________________
૧૬૦
પ્રાકૃત વિજ્ઞાન કથા
કામ છે ? એના વડે કે વ્યાપાર કરે છે ? વધારે દ્રવ્ય વ્યય કરવું હમણાં યોગ્ય નથી.” ત્યારે તે શકરાજ “લાખ દ્રવ્ય આપીને ઢક્કાને વગાડીને, વેશ્યાના મંદિરે જવાની મારી ઈચ્છા છે એ બધે અહેવાલ લજ્જા સહિત નિવેદન કરે છે.”તેમજ ઢક્કા વગાડવાના શબ્દ સાંભળવાથી નગરમાં તમારે પણ યશ થશે. ત્યારે માતાપિતા તેને સમજાવે છે. હે પુત્ર ! વેશ્યાની સોબતથી આ લેકમાં કેણિ કેણ દુઃખ નથી પામ્યા ? પરલેકમાં વળી દુર્ગતિને નથી પામ્યા ? સાત વ્યસનમાં વેશ્યાને સંગ એ સર્વ વ્યસનનું મૂળ કારણ છે. તેથી આ જરૂર ત્યાગ કરવો જોઈએ. મનમાં પણ તેણીની ઈચ્છા ન કરવી. ત્યારે શુકરાજ એમ બીવરાવે છે કે “જો નહિ આપે તે હું આત્મઘાત(આપઘાત) કરીશ.” એમ સાંભળીને માતા પિતા, “વૃદ્ધાવસ્થામાં અમારો આધાર પુત્ર જ છે. તેના વિના શું કરીશું ?” એમ વિચારીને લાખ રૂપિયા સ્નેહપૂર્વક તેને આપ્યા. ત્યારબાદ તે, તે લાખ રૂપીઆ લઈને જલ્દી કામલતા વેશ્યાને ઘેર ગયે. તેણીને લાખ રૂપિયા આપીને ઢકા બજાવીને વેશ્યાના ઘરે તે પેઠો. ઢક્કાના શબ્દ સાંભળવા વડે નાગરિકોએ પણ જાણ્યું કે કોઈ પણ ધનવાને આજે કામલતા વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો છે. કામલતા વેશ્યાથી ફરમાવેલી અનેક નવયુવાન સ્ત્રીઓ તેને હાથ જોડવા પૂર્વક પ્રણામ કરે છે. કેટલીક ચામર વીંઝે છે. કેટલીક વિલેપન કરે છે. કેટલીક પાન, પુષ્પ વગેરે આપે છે. કેટલીક ખાવા યોગ્ય પક્વાન આપે છે. કેટલીક હાથ પગના અભિનયને બતાવે છે, કેટલીક હાથ, ભાવના વિલાસ વડે મોહ પમાડે છે. એમ તે વેશ્યાઓ તેના મનને વિવિધ યુક્તિઓથી રંજન કરે છે. તે શુકરાજ કોમલતાની કુશળ રૂપસુંદરીઓને જેતે, કેઈમાં મન નહિ કરેતે પૂછે છે “આના કરતાં વધારે રૂપવાળી સુંદરી છે કે નહિ ?” ત્યારે તે કામલતા વેશ્યા મહેલના ઉપરના.