________________
૨૦૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
એ પ્રમાણે તે રાજા નિર્મળ વ્રતનું આરાધન કરીને, સમાધિથી મરણ પામીને અનુક્રમે દેવલોકમાં ગયા. અનુક્રમે મેક્ષમાં જશે.
ધર્મરૂચી પણ સાધુ બધા પાપની આલોચના કરીને પ્રતિક્રમાવીને, સ્વગ માં ગયે અનુક્રમે સિદ્ધિ પામશે.
એ પ્રમાણે દુર્જનને પણ સારા સાધુપુરુષને સંગ પરિણામે સુખ આપનાર થાય છે. ઉપદેશ–સંસારમાં નંદ ખલાસીનો દુખની પરંપરા સાંભ
ળીને એવા મહર્ષિ નિર્ગસ્થ મહાત્માઓની આશાતના ન કરવી જોઈએ,
સારા સાધુપુરૂષની સબતમાં નંદનાવિકનું પંચાવનમું ઉદાહરણ પૂર્ણ થયું.
(જયંતિ પ્રકરણમાંથી લીધેલ છે.) પુના નગરમાં શ્રી ગોડી પાર્શ્વ જિનેશ્વરના ઉપાશ્રયમાં વિક્રમ સંવત ૨૦૧૩ના વર્ષમાં અક્ષય તૃતિયાના દિવસે આચાર્ય વિજય કસ્તુરસૂરિએ બનાવેલી પ્રાકૃત વિજ્ઞાન કથાને પહેલો ભાગ પૂર્ણ થયો. શિવશ્રીની પ્રાપ્તિ થાઓ. કલ્યાણ થાઓ.
પ્રશસ્તિ એ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ, શ્રી કદંબગિરિ વિગેરે અનેક તીર્થોના ઉદ્ધારક શાસનપ્રભાવક, બાલબ્રહ્મચારી, આચાર્ય સમુદાયના નાયક (સુરિચકચક્રવતી) આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર, સમયજ્ઞ (શાસ્ત્રના જાણ), શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજ્ય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર (મુખ્ય શિષ્ય) સિદ્ધાંતમહેદધિ પ્રાકૃતભાષાવિશારદ આચાર્યશ્રી વિજયકસ્તુરસુરિજીએ બનાવેલ પ્રાકૃત વિજ્ઞાનકથાને પહેલો ભાગ સંપૂર્ણ થયો..
1