________________
ગતાનુગતિક ઉપર મદનની મૃત્યકાણની કથા
૮૫
તે બીજાને બતાવે છે. એમ ક્રમે કરીને એક નાગરિકે કહ્યું–નગર શેઠની પાછળ હું આવ્યો.” નગર શેડ કેટવાલને, કોટવાલ સેનાપતિને, સેનાપતિ પ્રધાનને બતાવે છે. પ્રધાન પણ કહે– રાજાની પાછળ હું આવ્યો, પ્રધાન રાજાને પૂછે છે–અહીં કેણ મરણ પામ્યું ?” રાજા કહે છે. હું જાણતા નથી કારણ કે હું પટરાણુની પાછળ આવ્યો. રાજ પટરાણીને પૂછે છે અહીં કોણ મરણ પામ્યું?” તેણી કહે છે. હું જાણતી નથી. પરંતુ દાસી જાણે છે. ત્યારે રાણું દાસીને પૂછે છે–કણ અહીં મરણ પામ્યું ? દાસી કહે હું જાણતી નથી, પરંતુ તમારી સખી કુંભારણને રેતી જોઈને મેં કહ્યું તમારી સખીને ઘેર કેઈક મરી ગયું. ત્યારે પટરાણ પિતાની કુંભારણુ સખીને પૂછે છે – કેણુ તારે ઘેર આજે મરી ગયું ?” તેણી કહે છે.–“આજે મારી ગધેડીને પુત્ર મદન નામને બાલ ગધેડે મરી ગયો એ મને બહુ વહાલે હતો. તેથી રહું છું.” આ પ્રમાણે મદનના મરણની મોકાણમાં પરમાર્થ નહિ જાણીને ગતાનુગતિક બધા આવ્યા છતાં હસવા લાયક થયા.
તેથી લકત્તમ ધર્મમાં સદ્ ધર્મને સારી રીતે જાણીને પ્રવર્તવું પરંતુ ગતાનુગતિકપણુથી નહીંઉપદેશ–ગધેડાના મરણની મોકાણમાં મહ ગર્ભિત
પ્રવૃત્તિ જોઈને “કઈ પણ કામ સારી રીતે પરીક્ષા કરીને સાધવું જોઈએ.'