________________
(
૨૫ પરિણામે સુખ આપનાર કાર્યમાં
ધનિક પુત્રની કથા પચીશમી
તાત્કાલિક દુઃખને હેતુ હોય પણ પરિણામે સુખ તે શુભ છે પણ અજ્ઞાનથી માનવ દુઃખ માને છે. અહીં શેઠના પુત્રનું દષ્ટાંત. . એક ધનવાનને પુત્ર કાંઈક વ્યાપાર માટે બીજા દ્વિપમાં જવાને બંદર તરફ ચાલ્યો. માર્ગે જતાં પગ લપસી જવાથી પડે, તેથી અનંત પીડા ઉત્પન્ન થઈ, ત્યારે પાછા વળીને કષ્ટપૂર્વક ઘેર આવી પહે છતે વિચાર કરે છે–“અરે શું બન્યું ? જે બીજા દિપમાં જઈશ નહિ તે મને મોટું નુકસાન થશે. હમણું મારું નસીબ અવળું છે. શું કરું ? એમ વિચારતો દુઃખે દિવસો પસાર કરે છે.
એકવાર તેણે સાંભળ્યું– તે વહાણ પાણીમાં ડુબી ગયું છે, જેમાં બેસીને બીજા દ્વિપમાં હું જનાર હતા. ત્યારે તેને બહુ આનંદ ઉત્પન્ન થયા, જેથી હું પગ લપસી પડવાથી ત્યારે પડે તે સારું થયું. નહિતર હું તે વહાણમાં ગયો હેત તે મારી પણ કેવી અવસ્થા થાત. હું પણ પાણીમાં ડુબી ગયે હેત.
એ પ્રમાણે તેને પહેલું દુ:ખ પણ પાછળથી સુખ ઉત્પન્ન કરનાનું થયું. ઉપદેશ–પરિણામે સુખ આપનાર ધનવાનના પુત્રનું
દષ્ટાંત જાણુને પ્રાપ્ત થયેલા સમયમાં (ઉદયકાલમાં) સમભાવથી રહેવું,
1 1