________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૬૯
પણ મરી ગયા, પુત્ર પશુ મરણ પામ્યા. હવે ફ્રાના શરણે જાઉં? ત્યાર પછી કં ઈક સામર્થ્ય પામેલી તે સત્યવતી તે ભરવાડ લેાકાતે આ પ્રમાણે કહે છે હું ઉત્તમ પુરુષો ! તમે કાણ છે. પાણીમાંથી શા માટે મને ખુહાર કાઢી ? પતિ-પુત્રના મરણના દુઃખથી સંતપ્ત એવી મારા જીવન વડે સર્યું. દુઃખસમુદ્રમાં પડેલી હું વવાને ઈચ્છતી નથી. એમ કહીને રડવા લાગી. તેણીને એક ઘરડા આયર કહે છે, “હે પુત્રી ! અહીંથી એક ગાઉ રત્નસંચયા નગરી છે. ત્યાં યથાર્થ નામવાળા પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરે છે. તેની પડેાશમાં સારંગ ગામમાં રહેવાવાળા, જાતિથી ભરવાડ અમે પશુના ધણુને ચરાવવા માટે અહીં નદી કિનારે આવેલા અમે પાણીના પૂરમાં, કમ્પ્સને વળગેલી, તરતી તને જોઈ અને બહાર કાઢી હે પુત્રી ! તું નદીમાં કેમ પડી ? તું કોણ છે ? શુ' નામ છે ?.વિગેરે સકાચ વિના પેાતાની હકીકત તું જાવ. ત્યારે તેણી કહે છે “હું ભાઈઓ, દુઃખના ભારથી ભરેલી, અનાથ અબલા એવી મારું ચરિત્ર સંભળાવીને તમાને દુઃખ આપવા વડે સર્યું. તાપણુ મને વિતદાન આપવા વડે તમે ઉપકારી છે એમ કહીને તેણીએ ટુંકાણમાં પેાતાની કઠણ વાર્તા કહી. તે સાંભળીને તેમાં એક દયાળુ વૃદ્ધ ભરવાડ કહે છે “ હું તને ધર્મપુત્રીની જેમ પાલન કરીશ. તારે ચિંતા ન કરવી. મારી પુત્રી સાથે સુખેથી રહેવું. તું ધન્ય છે, જેથી દુઃખની પરંપરા સહન કરવા વડે તે નિમર્માળ શિયળ વ્રત પાળ્યું. હું પશુ આત્માને ધન્ય જાણું છુ' જેથી મને પુત્રી રૂપે તું પ્રાપ્ત થઈ. તે સત્યવતી ઉપકારી વૃદ્ધનું વચન સાંભળીને આ પિતા તુલ્ય વૃદ્ધ સાથે જતી એવી મને કાંઈ પણ ભય નથી.'' એમ વિચારીને તેની સાથે
તેના ઘેર ગઈ. તે વૃદ્ધ આહીરે પાતાની સ્ત્રી અને પુત્રીઓને તેનુ
1
66
સ્વરૂપ કહીને જણાવ્યું કે આ સત્યવતી પુત્રી માફક જોવી. તેણી