________________
૧૪૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
શબ્દ અનુસારે તે ત્યાં આવ્યા. વૃક્ષના મૂળમાં બાળકને જોઈને તેણે વિચાર્યું. “ અહીં કોઈ પણ મનુષ્ય જણાતા નથી તેથી જણાય છે કે કાઈ પણ નિષ્ઠુર પુરુષ આ બાલકને છેડીને કયાંય ગયા હશે.” તેથી ખાલકને લઈને પુત્ર રહિત એવી લક્ષ્મી નામની પેાતાની સ્ત્રીને તે આપ્યું. પુત્ર વિનાની તે પણુ રૂપાળા, મનેાહર બાલકને લઈને પુત્રની માફક પાલન કરે છે. ત્યાં પાલન કરાતા તે બાળક તેને જ માતાપિતા માને છે. માતા પિતા વડે તે બાલકનુ શુકરાજ ” એવુ નામ રાખવામાં આવ્યું. અનુક્રમે વણુઝારાના બાળા સાથે વિદ્યા, અને કલાના અભ્યાસ કરતા અનેક ગામ-નગરમાં ભમતા, જુદા જુદા આશ્ચર્ય જોતા, માતાપિતાના ચિત્તને આનંદ આપતા, ઘણા સુખપૂર્વક વધતા કાલ પસાર કરે છે.
66
,
આ બાજુ સત્યવતીના પતિ પાણી લેવા માટે ગયેલા તે દક્ષિણ દિશામાં દૂર જઈને ત્યાં જુદા જુદા વૃક્ષાના સમૂહથી શાભિત એક સુંદર સરાવર જોવે છે. જોઈને પાણી પીવે છે. અને સ્નાન કરે છે. થાક શાંત થયા પછી સ્ત્રી અને પુત્ર માટે પાણી લઈને જલ્દી તે ભૂમિમાં આવ્યે. ત્યાં સ્ત્રી અને પુત્રને હિ જોઈને, ચારેય દિશાએ ભમતા, કયાંય પણ તેના પત્તો નહિ મેળવતા, જુા જુદા સંકલ્પ વિકલ્પ કરતા, આધ્યાન પામેલા મન વાળા, પ્રિયા ! પ્રિયા ! એમ વિલાપ કરતા, તેના સ્નેહથી મૂઢ મનવાળા, વિમઢ ચિત્તવાળા તે ગાંડા થઈ ગયા. ચિત્ત ભ્રમથી તે કાઈ વાર રડતા, કાઈ વાર હસતે કોઈ વાર જેમ તેમ ખેાલતા, તે જંગલમાં ભમત, કાઈ વાર જમતા અને કાઈ વાર નહિ જમતા, સમય પસાર કરે છે. અનુક્રમે સ્ત્રી પુત્ર ને શોધવા માટે ગામ, નગર ભટકતાં તેને બાર મહિના પસાર થયા તે! પણ તેના પત્તો ન લાગ્યા.