________________
૪૪ લેભ ઉપર બ્રાહ્મણની કથા
ચુમ્માલીસમી
અતિલભ કરવો જ નહીં કારણ કે તે પાપને બાપ છે, કૂતરાની પૂછડાને ખેંચનાર બ્રાહ્મણનું અહીં દૃષ્ટાંત છે.
એક બ્રાહ્મણ કાશી નગરમાં ચૌદ વિદ્યા ભણીને ઘેર આવ્યા તેની પત્ની રૂપવાળી, શીલવતી અને જિન ધર્મથી વાસિત છે. બાર વર્ષના અંતે પતિના સમાગમથી ઘણે આનંદ થયે. તેણીએ વિચાર્યું
પંડિત વ્યવહારમાં શન્ય હોય છે. એવી પ્રસિદ્ધિ છે તેથી સર્વ વિદ્યાના પારગામી એવા પણ આ મારા પતિને વ્યવહારમાં કેવા પ્રકારનું જ્ઞાન છે એમ જાણવા માટે રાત્રિમાં સ્ત્રી એ પૂછ્યું “હે પ્રિય ! પાપને બાપ કેણુ? તેણે બહુ વિચાર્યું, પરંતુ જ્યારે પ્રત્યુત્તર ન જણાય ત્યારે તેણે પૂછયું હે પ્રિયા ! તું કહે. તેણુએ કહયું “હું જાણતી નથી. પરંતુ સાધુઓના ઉપાશ્રયે જઈને આચાર્યશ્રીએ આ પૂછીને અર્થને જાણી લે, ત્યારે બીજા દિવસે આચાર્યશ્રીના ચરણ કમલની પાસે જઈને પૂછે. “હે ભગવન! પાપને બાપ કેણ કાર્યને પરમાર્થ જાણીને