________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મંત્રીપુત્ર શાળાએં ચઢાવવા વિગેરેને દુઃખથી મરી જાય તેમ જલ્દી કરે અથવા અધમ મંત્રીના ઘરને ઘાસ, છાણ, લાકડાઓ વડે સર્વ બાજુથી વીંટાળીને મેટે અગ્નિ પ્રગટાવીને બધું બાળી નાંખે કારણ કે તે મારી મેટી મહેરબાની પામીને ઉન્મત થયા છે, નહીંતર આવું આચરણ એઓનું કેમ હોય ?
ત્યારે નગરના આરક્ષક લેકે ભયંકર આંખવાળા, યમરાજાના સુભટ જેવા, તરત જ પ્રધાનના ઘેર ગયા. મંત્રીના કુટુંબને જેટલામાં હાથથી ખેંચીને પકડવાને તૈયાર થયા તેટલામાં મંત્રીના પણ સુભટે સામે થયા. એકબીજાને ગાળો ભાંડતાં તેને જોઈને સ્થિરમનવાળા મંત્રીએ તેમને નિવારીને રાજાના માણસોને પૂછ્યું. “શું કારણ છે જેથી આવું સમજણ વિનાનું ઉપસ્થિત થયું.” તેઓ કહે છે “તમારા પુત્રે રાજકન્યાને ચોટલે આજે કાપી નાંખે છે. તે સાંભળીને મંત્રી વિચારે છે, કર્મનું સ્વરૂપ અચિંત્ય છે, જે કર્મ તેવા પ્રકારને આશ્ચર્યકારી પ્રતીકાર કરે છતે પણ આવા પ્રકારનું ભયંકર દુઃખ આવી પડયું. જો કે આવા પ્રકારના અપરાધને સેવનારને આ જ દંડ હોય, તે પણ હું રાજાને જોઉં એમ (વિચારી) તેણે પોતાના માણસેને કહ્યું.
ત્યારબાદ તે રાજાની સભામાં જઈને કોપાયમાન થયેલા રાજાને પ્રણામ કરીને કહે છે હે દેવ! પેટીની અંદર જોઈને, તત્વને વિચાર કરીને ત્યારબાદ મને મોટે દંડ કરે એગ્ય છે. જેથી સારી રીતે વિચાર કરીને કાર્ય કરેલું ગણાય. એ પ્રકારે તેનું માનીને જેટલામાં પેટી પાસે જાય છે ત્યારે તે જ સીલ અને તાળાઓ જુવે છે. નગરજનો સમક્ષ તાળા ઉઘાડે છતે છરી અને કેશની લટ સહિત હાથવાળા