________________
૧૫૬
- પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ભાગ કરતા ચાર ચેરને જુવે છે. આગળ કેમ જઈશ એમ વિચારતી તે ધીમે ધીમે જાય છે. ત્યારે તેણીના પગને ધીમો ચાલવાને અવાજ તેઓએ સાંભળ્યો. ત્યારબાદ તેઓ તેણીની સન્મુખ જોવે છે. ત્યારે સુંદર વસ્ત્ર ઘરેણુંથી શોભતી રૂપવતી સત્યવતીને નાસતી જોઈને ઉઠીને તેને અટકાવે છે. પહેલાં તેણીના અમૂલ્ય ઘરેણાં લઈને પૂછે છે “તું કયાંથી આવી ? રાત્રિમાં ક્યાં જાય છે?” ભયભીત બનેલી તે બોલે છે “હે ભાઈઓ ! દુઃખી થયેલી હું, ધણીના મરણથી અનાથ, આધાર રહિત કઈ પણ નગરમાં જઈને કોઈ પણ ધનિકના ઘેર ઘરકામ કરીને નિર્વાહ કરીશ.” મારા ઘરેણા તમારા વડે લઈ લેવાયા. મારે એનાથી કાંઈ પ્રયજન નથી. મને જવાની રજા આપે. હું મનવાંછિત
સ્થાનમાં જઈશ નસીબ વાંક હોય ત્યારે બધું વાંકું હોય છે. ચોરે પણ વિચારે છે. “આ ધણી-પુત્ર વિનાની, એકલી અનાથ રૂપાળી છે, તેથી આને કયાંય વેચીશું તે ઘણું ધન પ્રાપ્ત કરીશું.” એમ વિચારીને કહે છે “અમે તને નગરને રસ્તો બતાવીને પોતાના ગામ જઈશું એમ કહીને તેને લઈને તે ચારો આગળ પકડાઈ જવાના ભયથી આડે રસ્તે નીકળ્યા.” તે ચરેની સાથે ચાલતી તે સત્યવતી વિચારે છે– “એક દુઃખથી છૂટી છતી બીજી આફતમાં પડી.” દેવને ધિક્કાર છે જેથી આ પ્રમાણે હું નસીબ વેગે દુઃખ પરંપરાને પામી અને ગ્રહણ કરીને ચરે શું કરશે ? “જે થવાનું હોય તે થાય.” પ્રાણતિ પણ શીલનું રક્ષણ કરવું જોઈએ.
અનુક્રમે સૂર્યોદય થયે છતે પણ તે ચરે મધ્યાહ્ન સુધી ચાલતા અનુક્રમે ચંપાનગરીની પાસે આવ્યા. ધણી થાકી ગયેલ તે સત્યવતી ભૂખ તરસથી પીડાયેલી પગલું પણ ચાલવાને અશક્ત થઈ ત્યારે તે ચેરે એક સરવરે ગયા, ત્યાં તે બધા, મેટું, હાથ અને પગ ધોઈને પરિશ્રમને દૂર કરી નગરમાં પિઠા. બજારમાં કંઈની દુકાને ભૂખ દૂર