________________
સી વડે પરભવ પામેલા સિકંદરની કથા , ૧૮૩ વિવિધ વિચાર કરતો કેટલોક કાળ ત્યાં જે રહીને, સભા વિસર્જન કરીને પોતાના મહેલમાં આવ્યું. ત્યાં પણ ક્ષણવાર જોયેલ સુંદરીની સુંદરતાને, ક્ષણવાર પિતાની નિર્બળતાને, ક્ષણવાર ગુરુની દૃઢતાને વિચારતે આ પ્રમાણે નિર્ણય કરે છે. કદાપિ તે સ્ત્રીનું મુખ ન જેવું એમ પિતાનું મન સ્થિર કરે છે. તે પણ અનાદિકાળના મોહના અભ્યાસથી અને ઇંદ્રિયની પ્રબળતાથી નિર્બળ એવા તેના મનમાં તે જ સુંદરી આવે છે. ત્યારે તે તે જ સુંદરીના રૂપને વિચારતા, પિતાના કામને ભૂલી જતો, એકદમ પિતાના અશ્વરત્ન ઉપર સ્વાર થઈને તે સુંદરીના ઘેર ગયો. તેણે પણ સિકંદરને જોઈને અત્યંત હર્ષિત મનવાળી તેને સત્કારે છે અને માન આપે છે. ત્યારે ગુરુનાં વચનને યાદ કરતા તે “અરે ! હું શું કરું છું ? જગતને જીતવાની ઇચ્છાથી મારા રાજ્યથી બહાર નીકળેલ હું આ સ્ત્રી વડે હરાવાયો છું. મારું બધું નાશ પામ્યું. લેકે પણ મને કહેશે ? “આનાથી સર્યું.” એમ વિચારીને પાછો જવાને પ્રવર્તે છે. ત્યારે તે સુંદરી દગિત આકારથી તેના મનના ભાવ જાણીને કહે છે “કેમ પાછા જાઓ છે ? અહીં આવવામાં તમને કણ અટકાવે છે ? મને સાચું કહે. હું તે મારા રૂપ-મતિ અને કલાની સંપત્તિથી મેટા ઋષિઓના મનને પણ ક્ષોભ પમાડવા સમર્થ છું. મારી આગળ તે ગરીબ કેણ છે? ક્ષણવારમાં હું તેનું અભિમાન ઉતારી દઉં. હું વિશ્વહિની ઇરાન રાજાની પુત્રી છું. મારા ચરણમાં મોટા પુરૂષે પણ નમે છે તે તે તમને અટકાવનાર કોણ છે ? સિકંદરને ગુરુ ઉપર અવિચલ શ્રદ્ધા, આદર, અને અપૂર્વ સન્માન છે, તે પણ તેણીના રૂપમાં આસક્ત તેણે ગુરુએ કહેલ પિતાના તિરસ્કારની બધી બીના તેણુને કહે છે. તેના મુખથી ગુરુએ કરેલ સ્ત્રી સંબંધી અપમાન સાંભળીને તે ક્રોધથી ઘણી જ પ્રચંડ અને રૌદ્ર સ્વરૂપવાળી થઈ. તેણે તેને કહે છે. હે કુમાર ! તમારા ગુરુએ સમસ્ત સ્ત્રીઓની સુંદરતા, શક્તિ