________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
તે વાર્તાલાપ પણ કરતા નથી. શ્રેષ્ટિ વિચાર કરે છે—હમણાં આ કામમાં રોકાયેલ છે. કામ સમાપ્ત થયે મને પૂછશે.' એમ વિચાર કરીને ત્યાં જ બેસી રહે છે. એ પ્રમાણે અધે પહેર ગયે છતે શેઠે વિચાર કર્યો --“આ શે નહિ કયો ઉપાય કરું.” ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળો આસન ઉપર માથાથી પગ સુધી પિતાને વસ્ત્રથી ઢાંકીને સૂઈ રહ્યો. ત્યારે તે શ્રેષિપુત્ર વિચારે છે–આ અત્યંત થાકેલા છે, તે કારણથી સુઈ ગયા તેથી હું એમની પગચંપી કરું. તેથી તે શેઠની પગચંપી કરે છે શેઠે ત્યારે જાણ્યું–‘મારે નેકર ચંપી કરે છે. ત્યારે નાકરને ઉદ્દેશીને શેઠ પૂછે છે– એ બલા શું ગઈ ? તે સાંભળીને શ્રેણિપુત્ર વિચાર કરે છે. આ કાંઈ પણ પૂછતા નથી, ધન પણ આપતા નથી, પણ ગાળ આપે છે. તેથી એમને પ્રત્યુત્તર પણ સારો આપવો જોઈએ, એમ વિચાર કરીને શ્રેષ્ઠિપુત્ર કહે છે– એ બલા ગઈ નથી, કિંતુ તમારે ગળે વળગી છે. લીધા વિના નહિ જાય, એમ સાંભળી જલ્દી શેઠ બેઠા થયા છતાં પિતાના નેકરના અધિપતિ (મુનિમ)ને કહે છે–કાંઈપણ આપીને બહાર કાઢ બહાર કાઢ. - ત્યારે નેકરોને ઉપરી શ્રેષ્ઠિપુત્રને એક રૂપિયો આપીને કાઢી મૂકે છે. તે શ્રેણિપુત્ર ઘરે જઈને પોતાની સ્ત્રીને કહે છે,–સુખમાં સહાય કરનારા માણસો ઘણા હોય છે, દુઃખમાં વિરલા જ હોય છે. તેથી મેં આ શ્રેણિવર્ય પાસેથી અપમાન સહન કરવા વડે (એક) રૂપિયે મેળવ્યો છે. ઉપદેશ–સભાવથી રહિત જુસ શેઠનું ઉદાહરણ
જાણીને “અનાથ અને ગરીબો ઉપર સર્વદા દયા કરવી ?