________________
અનાસક્ત યોગ ઉપર જશ અને સુજશની કથા પાંત્રીશમી
અનાસક્ત યોગથી કમ બંધ થતા નથી. અનાસક્ત
ગના તત્વને જણાવનારુ અહિ બે કુલવાન પુત્રનું દૃષ્ટાંત છે.
એક ગામમાં કુલવાન પુત્રને બે પુત્રો હતા. મોટો જશ અને નાને સુજશ. યુવાવસ્થામાં આવેલા તે ધર્મદેવ સૂરિ પાસે ધર્મ સાંભવળીને પ્રતિબોધ પામ્યા છતાં દીક્ષા લેવા તૈયાર થયેલા. મા બાપને પૂછે છે. નેહથી મોહિત થયેલા તે રજા આપતા નથી. બહું કહ્યું ત્યારે તેઓએ કહ્યું “એક દિક્ષા લ્ય અને એક વળી અમોને વૃદ્ધાવસ્થામાં પાલન કરવાવાળે થાય. ત્યારે મોટાભાઈએ નાનાને કહ્યું “તું રહે. હું દીક્ષા લઉં. ત્યારે તે કહે છે “હું જ દીક્ષા લઉં” ત્યારે જો “ભલે એ પણ ત્યાં સુધીમાં નિસ્તાર પામે. વળી હું ઉપકારને બદલે ન વાળી શકાય એવા મા બાપની અવજ્ઞા શા માટે કરું? એમ વિચારીને સુજશને રજા આપી. વિધિપૂર્વક દીક્ષા લેવડાવી. વિશુદ્ધ પરિણામી જ્ઞાન-ક્રિયાને આરાધવામાં ઉત્તમ તે વિચરે છે.