાંબુ હેવાથી તેણીના હાથમાં એક મોટું લાકડું આવ્યું. મરણના ભયથી ત્રાસ પામેલી તે એકાએક તે લાકડાને વળગીને તરવા લાગી. અનુક્રમે નદીમાં ગઈ. તેમાં ઘણી વાર જલમાં બુડવું અને બહાર આવવું એની પીડાથી મૂચ્છ પામેલી તે નદીના વેગથી વીશ યોજના જમીન સુધી દૂર લઈ જવાઈ
ત્યારે નદીના કિનારે કેટલાક ભરવાડો પોતપોતાના પશુધનને ચરાવીને પાણીનું પૂર જોવા માટે ત્યાં આવ્યા તેઓએ કાષ્ઠને વળગેલી તરતી સત્યવતીને જોઈ દયા ઉત્પન્ન થવાથી તેઓએ તેને બહાર કાઢી. તેણીને જીવતી મૂચ્છ પામેલી જોઈને વિવિધ ઉપાયોથી પીધેલા પાણીને બહાર કાઢવા વડે અને અગ્નિના તાપ વડે તેણને શુદ્ધિમાં લાવ્યા. ચેતના પામેલી તે પોતાની આસપાસ અનેક પ્રકારના ઉપકાર કરવામાં તત્પર ચાર પુરૂષોને જોઈને એકદમ ઊડતી છતી બેલવાને અસમર્થ હૃદયમાં વિચારે છે “હે દેવ મારા ઉપર અત્યંત નિષ્ફર કેમ થયું છે ? જેથી હું પુત્રની ચિંતામાં પડી પણ મંદ ભાગ્યવાળી અડિનથી પણ ન બળાઈ પાણીને પૂરે પણ મને ન સંગ્રહી. અનાથ, નિરાધાર, અશરણું છું કેમ જીવીશ? મારો ધણી
Page #214
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૬૯
પણ મરી ગયા, પુત્ર પશુ મરણ પામ્યા. હવે ફ્રાના શરણે જાઉં? ત્યાર પછી કં ઈક સામર્થ્ય પામેલી તે સત્યવતી તે ભરવાડ લેાકાતે આ પ્રમાણે કહે છે હું ઉત્તમ પુરુષો ! તમે કાણ છે. પાણીમાંથી શા માટે મને ખુહાર કાઢી ? પતિ-પુત્રના મરણના દુઃખથી સંતપ્ત એવી મારા જીવન વડે સર્યું. દુઃખસમુદ્રમાં પડેલી હું વવાને ઈચ્છતી નથી. એમ કહીને રડવા લાગી. તેણીને એક ઘરડા આયર કહે છે, “હે પુત્રી ! અહીંથી એક ગાઉ રત્નસંચયા નગરી છે. ત્યાં યથાર્થ નામવાળા પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરે છે. તેની પડેાશમાં સારંગ ગામમાં રહેવાવાળા, જાતિથી ભરવાડ અમે પશુના ધણુને ચરાવવા માટે અહીં નદી કિનારે આવેલા અમે પાણીના પૂરમાં, કમ્પ્સને વળગેલી, તરતી તને જોઈ અને બહાર કાઢી હે પુત્રી ! તું નદીમાં કેમ પડી ? તું કોણ છે ? શુ' નામ છે ?.વિગેરે સકાચ વિના પેાતાની હકીકત તું જાવ. ત્યારે તેણી કહે છે “હું ભાઈઓ, દુઃખના ભારથી ભરેલી, અનાથ અબલા એવી મારું ચરિત્ર સંભળાવીને તમાને દુઃખ આપવા વડે સર્યું. તાપણુ મને વિતદાન આપવા વડે તમે ઉપકારી છે એમ કહીને તેણીએ ટુંકાણમાં પેાતાની કઠણ વાર્તા કહી. તે સાંભળીને તેમાં એક દયાળુ વૃદ્ધ ભરવાડ કહે છે “ હું તને ધર્મપુત્રીની જેમ પાલન કરીશ. તારે ચિંતા ન કરવી. મારી પુત્રી સાથે સુખેથી રહેવું. તું ધન્ય છે, જેથી દુઃખની પરંપરા સહન કરવા વડે તે નિમર્માળ શિયળ વ્રત પાળ્યું. હું પશુ આત્માને ધન્ય જાણું છુ' જેથી મને પુત્રી રૂપે તું પ્રાપ્ત થઈ. તે સત્યવતી ઉપકારી વૃદ્ધનું વચન સાંભળીને આ પિતા તુલ્ય વૃદ્ધ સાથે જતી એવી મને કાંઈ પણ ભય નથી.'' એમ વિચારીને તેની સાથે
તેના ઘેર ગઈ. તે વૃદ્ધ આહીરે પાતાની સ્ત્રી અને પુત્રીઓને તેનુ
1
66
સ્વરૂપ કહીને જણાવ્યું કે આ સત્યવતી પુત્રી માફક જોવી. તેણી
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પણ તે ઘરડા આહીરને અને તેની સ્ત્રીને પિતા માતા રૂપ માનતી સુખેથી રહે છે. પ્રિય મધુર વાતચીતથી દરેકના મનને રાજી રાખતી, ઘરકામ કરતી સુખેથી દિવસો પસાર કરે છે. સુંદર સ્વાદિષ્ટ ભોજનથી પૂર્વની જેમ સુંદર અંગોપાંગવાળી નિશ્ચિત, સશક્ત શરીરવાળી તે બધા ભરવાડ લેકેને પ્રિયપાત્ર થઈ.
ભરવાડના ઘેર રહેલી તે હંમેશાં પ્રભાત કાળે બીજી આયરાણીઓ. સાથે દહીં, દૂધ, માખણ વેચવા રત્નસંચય નગરીમાં જઈને દહીં, દૂધ વિગેરે વેચીને બપોરે ઘેર આવીને જમે છે. રાત્રિએ આહીરની યુવતીઓ સાથે ધાર્મિક વાર્તાલાપ કરીને, પછી પાંચ નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરીને ઉધે છે. એમ તેનું નિત્યકર્મ છે. એમ હંમેશાં યંત્રની જેમ કામ કરતી તે સત્યવતી એકવાર પ્રભાતમાં દહીંના ઘડાને માથે મૂકીને સરખી વયવાળી આહીર યુવતીઓ સાથે દહીં, દૂધ, માખણ વેચવા માટે નગર તરફ નીકળી. જ્યારે ગામમાંથી નગરના મધ્ય રતે બધી આવી ત્યારે નગરમાંથી ઘોડા ખેલાવવા અશ્વરત્ન ઉપર ચડેલા, દોડવું, વળવું, કૂદવું, ઊંચે ચડવું, પડવું આદિ ક્રિયામાં ઘોડાને હાંકતા પ્રજાપાલ રાજાને સન્મુખ આવતા તે આયર સ્ત્રીએ જોવે છે. તે જોઈને તે સત્યવતી એક પાસે રહેલી આયર સ્ત્રીને પૂછે છે “હે સખિ ! આ સન્મુખ આવત, દિવ્ય શરીરવાળા તેજસ્વી, રૂપાળે કે પુરૂષ છે ! તેણી કહે છે “આ રત્નસંચય નગરીને સ્વામી, દીનવત્સલ દાનેશ્વરી ધર્મિષ્ઠ પ્રજાપાલ નામને રાજા છે. એમ વાતચીત કરતી તે ભરવાડણની આયરાણું નજીક ઘેડાને રમાડતા આવી પહોંચ્યા. રાજાના જલ્દી આવવાથી ભયભીત થયેલી તે ભરવાડણ અહીં તહીં નાસવા પ્રવૃત્ત થઈ ત્યારે તેઓના પરસ્પર અથડાવાથી તેઓનાં માથા ઉપરથી દહીંના ઘડા અને દૂધના ઘડા પડ્યા અને ભાંગી ગયા. ત્યારે સત્યવતીને માથે રહેલે.
Page #216
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૭
દહીંને ઘડો પણ પડશે અને ફૂટી ગયો. બીજી ભરવાડણે પિતપિતાની માતા, પિતા. પતિના ભયથી રડતી ઊભી છે અને તે સત્યવતી દહીંને ઘડે ભાંગે તે હસે છે. ત્યારે રાજ તેઓને રડતી અને સત્યવતીને હસતી જોઈને વિસ્મય પામીને વિચારે છે “પોતપોતાના દ્રવ્યના નાશથી “સ્ત્રીઓનું બલ રૂદન” એ ન્યાયથી રડવું ઉચિત છે. પરંતુ આ રૂપવતી સ્ત્રી પોતાના પદાર્થની નુકશાનીમાં પણ હસે છે એમાં કાંઈ પણ કારણ સંભવે છે અને બીજુ વેશથી આ આહીરી છતાં આકૃતિ અને રૂ૫ વડે ઉંચા કુળમાં ઉત્પન્ન થઈ હોય તેમ જણાય છે. આમ વિચારતે પ્રજાપાલ રાજા તે સત્યવતીને પૂછે છે “હે ધર્મ ભગિની ! તારા પિતા અને માતાનું નામ શું ? કયા ગામમાં તારી ઉત્પત્તિ છે? તું કોની પુત્રવધુ છે ? તથા દ્રવ્યની નુકશાનીમાં પણ તું કેમ હસે છે ? લજજા મૂકીને બંધુતુલ્ય મારી આગળ નિવેદન કર.”
રાજાના અતિ આગ્રહથી સત્યવતી તેની સમક્ષ પોતાની બધી આત્મકથા કહીને કહે છે “હે રાજા ! ઘણું દુઃખ સહન કર્યા એમાં દહીંના ઘડાના નાશરૂપ થડા નુકશાનથી કેમ દુઃખ થાય ? કર્મથી જે જે કરાય તે તે હર્ષ પૂર્વક સહન કરવું જોઈએ. વિષાદ વડે શું ? એમ કહીને શેક અને ભયવાળી થઈ. પ્રજાપાલ રાજા સાંભળનારાઓને પણ દુઃખ થાય તેવા તેણીને હેવાલને સાંભળીને શાંતિ પમાડવા માટે કહે છે કે બેન ! તું પ્રશંસાને યોગ્ય છે. જે તે અનેક પ્રકારની વિપત્તિ સહન કરવા વડે પણ પ્રાણુતે પણ શીયળ પાળ્યું. ખરેખર તારી માતા પણ ધન્ય છે જેણે આવા પુત્રીરત્નને જન્મ આપ્યું. સતી સ્ત્રી ઉપર કુદષ્ટિ કરવાથી તે ચંદ્રસેન રાજા કટુ ફળ પામ્યો. પરસ્ત્રી અભિલાષીને રાવણની જેમ ક્યાંથી સુખ હોય ? હે બહેન ! તારા શીલના
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પ્રાકૃત વિજ્ઞાન કથા
પ્રભાવથી સર્વ વિદને શાંત થયા. હમણાં મારા ઉપર ધર્મ બંધને સ્નેહ કરી મારી સાથે રાજમહેલ આવો. ત્યાં દેવ-ગુરુ-ધર્મની આરાધના વડે તારા સુપાત્ર દાનથી દીન-દુઃખિત-અનાથ આદિને ઉદ્ધાર કરવાથી સમય પસાર કરજે. એમ સાંભળીને તે કહે છે હાલમાં બાકીને સમય ધર્મપરાયણ એવી હું, જિનેશ્વરની પૂજમાં, ગુરુ ઉપદેશ સાંભળવા વડે અને સામાયિક આદિ ધર્મકાર્ય કરવાથી અને સાવી સમુદાયની ઉપાસનામાં પસાર કરવા ઈચ્છું છું.” “તારી ધર્મારાધનની બધી સામગ્રી હું પૂરી પાડીશ.” એમ બોલતા બંધુ જેવા બનેલા રાજાની સાથે રાજભૂવનમાં જવાને તેણીએ ઈચ્છા દર્શાવી. પ્રજાપાલ રાજાએ જે ભરવાડની સ્ત્રીઓને દહીં દૂધનું નુકસાન થયું હતું, તે સર્વેને દ્રવ્ય અપાવ્યું. અને વળી તેના પાલક ભરવાડ વર્યને બેલાવીને યથાયોગ્ય સત્કાર કરીને તેની રજા લઈને સત્યવતીની સાથે પિતાના મહેલમાં ગયા; અંતઃપુરની સ્ત્રીઓને પણ તેણીને વૃત્તાંત કહીને જણાવ્યું. તમારે આની મારી જેમ ભક્તિ કરવી, વચન કદાપિ ઉલ્લંઘવું નહીં. કારણ કે મેં એને ધર્મબેન તરીકે માનેલ છે. તે અંત:પુરની સ્ત્રીઓએ પણ પિતાના ધણના વચનને તહતિ કહીને (અંગીકાર કરીને) સ્વીકાર્યું.
