________________
૧૦૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેમ જ હું કરું. એમ વિચારીને તે ગઈ. તેજ પ્રમાણે બેચે છતે નદીએ માર્ગ આપે. કેવી રીતે આવી ?” એમ પતિએ પૂછયું. તેણીએ પણ સુજસના આવવાની વાત જણાવી. ભોજન કર્યા બાદ જશ વડે રજા આપે છતે તેણી કહે છે હું કેવી રીતે જાઉં ? હજી પણ અપાર નદી વહે છે. જશે કહ્યું. હવે (નદીને) એમ કહેજે “જે મારા પતિએ મને એક દિવસ પણ ભોગવી ન હોય તે હે મહાનદી ! મને માર્ગ આપ બહુ જ નવાઈ પામેલી તે તેવી રીતે જ બેભે છતે માર્ગને પામેલી સુખપૂર્વક પિતાના ઘેર આવી. સાધુને વાંદીને પૂછયું “હે પૂજ્ય ! આમાં શું રહસ્ય છે.” મુનિ કહે છે “હે ભદ્ર ! જે રસલુપતાથી જમીએ તે ભોજન કર્યું કહેવાય પણ જે સંયમ યાત્રાના હેતુથી પ્રાસુક અને નિર્દોષ વાપરીએ તે ખાધું ન ગણાય. એથી જ આગમમાં કહ્યું છે “નિર્દોષ આહારી સાધુઓને હંમેશાં જ ઉપવાસ છે.” એ પ્રમાણે તમારા પતિ પણ બ્રહ્મચર્ય પાળવાના મનોરથ સહિત હેવાથી તમારા આગ્રહથી ભોગ કર્યો છતે અભાગી જ છે.” જેથી કહ્યું છે કે,
જેની ભવની ઇચ્છા નાશ પામી છે, અને કમને ઉદયભાવથી પ્રવૃત્તિ કરવી પડે છે તે અનાસકત આત્માની રતિ જાણવી, તે બધે શુભ કામના ઉદયથી થાય છે.
એમ સાંભળીને વૈરાગ્યથી તેણીએ વિચાર્યું –
અરે– આ જશ મહાભાગ્યશાળી, દાક્ષિણ્યતાના સાગર, સંસારથી વિરકત મનવાળા પણ લાંબા સમયથી મારા વડે ચારિત્ર ધર્મથી અલિત કરાયા. મેં મોટું ધર્મા- તરાયવાળું કર્મ બાંધ્યું.” તેથી હવે એની સાથે જ સાધુ પણું આચરવું એગ્ય છે.” સ્નેહનું