________________
સુપાત્રદાનની ભાવના ઉપર શાલિભદ્રના પૂર્વભવની કથા ૨૭ આયુષ્ય બાંધી તે ભરવાડને ઘેર સંગમ નામે પુત્રપણે ઉત્પન્ન થયે.
એકવાર મહોત્સવ પ્રસંગે તેના ઘેર માતાએ પુત્રને માટે માંગીને ખીર રાંધી. માતા પુત્રની થાળીમાં ખીર પીરસીને કામ માટે બીજાને ઘેર ગઈ જ્યારે તે સંગમ જમવા માટે બેઠો ત્યારે તેના પુણ્યના ઉદયથી કોઈ માપવાસી સાધુ પારણના દિવસે ભિક્ષાના માટે. ફરતા ત્યાં આવ્યા. તે સંગમ તે મહાતપસ્વીને જોવે છે. જેઈને પૂર્વ ભવના દાનના પરિણામના વશથી તેને આહાર આપવાની ભાવના થઈ. “આ મહામુનિને હું દાન આપું” એમ વિચારી ઉઠીને સાધુત બલાવીને,. શુદ્ધ ભાવથી બધી ખીર વહેરાવે છે. આયુષ્ય પૂર્ણ કરી મરીને સુપાત્ર ઘનના પ્રભાવથી તે રાજગૃહી નગરમાં ગોભદ્ર શેઠના ઘેર ભદ્રા શેઠાણીને શાલિભદ્ર નામે પુત્ર થયો.
ઉપદેશ–પુણ્યાનુબંધિ પુણ્યના કારણભૂત શાલિભદ્રને
પૂર્વ જન્મ સાંભળીને તમે સુપાત્ર દાન માં હંમેશા ઉદ્યમ કરે.