________________
પુણ્ય પાપની ચતુગી ઉપર મંત્રીપુત્રીની કથા
રીતે ?” તેણી કહે છે “જે કારણથી આ કામ શેઠ પૂર્વજા આરાધેલ ધર્મ પ્રભાવથી બહુ ધનવાન છે, તેમજ આ ભાવમાં પણ દાન, શીલ, તપ ભાવ ધર્મને સારી રીતે આરાધતા, દીન અને દુખી માણસોને ઉદ્ધાર કરતા પરભવમાં પણ પૈસો અને સુખ પામશે. એ કારણથી છે-છે એ પહેલા પ્રશ્નને ઉત્તર આ શ્રેષ્ઠિવ છે.
બીજા પ્રશ્નના ઉત્તરમાં વ્યસનાસક્ત તે ધનવાનની પુત્રીને બાકી કહે છે “આ ધનિકપુત્ર માત્ર કામ ભોગ ડે પિતા સંબંધીઓં દ્રવ્યને નાશ કરે છે તેમજ સારા ધર્મ કાર્ય વિના અને સાત વ્યસનથી દુર્લભ માનવભવને નિષ્ફળ ગુમાવે છે. વળી આની પાસે હમણું દ્રવ્ય છે, ભવાંતરે તે નિર્ધન અને દુઃખી થશે તેથી છે–નથી રૂ૫ પ્રશ્નનો જવાબ આ ધરહિત ધનવાન પુત્રને જાણવો.
તેમજ ત્રીજો પ્રત્યુત્તર આપવામાં તેણુ તે મહાઋષિને બતાવે છે. બતાવીને કહે છે “આ મહાત્મા હંમેશા સર્વ પાપ કર્મથી અટકેલા, ઉપશાન્ત, બદ્રિય, પરોપકાર કરવામાં તલ્લીન, અને સારા ધર્મને ઉપદેશ આપવાથી બીજાઓનું પણ કહ્યુ કરવામાં તત્પર અપ્રતિબંધ વિચરે છે, તેવી હાલતમાં સાધુપણાથી નાની પાસે કાંઈ નથી, પરંતુ પરભવમાં તે અનુપમ બધુય પામશે. ઋદ્ધિવાન થશે તેથી નથી-છે રૂ૫ ત્રીજા પ્રશ્નનો ઉત્તર આપવામાં આ મહાત્મા દર્શાવ્યા.
ચોથા પ્રશ્નના ઉત્તરમાં તે ભિક્ષુકને બતાવીને તે મંત્રીની પુત્રી. કહે છે “આ ભિખારી નિર્દય પરિણામવાળે ફેગટ જીવન વધ કરવામાં તત્પર, ભિક્ષા વડે કષ્ટપૂર્વક જીવન નિર્વાહ કરે છે તેવી. હાલતમાં આની પાસે કાંઈ નથી અને પરભવમાં પાપકર્મોથી દુર્ગતિમાં જશે ત્યાં કાંઈ પણ મેળવશે નહીં તેથી નથી-નથી રૂપ ચેથા પ્રશ્નના ઉત્તરમાં આ ભિક્ષુક જાણુ.