અંતઃપુરમાં રહેલી સત્યવતી, અંતઃપુરમાં રહેનારી સ્ત્રીઓની હંમેશાં શીલવત પ્રધાન એવો ધર્મોપદેશ આપીને બધાય અંતઃપુરના સમુદાયને જિનેશ્વરના ધર્મમાં સ્થિર કરે છે. એમ હંમેશાં જિનેશ્વરના શાસનને પ્રભાવિત કરતી સુખેથી કાળ પસાર કરે છે. એકવાર તે નગરીમાં અનેક સાધ્વી સમૂહથી પરિવરેલી સુવ્રતા નામના મહત્તરા પ્રવતિનો સાવી રામાનુગ્રામ વિચરતા આવ્યા. સત્યવતીએ રહેવા આપેલ સ્થાનમાં તે મહત્તરા સાધ્વીજી રહ્યા અંતઃપુરની સખીઓ સહિત પ્રજાપાલ રાજા ધર્મ સાંભળવા માટે ત્યાં આવ્યા. તે સુવ્રતા મહાસાવી અવસર ઉચિત ધર્મોપદેશ આપે છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૭૩
ધર્મમાં રાની સિદ્ધિ. નિમલ કેર થાય છે. આવનારા પામે
એમ સોપાલ રાજ
લેકમાં ધર્મ સાર છે. ધર્મ પણ જ્ઞાન સારવાળે છે. જ્ઞાન સંયમ સારવાળું છે અને સંયમને સાર મેક્ષ છે.”
જન્મ, જરા, મરણરૂપી પાણીથી ભરેલા આ સંસાર સમુદ્રમાં જિનપ્રણીત ધર્મ જ સાર છે એના પ્રભાવથી સર્વ વિદને નાશ પામે છે. સારી સંપત્તિ અને સુખ પરંપરા થાય છે. આ લેકમાં પણ વાંછિત અર્થની સિદ્ધિ, નિર્મળ બુદ્ધિ અને સર્વસિદ્ધિ મળે છે. ધર્મમાં જ્ઞાન સાર છે. જેથી કૃત્યાકૃત્ય, ભક્ષ્યાભર્યા, હે પાદેય, હિતાહિતનું સ્વરૂપ જણાય છે. જેથી જ્ઞાન દ્વારા વિવેક-વિનય વગેરે શુભ ગુણે પ્રગટ થાય છે. તેથી સાર સંયમ થાય છે. તેથી આત્મા ભવસમુદ્ર તરીકે અવ્યાબાધ, શાશ્વત, અક્ષય નિર્વાણપદને પામે છે.
એમ સાંભળીને વિરતિના પરિણામવાળી તે સત્યવતીએ રાજાની રજા લઈને પ્રજાપાલ રાજાએ કરેલા મહેસવપૂર્વક સુવ્રતા સાધ્વીજી પાસે દીક્ષા લીધી. તેમજ રાજા વિગેરેએ યથાશક્તિ સમ્યક્ત્વ સહિત અણુવ્રત ગ્રહણ કર્યા. તે સત્યવતી, સુવ્રતા સાધ્વી સાથે વિચરતી પૂર્વે બાંધેલા સંકિલષ્ટ કર્મક્ષય માટે વિવિધ તપ કરતી, સાધ્વી પાસે સૂત્રો ભણતી સાવી સમુદાયની વેયાવચ્ચ કરવામાં તત્પર, સ્વાધ્યાય ધ્યાનમાં લીન, નિર્મળ સંયમ પાળે છે.
એ પ્રમાણે સંવેગના રંગથી રંગાયેલી સત્તર પ્રકારના સંયમ ગુણને પાલન કરવામાં તલ્લીન તે સત્યવતી સાવી છેલ્લે અનશન કરીને સમાધિપૂર્વક કાળધર્મ પામી અને દેવકમાં ઉત્પન્ન થઈ, અનુક્રમે મોક્ષ પામશે. ઉપદેશ–સંસાર ઉપર વિરાગ કરાવનાર સત્યવતીની કથા
સાંભળીને, દુષ્કમતે વિનાશ કરનાર એવા શીયળધમમાં મતિ કરવી જોઈએ
G F
વગેરએ
“
Page #219
--------------------------------------------------------------------------
________________
૪૭ ભાવ ધમ ઉપર ઈલાચીપુત્રની કથા સુડતાલીસમી
事
પહેલાં ભાવ ધના પ્રભાવથી ઈલાચીપુત્ર સાધુના દર્શન માત્રથી કેવલજ્ઞાન પામ્યા.
ܘܘ
આ ભરત ક્ષેત્રમાં ઈલાવન નામે નગર છે. તેમાં પ્રભાવવાળુ ઈલાદેવીનુ મદિર છે. એક વાર ત્યાં રહેતા શેઠશેઠાણીએ પુત્ર માટે તે ઈલાદેવીની માનતા માની ઈલાદેવીને વિનંતી કરી. તેથી કાઈ પણ દેવ દેવલાકમાંથી ચ્યવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. મહાપુરુષને અનુરૂપ દોહદ પૂરવા કરવા વડે ગર્ભ વધવા લાગ્યા. ચેાગ્ય સમયે શેઠાણીએ દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. ઈલાદેવીને માનતા પ્રમાણે દાન આપ્યું અને પુત્રનું નામ ઈલાચીપુત્ર રાખ્યું, અનુક્રમે તે બાળક શરીરની વૃદ્ધિ વડે અને કળાના સમૂહથી વધતો બધી સ્ત્રીઓને પ્રાથના કરવા યોગ્ય યુવાસ્થાને પામ્યા. એક વાર શરદ ઋતુમાં મિત્રો સહિત ઈલાચીપુત્ર બાગમાં ગયેા. તેમાં નાની મધ્યમાં નાચતી એક રૂપ, યૌવન, સૌભાગ્ય અને કલા સમૂહના ભંડારભૃત એવી નટી જોઈ. તેણીના રૂપને જોવાથી આકર્ષાયેલા મનવાળા
Page #220
--------------------------------------------------------------------------
________________
ભાવ ધમ ઉપર લાચીપુત્રની કથા
૧૭૫ કામદેવથી પીડા. કયાંય પણ ધીરજ ધરત નથી. મિત્રોએ પૂછયું “હે મિત્ર, દરેક માણસને હસવાયેગ્ય, આ લોક અને પરલોક વિરુદ્ધ આ શું માંડ્યું છે ? એણે કહ્યું “હું પણ જાણું છું જે કૂળને કલંકરૂપ છે, પણ હું શું કરું ? મારી કામ અવસ્થા અતિ દુર્ધર છે.” તેઓએ કહ્યું “અહીં રાગ વડે સયું. ચૌદ વિદ્યાસ્થાનને પારગામી એવો શ્રેષ્ઠ બ્રાહ્મણ અત્યંત તૃષાતુર થયો છતો ચંડાળના ઘરના ઠંડા પાણીને પણ ઈચ્છતો નથી. માતા પિતાને ઘણું દુઃખ થશે. તેથી સ્વ-પર બનેને સંતાપ કરાવનારા એવા આ દુષ્ટ વિચારથી સર્યું ? આ વિચારથી તું પાછો ફર. ઈલાચી પુત્રે કહ્યું “હું પણ આ સારી રીતે જાણું છું. પરંતુ મારું જીવન એને સ્વાધીન છે. વારંવાર કહેવાથી સર્યું. માતાપિતાએ આ વાત જાણુ. ઈલાચીપુત્ર નટને કહ્યું “ સોના જેવી આ છોકરી મને આપો.” તેઓએ કહ્યું “અમારી આ અક્ષયનિધિ છે. પરંતુ જે એનું કામ હોય તે અમારી સાથે ફરે અને કલા શીખે”
ત્યારબાદ માતા-પિતા અને સ્વજન સમુહ વડે નિષેધ કરાયો છત ઉભય લેકની નિંદાને નહિ ગણકારતે તેઓના ભેગે રહ્યો. અત્યંત દુભાયેલ ચિત્તવાળા પિતા આદિ પાછા ફર્યા. આ પણ તેઓની સાથે વિહરતો નૃત્યકલાને અભ્યાસ કરતા ક્રમે બેનાતટ નગરમાં આવ્યું. ત્યાં વિવાહના દ્રવ્ય નિમિત્તે રાજાની સેવા કરવા લાગે. રાજાએ નૃત્ય કરવાને રજા આપી, નૃત્ય કરવાનું શરૂ થયું. રાજા મહારાણી સાથે સિંહાસન ઉપર બેઠો. નાગરિકે પણ આવ્યા. ઈલાચી પુત્રે પણ જુદા જુદા પ્રકારની કળા વડે લેકના મનને વશ કર્યા પણ રાજા દાન નહિ આપે છતે લેકે પણ દાન આપતા નથી. રાજા તે નટપુત્રીમાં બંધાયેલ રાગવાળો તે ઈલાચીન નાશ માટે ઈલાચીને કહે છે. “હે નટ નાચવાનું શરૂ કર. તે પણ પાદુકા પહેરીને હાથમાં તલવાર અને ઢાલ ધારણ કરી વાંસના અગ્રભાગ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પ્રાકૃત વિજ્ઞાન કથા
ઉપર આડા કાષ્ઠ ઉપર જુદી જુદી કળાઓ વડે ખેલ કરે છે. જે તે કેમેય કરીને ચૂકે તે જમીન ઉપર પડી જાય અને તેને સે કકડા થઈ જાય. લેકે (શાબાશી આપી) સારું સારું એમ અવાજ કર્યો રાજા આપતે નહિ હેવાથી લેકે પણ આપતા નથી.
રાજાએ કહ્યું “સારી રીતે ન જોયું. ફરીવાર કર. તેણે બીજીવારની જેમ ત્રીજી વાર પણ કર્યું. ફરી પણ રાજાએ મારવા માટે લજ્જા રહિત કહ્યું “ચોથી વાર કર, જેથી ધનવાન કરી દઉં. લેકે રાજાથી અને નાટક જોવાથી આમ વારંવાર થવાથી કંટાળ્યા. વાંસના અગ્રભાગ ઉપર રહેલે ઈલાચીપુત્ર વિચારવા લાગે. કામ ભોગોને ધિકકાર, છે. જેથી આ રાજા, ‘તુરછ આજીવિકા વડે જીવતી આ નટીના નિમિત્તે મારું મરણ ઈચ્છે છે. કેવી રીતે એ નટીથી એને સંતોષ થશે ? જેને મોટા અંતઃપુરની સ્ત્રીઓના સમૂહથી પણ તૃષ્ટિ ન થઈ. તેથી, મારા જન્મને ધિક્કાર થાઓ. જે વડિલોથી લજજાન આવી હલકટતા ન વિચારી, માતા-પિતાના દુઃખને ન જોયું, બાંધવો, મિત્રો અને નાગરિકોને ત્યાગ કર્યો, નિરંકુશ હાથીની જેમ ઉન્માર્ગમાં જનાર મેં બધી રીતે સંસારના ભયને પણ જે નહિ, નીંદનીય નટના કુલને અનુસરવા વડે મેં મચકુદના જેવા સફેદ પિતાના વંશને મલીન કર્યો તે હવે કયાં જાઉં ? શું કરું ? કેને કહું ? આત્માની કેવી રીતે શુદ્ધિ કરીશ. આવા પ્રકારની ચિંતાવાળા તે નજીકના કોઈ પણ શ્રેષ્ટિના ઘરમાં દેવાંગના જેવી રૂપવાળી પુત્ર વધૂઓ વડે પૂજાતા મુનિઓને જોઈને વિચારે છે “જે કામદેવને નાશ કરનારા જિનેન્દ્રના માર્ગને પામેલા છે તે ધન્ય છે. કૃતપુણ્ય છે. હું તે આટલો વખત ઠગાયો છું. જેથી જિનધર્મને સે નહીં. હવે તે એએની આજ્ઞા મુજબ સાધુધર્મ અંગીકાર કરૂં. એમ વૈરાગ્યના માર્ગે ગયેલા, નિર્મલભાવને પામેલા તેમજ શુકલધ્યાનની મધ્યમાં રહેલા વિશુદ્ધ વેશ્યાવાળા
Page #222
--------------------------------------------------------------------------
________________
ભાવ ધર્મ ઉપર ઈલાચીપુત્રની કથા
૧૭
અને ક્ષપકશ્રેણિ પામેલા ઈલાચીકુમારને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવો આવ્યા, અને તેઓએ કહ્યું સાધુવેષને ગ્રહણ કરો જેથી અમે વંદન કરીએ. તેણે વેષને સ્વીકાર કર્યો દેવે તેમને વંદન કર્યું, ત્યાં વિમાનિક દે આવ્યા. સિંહાસન તેઓએ રચ્યું, સિંહાસન ઉપર બેઠા ત્યાં સુર, અસુર અને રાજા વડે વંદાયેલા તે ઈલાચીપુત્ર કેવલી બે પ્રકારના ધર્મને જણાવે છે. બધા પોતપોતાના સંદેહને પૂછે છે કેવલી જવાબ આપે છે. આશ્ચર્ય પામેલી સભાએ પૂછયું. “હે ભગવંત! આ નટની પુત્રી ઉપર આપને આવો રાગ કેમ થયો ?” ત્યારે પિતાને વૃત્તાંત કહેવાનું શરૂ કર્યું.
