SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર જમાઈની કથા ૩ ઉભે ત્યારે પુરાહિત—હે જમાઈ ! ખસી જા ખસી જા એમ કહીને તેને જોડાથી પ્રહાર કરે છે. પુત્ર પણ કેશવ આધા ા આધા ા' એમ કહીને મુઠીથી તે કેશવને મારે છે એમ પિતા–પુત્ર કેશવને મારે છે ત્યારે તે તેથી ધક્કા મુક્કી વડે મારખાતા જલદી ભાગી ગયા. એ પ્રમાણે ધક્કા મુક્કીથી તે કેશવ, કહ્યા વગર ગયા. * તે દિવસે પુરાહિત રાજાની સભામાં મેડા ગયા. શા તેને પૂછે છે—કેમ તું માડા આવ્યા છે ? તે કહે છે-લગ્ન મહાત્સવમાં જમાઈઓ પધારેલા તેઓ તા ભોજનના રસમાં લાલુપતાવાળા થયેલા લાંખા વખત રહ્યા છતાં પણ જવાને ઇચ્છતા નથી. તેથી યુક્તિથી સર્વેને કાઢી મૂકયા તે આ પ્રમાણે-- મણીરામ કઠણુ વજ્ર જેવા રોટલાથી, માધવ તલના તેલથી, વિજયરામ ભોંયપથારીથી અને ધક્કામુકીથી કેશવ' એમ બધી વાત રાજાની આગળ કહી. રાજા પણ તેની ખુદ્ધિથી અત્યંત ખુશ થયા. એ પ્રમાણે જે ભવ્ય જીવા કામ ભોગના વિષયમાં લાલુપ બનેલાં પોતે જ વિષયવિકારાને છેડતા નથી, તે આ પ્રકારે દુઃખ ભોગવનારા થાય છે. ઉપદેશ—ચાર જમાઈના પરાભવ સાંભળીને સસરાના ઘેર જ્યાં સુધી સન્માન જળવાય ત્યાં સુધી જ રહેવુ જોઈ એ.
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy