________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સગા સંબંધીઓએ તેના સ્થાને સુલસને સ્થા. અને પિતાના પિતાને વ્યવસાય (ધંધો) અંગીકાર કર એમ કહ્યું. તે તે પોતાના પિતાએ ભગવેલા દુઃખને સંભારતે “પાપના ફલને સહન કરવાને શક્તિમાન નથી.” એમ બોલતે તે ઈચ્છતું નથી. સ્વજનો કહે છે “અમે પાપને વિભાગ કરીને લઈ લેશું.”
ત્યારબાદ તેને બંધ કરવા માટે સુલસે તિણ કુહાડાને પિતાના પગ ઉપર નિર્દય રીતે માર્યો. એને બૂમ પાડતાં કહ્યું. ભાઈઓ, અરે અરે દુઃખને વહેંચીને થેડું ગ્રહણ કરે. જેથી મને સુખ થાય, સ્વજનેએ કહ્યું “હે પુત્ર! જે અમારામાં દુઃખ આવી જાય તે અમે લઈએ પરંતુ બીજો ઉપાય નથી. કારણ કે બીજાનું દુઃખ બીજામાં દાખલ થતું નથી. ત્યારે સુલસ કહે છે “તે તમે શા માટે કહે છે કે અમે તારું પાપ વહેંચી લઈશું.” એ પ્રમાણે કહેવાયેલા સ્વજને તેને નિર્ણય જાણી મૂંગા થયા. જીવ હિંસાથી અટકેલા તે સુલ કુમારને અભયકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રાવક ધર્મ ગ્રહણ કરાવ્યા પછી વિધિપૂર્વક સારી રીતે પાળીને તે દેવલોક પામે. ઉપદેશ—–ઘણું અશુભ કમનું ફલ આ લેકમાં અને
પરલોકમાં મળે છે એમ જાણીને હિતને ઈચ્છતા તમે તેથી (પાપથી) અટકી જાઓ,