આ ભવથી ત્રીજે ભવે વસંતપુર નગરમાં હું શ્રેષ્ઠ બ્રાહ્મણપુત્ર હતો. આ વળી મારી સ્ત્રી હતી. કામભેગોને ત્યાગ કરીને તેવા પ્રકારના સ્થવિરેની પાસે અમે દીક્ષા લીધી. સંસારના સ્વરૂપને જાણ્યા છતાં પણ એકબીજા ઉપરને સ્નેહ દૂર થયો નહિ. ત્યારબાદ હે દેવોને હાલા ! હું કઠીન તપ કરીને, પાપ કર્મને આલોચને, નમસ્કાર મંત્રના ધ્યાનમાં જ રહેલો મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે. આ વળી જાતિમદથી લેપાયેલી તે સ્થાનથી પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ કર્યા વિના મરીને દેવલોકમાં ગઈ. આયુષ્યક્ષયે ત્યાંથી રયવીને હું શ્રેષ્ઠિના કુળમાં ઉત્પન્ન થયો. અને એ તે જાતિમદના દેવથી નીચ કુળમાં ઉત્પન્ન થઈ. તેથી પૂર્વભવના અભ્યાસથી એની ઉપર મને ઘણે પ્રેમ થયે. આ પ્રમાણે કેવળી ભગવંતે કહેલને વિચાર કરતી તેણીને પણ જાતિસ્મરણપૂર્વક કેવલજ્ઞાન થયું. આમ સાંભળતા રાજા અને પટરાણીને પણ કેવલજ્ઞાન થયું. એ પ્રમાણે ચારે પણ કેવલી થયા. ઉપદેશ–બોધદાયક, પવિત્ર ઈલાચીપુત્રની કથા સાંભાને
હે ભો! સુખ આપવાવાળા એવા ભાવધર્મમાં - તમે પ્રવૃત્તિ કરે, ૧૨ .
Page #223
--------------------------------------------------------------------------
________________
૪૮ ચારીના વિષયમાં બે વિદ્વાનોની કથા અડતાલીશમી
JAAAANNNN
કુટુંબના પાષણ માટે ચારીનું કામ કરવાને તત્પર થયેલા પડિત માણસે પારકાના દુઃખને પણ છેદી નાંખે છે, અહીં એ પંડિત પુરુષોનું દૃષ્ટાંત છે,
ભાજરાજાની અવતી નગરીમાં દેવશર્મા અને વિષ્ણુશર્મા નામના એ બ્રાહ્મણુ ભાઈઓ શ્રેષ્ઠ વિદ્વાન, છ દર્શનના જ્ઞાતા, વેદવેદાંગના પારંગત છે.' લક્ષ્મી અને સરસ્વતીનુ એક સ્થાનમાં રહેઠાણ નહિ હોવાથી તે વિદ્યાના અતિ નિધન છે. તેએની સ્ત્રીઓ પણ પતિની ભક્તિમાં તત્પર અને સુશીલ છે. એકવાર ભોજનના અભાવથી દુ:ખી થયેલી તે સ્ત્રીઓ પોતપોતાના પતિને કહે છે. ચાર કળામાં તમે ચેરીની કલા જાણો છે કે નહિ. જો જાણતા હ। તા ચોરી કરીને પણ કયાંકથી ધન લાવો.' એમ સાંભળીને ધનપ્રાપ્તિના અન્ય ઉન્નાય નહિ મેળવતાં કાંઈક વિચારીને તેઓ ભાજરાના મહેલમાં રાત્રિએ ચોરી કરવા ગયા. રાજ
Page #224
--------------------------------------------------------------------------
________________
ચારીના વિષયમાં બે વિદ્વાનોની કથા મહેલમાં ગુપ્ત રીતે પ્રવેશ કર્યો. ત્યાં સોનું-રત્ન-મણી, માણેક, પ્રવાલને સમૂહ જોઈને આની ચેરીમાં ઘણું પાપ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, એમ વિચાર કરીને ધાન્યના ભંડારમાં જઈને, ચોખાની બે ગાંસડી બાંધીને, માથે મૂકીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે ભેજરાજા કીંમતી પથારીમાં સુતા હતા. પલંગની બાજુમાં એક સાવધાન વાંદરે હાથમાં તલવાર લઈને રાજાનું રક્ષણ કરતો હતો. ત્યારે પલંગ ઉપર એક સપ ધીમે ધીમે ચાલતો નીકળે. તેને પડછાયે રાજ ઉપર પડ્યું. તે જોઈને વાંદરે સની બુદ્ધિથી રાજાને ઘા કરવા લાગ્યો. ત્યારે તે વિદ્વાને તેવા પ્રકારનું અનુચિત જોઈને જલાર ને નિગ્રહ કરવા લાગ્યા. માંકડો પણ તલવાર લઈને તેઓના માલડવા લાગે. એ પ્રમાણે શોરબકેર થયે છતે જઈને રાજા બ્રાહ્મણને પૂછે છે “તમે કોણ છે ? ક્યાંથી આવ્યા છે ? તે સાચું કહે છે અને ચેરી માટે અહીં આવ્યા છીએ. જલદી જંતા અમે આ વાંદરાને સપની બ્રમણાથી તલવાર વડે તમને મારતે જોઈને રક્ષણ માટે આની સાથે લડીને તમને બચાવ્યા છે. રાજાએ પૂછયું “ચોથું? તેઓએ કહ્યું ચેખાની ટિકીઓ ભરી છે. કારણ કે તેનું આ િદ્રવ્ય લેવામાં મેટું પાપ છે. તેથી ભોજનને માટે ચેખાનું ધાન્ય જ ચોર્યું છે, ત્યારે રાજા વિચારે છે “વાંદરે મૂર્ખ છે. આનાથી થતી આત્મરક્ષા ખરેખર આત્મનાશ માટે છે. જે ચેરી કરવાને આ પંડિત મારે ઘેર ન આવ્યા હતા તે હું આ વાંદરાથી જરૂર હણાયે હેત. આથી આ વિદ્વાને સત્કાર કરવા યોગ્ય છે. ત્યારે વિદ્વાનોને કહે છે “તમેને જે ઈષ્ટ હોય તે માંગો.” એમ કહીને તેઓને ઘણું ધન આપ્યું. અને તેઓને રજા આપી, પછી
Page #225
--------------------------------------------------------------------------
________________
१८०
પ્રકૃિત વિજ્ઞાન કથાઓ
રાજાએ વાંદરાથી પોતાનું રક્ષણ છેાડી દીધું. એ પ્રમાણે ચેરી કરતા એવા વિદ્વાના પણુ ખીન્નની પીડાને દૂર કરે છે. ઉપદેશ—એ શ્રેષ્ઠ વિદ્વાનનુ માણસાને એદાયક ચરિત્ર સાંભળીને હમેશા હિતમાં પ્રવૃત્તિ કરવી અને મનમાં સતાષ રાખવા.
Page #226
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી વડે પરાભવ પામેલા સિકંદરની કથા ઓગણપચાસમી » ૦
» જગતને જિતવાને ઇચ્છતા સિકંદરની જેમ દુર્ગતિના
દ્વારભૂત સી વડે કાણુ જિતાયેલ નથી ? બે હજાર વર્ષ પહેલાં ગ્રીસ દેશમાં સાહસિક મહાશુરવીર સિકંદર નામે મોટે રાજા હતા. બાળપણથી માંડીને તેના શિક્ષક રાજનીતિમાં વિચક્ષણ સન્માર્ગ દેખાડનાર ઍરિસ્ટોટલ નામે અસાધારણ શ્રેષ્ઠ વિદ્વાન ગુરુ હતા. તે સિકંદર હંમેશાં ગુરુ સેવામાં તત્પર, આજ્ઞા મુજબ વર્તનાર યુવાવસ્થામાં પણ કામગની અભિલાષાને ત્યાગ કરનાર, પારકી સ્ત્રીઓમાં પણ નજર ન કરનાર, માત્ર યશ, કીતિ, વિજયના અભિલાષી એવા તે સિકંદરે ગુરુના પ્રભાવથી અનેક દેશને, વિજય કર્યો.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
વિશ્વ પ્રસિદ્ધ તે એકવાર બધી દિશાને વિજય કરવાને ઈચ્છતો ઘણી જ સેનાથી સહિત ગુરુની સાથે પોતાના નગરથી નીકળ્યો. માર્ગમાં ભૂખતરસ-થાકને નહીં ગણતે ઘણું ઉત્સાહયુક્ત દુઃસહ રાજાઓના સમૂહને જિત, અનુક્રમે ઈરાન દેશમાં આવ્યો. ત્યાં કોઈ પણ મહાનગરની બહાર છાવણી નાંખીને પોતે બાગના મધ્ય ભાગમાં સુંદર મહેલમાં રહ્યો. એક વાર અશ્વ ઉપર આરૂઢ થયેલો તે પર્વતના શિખરના સમૂહથી શોભતા જુદા જુદા પ્રદેશની શોભાને જે આગળ જતાં પિતાના રૂપથી દેવાંગનાને જિતનાર અને મોટા ઋષિને પણ ચિત્તમાં ક્ષોભ કરનારી એક સુંદરીને જોવે છે. અતિ અદ્ભુત રૂપવાળી તે સુંદરી તેને સ્નેહવાળા નયનને કટાક્ષ બાણ મારીને કામ રૂપી ઝેરથી તેને મર્ષિત કરે છે. કામ રૂપી ગ્રહથી ગ્રસ્ત થયેલો, તેને જ જેત, સબલ છતાં વિમૂઢ મનવાળે, આગળ જવાને અસમર્થ ત્યાં જ નિશ્ચલ થયો. તે બાળા તેને મેહ પમાડીને પિતાના સ્થાને ગઈ. પાસે રહેલા ગુરુએ તેની બધી જ ચેષ્ઠા જોઈ. તે રાજા પણ ગુરુને જોઈને ક્ષોભ પાઓ પણ ફરી તરત જ સાવધાન મનવાળો થયો. એક વાર પિતાની મેટી સેનાની મધ્યમાં બેઠેલે તે સિકંદર મંત્રી, સેનાપતિ વિગેરે મોટા સુભટો સમક્ષ પિતાના પરાક્રમની વાત કહે છે, તે સમયે તેના ગુરુ ત્યાં આવીને સભા સમક્ષ તેની નિંદા કરે છે કે વિજયમાં જ રસિક પુરુષને સ્ત્રીઓનું રૂપ જેવું પણ ભયંકર છે. જેઓ દર્શન માત્રથી સત્વને વિનાશ કરે છે. ભયંકર ઝેરની જેમ કામ કરે છે. વીર પુરુષોને અને રાજાઓને તે (સ્ત્રીઓ) નરકના દ્વાર સમાન શાસ્ત્રમાં ગણી છે. તેઓની સુંદરતા પણ વિષમ ઝેર કરતાં પણ મહા ભયજનક છે.” એ પ્રમાણે અવહેલના કરીને પોતાના સ્થાને ગયા.
