________________
પારકાનું અશુભ ચિતવવામાં સુંદરીની સ્થા
૧૯
ચંપાનગરીમાં દત્તશેઠને ઘેર તેની સ્ત્રીને વિષે વરદત્ત નામના પુત્રપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના અભ્યાસથી તે સમ્યગદષ્ટિ અને દયાળુ હતા. સુંદરીના વ ચેથી નરકમાંથી નીકળીને અનેક જીવ ભમીને વરદત્તના ઘેર દાસીના પુત્ર થયા. પૂર્વભવના અભ્યાસથી વરદત્ત ઉપર દ્વેષ કરતા છતા પણ તેના પ્રેમ મેળવવા માટે તેની સાથે ધર્મ પશુ કરે છે. તેથી વરદત્ત પણ તે દાસીના પુત્રને ભાઈ તરીકે માને છે. લાકામાં પણુ ‘“શેઠના ભાઈ” એમ પ્રસિદ્ધ થયા. પણ તે દાસીપુત્ર મેમાં તેમા નાશના ઉપાય વિચારે છે. એકવાર ઝેર ભેળવેલુ પાન તે વરદત્તને આપે છે. ત્યારે ચાવિહારનુ પચ્ચકખાણ હોવાથી પાનને ઓશીકે મૂકે છે. પ્રભાત સમયે વરદત્ત શેઠ જિનમદિરે ચૈત્યવંદન કરવા ગયા ત્યારે વરદત્તની પત્ની ત્યાં આવેલા દાસીપુત્રને કહે છે હે દિયર ! આ પાન તમે લ્યા એમ કહીને આપ્યું. તે પણ તેના મધુર શબ્દમાં આસક્ત બનેલે મૂઢ તે ખાઈને, મરણ પામીને આ સમળીપણે ઉત્પન્ન થયા છે. દાસી-પુત્રને મરેલા જાણીને વૈરાગ્યથી રંગાયેલ મનવાળા વરદત્તશેઠે સાત ક્ષેત્રમાં ધન વાપરીને દીક્ષા લીધી, તે હુ" જાણવા.
ત્યારે તે સમળી મુનિવરના મુખથી તે વાત જાણીને, જાતિસ્મરણજ્ઞાન પામીને, મુનીશ્વરના ચરણુ આગળ આવીને, વાંદીને પોતાના અપરાધને ખમાવીને અનશન કરીને દેવલાકમાં ગઈ. નગરજને અને લેાકેા આ સાંભળીને અને જોઈને જીનેશ્વર ભગવંતાને યામય શુદ્ધ ધર્મ સમકીત સહિત પામ્યા.
ઉપદેશ—મોધદાયક, સુંદરી અને વરદત્તની કથાને સાંભળીને, જો તમે સુખના અથી હૈ। તે પારકાનું બુરૂ' ન ચિતવેા.