________________
-
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
પુત્ર વાત્સલ્યભાવ દર્શાવે છે. પ્રિયપુત્ર એમ બોલે છે. એમાં કોઈ પણ રહસ્ય હોવું જોઈએ. પહેલાં આની વાત સાંભળવી, એમ વિચારીને તે બોલે છે. હું અહીં શા માટે આવ્યો છું તેને તમે જાણે છે. મારી તરફ તમે પુત્ર પુત્ર એમ કહે છે. તેથી મારી સાથે સંબંધ થાય કે ન થાય તે પણ આજથી માંડીને તમને માતાની જેમ જાણશ. તેથી તમે પિતાની આત્મકથા કહીને મારા અસ્વસ્થ મનને શાન કરો. ત્યારે તે સત્યવતી પિતાનું વૃત્તાંત સંક્ષેપથી કહે છે. “વિશાલા નગરી, બ્રહ્મદત્ત બ્રાહ્મણ છે, તેની સત્યવતી ભાર્યા, અંબિકા દેવીની મહેરબાનીથી પ્રાપ્ત થયેલે દેવદિન પુત્ર છે. તેઓનું ગિરનાર યાત્રા કરવા માટે જવાનું થયું, જંગલમાં સત્યવતી તરસી થઈ, સ્વામી પાણી લાવવા દૂર ગયા. ત્યારે ચંદ્રસેન રાજાએ સત્યવતીને હરણ કરી, પતિને મળવા માટે રાજાને હણીને મધ્યરાત્રીએ નીકળી ગઈ, શિવાલયમાં સર્પ દંશથી સ્વામીનું મરણ, જંગલમાં જતી રે વડે ગ્રહણ કરાઈ, તેઓએ વેશ્યાના ઘરે વેચી, બાર વર્ષ સુધી શીયલને પાળતી અહીં રહેલી તે સત્યવતી હું તારી માતા છું. હે પુત્ર કે આજે તું માતાની સાથે કામગ માટે લાખ દ્રવ્ય આપીને અહીં આવ્યો છું. કર્મ વડે રચાયેલી વેશ્યા રૂપે હું તને મોટું શું બતાવું ? આના કરતાં પહેલાં મરણ પામી હોત તે સારું જેથી આફતમાં ન પડત.”
સત્યવતીએ કહેલી વાત સાંભળીને માતાને મુખ બતાવવાને અશક્ત બને તે જમીન ઉપર પડ્યો અને હૃદયના આઘાતથી મૂરછ પામે. સત્યવતી દેવીદિન (શુકરાજને) પુત્રને ઉઠાડીને, વસ્ત્રના છેડા વડે. પવન નાખે છે. ચેતના પામેલા, રડતા પુત્રને કહે છે, “હે પ્રિય પુત્ર! વસ્તુ સ્વભાવને ન જાણતા લે. દૈવથી પ્રેરાયેલા