તે મહારાજા બાલપણથી ગુરુના ઉપકારને સંભારતાં સભા સમક્ષ આ પ્રમાણે નિંદા અને તિરસ્કાર કરાયા છતાં મૌનપણે નીચી દષ્ટિ કરીને બધું સહન કરે છે. પરંતુ મનમાં અત્યંત દુભાયે છતે.
Page #228
--------------------------------------------------------------------------
________________
સી વડે પરભવ પામેલા સિકંદરની કથા , ૧૮૩ વિવિધ વિચાર કરતો કેટલોક કાળ ત્યાં જે રહીને, સભા વિસર્જન કરીને પોતાના મહેલમાં આવ્યું. ત્યાં પણ ક્ષણવાર જોયેલ સુંદરીની સુંદરતાને, ક્ષણવાર પિતાની નિર્બળતાને, ક્ષણવાર ગુરુની દૃઢતાને વિચારતે આ પ્રમાણે નિર્ણય કરે છે. કદાપિ તે સ્ત્રીનું મુખ ન જેવું એમ પિતાનું મન સ્થિર કરે છે. તે પણ અનાદિકાળના મોહના અભ્યાસથી અને ઇંદ્રિયની પ્રબળતાથી નિર્બળ એવા તેના મનમાં તે જ સુંદરી આવે છે. ત્યારે તે તે જ સુંદરીના રૂપને વિચારતા, પિતાના કામને ભૂલી જતો, એકદમ પિતાના અશ્વરત્ન ઉપર સ્વાર થઈને તે સુંદરીના ઘેર ગયો. તેણે પણ સિકંદરને જોઈને અત્યંત હર્ષિત મનવાળી તેને સત્કારે છે અને માન આપે છે. ત્યારે ગુરુનાં વચનને યાદ કરતા તે “અરે ! હું શું કરું છું ? જગતને જીતવાની ઇચ્છાથી મારા રાજ્યથી બહાર નીકળેલ હું આ સ્ત્રી વડે હરાવાયો છું. મારું બધું નાશ પામ્યું. લેકે પણ મને કહેશે ? “આનાથી સર્યું.” એમ વિચારીને પાછો જવાને પ્રવર્તે છે. ત્યારે તે સુંદરી દગિત આકારથી તેના મનના ભાવ જાણીને કહે છે “કેમ પાછા જાઓ છે ? અહીં આવવામાં તમને કણ અટકાવે છે ? મને સાચું કહે. હું તે મારા રૂપ-મતિ અને કલાની સંપત્તિથી મેટા ઋષિઓના મનને પણ ક્ષોભ પમાડવા સમર્થ છું. મારી આગળ તે ગરીબ કેણ છે? ક્ષણવારમાં હું તેનું અભિમાન ઉતારી દઉં. હું વિશ્વહિની ઇરાન રાજાની પુત્રી છું. મારા ચરણમાં મોટા પુરૂષે પણ નમે છે તે તે તમને અટકાવનાર કોણ છે ? સિકંદરને ગુરુ ઉપર અવિચલ શ્રદ્ધા, આદર, અને અપૂર્વ સન્માન છે, તે પણ તેણીના રૂપમાં આસક્ત તેણે ગુરુએ કહેલ પિતાના તિરસ્કારની બધી બીના તેણુને કહે છે. તેના મુખથી ગુરુએ કરેલ સ્ત્રી સંબંધી અપમાન સાંભળીને તે ક્રોધથી ઘણી જ પ્રચંડ અને રૌદ્ર સ્વરૂપવાળી થઈ. તેણે તેને કહે છે. હે કુમાર ! તમારા ગુરુએ સમસ્ત સ્ત્રીઓની સુંદરતા, શક્તિ
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અને સાહસનું અપમાન કર્યું છે. તેથી આજે હું પ્રતિજ્ઞા કરું છું,
જે કાલે તમારા ગુરુને હું રૂપ, શક્તિ અને સાહસથી મારા ચરણે નમત ન કરું તે મારે જીવિતથી સયું.” “મારા નેત્રબાણ આગળ તેની વયની, જ્ઞાનની અને અનુભવની શી ગણના છે?
- સિકંદર કહે છે તે મારા ગુરુ બધી પૌદ્ગલિક વસ્તુના સુખથી પર રહે છે. તે હમેશા અધ્યાત્મ ચિંતનમાં તત્પર, ધર્મશાસ્ત્ર લખવામાં તત્પર કાળ પસાર કરે છે, તેને કોઈ પણ રૂપાળી સુંદરી ચલાયમાન કરવાને સમર્થ નથી.” ત્યારે તે સુંદરી બેસે છે. “તે શું મનુષ્ય નથી ? તેને શું હદય નથી ? હૃદયમાં શું વિષયની ઉર્મિઓ ઉત્પન્ન થતી નથી ? કદાપિ તેનું શન્ય (મૃતપ્રાયઃ) હૃદય હોય તે પણ હું તેના હૃદયને સ્વર વડે, રૂપ વડે, નયન કટાક્ષોથી સજીવન અને ઉન્માદવાળું જરૂર કરીશ.' એમ કહીને પોતાના કાર્યમાં સાવધાન થઈ. સિકંદર તેણીના સાહસકર્મને જોવાને ઈચ્છતે પિતાને સ્થાને ગયો.
બીજે દિવસે પ્રભાતકાળે તેના ગુરુ ધર્મશાસ્ત્રના અર્થ વિચારવામાં તત્પર રહે છે ત્યારે તે સુંદરી અતિ અલ્કત વેષ ધારણ કરીને તેના બાગમાં આવીને મધુર અવાજથી ગાય છે. તેણીના ગાયન સાંભળવામાં પશુ-પક્ષીઓ પણ ઘડીભર મૂઢ થયા. શાસ્ત્રના અર્થ વિચારતા તેના ગુરુ પણ તેણના મધુર ધ્વનિમાં ખેંચાયા છતાં તેણીના ગીત સાંભળવાથી આકર્ષણ થયેલ ચિત્તવાળા ક્ષણવારમાં મૂઢ બની ગયા. તેના શરીરના અવય ઢીલા થઈ ગયા. મને પણ સુબ્ધ થયું. મનથી વિચારે છે “આ કેણ ગાય છે” એમ, જેવાને બારી પાસે ઉભા રહીને બહાર જેવું છે. તે ઉઘાડા મસ્તકવાળી, નિતંબ સુધી લંબાતા લાંબા વાળવાળી, હાથીના જેવી ગતિવાળી, ધીમી ધીમી ચાલતી, અસરાના સમૂહને પણ રૂપ વડે પરાભવ માડતી, દિવ્ય
Page #230
--------------------------------------------------------------------------
________________
સી વધુ પરાભવ પામેલા સિકદરની કથા
૧૯૫
ધ્વનિથી ગાતી, સુંદર રૂપવાળી સુંદરીને જોવે છે. જોઈને વૃદ્ઘાવસ્થાથી જર્જરિત શરીરવાળા પણુ, તીવ્ર કામની ઇચ્છા થવાથી મૂઢ મનવાળા તે બાગમાં જાય છે. ત્યાં જઈને, તેણીની રૂપશાભા જોઈને કામદેવ રૂપી અગ્નિથી દાઝેલા તે સુંદરીના ખભા ઉપર હાથ મૂકે છે. તેણી પણુ તેને જોઈને ચિત્તના ક્ષેાભથી નીચું જોવે છે. ત્યારે તે કહે છે, હું તને ઇચ્છું છું. મારી સાથે કામક્રીડા કર. તે પણ સુંદરી સહેજ હસીને શરમ ધારણ કરતી કહે છે “ો મારી પ્રતિજ્ઞા પૂરા તા હું હંમેશા તમને સેવીશ.' તેણીના રૂપમાં મૂઢ બનેલા તે પૂછે છે “તમારી શી પ્રતિજ્ઞા છે ?' તેગ્રી કહે છે “જો તમે ઘેાડા થઈને રહેા, ઘેાડા રૂપ થયેલા તમારી ઉપર બેસીને હાથમાં ચાજીક લઈને હાંકુ તા જીવનપર્યંત તમારી આજ્ઞામાં રહીશ. એમ સાંભળીને તીવ્ર રાગરૂપી દોરડાથી બંધાયેલા તે ધાડા થયા. જ્યારે તેડ્ડી ઘેાડા થયેલા તેના ઉપર સવાર થઈને હાંકે છે, ત્યારે તેણીની સંજ્ઞાથી પ્રેરાયેલા તે સિક ંદર ત્યાં આવીને તેવી અવસ્થાવાળા ગુરુને જોવે છે. તે પણ સુંદરી સિકંદરને જોઈને કહે છે “મારું માહાત્મ્ય જોયું? મારી આગળ શક્તિવાળા પણ પુરુષો પરાભવ પામે છે. ગુરુના સ્નેહને ભૂલી ગયેલા તે સિકંદર પણુ પૂર્વત ગુરુવચનને “જે સ્ત્રીએ નરકના દ્વાર સમાન છે'' ઇત્યાદિ સંભળાવીને, તમારા ઉપદેશ કયાં ગયા એમ ઉપહાસ કરે છે” ત્યારે પરમાર્થ જાણુનાર ગુરુ સિકંદરને કહે છે-હે વત્સ ! તું અજ્ઞાનથી સ્ખલિત થયેલા મારી ભૂલ જોઈને (હસે છે) સ ંતાષ પામે છે; પરંતુ તને મેં આપેલુ જ્ઞાન વિચાયુ` હોત અને હૃદયમાં સારી રીતે ધારણ કર્યુ હેાત, તે આમ મશ્કરી ન કરત. તું વિચાર કર જો આ સુંદરી મારા જેવા વૃદ્ધ, ધીર, ગ ંભીર અને સદા જ્ઞાનઘ્યાનમાં આસક્તની પણ આવી અવસ્થા કરવાને સમર્થ છે તે યુવાની વડે ઉન્મત્ત તને શું ન કરે ? રૂપથી મદે।ન્મત્ત આ સુંદરી દાસીભૂત થયેલા આપણુને મેં મતિના બળથી "કેવું કર્યુ” એમ ઉપહાસ કરે છે. આપણે બન્નેય મુર્ખ છીએ એમ
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
'
કહીને તે ગુરુ પેાતાના આવાસે જઈને પૂર્વની જેમ ધ્યાનમગ્ન થયા. ત્યારે તે સિકદર અને તે સુંદરી પણ વિચારે છે આ ખરેખર ધીર, ગંભીર, તત્ત્વજ્ઞ મહાપુરુષ છે. આની આગળ અમે અમુઝ બાળક જ છીએ.
ઉપદેશ—ગુરુ પાસેથી મેાટાઈ મેળવનાર સિકંદરના દૃષ્ટાંતને સાંભળીને હું ભળ્યેા પરસીથી સદા દૂર્ થાઓ.
Page #232
--------------------------------------------------------------------------
________________
૫૦
બુદ્ધિના પ્રભાવ ઉપર ખેડૂતની કથા પચાસમી
'
નીચ કુળમાં પણ શુભ ક` વડે માનવી બુદ્ધિમાન થાય છે. (અહીં) ખેડૂતની પણ બુદ્ધિથી રાજા રજિત થયા.
∞
""
કાઈ એક રાજા મનના વિનેાદ માટે નગરથી બહાર વિવિધ વનરાજ જોતો ધણું દૂર ગયા. ત્યાં એક ક્ષેત્રમાં ખેતી કરતા ખેડૂતને જોવે છે. તેને જોઈને પૂછે છે— રાજ કેટલું દ્રવ્ય કમાઓ છે ? તે કહે છે “ એક રૂપીએ મેળવું છું. ત્યારે રાજા કહે છે— તે દ્રવ્યથી કેમ નિર્વાહ કરે છે? તેણે કહ્યું—“ તે રૂપીઆના ચાર ભાગ કરું છું.... એક ભાગ હું ખાઉ છું. ખીો ભાગ ઉધારે આપું છું, ત્રીજો ભાગ દેવાથી છૂટવા માટે વાપરુ છું. અને ચોથેા ભાગ કૂવામાં ફેકું છું.
