SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા આના પાલક મા-બાપને વાત જણાવો. અને નગર બહાર ચિતા કરાવો. હવે તે કામલતા દેવદિનના શબને નીચે મૂકે છે. અને તેના માતાપિતાને સમાચાર કહેવરાવે છે પુત્રમરણના સમાચાર સાંભળીને કરૂણ રુદન કરતાં છાતી અને માથું કુટતાં ત્યાં આવ્યા. પુત્રને ખોળામાં સ્થાપીને બહુ વિલાપ કરે છે. સત્યવતીએ કહેલ પોતાના દેવીદિન પુત્રને વૃત્તાંત સાંભળીને તેઓ વિચારે છે “જે થવાનું હોય તે અન્યથા થતું નથી.” કે વેશ્યા ઘરે આવવું, માતાનું મિલન અને મરણ. આ પૂર્વબદ્ધ કર્મને જ વિપાક છે. અમે ના પાડયે છતે પુત્રની વેશ્યા ઘરે જવાની તીવ્ર ઈચ્છા થઈ એમાં પૂર્વકર્મના ઉદયની પ્રબળતા છે. ફરી પણ આની ચિતામાં સત્યવતીનું પડવું સાંભળીને તેને આશ્વાસન આપે છે “હે પુત્રી ! અમારે અને તારો પુત્ર ગયે. બધાયને સરખું દુઃખ છે. મરણમાં મન ન કર. પુત્રની જેમ તને પણ અમે પાળીશું.” મરણને નિશ્ચય કરનારી એવી તે કોઈનું પણ વચન સાંભળતી નથી. નવલખા વણઝારાના કુટુંબી માણસે અહીં આવીને, દેવદિનને શરીરને ઉપાડીને બાળવાને માટે નગર બહાર નીકળ્યા. તેઓની પાછળ સત્યવતી અને ભાર્યા સહિત નવલખ વણઝારે રડતો નીકળ્યો. તે કુટુંબના માણસોએ પિતાના રહેઠાણની નજીક નહિ તેમ દૂર નહિ, ત્યાં ચંદન છે જેમાં મુખ્ય એવા કાષ્ઠો વડે મેટી ચિતા બનાવી. તેની મધ્યમાં તે દેવદિનકુમારને સ્થાપે છે અને અગ્નિ પ્રજવલિત કરે છે. ત્યારે તે સત્યવતી તેમાં પડવા માટે જેટલામાં દોડે છે તેટલામાં તે નવલખ વણઝાર વિગેરે પુરૂષ તેને હાથથી પકડીને અટકાવે છે. કેટલાક પુરૂષ ઘી વગેરે પદાર્થો નાખીને અગ્નિને પ્રજવલિત કરે છે. અગ્નિ પણ દેવીદિનના શરીરને ચારે બાજુથી બાળવા લાગે. તે સત્યવતી પણ બળતા પુત્રને જોઈને
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy