________________
૧૪૨
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અને ધણા જ દુઃખી હતા. ભૂખના દુઃખથી પીડાયેલા તેઓનેા ઘણા કષ્ટપૂર્વક સમય પસાર થાય છે. ખીજાની પાસે ધન ધાન્યાદિ માંગવાને માટે સ્ત્રીએ પ્રેરણા આપ્યા છતાં તે શરમના વંશથી કદિપણ માંગેલું - ન હેાવાથી ખીજાની પાસે માંગતા નથી. એકવાર સ્ત્રીએ ભૂખથી પીડાયેલા વારંવાર ભાજન માગતા પુત્રોના દુ:ખને જોવાને અસમર્થ થયેલી, પોતાના ધણીને કહે છે “ હે પ્રિય ! તમે પુત્રોના દુઃખને કેમ નથી જોતા ? ભૂખ્યા તે મરી જશે તે જીવના વધનું પાપ તમને લાગશે. આથી તમે પુત્રો ઉપર દયા લાવીને કાઈ પણ ધનાઢયની પાસે પ્રાર્થના કરો. અથવા તે દાનશીલ શ્રેષ્ઠિવ પાસે જાએ જે દયાળુ શેઠ હંમેશા ખપેાર સુધી દરેકને ધણું દાન આપે છે.
ત્યારે તે સ્ત્રીથી પ્રેરાયેલા ઘેરથી નીકળીને શેઠના ઘર તરફ ચાલ્યા. ઉત્સાહથી રહિત ધીમે ધીમે ચાલતા વિલંબ સહિત ત્યાં ગયા. ત્યારે શેઠના મેટા નાકર દુકાનને બંધ કરે છે. તે મૌન વડે ત્યાં રહ્યો. કાંઈ પણ માંગતા નથી. દુકાનથી નીકળતા તે તેને જોઈને પૂછે છે. “ આવવાનું શું કારણ છે ? પહેલા તે તે ન માંગવાના સ્વભાવથી લાપણાને લઈને ખેલતા નથી. અને માંગતા નથી. જ્યારે ખીજી વાર પૂછ્યું, ત્યારે કહે છે “ ભૂખ્યા કુટુંબના માટે ધાન્યાદિ માંગવાને આવ્યો છું. તેણે કહ્યું. “ આવતી કાલે આવવું, હમણુાં વખત નથી. એમ કહીને તે બહાર નીકળી ગયા. તે વણિક પુત્ર, આજે કુટુંબના નિર્વાહ કેમ થશે ! એમ વિચારતા દુઃખના સમૂહથી ભારે અનેલા આંખામાંથી આંસુ સારતા રહ્યા.
tr
આ દરમ્યાન તે શેઠની સ્ત્રી પોતાના ઘરની બારીમાં બેઠી હતી. તેણીએ તેને રડતા જોયા. ધ્યાથી તેણીએ પાતાની પાસે બોલાવ્યા.
અને રડવાનું કારણ પૂછ્યું. વારંવાર પૂછ્યું તે તે પોતાની દુઃખી અવસ્થાનું સ્વરૂપ કહે છે. તેની સ્ત્રી અને બે પુત્રોની આવા