________________
૩૧ સુપાત્ર દાનની ભાવના ઉપર શાલીભદ્રના પૂર્વભવની કથા
એકત્રીશમી
પૂર્વ ભવમાં મરણ સમયે સુપાત્ર દાન આપવાની ઈચ્છા થાય તો તે ભાવનાથી આ ભવમાં પણ તે સુખી થાય છે. અહીં શાલિભદ્રનું દૃષ્ટાંત જાણવું
કેઈ નગરમાં નગરશેઠ હતા. તેને ચાર પુત્રો અને પુત્રની સ્ત્રીઓ હતી. તે શેઠ કેટીશ્વર પણ અત્યંત લેભી છે. કદાપિ દાન આપતે. નથી. એકવાર ચાર પુત્રવધૂઓ જિનમંદિરે દર્શનને માટે શૃંગાર સજીને ઘેરથી નીકળી. માર્ગમાં યોવનના મદથી આમ તેમ જોતી જોતી જતી તેઓમાંની નાની પુત્રવધૂ સાથે એક ડોશી ભટકાઈ અને પડી ગઈ. તે વૃદ્ધાએ કહ્યું અરે તું સામેં કેમ જોતી નથી ? આભૂષણ વડે, પૈસા વડે અને વેષ વડે તું મદાંધ થઈ છું તારા પિતા અથવા સસરાએ શું દીન દુઃખીયાને દાન આપ્યું છે ? નગરમાં કાંઈ યશકીતિનું કામ કર્યું છે ? કે જેથી આમ ઉદ્ધતાઈથી ચાલે છે, ગર્વથી અંધ થયેલી સામી રહેલી મને જોતી પણ નથી. આમ બેભે છતે જિનમંદિરમાં પ્રતિમાને વાંદીને ઘરે આવીને ક્રોધથી અંધ થયેલી કાપ ઘરમાં રહી છતી