""
22
આમ સાંભળીને તેના રહસ્યને નહિ જાણતા રાા ફરી પશુ,
(6
· આનું શું રહસ્ય એમ પૂછે છે. તે ખેડૂત ખાલે છે. પહેલા ભાગથી સ્ત્રીનું પેષણ કરું છું, ખીજા ભાગ વડે પુત્રાનું જેથી તે પણ પુત્રો વૃદ્ધાવસ્થામાં અમને પાળશે
હું પેાતાનું અને મારી ભરણ પાષણ કરું છું
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
તેથી કહ્યું કે ઉધારે આપું છું, ત્રીજો ભાગ માતાપિતા માટે વાપરું છું, જેથી હું બાલ્યાવસ્થામાં તેઓથી પાલન કરાયું છું તેથી કહ્યું દેવાથી છૂટવા માટે વાપરું છું, એથે ભાગ પરેકના સુખ માટે દાનમાં આપું છું તેથી કહ્યું કૂવામાં ફેકું છું, જેથી તે ધન પરકમાં -સુખને માટે થશે. એમ તેનું અનુભવયુક્ત, આ લેકમાં અતિ હિત કરનાર, પરલોકમાં સુખ આપનારું વચન સાંભળીને રાજા ઘણો સંતોષ પામે. ફરી પણ તે કહે છે “હે ખેડૂત ! તમારા જેવા બુદ્ધિમાન પુરુષોથી જ મારું રાજ્ય શેભે છે. એથી તને કહું છું “જ્યાં સુધી સે વાર મારું મુખ ન દીઠું હોય ત્યાં સુધી તારે આ વાત કેઈને ન કહેવી.” એમ કહીને રાજા પોતાના સ્થાને ગયે.
એક વાર સભામાં સુંદર સિંહાસન ઉપર બેઠેલ. રાજા પોતાના મુખ્ય પુરુષ સમક્ષ ખેડૂતના ગૂઢ વાકયના રહસ્યને પૂછે છે “જે એક ભાગ ખાય છે. બીજો ઉધ્ધારકને આપે છે, ત્રીજો દેવાથી છૂટવા માટે આપે છે, ચોથે કૂવામાં નાખે છે. તેને શે ભાવ? આમ સાંભળીને બધા પ્રધાને જવાબ આપવાને અસમર્થ પરસ્પર જે છે. ત્યારે રાજાએ કહ્યું “પંદર દિવસમાં તમારે આને જવાબ આપ; નહિતર તમારા બધાયને દંડ કરીશ, એમ કહીને સભા વિસર્જન કરી. તે પ્રધાનમાં એક વિચક્ષણ પ્રધાને, માણસની પરંપરાથી રાજા અને ખેડૂતના મિલાપને પ્રસંગ જાણીને, તે ખેડૂતના ઘેર ગયે. તે ખેડૂતને તેના વચનનું રહસ્ય પૂછે છે. બુદ્ધિમાન ખેડૂત તેને કહે છે. તે ઉત્તમ પ્રધાન! જ્યાં સુધી સે વાર રાજાનું મુખ ન જોઉં ત્યાં સુધી આ વચનનું રહસ્ય કેઈને પણ મારે ન કહેવું એમ રાજાની વચનરૂપ જાળમાં બંધાયેલ છું તે હું કહેવાને કેમ સમર્થ થાઉં ? પ્રધાન પણ તેની વચનયુક્તિને ઇગિત આકાર વડે જાણીને ખેડૂતની સમક્ષ રાજાની આકૃતિવાળી સે સેના મહોરો મૂકે છે ત્યારે
Page #234
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિના પ્રભાવ ઉપર ખેડુતની કથા
૧૮૯
રાજાની આકૃતિવાળી સે મુદ્રા જોઈને ખેડુતે તેના વચનનું રહસ્ય જણાવ્યું. પંદર દિવસને અંતે સભામાં પણ રાજાએ તે જ પ્રશ્ન પૂછયો. ત્યારે બાકીના પ્રધાને મૌન રહ્યું છતે રાજા સમક્ષ તે મંત્રીએ જવાબ આપ્યો. તે સાંભળીને રાજા કહે છે તે જરૂર ખેડુત પાસેથી આ જાણ્યું હોવું જોઈએ. રાજા ખેડુતને બોલાવીને ક્રોધ સહિત પૂછે છે “કેમ વચનભંગ, કર્યો ? તેણે કહ્યું “મેં વચનભંગ કર્યો નથી ? જેથી પહેલાં મેં સે, વાર આપશ્રીનું મુખ જોઈને તેના વચનનું રહસ્ય કહ્યું.” રાજા કહે છે. “ક્યાં અને ક્યારે મારું મુખ જોયું ?” ત્યારે તેણે રાજાના મુખથી અંકિત કરાયેલી સે સોનામહોરે દેખાડીને કહ્યું “આ સોનાની મહેરામાં તમારું મુખ જોયું.” ત્યારે તેની જવાબ આપવાની બુદ્ધિથી હર્ષિત, થયેલા રાજાએ તે સે સેનામહોરે તેને જ આપી. એમ આ ખેડૂત બુદ્ધિના પ્રભાવથી રાજ્યમાન્ય થયો. ઉપદેશ–આ લોક અને પરલોકમાં સુખકારક ખેડતને
વૃત્તાંત સાંભળીને હે ભવ્ય જ ! તમે જેમ સુખ ઉપજે તેમ પ્રવર્તે,
T
Page #235
--------------------------------------------------------------------------
________________
ગાંતરાયમાં મમ્મણ શેઠની કથા એકાવનમી
VA
.
પૂર્વના દાનકર્મથી પ્રાપ્ત થયેલા ભેગા પણ ભેગાંતરાય કર્મના ઉદયથી લોક વડે ભેગવી શકાતા નથી. જેમ મમ્મણ શેઠ,
એક નગરમાં એક વાણિ હતા. તે સ્ત્રી વિનાને હતો એક વાર ત્યાં નગરમાં કઈ પણ ધનપતિએ પિતાના જ્ઞાતિજનોને સુંગધી લાડવાની પ્રભાવના કરી. તે વાણિયાને પણ એક લાડવો મળ્યો. તેણે આજ અથવા કાલ ખાઈશ એમ વિચારીને કોઈ એક વાસણમાં મૂક્યો. બીજે દિવસે એક પંચમહાવીર માપવાસી, ઘણું લબ્ધિયુક્ત મુનિરાજ તેને ઘેર ભિક્ષા માટે આવ્યા. તે મહામુનિને જોઈને ચરણે નમીને તે કહે છે “હું ધન્ય છે જે મારા ઘેર મહર્ષિ પધાર્યા. એમ કહીને બીજા ધાન્યના અભાવમાં તે જ સવાદિષ્ટ લાડુ વિશુદ્ધ ભાવથી હેરાવે છે
તે સાધુ શુદ્ધ આહાર જઇને ગ્રહણ કરે છે. અને ધર્મલાભ આપીને તેના ઘેરથી નીકળ્યા. ત્યારબાદ તુરત જ કેટલાક પાડોશી
Page #236
--------------------------------------------------------------------------
________________
ભાગાંતરાયમાં મમણ શેઠની કથા
૧૯૧
તેની પાસે આવીને કહે છે શું તે તે આ લાડવા ખાધા કે નહિ ?’ તે કહે છે મે તે ભિક્ષા માટે આવેલ મુનિવરને આપ્યા છે.” ત્યારે તે કહે છે “અરે મૂર્ખ તે (લાડવા) પૂર્વ કદી ન ખાધેલા સુરભીગ ધ યુક્ત, સારા રસવાળા લાડુ જરૂર ચાખવા ચાગ્ય હતા. શું તેન ખાધે ?” ત્યારે તે વાસડુમાં રહેલ લાડુના ચૂર્ણને ચાખતા લાડુના સ્વાદના રસમાં લુબ્ધ થયેલા તે ખાવાને ઈચ્છતા, દાનધર્મના ફળને ભૂલી જઈ, લેાભાંધ, દાડતા તે મુનિવરની પાછળ ગયા. તે શ્રમણવને પામીને કહે છે “ હું મુનિસજ ! મેં આપેલો લાડુ પાછે આપો.'' ત્યારે મુનિ કહે છે ” મુનિના પાત્રમાં પડેલું અનાજ કદાપિ પાછું અપાતું નથી” એમ તેને શિખામણ આપે છે. લાડુના રસમાં લુબ્ધ થયેલા તે માનતા નથી ત્યારે તે મુનિવરે “ આ પ્રેમ વિના આપેલા આહાર મને ન ક૨ે તેમ જ પાછા ન અપાય એમ વિચારીને તે લાડુનું ચૂર્ણ કરીને રાખમાં પરાવે છે. એમ તેને નાશ પામેલા જાણીને તેમાં લુબ્ધ થયેલા પાછા ગયા. તે શ્રમણુવ વનમાં જઈને ઉપવાસી સમરિણામવાળા સ્વાધ્યાયધ્યાંનમાં મગ્ન થયા. તે ણિક મુનિવરને આહારમાં અંતરાય કરવાથી ભાગાંતરાયક્રમ બાંધી મરણ પામીને મમ્મણ શેડ થયા.
એમ સુપાત્રદાનથી બહુ દ્રવ્ય પ્રાપ્ત થયા છતાં પણુ તે ભાગાંતરાય કર્મના ઉદયથી તેલ–ચાળા વિના બીજું કાંઈ પણ ખાવાને શક્તિમાન થયા નહિ. એમ અંતરાય કર્મના ઉદયથી ભાગેાં મળ્યા છતાં પણુ ભાગવી શકાતા નથી:
ઉપદેશ---ભાગાંતરાય કમના અવ્યવસ્થિત વિપાંકને જોઈને તરાય કમ થી તમે મદા દૂર રહો.
新 场
Page #237
--------------------------------------------------------------------------
________________
પર
ન્યાયથી કમાયેલ દ્રવ્ય ઉપર જિનદત્તની કથા આવનમી
ન્યાયથી ઉપાર્જિતદ્રવ્યને પરિણામ શુભ હાય છે, જેથી જિનદત્તના સારા ધનથી મચ્છીમાર ધાર્મિક બન્યા.
એકવાર ભાજરાજા રાજયોગ્ય મહેશ બનાવવા માટે નિમિત્તિઓને ખાતમુહર્ત પૂછે છે જેથી શુભ દિવસે શરૂ કરેલા મહેલ બહુ વંશપરંપરા સુધી ટકી રહે છે. જ્યાતિષીઓ પણ સારી રીતે જોઈને વૈશાખ સુદી ત્રીજા દિવસ આપે છે. તે દિવસ આવ્યે છતે રાજા પ્રધાન મંત્રી, પુરાહિત, સેનાપતિ, શ્રેષ્ઠિ વિગેરે શહેરના મુખ્ય પુરુષોને ખેલાવે છે. જ્યાતિષીઓ પણ ખાતમુહર્તના સમયે ખોદેલી જમીનમાં જુદા જુદા પુષ્પાદિ દ્રવ્યો પ્રક્ષેપીને રાજાને કહે છે
(6
જો ન્યાયાપાર્જિત પાંચ ઉત્તમ રત્ન આમાં નાંખવામાં આવે તે આ જમીનમાં બનાવેલા રાજમહેલ હજાર વર્ષ પર્યંત અખંડિત રહે.
Page #238
--------------------------------------------------------------------------
________________
ન્યાયથી કમાયેલ દ્રવ્ય ઉપર જિનદ્મત્તની કથા
૧૯૩
રાજ કહે છે “મારા ખજાનામાં ઘણાં રત્ના છે તે લઈ લે. નિમિત્તિઆએ કહે છે “કરના ભારથી પીડિત પ્રશ્ન પાસેથી લીધેલું દ્રવ્ય કેમ ન્યાયેાપાર્જિત શુદ્ધ થાય ? આથી આ સભામાં જે સુખી વેપારીએ છે તેની પાસેથી મંગાવેા. રાજા, સભામાં બેઠેલા બધા વેપારી સમુદાય ઉપર નજર નાખે છે પરંતુ બધા વેપારીઓ પેાતાનું દ્રવ્ય કેવુ છે તે તે જ જાણે છે. એથી તે બધા નીચે મુખે રહે છે. કાંઈ પણ ખેાલતા નથી. ત્યારે રાજા કહે છે “મારા નગરમાં શું ન્યાય માર્ગ ઉપાર્જિત દ્રવ્યવાળા વિણક કાઈ નથી ?” એમ સાંભળીને એક પુરુષ રાજાને કહે છે “મહારાજ ! આત્મા પાતાના પાપને અને મા પુત્રના પિતાને જાણે છે.” (“આપ જાગે પાપ અને મા જાણે બાપ”) એમ અહીં બધાય વેપારીએ અનીતિપ્રિય જ જણાય છે. પરંતુ જેમ સામાં એક શુરવીર થાય છે અને હજારમાં એક પંડિત થાય. દશહારમાં એક વક્તા થાય તેમ ક્રોડામાં પણ ન્યાયાપાર્જિત દ્રવ્યવાળા કયાંક મેળવી શકાય છે.
