SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રાકૃત વિજ્ઞાન કથાએ લક્ષ્મી જેમ પ્રગટ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. તેથી દેશાન્તર જઈએ. પરાક્રમરૂપી પર્વત ઉપર આપણે ચઢીએ, તેા જનપ્રયા લક્ષ્મી આપણને દુર્લભ થશે નહિ.’’ ત્યાર બાદ પ્રસ્થાન કરીને જેટલામાં સાતા સ્થાનકે ગયા, તેટલામાં પહેલા પુણ્યસારને દૈવવશાત ત્યાં ખાડા ખોદવા વધુ મોટા નિધિ પ્રાપ્ત થયા. તેને લઈને તે ઘેર આવ્યા. તેના ઉચિતકાર્યમાં લાગ્યો. ખીજો વિક્રમસાર વળી સમુદ્ર પાર જઈ જીવને જોખમમાં નાંખી ધન મેળવીને પોતાને ઘેર આવ્યો. તે પણ પેાતાના ધનને ઉચિત ક્રિયામાં તે લક્ષ્મીના વિલાસ કરવા લાગ્યા. નગરમાં તેઓની કહેવત થઈ પડી કે આ પુણ્યસાર મેટા પુણ્યના પ્રભાવથી સકલ વાંછિત લક્ષ્મીના સમૂહને પામેલા સુખી છે અને બીન્હે વળી વિક્રમસાર ભયંકર સમુદ્ર તરીને મેટી રિદ્ધિ મેળવી તે ભાઈના સમૂહ સાથે ભાગાને ભાગવે છે. તેથી આ બંનેમાં પહેલા પુણ્યથી બળવાન અને નસીબથી સંયુક્ત છે. બીજો પણ અસ્ખલિત વ્યવસાયમાં તત્પર પુરૂષાર્થ વડે યુકત છે. રાજાએ આ વાત સાંભળી બહુ કૌતુથી તેને સભામાં ખેાલાવ્યા. અને પૂછ્યું શું આ કહેણી સત્ય છે કે અસત્ય. તેઓએ કહ્યું, “માણસાની વાત અન્યથા ન હોય જેથી પ્રાયઃ કરીને અતિ છાનું કરેલું કાર્ય પણ લેાકા તરત જ જાણી જાય છે. ” એમ સાંભળીને રાજાએ તેની પરીક્ષા શરૂ કરી. પહેલા પુણ્યસારને એકલાને જ ભાજનને માટે નિમંત્રણ આપ વામાં આવ્યું. રસાઈઆઆને કહ્યુ “આજે તમારે રસોઈ કરવી નહીં. જેથી આના પુણ્યના વશથી આવી પડેલ અમારે જમવાનુ છે. હવે ભાજન સમય થયે તે મહાદેવીએ મેાકલેલ મેાટા અંતઃપુરના રક્ષક વિનંતી કરે છે કે આજે મહારાણીને ઘેર તમારે જમવાનુ છે કારણ કે આજે જમાઈ પેાતાના નગરથી કાંઈ પણ પ્રયાજન માટે
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy