________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અત્યંત ઉત્સુક, સાહસ ધારણ કરીને પુરૂષોથી છૂટીને ચિંતામાં પડી. પૂર્વબદ્ધ કર્મના બળથી આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી હોવાથી, અગ્નિ પણ તેણીના દેહને બાળ નથી, ભોગવ્યા વિના કર્મ ક્ષય પામતું નથી. તેથી તે વખતે ક્ષણ માત્રમાં ત્યાં પ્રચંડ વાયુ વાવા લાગે. આકાશ પણ પાણીના ભારથી ભરેલા વાદળા વડે ભરાયું, વર્ષદ પણ સાબેલા પ્રમાણ ધારાઓ વડે વરસવા લાગે. માણસ પણ વર્ષાદના પાણીના ભયથી અહીંતહીં નાસીને પિતાના સ્થાને ગયા. ચિતા પણ શાન્ત થઈ ત્યારે તે સમયે મેટો જલપ્રવાહ મહા નદી જેવો થયે. તે જલ પ્રવાહથી તે સત્યવતી તણાવા લાગી. આયુષ્ય લાંબુ હેવાથી તેણીના હાથમાં એક મોટું લાકડું આવ્યું. મરણના ભયથી ત્રાસ પામેલી તે એકાએક તે લાકડાને વળગીને તરવા લાગી. અનુક્રમે નદીમાં ગઈ. તેમાં ઘણી વાર જલમાં બુડવું અને બહાર આવવું એની પીડાથી મૂચ્છ પામેલી તે નદીના વેગથી વીશ યોજના જમીન સુધી દૂર લઈ જવાઈ
ત્યારે નદીના કિનારે કેટલાક ભરવાડો પોતપોતાના પશુધનને ચરાવીને પાણીનું પૂર જોવા માટે ત્યાં આવ્યા તેઓએ કાષ્ઠને વળગેલી તરતી સત્યવતીને જોઈ દયા ઉત્પન્ન થવાથી તેઓએ તેને બહાર કાઢી. તેણીને જીવતી મૂચ્છ પામેલી જોઈને વિવિધ ઉપાયોથી પીધેલા પાણીને બહાર કાઢવા વડે અને અગ્નિના તાપ વડે તેણને શુદ્ધિમાં લાવ્યા. ચેતના પામેલી તે પોતાની આસપાસ અનેક પ્રકારના ઉપકાર કરવામાં તત્પર ચાર પુરૂષોને જોઈને એકદમ ઊડતી છતી બેલવાને અસમર્થ હૃદયમાં વિચારે છે “હે દેવ મારા ઉપર અત્યંત નિષ્ફર કેમ થયું છે ? જેથી હું પુત્રની ચિંતામાં પડી પણ મંદ ભાગ્યવાળી અડિનથી પણ ન બળાઈ પાણીને પૂરે પણ મને ન સંગ્રહી. અનાથ, નિરાધાર, અશરણું છું કેમ જીવીશ? મારો ધણી