ન્યાયમા થી જ
આથી આ નગરમાં જિનદત્ત નામે શ્રવિર્ય વેપાર કરે છે. એમ સાંભળીને ભાજરાજાએ તે શ્રેષ્ઠિવ ને વાહન મેાકલી ખેલાવે છે. તે શ્રેષ્ઠિ, રાજદ્રવ્ય અશુદ્ધ જ હોય છે એમ વિચારી પગેથી
66
જ ચાલીને રાજાની સભામાં આવે છે. અને રાજાને પ્રણામ કરીને બેઠો. રાજા પૂછે છે તમારી પાસે શું ન્યાયથી કમાયેલું ધન છે ? જિનદત્ત હા'' એમ કહે છે. ત્યારે રાજા ખાતમુદ્દત માટે પાંચ પ્રકારનાં રત્ન માગે છે. જિનદત્ત કહે છે “પાપ ક્રામમાં ન્યાયાપાર્જિત દ્રવ્ય હું આપતા નથી.” એમ સાંભળીને ક્રાધાયમાન થયેલા રાજા કહે છે “જો નહિ આપે તે બલાત્કારે પશુ લઈશ.' શેઠ કહે છે. “મારું ધરનું બધુય તમારું છે. ઈચ્છા મુજ્બ તમે ગ્રહણુ કરા.'' ત્યારે જ્યોતિષીઓ કહે છે “હે રાજન ! એમ. બલાત્કારથી લેવા વડે અનીતિ થાય. એવા
૧૩
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પ્રકારનું દ્રવ્ય ન ખપે. ત્યારે રાજા કહે છે એમાં શું પ્રમાણ ? જિનદત્ત બેલે છે “મહારાજ ? પરીક્ષા કરે.” ત્યારે રાજા પરીક્ષા માટે પિતાની અને શેઠની એક એક સેનામહોર નિશાનીવાળી કરીને મંત્રીને આપે છે અને કહે છે “મારી સેનામહેર પવિત્ર પુરુષને આપવી, શેઠની સેનામફેર પાપીને આપવી. તેને કે પરિણામ થશે તે સમયે હું જાણીશ.
તે મંત્રી બીજે દિવસે પ્રભાતકાળે બહાર ગયો. ત્યારે સામે આવતા માછલાને વધ કરનાર મચ્છીમારને જોઈને વિચારે છે સર્વથી અધમમાં અધમ પાપિડ આજ છે જે નિરર્થક નિરપરાધી માછલાને હણે છે. એમ વિચારીને શેઠની સોનામહોર માછલા મારનાર મચ્છીમારને આપે છે. આગળ જતાં મંત્રી કેઈ ઝાડની નીચે રહેલા પંચાગ્નિને સેવતા, ધ્યાનમન કોઈ પણ તપસ્વીને જોઈને તેની આગળ છૂપી રીતે રાજાની સેનામહેર મૂકીને તેનું ચરિત્ર જે વૃક્ષના પાછલા ભાગમાં રહ્યા. ક્ષણાંતરે તે તપસ્વી ધ્યાનરહિત થયે છતે સૂર્યના કિરણોથી શોભતી તે સેનામહેર જોઈને ચલાયમાન ચિતવાળો થયો તે વિચારે છે “માંગ્યા વિનાનું આવેલું દ્રવ્ય જરૂર ઈશ્વરે આપ્યું. મેં જન્મથી શીયલ પાળ્યું. કોઈ પણ દિવસ કામગ ભેગવ્યા નથી. તે આ સોનામહેરથી ઈશ્વરથી ખરેખર કામસુખના ભેગ માટે હું પ્રેરાયો છું. એમ તે અશુદ્ધ દ્રવ્યના સંસર્ગથી મલિન ચિત્તવાળા ધ્યાનભ્રષ્ટ, પરસ્ત્રીમાં આસકત, વતથી ભ્રષ્ટ છે. આવો અનીતિના દ્રવ્યને પરિણામ છે.
તે માછીમાર શેડની સેનામહેર લઈને વિચારે છે “આને કયાં રાખીફાટી ગયેલાં વસ્ત્ર હેવાથી તે સેનામહેરને મુખમાં મૂકે છે. શેઠની સેનામહેરના રસના સ્વાદથી તેને શુભ વિચાર થયો. વિયારે
Page #240
--------------------------------------------------------------------------
________________
ન્યાયથી કમાયેલ દ્રવ્ય ઉપર જિનદત્તની કથા
છે. કોઈ ધમિક માણસે ધર્મ માટે મને સોનામહોર આપી છે. આ સેનામહેરના પંદર રૂપીઆ થશે. જાળમાં આવેલાં માછલાં વેચવાથી એક દિવસમાં પણ કુટુંબનિર્વાહ ન થશે. હજુ પણ જાળમાં રહેલા માછલાં જીવે છે. તે આ માછલાંના રક્ષણ વડે થયેલ પુણ્યફળ તે ધમષ્ઠને કેમ ન આપું ? એમ વિચારીને બધાં માછલાંને સરોવરમાં મૂકીને નગરમાં આવ્યો. કોઈ પણ વાણુઓની દુકાનેથી એક રૂપીઆનું અનાજ ખરીદીને ઘેર ગયે. તેનું કુટુંબ સમૂહ પણ અનાજ સહિત જલ્દી આવેલા માછીમારને જોઈને પૂછે છે. આ પૂર્વે કદિ નહિ જોયેલું શુદ્ધ અનાજ કયાંથી મેળવ્યું ? એમ કહીને તે કુટુંબી વર્ગ કાચું અનાજ ખાવા લાગ્યું. શુદ્ધ દ્રવ્યના આહારથી બધાયને શુભ પરિણામ થયો. તેની સ્ત્રી પણ પૂછે છે “આ ક્યાંથી મ?” તે મચ્છીમાર કહે છે “કઈ ધર્મીએ મને આ સેનામહેર આપી. તેમાંથી એક રૂપીઆનું અનાજ લાવ્ય. બાકીના ચૌદ રૂપીઆ છે. તે જોઈને ધાન્યના કણીઆના ખાવાથી શુદ્ધ ભાવને પામેલા સ્ત્રી-પુત્ર વિગેરે કહે છે. “આ રૂપીઆ વડે બે માસ સુધી કુટુંબને નિર્વાહ થશે. તેથી આ મહાપાપકારી નિરપરાધી હજારે છોને નાશ કરવા રૂપ નિંદનીય જીવનને ત્યજીને નિર્દોષ કર્મથી જે ગુજરાન ચાલે તે ઘણું સારું. એમ સાંભળીને તે માછીમાર પાપવાળી આજીવિકા ત્યજીને નિર્દોષ વ્યાપારથી વ્યવહાર કરવા લાગે.
એમ ન્યાયનિષ્પન્ન દ્રવ્યના પ્રભાવે આ માછીમાર પરિવાર સહિત સુખી થયો. મંત્રી પણ ન્યાયદ્રવ્યથી માછીમારના લાભને, અનીતિદ્રવ્યથી તપસ્વીની હાનિ જોઈને ભોજરાજાની સમક્ષ બધું કહે છે. રાજા પણ ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યને પ્રભાવ જાણીને ન્યાયપૂર્વક દ્રવ્ય કમાવવામાં પ્રવૃતમાન થયો.
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
એ પ્રમાણે સુખની ઈરછાવાળા માણસે ન્યાયપૂર્વક દ્રવ્ય ઉપાર્જનમાં હર હંમેશ ઉદ્યોગ કરવો જોઈએ. ઉપદેશ–ન્યાય અને અન્યાયના દ્રવ્યનું શુભાશુભ ફલા
જાણુંને કલ્યાણની ઈછાવાળા જીવોએ ન્યાયથી ઉપાર્જન કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ,
Page #242
--------------------------------------------------------------------------
________________
૫૩ ભાવભક્તિ ઉપર ભીલની કથા ત્રેપનમી
દ્રવ્યભક્તિના સમૂહ કરતાં ઘેાડી પણ ભાવભક્તિ શ્રેષ્ઠ છે. અહિં શિવદેવની ભક્તિમાં તત્પર બ્રાહ્મણ અને ભીલનું ઉદાહરણ
આ ભરત ક્ષેત્રમાં ગૌરી પર્વત નામે મેાટા વિસ્તારવાળા પર્વત છે. તેની પડાશમાં ઉદ્યાનમાં ઉપકારમાં તત્પર શિવ નામે દેવ હતા. તે સુ ંદર પર્વતમાં ઘણા ભીલા રહે છે. તેમાંથી એક ભીલ, શિવ દેવ ઉપર નિશ્ચલ ભક્તિવાળા હમેશાં શિવ દેવને પૂજવાને આવે છે. તે ડાબા હાથમાં ધનુષ્ય બાણુ ધારણ કરી અને જમણા હાથથી પુષ્પા લઈને, મુખ કમલથી લાવેલા પાણી વડે શિવ દેવને ભક્તિથી પૂજે છે. તે દેવ તેની અવિચલ ભક્તિથી સ ંતુષ્ટ થયા છતા હંમેશાં તેને કુશલાદિ વાર્તા પૂછે છે.
પાસેના ગામના એક બ્રાહ્મણ ત્યાં આવીને તે શિવ દેવને વિવેક સહિત હંમેશાં આરાધે છે. જેમ નિર્માલ્ય ઉતારે છે, ઝરણાના પાણીથી અભિષેક કરે છે, વિનયથી શરીરને ચંદન વડે વિલેપન કરીને
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સુગંધી પુષ્પોથી પૂજે છે. હવે બીજે દિવસે પૂજન માટે આવત બ્રાહ્મણ શિવમ દિરમાં વાતચીત સાંભળે છે. સાવધાન મન વડે તે જાણ્યું કે શિવ દેવ તે ભીલ સાથે વાતચીત કરે છે. ત્યારે તે વિચા છે “ આ વિનય વિવેક હિત મ્લેચ્છ અશિયમય દેહવાળા છે. એમાં આ દેવ પ્રસન્ન થયા. અરે ! આ શિવ દેવના ઘણા કડવા વિવેક છે. એમાં શું આશ્ચર્ય કારણ કે કલિકાળમાં ગુણવાના દુર્લભ હોય છે. જે શંકર મહાદેવ પણ અતિ સુગંધી કેતકીના ત્યાગ
ધતુરાના પુષ્પાને ઈચ્છે છે. એમાં શું કહેવુ ? ઈત્યાદિ વિચ - રીમ તે ભીલ ગયે છને તે બ્રાહ્મણ અંદર જઈને ટપકા સહિંત શિવ દેવને કહે છે “ હે દેવ ! શું આ ન્યાય છે, જેથી આ ભીલમાં તમે પ્રસન્ન છે. શું મારી ભક્તિવિશેષ કરતાં આ ભીલની પૂત વધારે છે ? શું ડાગળાના પાણીથી અભિષેક કરવા વડે હું નિ તારા સ્નેહદક્ષ વિકસિત થાય છે ? હા ! હા ! મે જાણ્યુ. જંગલમાં સહવાસને લીધે ભીલ ઉપર તું સ્નેહ કરે છે. ભક્ત એવા અને તું જવાબ આપતા નથી. અને આ સ્લેગ્સ્ટને સાક્ષાત્ કુશલાદિ પૂછે છે, એમ તે ટપકા આપીને શાંત થયા. કારણ કે દુઃખને કહેવાય (ધડીભર ) જવ સુખી થાય છે.
ત્યારે શિવદેવ વિચારે છે “પરમાર્થ જાણ્યા વિના આ જેમ તેમ ખાલે છે. એથી આને બેધ આપવા જોઈએ.
એકવાર શિવદેવ પ્રભાતમાં પોતાની શક્તિથી આંખ કાણી કરીને રહ્યા. બ્રાહ્મણુ તેવા પ્રકારના તે દેવ જોઈને બહુ રડે છે, અને કહે છે–અરે અરે! કયા અધમી ને પાપિઅે મારા દેવની આંખને નાશ કર્યા ? તેના હાથ ગળી જાય, રેાગ અને પીડાથી તેનું અશુભ થાઓ વગેરે બહુ માલને મંદિરના એક ભાગમાં મુ ંગા ઉભા રહ્યો.
