________________
૪૨ પુણ્ય અને પરાક્રમના પ્રભાવ ઉપર પુણ્યસાર અને વિક્રમ સારની કથા
બેંતાલીશમી
કેઈને પુણ્યના ઉદયથી અથવા તે પરાક્રમથી સુખ થાય છે. તેમાં પુણ્યસાર અને વિક્રમ સારનું
અહીં સુંદર દૃષ્ટાંત કહેવાયું છે. ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાં પુણ્યયશ નામને રાજા હતો. તેને શુભગાંગી સ્ત્રી છે. હવે તે શહેરમાં ધનાઢય પુત્ર પુણ્યસાર નામે અને બીજો વિક્રમવણુંકને પુત્ર વિક્રમસાર નામે હતે. તે બંનેય કલાના સમૂહને ગ્રહણ કરી ક્રમે યુવાવસ્થા પામ્યા. એકવાર તેઓ વિચારે છે કે –“યુવાવસ્થા પામે છતે પણ જે લક્ષ્મીનું ઉપાર્જન ન થાય તે અનાચરિત્રવાળા તેને પુરૂષાર્થ શું ? જેની લક્ષ્મી દાનાદિ ક્રિયાઓમાં
જ્યાં સુધી નાશ પામતી નથી. ત્યાં સુધી તેની આબરૂ અને જોકપ્રિયતા છે. તેથી સ્નેહિજનના વાંછિત અર્થને કરવા વડે ચમત્કાર કરનારી