________________
૧૧૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
એનું આશ્ચર્યકારક ચરિત્ર અધિજ્ઞાનથી જાણીને હું હસ્યા.’' રાજા વડે પૂછાયેલા મુનિવર સભાના લોકાને ખેાધ આપવા માટે તે સમળીનુ વૃત્તાંત કહે છે.
પહેલા શ્રીપુર નગરમાં ધનબેકી હતા. તેને રૂપાળા પણ શીલભ્રષ્ટ સુંદરી નામની સ્ત્રી છે. પિતને છેતરીને જારપુરૂષને ઘેર જાય છે. એક વાર જારપુરૂષ તેણીના ધણીથી ભય પામેલા કહે છે “તારે મારા ઘેર કદાપી ન આવવું. કારણ કે હું તારા પતિથી ડરું છું.” તેણી કહે છે. હું પ્રિય ! તમે બેફિકર રહે. હું તેમ કરીશ જેથી તમને ભય થશે નહિ. ત્યાર બાદ તેણી ારપુરૂષમાં રક્ત ચિત્તવાળા પતિને મારવાને માટે ઝેર મિશ્રિત દૂધનું પાત્ર ભરીને અભરાઈ ઉપર એક બાજુ મૂકે છે. ભાજન સમયે તેણીના પતિ જ્યારે ભોજનના માટે બેઠા ત્યારે તે ખીર લેવા અંદર ગઈ ત્યારે ત્યાં ઉગ્ર ઝેરવાળા સાપથી ડખાયેલી તે મોટેથી પોકાર કરીને પડીને મરણ પામી. ધનશ્રેષ્ઠી તેણીના પડવાને અવાજ સાંભળીને “શું થયું એમ એકદમ ઉઠીને ત્યાં ગયા. તેણીને મરણ પામેલી જોઈને તેણીના દુષ્ટ ચરિત્રને નહિ જાણુતા બહુ વિલાપ કરે છે. તેણીના મરણુકાને કરીને સંસારથી વિરક્ત મનવાળા તેણે સાત ક્ષેત્રોમાં ધન વાપરીને દીક્ષા લીધી. અને તે અનુક્રમે અગીયાર અંગના જાણકાર થયા.
એકવાર ગુરુની આજ્ઞા લઈને એકલા એક જંગલમાં કાઉસગ્ગમાં રહ્યા. તે સુંદરી પણ—“પારકાનું જે ચિંતવીએ તે નક્કી પોતાને થાય છે” એ ન્યાયે સદંશથી મરીને તે જંગલમાં સિંહપણે ઉત્પન્ન થઈ. તે મુનિને જોઈને પૂર્વભવના અભ્યાસથી મુનિ ઉપર રૂડીને તેને મારી નાંખ્યા. તે ધન્ય મુનિ શુભ ભાવથી મરીને બારમા અચ્યુત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે તે સિંહ મરીને ચોથી નરકમાં ઉત્પન્ન થયા. તે ધન્યમુનિને જીવ જે દેવ થયા હતા. તે દેવલેાકથી વ્યવીને