Page #244
--------------------------------------------------------------------------
________________
ભાવભક્તિ ઉપર ભીલની કથા
૧૯૨
એટલામાં ધનુષ્ય બાણ વડે યુક્ત હાથવાળા, પાણીથી ભરેલા વદન કલશવાળા, દેવપૂજન કરવાને આવ્યા. તે શિવદેવને કાણી આંખવાળા જોઈને વિચારે છે “ અરે અરે કષ્ટ કષ્ટ દેવનું આ નયન નષ્ટ થયું. દેવ ઉપર મારી ભક્તિ શું ? કેવા અનુરાગ ? કેવું હુમાન ? અરે અરે મારા દેવ એક આંખવાળા, મારે બે આંખે, આ અયેાગ્ય છે. ત્યારબાદ સાહસથી ઉલ્ટસિત થયેલ તે બાણુથી પોતાની આંખને બહાર કાઢીને દેવના મુખમાં સ્થાપે છે. ત્યારે તે દેવ મધુર વાણીથી તે બ્રાહ્મણુને કહે છે “ હે શ્રેષ્ડ બ્રાહ્મણુ ! આ ભીલની પણ બહુમાન ભક્તિ, અનુરાગ તેમજ નેત્ર આપવા વડે પ્રગટ કરાતા આના અંતરંગ ભાવને તું જોઈ લે. બહુમાનરૂપી સાનાની કસેટીમાં પોતાના નેત્રો આપવા વડે સુપરીક્ષિત થવાથી કલ્યાણુ પરંપરા આપેલી થાય છે. જેણે આંખ આપી, તેણે બધું સૌભાગ્ય અને અમૂલ્ય જીવન આપ્યુ કહેવાય. તા આ ભીલ પણ વિશેષ વિજ્ઞાન રહિત મનવાળે પણ જે મદ્યુત સત્ત્વવાળા અને રાગી છે તેથી તે દેવાની પણ મહેરબાનીને યોગ્ય થયા. મનુષ્યના ભક્તિથી કાર્ય કરીને બતાવનારા સદ્ભાવને ાણીને સર્વ આદરપૂર્વક પ્રસન્ન થઈને દેવા પણ તેની સાથે ભાષણ કરે છે. તેથી હું બ્રાહ્મણ ! આ ભીલ દેવની મહેરબાનીને અયોગ્ય છે એમ તું ન ખાલ. કારણ કે તેં પણ નેત્ર આપવા વડે આ ભીલના નિશ્ચલ સદ્ભાવ જાણ્યા છે એ પ્રમાણે શંકર ભગવાનનાં વચન સાંભળીને અસહિષ્ણુ ક્રોધી પણુ તે બ્રાહ્મણુ શિવદેવના વચનામૃતથી સિંચાયેલા ઇર્ષ્યાથી રહિત પ્રસન્નચિત્તવાળા થયેલા તે શંકરદેવને વિનતિ કરે છે “ હે દેવ ! તમને ઉદ્દેશીને મેં જે પરમાર્થ નણ્યા વિના અજ્ઞાનતાના દોષથી કહ્યું હોય તેા હવે તુચ્છ હૃદયવાળા મને ક્ષમા કરવા ચેાગ્ય છે. વા મા આપે. એમ કહીને તેના ચરણે વારંવાર નમે છે. ત્યારે શિવ દેવે તે ભીલની આંખ પેાતાની દિવ્ય શક્તિથી પૂર્વ માફક હતી તેમ કરી દીધી. આ પ્રમાણે ધમા માં વિચરતાને વિધિ પૂર્વક નેત્ર જેવું સુંદર શ્રુતજ્ઞાન આપવુ' જોઈએ.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ઉપદેશ-તત્ત્વો બેધ આપનાર બ્રાહ્મણ અને ભીલનું
ઉદાહરણ સાંભળીને હમેશા યત્નપૂર્વક અત્યંત નિર્મળ એવી ભાવભકિત કરવી જોઈએ. ભાવભક્તિ ઉપર ભીલની ત્રેપનમી કથા પૂરી થઈ.
Page #246
--------------------------------------------------------------------------
________________
' ૫૪ દ્રવ્યપૂજામાં દુર્ગાતા નારીની કથા
ચેપનમી
દ્રવ્યપૂજા કરવાના ભાવ પણ સવગના સુખને આપનાર છે. અહિ જિનેશ્વરની પૂજામાં ચિત્તવાળી
દુગતા નારીનું દૃષ્ટાંત જાણવું એકવાર ભગવાન મહાવીર ગામેગામ વિચરતા કાકંદી નગરીમાં પધાર્યા. ત્યાં ઉદ્યાનમાં દેવોએ સમવરણ કર્યું. સમોસરણમાં બેસીને શ્રી મહાવીર ચતુર્મુખે દેવ, મનુષ્ય, તિર્યંચની પર્ષદને દેશના આપે છે. કાકંદી નગરીમાં નરપતિ જિતારક્ષિ ભૂપતિ ઉદ્યાનપાલકના મુખે શ્રી વીર પ્રભુનું આગમન સાંભળીને નગરમાં ઉફ્લેષણ કરાવે છે “હે ભવ્ય લેકે ! કાલેક પ્રકાશ કરનારા, કેવલજ્ઞાન વડે સૂર્ય જેવા શ્રી વીર ભગવાનનગરીના ઉદ્યાનમાં સમેસર્યા છે. પ્રભાતે છતારિ રાજા બધી ઋદ્ધિપૂર્વક વાંદવા જશે તે તમારે પણ તે તીર્થકર વાંદવા યોગ્ય છે.”
આમ આ ઘોષણ, તેના નગરમાં રહેવાવાળી, જન્મથી દારિદ્ર વડે દુભાયેલી વૃદ્ધાવસ્થાથી જીર્ણ શરીરવાળી કોઈ એક દુર્ગતા ઘરડી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નારીએ સાંભળીને વિચાર્યું. પૂર્વભવમાં કાંઈ પણ સુકૃત ન કર્યું તેથી આ ભવમાં દુઃખી થઈ છું. આ ભવે પણ કાંઈ પણ દાનાદિક સારું કામ કર્યું નથી તેથી પરલોકમાં પણ મને દુઃખ જ થશે. અને મને ધિક્કાર છે. કડી ભોમાં પણ દુર્લભ એવા માનવ જન્મને નિર્ભાગી એવી મેં ગુમાવ્યું. આથી આજે પણ શ્રી મહાવીરને નમીને ધર્મ સાંભળીને, તેના નેત્રકમળને જોઈને જન્મ પામ્યાનું ફળ હું ગ્રહણ કરીશ. પરંતુ ત્યાંથી પાછી ફરેલી હું કેમ ભેજન કરીશ ? હા જાણ્યું. લાકડાની ભારી વેચવા વડે મારું ભોજન થશે. એમ વિચારીને પર્વતમાંથી નીકળતી નદી પાસે રહેલા પર્વત પાસે જઈને કાષ્ઠની ભારી ગ્રહણ કરી ગિરિમાંથી નીકળતી નદી તરફ ગઈ. ત્યાં હાથપગ ધોઈને વિચારે છે “શ્રીમંત મારો સુંદર પુષ્પોથી જિનેશ્વરને પૂજે છે. લક્ષ્મીથી બધુ સાધ્ય છે. મારે તે તે નથી એથી હું મફત મેળવી શકાય એવા હલકા, સિંદુવારના ફૂલોથી સર્વને પૂછશ. ત્યારબાદ નદી કિનારે રહેલા તુચ૭ ફુલોને એકઠા કરીને, વસ્ત્રના છેડે બાંધીને વીરપ્રભુને વદિવા આગળ નીકળી. રાજા પણ પ્રભાતમાં ઉત્તમ હાથી ઉપર આરૂઢ થયેલો, હાથી, ઘોડા અને પદાતિ સન્યથી પરિવરેલે, સર્વઋદ્ધિ સહિત શ્રી વીરનાથને વંદન કરવા માટે નીકળ્યો. તેમ જ નગરજને પરિવાર સહિત, ઘરેણાંથી વિભૂષિત થયેલા નીકળ્યા. લાકડાંના ભાર સહિત, વીરને વાંદરાને ઉત્કંઠાવાળી ધીમે ધીમે તેણીને જતી જોઈને જિતારી રાજા પણ પ્રસન્ન મનવાળો થયો. તેણે પોતાના સેનાપતિને હુકમ કર્યો “આ વૃદ્ધાને કઈ હેરાન ન કરે. હવે તે દુર્ગા નારી, વધતા શુભ પરિણામવાળી, વર્ધમાન જિનેશ્વરનું ધ્યાન ધરતી સમોસરણના દ્વારે આવતી છતી નેત્રને અમૃતના અંજન સમાન સુખકારક, ચાર પ્રકારના ધર્મને ઉપદેશ આપતા શ્રી મહાવીર સ્વામીને જોવે છે. સુર, અસુર અને રાજાઓ વડે સેવાતા વીર પ્રભુને જોઈને રોમાંચિત દેહવાળી આંખમાંથી હર્ષના આંસુ સારતી ધ્યાન કરે છે વિચારે છે—હું ધન્ય છું,
Page #248
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યપૂજામાં દુર્ગીતા નારીની કથા
૩૦૩
કૃતપુછ્યા છુ, અને બધી રીતે ભાગ્યશાલિની સુભગા છું. જન્મનુ' અને જીવનનુ ફુલ આજે મળ્યું, જે કારણથી મે વિશ્વમાં વિશ્વપતિ એવા મહાવીરસ્વામીને જોયા, તેને હું વાંદીશ, પૂજશ અને તેના મુખથી ધમ સાંભળીશ.”
ઇત્યાદિ મોઢું ઉચું રાખી ધ્યાન કરતી તે પણ સ્ખલિત થવાથી શુભ ધ્યાન સહિત મરણ પામીને સૌધર્મ દેવલાકમાં દેવ થયા. જમીન ઉપર પડેલી વૃદ્ધાને જોઈ ને તેણીને મૂર્છા પામેલી માનતા જિતારિ રાજાએ પાણી વડે સિંચન કરાવ્યું. સ્ફુરણ રહિત તેને મરેલી જાણીને અગ્નિ વર્ડ સસ્કાર કરાવાવ્યા. ત્યારબાદ સમાસરણમાં જઈને, ત્રણ પ્રદક્ષિણા કરીને, જ્ઞાતપુત્ર મહાવીરને વાંદે છે. અને પછી બધા સાધુઓને વાંદે છે. ત્યારબાદ દેશના સાંભળી. પછી બે હાથ જોડીને રાજાએ પૂછ્યુ હે પ્રભુ ! આ વૃદ્ધા મરીને કયાં ઉત્પન્ન થઈ ? મઙાવીર કહે છે આ દુતા નારી મૃત્યુ પામીને સૌધમ દેવ લાકમાં દેવ થઈ છે. અધજ્ઞાનથી પૂર્વ ભવ જાણીને મને નમવાને અહીં આવેલ છે. તારી આગળ રહેલ, માટી બુદ્ધિથી શાભતા આ દેવ જાણવા. ફરી રાજાએ પૂછ્યું “ જીવન પત ધર્મ સેવ્યા વિના આ દેવપણું કેમ પામી ? ” પ્રભુ કહે છે જિનપૂજા કરવાની ભાવનાથી આ વૃદ્ધા દિવ્ય એવી દેવની ઋદ્ધિને પામી છે. આમ સાંભળીને દરેક વિસ્મયથી વિકસિત લાચન“ અરે પૂજા કરવાની ભાવના પણ મહાકલવાળી છે ” એમ કહે છે. ભગવાન પણ ખાલે છે, સુપાત્રના વિષયમાં ઘેાડા પણ શુભ ભાવ માણસાને ફલની પર’પરા આવે છે. જેથી, પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવ આ વૃદ્ધાનું શુભ ભાવને વધારેવાપુ ભધિ વ્યતિકર સાંભળે..—
tr
વાળા,
આ ડેાશીના જીવ પૂર્વના માથી દેવલાકના સુખને અનુભવીને ત્યાંથી ચ્યવીને કનકપુરમાં કનકધ્વજ રાજા થશે. અખંડ શાસનવાળુ રાજ્ય પાળતા એકવાર સર્પ વડે ગળાતા દેડકાને, તેને ટીટેડી વડે, ટીટાડીને અજગર વડે ગળી જતા જોઈને ઉત્પન્ન થયેલ શુદ્ધ અદ્દિવાળા
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
એવા તે આમ વિચાર કરશે—“બળવાનથી પણુ દુળ ગરીબ લેાક પીડાય છે'' એમ વિચરતા લઘુકમી તે જાતિસ્મરણ પામશે ત્યાર બાદ રાજ્ય ત્યજીને દીક્ષા લેશે. નિરતિચાર ચારિત્ર પાળીને સ્વર્ગે જશે. ત્યાંથી વીને અયાધ્યા નગરીમાં ઉચ્ચ કુળમાં જન્મ પામીને બાલ્યાવસ્થામાં સંયમ લઈને શક્રાવતાર ચૈત્યમાં કેવલજ્ઞાન પામીને અનુક્રમે માક્ષસુખ પામશે.”
