________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અને સાહસનું અપમાન કર્યું છે. તેથી આજે હું પ્રતિજ્ઞા કરું છું,
જે કાલે તમારા ગુરુને હું રૂપ, શક્તિ અને સાહસથી મારા ચરણે નમત ન કરું તે મારે જીવિતથી સયું.” “મારા નેત્રબાણ આગળ તેની વયની, જ્ઞાનની અને અનુભવની શી ગણના છે?
- સિકંદર કહે છે તે મારા ગુરુ બધી પૌદ્ગલિક વસ્તુના સુખથી પર રહે છે. તે હમેશા અધ્યાત્મ ચિંતનમાં તત્પર, ધર્મશાસ્ત્ર લખવામાં તત્પર કાળ પસાર કરે છે, તેને કોઈ પણ રૂપાળી સુંદરી ચલાયમાન કરવાને સમર્થ નથી.” ત્યારે તે સુંદરી બેસે છે. “તે શું મનુષ્ય નથી ? તેને શું હદય નથી ? હૃદયમાં શું વિષયની ઉર્મિઓ ઉત્પન્ન થતી નથી ? કદાપિ તેનું શન્ય (મૃતપ્રાયઃ) હૃદય હોય તે પણ હું તેના હૃદયને સ્વર વડે, રૂપ વડે, નયન કટાક્ષોથી સજીવન અને ઉન્માદવાળું જરૂર કરીશ.' એમ કહીને પોતાના કાર્યમાં સાવધાન થઈ. સિકંદર તેણીના સાહસકર્મને જોવાને ઈચ્છતે પિતાને સ્થાને ગયો.
બીજે દિવસે પ્રભાતકાળે તેના ગુરુ ધર્મશાસ્ત્રના અર્થ વિચારવામાં તત્પર રહે છે ત્યારે તે સુંદરી અતિ અલ્કત વેષ ધારણ કરીને તેના બાગમાં આવીને મધુર અવાજથી ગાય છે. તેણીના ગાયન સાંભળવામાં પશુ-પક્ષીઓ પણ ઘડીભર મૂઢ થયા. શાસ્ત્રના અર્થ વિચારતા તેના ગુરુ પણ તેણના મધુર ધ્વનિમાં ખેંચાયા છતાં તેણીના ગીત સાંભળવાથી આકર્ષણ થયેલ ચિત્તવાળા ક્ષણવારમાં મૂઢ બની ગયા. તેના શરીરના અવય ઢીલા થઈ ગયા. મને પણ સુબ્ધ થયું. મનથી વિચારે છે “આ કેણ ગાય છે” એમ, જેવાને બારી પાસે ઉભા રહીને બહાર જેવું છે. તે ઉઘાડા મસ્તકવાળી, નિતંબ સુધી લંબાતા લાંબા વાળવાળી, હાથીના જેવી ગતિવાળી, ધીમી ધીમી ચાલતી, અસરાના સમૂહને પણ રૂપ વડે પરાભવ માડતી, દિવ્ય