________________
૨૬
આચાર્ય ભગવંત શ્રીમત્સાગરાનંદ સુરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર પ. પૂ. આચાર્ય મ. શ્રી દેવેન્દ્રસાગર સુરીશ્વરજી મહારાજશ્રીને પણ આ પવિત્ર પ્રસંગે પધારવા વિનંતી થતાં મોડાસાથી ઉગ્ર વિહાર કરી પોષ સુદ ૧૩ ના અમદાવાદ પાંજરાપોળે પધારી ગયા હતા. અને બપોરના અગણિત માહવસમૂહની સભાવના અને પ્રતિષ્ઠાના મંગલ વિધાનની નીવિદન સફળતાની મનોકામનાવાળા સમૂહ સાથે વિહાર કરી મહા સુદ રના ગિરીરાજની પાવન ધરતી ઉપર સમૂહ પ્રવેશ કર્યો.
ભારતભરના શ્રી સંઘના આ એક મહાન અને પવિત્ર શાશ્વતા તીર્થ ઉપર કર્ભાશાહના છેલ્લા ૧૬મા ઉદ્ધાર બાદ આટલી વિશાળ સંખ્યામાં દાદાની ટુંકમાં જિનપ્રતિમાજીઓને પ્રતિષ્ઠા કરવાને મહાન પ્રસંગ હોવાથી પ્રસંગને અનુરૂપ પ્રતિષ્ઠા મહોત્સવને પ્રારંભ પિષ વદ ૧૪ થી શરૂ થયો.
કર્માશાહના છેલ્લા ઉદ્ધાર પ્રસંગે દાદાની પ્રતિષ્ઠા પ્રસંગે ભારત ભરના સર્વ પ્રદેશમાંથી અનેક સંઘે આવ્યા હતા અને વિપુલ સંખ્યામાં ભાવિકોએ આવી પ્રભુપ્રતિષ્ઠાના મહામૂલા પ્રસંગને લાભ લીધે હતે.
તે સમયે અનેક ગરોના પૂજ્ય આચાર્ય મહારાજાદિ શ્રમણ પરીવારની ઉપસ્થિતિ હતી અને તે સર્વમાં અગ્રગણ્ય પૂજ્યપાદ સૂરી સાર્વભૌમ આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરીશ્વરજી મહારાજનું નેતૃત્વ પ્રતિષ્ઠાના મંગલ વિધાનની સફળતાનું કારણ બન્યું હતું.
લગભગ ૪૫૦ વર્ષ પવિત્ર તીર્થધામ ગિરીરાજ ઉપર દાદાની ટુંકમાં નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરવાને મહામુલ પ્રસંગ પ્રાપ્ત થવાથી ભારત–ભરના દૂર સુદૂર અતિદુર પ્રદેશોમાં વસતાં પુણ્યવંત આત્માઓને પ્રતિમાજી મહારાજની પ્રતિષ્ઠા કરવાને આદેશ મળતાં