"
આ પ્રમાણે શ્રી વીર જિનના વચનને સાંભળીને અરે ધર્મને પ્રભાવ' એમ પ્રશંસા કરીને લેાકાએ વીરપ્રભુની પાસે યથાશકિત વ્રત, નિયમ, અભિગ્રહ ધારણ કર્યા. ત્યારબાદ પ્રભુને નમીને બધા પોતપોતાને સ્થાને ગયા.
શ્રી મહાવીર દેવે પણ ખીજે સ્થાને વિહાર કર્યાં. ઉપદેશ—વીર્ જિનની પૂજાની ભાવનાથી ઉજ્વલ એવું દુ તા નારીનું દૃષ્ટાંત સાંભળોને હું ભવ્ય વા ! સારી ભક્તિપૂર્વક જિનપૂજનમાં ઉદ્યમ કરો.
દ્રષ્યપૂજામાં દુર્ગંતા નારીની ચાપનમી કથા પૂરી થઈ.
Page #250
--------------------------------------------------------------------------
________________
સાધુ પુરુષની સેબતમાં નંદ. નાવિકની કથા પંચાવનમી
સારા સાધુ પુરુષને સંસર્ગ કોને ઉન્નતિકારક થતો નથી? પણ તેમાં આશ્ચર્ય એ છે કે તેને સંગ દુને પણ તારે છે. એમાં અહીં નંદનું ઉદાહરણ છે.
નામના છે, “તને બાદ કે
પહેલા ધર્મરુચી નામે સાધુ ગંગા નદીમાં હેડીમાં ચડયા. નંદ નામને ખલાસી ભાડુ માગે છે. મુનિ કહે છે “મુનિઓ પાસે ધન હેતું નથી.” નંદ કહે છે “હે મુંડ ! જે ધન નથી તો શા માટે હોડીમાં બેઠે? મુનિ કહે છે “તને ધર્મ થશે.” નંદ કહે છે મારે પૈસાનું કામ છે. પણ ધર્મનું નહિ. ત્યારબાદ નંદે જુદા જુદા પ્રકારની પીડાઓથી તેમને ઉપસર્ગ કયા. શાંત સ્વભાવવાળા છતાં સાધુ તેજોલેસ્યા વડે તે તેને બાળી મૂકે છે. તે મરીને કઈ ગામમાં સભામાં હેટ ગળી થયે ધર્મરુચી તે પાપને આલોચના અને પ્રતિક્રમણ કરતે પસ્તાવા સહિત વિચરતે અનુક્રમે તે ગામમાં આવ્યુંજ્યાં તે સંજ્ઞી ઢેઢ ગરોળીને જીવ છે. તે મુનિ ભિક્ષા લઈને ત્યાં સભામાં આવ્યું. ત્યારે તે ગિરોલી પૂર્વભવના અભ્યાસના દેલથી બેઠેલા તે મુનિ ઉપર કચેરે નાખે છે. તેથી તે મુનિ બી જે ખુણે ગયા. ત્યાં
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પણ જઈને એ પ્રમાણે કચરો ફેંકે છે. એ પ્રમાણે તે વારંવાર કરે છે. ત્યારે કપાયમાન થયેલા તેણે બાળ્યો છે તે મરીને ગંગા કિનારે હંસ થયે. મુનિ પણ વિચરતા માહ માસમાં કઈ વાર ત્યાં આવ્યા. નદી ઉતરીને ઈરિયાવહિયં પ્રતિક્રમે છે. ત્યાં પણ દ્વેષથી તે હંસ ઠંડા પાણીથી તેને ઉપસર્ગ કરે છે. તે આ છે એમ વિચારીને તે સાધુ તેને બાળે છે. હસ મરીને અંજની પર્વતમાં સિંહ થયો. ઉગ્ર તપશ્ચર્યા વડે કર્મની નિર્જરા કરતે તે મુનિ વિચરતા તે વનમાં આવ્યા, તે સિંહ પણ તેને જોઈને હણવા દેડે છે. મુનિ પણ તે સિંહને તેજેલેશ્યાથી બાળે છે. એમ જુદા જુદા મરણથી અકામનિર્જરા વડે કર્મના ભારને હળવા કરે તે કાશીમાં બ્રાહ્મણને પુત્ર થયે. અનુક્રમે મોટો થતે તે બાળકોની સાથે એક વાર ખેલે છે. તે ધર્મચી અનગાર તે પાપની આલોચના કરીને પ્રતિક્રમણ કરતા, પરમ સંવેગને પામેલા અનુક્રમે વિચરતા કાશીનગરના બહાર ઉદ્યાનમાં આવ્યા. ભિક્ષા માટે નગરમાં જતા તેને બ્રાહ્મણપુત્રે જોઈને પૂર્વભવના અભ્યાસથી ક્રોધથી ધમધમતે બાળકની સાથે તે મહાત્માને ઘણે ત્રાસ પમાડે છે. સજજને વડે નિષેધ કરાયા છતાં પણ મુનિને તર્જના કરતા તેની પાછળ જાય છે. મુનિ પણ “શું આ નંદને જીવ છે એમ વિચારીને તેને બાળે છે. તે બ્રાહ્મણપુત્ર બાકીના દુષ્ટ કર્મને નાશ કરીને, શુભ ભાવની પરિણતિથી કાશી દેશને રાજા થયે.
ધર્મરુચી, તે સંપુરૂષો ધન્ય છે જે મોક્ષ માર્ગને પામેલા જીવને કર્મમા બંધને કારણભૂત થતા નથી.” એમ વિચારતા શુદ્ધ તપ ચરિત્ર વાળા તે દુષ્કર્મની, કર્યા અને નિંદા વડે પાપકર્મોને માશ કરતા ગામેગામ વિહાર કરે છે. જેથી કહ્યું છે કે–સર્વ કર્મપ્રકૃતિને પરિણામવશાત ઉપક્રમ કહ્યો છે. તે પ્રાયઃ અનિઃ કચિત કર્મ જાણો પણ તપથી નિકાચિત કર્મોને પણ ફેરફાર (ઉપક્રમ) થાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
સાધુ પુરુષની સંગતમાં નદ નાવિકની કથા
૨૦૦
એક વાર તે રાજા રાજમાર્ગમાં કોઈ મુનિને જોઈને જાતિસ્મરણ પામ્યો. પિતાના મૃત્યુને જાણે છતે રાજા આસન ઉપર બેઠો છો માણસને કહે છે. ગંગામાં નંદ નાવિક, સભામાં ગિરેલી, ગંગા નદીને કિનારે હંસ, અંજની પર્વતમાં સિંહ, વારાણસીમાં બ્રાહ્મણ પુત્ર, અને અહીં રાજા થયે..
આ પ્રમાણે દોઢ ગ્લૅકને પૂરે તેને અધું રાજ્ય આપું. કઈ વાર તે ધર્મરૂચી સાધુ વિચરતા તે નગરીમાં આવ્યા.
ઉદ્યાનમાં ઝાડના નીચે રહ્યા. ત્યારે ત્યાં રેંટ ચલાવતાના મુખથી તે દેઢ શ્લોક સાંભળીને મુનિએ બાકીનું કહ્યું-જેમ એઓને નાશ કરનાર જે હતું તે અહીં જ આવ્યો છે. તે રંટ ચલાવનાર અર્થે લેક સાંભળીને રાજાની સભામાં આવીને રાજા સમક્ષ તે કહ્યું. રાજા પિતાના મરણદુઃખને યાદ કરીને મૂછથી જમીન ઉપર પડી ગયો. સભાજને રંટ ચલાવનારને મારવા તૈયાર થયા. શુદ્ધિ પામેલા રાજાએ હણાતા રંટ ચલાવનારને બચાવ્યા. ફરી પણ પૂછ્યું “તેં આ કયાંથી મેળવ્યું ?” તેણે કહ્યું “સાધુ પાસેથી.” ત્યારે રાજાએ નિર્ણય કર્યો તે આ મુનિવર છે તેમાં સંદેહ નથી.” પુણ્યયોગથી કેમેય કરીને મેળવેલ રાજ્યસુખે, તે મુનિવર ક્રોધિત થયે તે, મારા મરણમાં તે સુખે દૂર થશે. તેથી તે મહાસત્વશાલી મુનિની બીજાઓ વડે પણ ખમાવવા જોઈએ.
પહેલાં તે તે મુનિના હૃદયમાં ભાવ જાણવાને તે રાજા પ્રધાન પુરુષોને મોકલે છે. તે ધાં જઈવે વાંધીને શાંત સ્વભાવવાળા તે મુનિએ જાણીએ રાજાને ખબર આપે છે, રાજા બધી રિદ્ધિ સહિત આવ્યો છ મુનિવરના ચરણકમળને મમીને પિતાના અપરાધને ખમાવે છે. ખમાવીને અને ઉપદેશ સાંભળીને સમ્યફવિ પામે તે ગૃહસ્થગ્ય વ્રત લે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
એ પ્રમાણે તે રાજા નિર્મળ વ્રતનું આરાધન કરીને, સમાધિથી મરણ પામીને અનુક્રમે દેવલોકમાં ગયા. અનુક્રમે મેક્ષમાં જશે.
ધર્મરૂચી પણ સાધુ બધા પાપની આલોચના કરીને પ્રતિક્રમાવીને, સ્વગ માં ગયે અનુક્રમે સિદ્ધિ પામશે.
એ પ્રમાણે દુર્જનને પણ સારા સાધુપુરુષને સંગ પરિણામે સુખ આપનાર થાય છે. ઉપદેશ–સંસારમાં નંદ ખલાસીનો દુખની પરંપરા સાંભ
ળીને એવા મહર્ષિ નિર્ગસ્થ મહાત્માઓની આશાતના ન કરવી જોઈએ,
સારા સાધુપુરૂષની સબતમાં નંદનાવિકનું પંચાવનમું ઉદાહરણ પૂર્ણ થયું.
(જયંતિ પ્રકરણમાંથી લીધેલ છે.) પુના નગરમાં શ્રી ગોડી પાર્શ્વ જિનેશ્વરના ઉપાશ્રયમાં વિક્રમ સંવત ૨૦૧૩ના વર્ષમાં અક્ષય તૃતિયાના દિવસે આચાર્ય વિજય કસ્તુરસૂરિએ બનાવેલી પ્રાકૃત વિજ્ઞાન કથાને પહેલો ભાગ પૂર્ણ થયો. શિવશ્રીની પ્રાપ્તિ થાઓ. કલ્યાણ થાઓ.
પ્રશસ્તિ એ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ, શ્રી કદંબગિરિ વિગેરે અનેક તીર્થોના ઉદ્ધારક શાસનપ્રભાવક, બાલબ્રહ્મચારી, આચાર્ય સમુદાયના નાયક (સુરિચકચક્રવતી) આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, સમયજ્ઞ (શાસ્ત્રના જાણ), શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજ્ય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર (મુખ્ય શિષ્ય) સિદ્ધાંતમહેદધિ પ્રાકૃતભાષાવિશારદ આચાર્યશ્રી વિજયકસ્તુરસુરિજીએ બનાવેલ પ્રાકૃત વિજ્ઞાનકથાને પહેલો ભાગ સંપૂર્ણ થયો..
1
Page #254
--------------------------------------------------------------------------
________________ આવરણ છે નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ રાયપુર , અમદાવાદ