________________
શીયળ પાળવા ઉપ૨ સત્યવતીની કથા
૧૫૫
આ બાજુ પ્રભાત થતાં પણ ચંદ્રસેન રાજા રાજમહેલમાંથી બહાર ન આવ્યા છતે મહેલના રક્ષક પુરૂષો વિવિધ વિતર્ક કરે છે. “અમારા મહારાજા આજે આ મહેલમાં પરસ્ત્રી સાથે રહ્યા હતા.” “પરસ્ત્રીને વિશ્વાસ કદાપિ ન કરે.” જેથી કહ્યું છે કે સ્ત્રીમાં અને રાજકુલમાં વિશ્વાસ ન કરવો, એથી મહેલમાં ઉપર જઈને જેવું જોઈએ. ત્યાર બાદ તે બધા મહેલના ઉપર ભૂમિએ ગયા, ત્યારે પલંગની નીચે જુદું જુદું લેહીથી ખરડાયેલ માથું અને ધડ જોવે છે. “ ક્યા દુષ્ટ પુરૂષે આ રાજાની હત્યાનું મોટું પાપ કર્યું ?, એમ વિચારતા તેઓએ પટ્ટા વિનાના પલંગને અને બારીએ બાંધેલી પાટીને જોઈને નિર્ણય કરે છે “મહારાજે હરણ કરીને લાવેલી આ સત્યવતી શીલભંગના ભયથી મદ્યપાનમાં ઉન્મત્ત આપણા સ્વામીને હણીને બારીમાં બાંધેલા પટ્ટાના પ્રયોગ વડે અહીંથી પલાયન થઈ ગઈ છે.” ત્યારબાદ તે બહાર નીકળીને રાજાના મુખ્ય માણસને બધું જણાવે છે. ત્યારે આખું શહેર રાજાના મરણના. સમાચારથી શેક મગ્ન થયું. સત્યવતીની શોધ માટે ચારે દિશામાં સુભટે મેકલ્યા પણ તેણીને કયાંય પત્તો લાગ્યો નહીં. મુખ્ય માણસે રાજાના દેહને અગ્નિ સંસ્કાર કરે છે. ચંદ્રસેનના પુત્ર શરસેનને રાજ્ય આપ્યું, આ પ્રમાણે પારકી સ્ત્રીના હરણને કડ. ફલ-વિપાક જેઈને નગરના માણસે પરસ્ત્રીમાં વિરક્ત થયા.
આ બાજુ તે સત્યવતી રાજાની પટરાણીના ગ્ય વસ્ત્ર-ઘરેણાંથી ભૂષિત, રાત્રિના છેલ્લા પહોરે શિવાલયમાંથી નીકળીને આગળ જતી, અંધકારમાં માર્ગને નહિ જાણતી, કાંકરા, કાંટા વિગેરેથી ઉત્પન્ન થતા દુઃખને સહન કરતી, ઘણે દૂર નીકળી ગઈ. ત્યાં જંગલના નજીકના નગરમાંથી કઈ પણ ધનવાનના ઘેર ખાતર પાડીને, વસ્ત્ર ધન વિગેરે લઈને, વનના મધ્યભાગે ઝાડની નીચે આવીને રેલ વસ્ત્ર ધન વિગેરેના સરખા