________________
સી વધુ પરાભવ પામેલા સિકદરની કથા
૧૯૫
ધ્વનિથી ગાતી, સુંદર રૂપવાળી સુંદરીને જોવે છે. જોઈને વૃદ્ઘાવસ્થાથી જર્જરિત શરીરવાળા પણુ, તીવ્ર કામની ઇચ્છા થવાથી મૂઢ મનવાળા તે બાગમાં જાય છે. ત્યાં જઈને, તેણીની રૂપશાભા જોઈને કામદેવ રૂપી અગ્નિથી દાઝેલા તે સુંદરીના ખભા ઉપર હાથ મૂકે છે. તેણી પણુ તેને જોઈને ચિત્તના ક્ષેાભથી નીચું જોવે છે. ત્યારે તે કહે છે, હું તને ઇચ્છું છું. મારી સાથે કામક્રીડા કર. તે પણ સુંદરી સહેજ હસીને શરમ ધારણ કરતી કહે છે “ો મારી પ્રતિજ્ઞા પૂરા તા હું હંમેશા તમને સેવીશ.' તેણીના રૂપમાં મૂઢ બનેલા તે પૂછે છે “તમારી શી પ્રતિજ્ઞા છે ?' તેગ્રી કહે છે “જો તમે ઘેાડા થઈને રહેા, ઘેાડા રૂપ થયેલા તમારી ઉપર બેસીને હાથમાં ચાજીક લઈને હાંકુ તા જીવનપર્યંત તમારી આજ્ઞામાં રહીશ. એમ સાંભળીને તીવ્ર રાગરૂપી દોરડાથી બંધાયેલા તે ધાડા થયા. જ્યારે તેડ્ડી ઘેાડા થયેલા તેના ઉપર સવાર થઈને હાંકે છે, ત્યારે તેણીની સંજ્ઞાથી પ્રેરાયેલા તે સિક ંદર ત્યાં આવીને તેવી અવસ્થાવાળા ગુરુને જોવે છે. તે પણ સુંદરી સિકંદરને જોઈને કહે છે “મારું માહાત્મ્ય જોયું? મારી આગળ શક્તિવાળા પણ પુરુષો પરાભવ પામે છે. ગુરુના સ્નેહને ભૂલી ગયેલા તે સિકંદર પણુ પૂર્વત ગુરુવચનને “જે સ્ત્રીએ નરકના દ્વાર સમાન છે'' ઇત્યાદિ સંભળાવીને, તમારા ઉપદેશ કયાં ગયા એમ ઉપહાસ કરે છે” ત્યારે પરમાર્થ જાણુનાર ગુરુ સિકંદરને કહે છે-હે વત્સ ! તું અજ્ઞાનથી સ્ખલિત થયેલા મારી ભૂલ જોઈને (હસે છે) સ ંતાષ પામે છે; પરંતુ તને મેં આપેલુ જ્ઞાન વિચાયુ` હોત અને હૃદયમાં સારી રીતે ધારણ કર્યુ હેાત, તે આમ મશ્કરી ન કરત. તું વિચાર કર જો આ સુંદરી મારા જેવા વૃદ્ધ, ધીર, ગ ંભીર અને સદા જ્ઞાનઘ્યાનમાં આસક્તની પણ આવી અવસ્થા કરવાને સમર્થ છે તે યુવાની વડે ઉન્મત્ત તને શું ન કરે ? રૂપથી મદે।ન્મત્ત આ સુંદરી દાસીભૂત થયેલા આપણુને મેં મતિના બળથી "કેવું કર્યુ” એમ ઉપહાસ કરે છે. આપણે બન્નેય મુર્ખ છીએ એમ