________________
૨૬ ગતાનુગતિક ઉપર મદનની મૃત્યુકાણની કથા છવ્વીશમી
(પાછળ પાછળ ચાલનારા) ગતાનુગતિક લાક પરમાના વિચાર કરતા નથી. કારણ કે મદનના મરણની કાણમાં બધા લેાકા આવી પહોંચ્યા.
કાઇક નગરમાં કુંભારની સ્ત્રી સાથે રાજાની રાણીને બેનપણાં હતાં. કુંભારની સ્ત્રીને એક ગધેડી અત્યંત વહાલી હતી. એ ગધેડીને પુત્ર જન્મે છે. પરંતુ તે જન્મતાં જ મરી જાય છે. તેથી કુંભારની સ્ત્રી હંમેશાં ઝૂરે છે. એક વાર તે ગધેડીને પુત્ર જન્મ્યા તે અત્યંત સુંદર રૂપવાડ છે. તેણીને તેના ઉપર ધણા સ્નેહ છે. તેથી તેનું નામ મદન એવું પાડ્યું, મદનને તેણી સારી રીતે પાલન કરે છે. એક વર્ષ થયે છતે તે મન પણ મરણ પામ્યા. ત્યારે તે કુંભારણુ બહું જ રડે છે. તે રાતે તે તેના પરિવાર પણ રડે છે. તે સમયે રાજાની સ્ત્રી કાંઈ કારણ માટે કુંભારણને ઘેર દાસીને મોકલે છે. તે દાસી ત્યાં આવી. સપરિવાર કુંભારણને રડતી જોઈને વિચાર કરે છે,—નકી આને ઘેર કોઈ પણ મરણ પામ્યુ છે તેથી બધા રડે છે.' તે વખતે દાસી જલદી ત્યાંથી નીકળી રાણીને કહે છે—તેણીને ઘેર કાઈ મરણ પામ્યું છે.' તે સાંભળાને દાસી સહિત રાણી કુંભારણુને ઘેર જઈને રડતી તેણીની નદક એસીને તે રડવા લાગી. રાજા પણ ત્યાં પટરાણીનું જવું સાંભળીને તે પ્રધાન સહિત ત્યાં ગયા. પછી સેનાપતિ, કાટવાલ, નગર શેઠ છેક નગરન! માણસા પણ જઈને રડવા લાગ્યા. કાણુ ‘અહીં મરણ પામ્યું એમ પૂછતા નથી, બધાં રડતાં હોય છે— તેટલામાં ત્યાં એક વિદેશી આવ્ય તે બીજા નાગરિકને પૂછે છે—કાણ અહીં મરી ગયું' તે કહે છે—તું મિત્રની પાછળ આવ્યા, તેથી મારા મિત્ર જાણે છે.' તે મિત્રને પૂછે છે.
""