________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૭
દહીંને ઘડો પણ પડશે અને ફૂટી ગયો. બીજી ભરવાડણે પિતપિતાની માતા, પિતા. પતિના ભયથી રડતી ઊભી છે અને તે સત્યવતી દહીંને ઘડે ભાંગે તે હસે છે. ત્યારે રાજ તેઓને રડતી અને સત્યવતીને હસતી જોઈને વિસ્મય પામીને વિચારે છે “પોતપોતાના દ્રવ્યના નાશથી “સ્ત્રીઓનું બલ રૂદન” એ ન્યાયથી રડવું ઉચિત છે. પરંતુ આ રૂપવતી સ્ત્રી પોતાના પદાર્થની નુકશાનીમાં પણ હસે છે એમાં કાંઈ પણ કારણ સંભવે છે અને બીજુ વેશથી આ આહીરી છતાં આકૃતિ અને રૂ૫ વડે ઉંચા કુળમાં ઉત્પન્ન થઈ હોય તેમ જણાય છે. આમ વિચારતે પ્રજાપાલ રાજા તે સત્યવતીને પૂછે છે “હે ધર્મ ભગિની ! તારા પિતા અને માતાનું નામ શું ? કયા ગામમાં તારી ઉત્પત્તિ છે? તું કોની પુત્રવધુ છે ? તથા દ્રવ્યની નુકશાનીમાં પણ તું કેમ હસે છે ? લજજા મૂકીને બંધુતુલ્ય મારી આગળ નિવેદન કર.”
રાજાના અતિ આગ્રહથી સત્યવતી તેની સમક્ષ પોતાની બધી આત્મકથા કહીને કહે છે “હે રાજા ! ઘણું દુઃખ સહન કર્યા એમાં દહીંના ઘડાના નાશરૂપ થડા નુકશાનથી કેમ દુઃખ થાય ? કર્મથી જે જે કરાય તે તે હર્ષ પૂર્વક સહન કરવું જોઈએ. વિષાદ વડે શું ? એમ કહીને શેક અને ભયવાળી થઈ. પ્રજાપાલ રાજા સાંભળનારાઓને પણ દુઃખ થાય તેવા તેણીને હેવાલને સાંભળીને શાંતિ પમાડવા માટે કહે છે કે બેન ! તું પ્રશંસાને યોગ્ય છે. જે તે અનેક પ્રકારની વિપત્તિ સહન કરવા વડે પણ પ્રાણુતે પણ શીયળ પાળ્યું. ખરેખર તારી માતા પણ ધન્ય છે જેણે આવા પુત્રીરત્નને જન્મ આપ્યું. સતી સ્ત્રી ઉપર કુદષ્ટિ કરવાથી તે ચંદ્રસેન રાજા કટુ ફળ પામ્યો. પરસ્ત્રી અભિલાષીને રાવણની જેમ ક્યાંથી સુખ હોય ? હે બહેન ! તારા શીલના