SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ * સંસારની અસારતા ઉપર નાગરશેઠની કથા મારે કેટલે કાળ સુધી રહેવાનું છે તે તું વિચારતો નથી. એથી વિષયમાં આસક્ત જીવોની કેવા પ્રકારની સ્થિતિ છે, એમ અખિીને મારાથી હસાયેલું. નાગદત્ત પણ મુનિના વચનથી આયુષ્યને અલ્પ જેતે સાધુને પૂછે છે – હે ભગવંત! મારું આયુષ્ય કેટલું બાકી છે?” મુનિ કહે છે-“સાત દિવસનું બાકી છે. આ જોડીને સાતમે દિવસે સંધ્યાકાળે તું મૃત્યુ પામીશ.” નોગદત્ત પૂછે ભગવંત હું સમાધીથી કે અસમાધિથી મરણ પામીશ? મુનિવર કહે છે – હે નાગદત્ત ! આજથી પાંચમે દિવસે તારા માથામાં શળની પીડા થશે તે અસહ્ય શળ પીડા ત્રણ દિવસ ભોગવીને મરણ પામીશ? નાગદત્ત તે સાંભળીને મહાત્માની આગળ પિતાની જાતને હાસ્યપાત્ર ગણત, પિતાની અસભ્ય પ્રવૃત્તિઓને ધિક્કાર, આંખમાંથી આંસુ સારતે સાધુને કહે છે– હે ભગવન્! ખરેખર સાચું હું હસવા યોગ્ય થયો. દુર્લભ માનવભવ પામીને પૌદ્ગલિક સુખમાં રાચી રહેલા મેં કાંઈ પણ પરલકની આરાધના ન કરી, મનુષ્ય ભવ ફેગટ ગુમાવ્યું. હવે શું કરું ?” એમ બોલીને રડતે મુનિના પગમાં પડ્યો. સાધુ પણ નાગદત્તને કહે છે-“હે શ્રાવક! જેમ જંગલમાં એક મોટું ઝાડ હોય છે, ત્યાં સંધ્યા સમયે દૂર દૂરથી આવીને પક્ષીઓ ડાળીઓ ઉપર રહે છે. ફરી પ્રભાત થયે છતે ઉડીને અન્યત્ર ચાલ્યા જાય છે. ફરી ભેગા મળે કે ન મળે એમ સંસારમાં એવા પ્રકારનો કુટુંબ મેળા જાણો. પિતાની જ અર્થસાધનામાં તત્પર સર્વે સંસારી છવો જાણવા. તું પણ આત્માના અર્થને સાધી લે.” નાગદત્તે પહેલીવારના હાસ્યનું કારણ જાણ પોતાની જાતને ધન્ય માનતે બીજીવારના હાસ્યનું કારણ પૂછે છે ત્યારે મુનિ કહે છે – હે નામદત્ત ! સ્ત્રી પુત્રાદિકમાં મૂઢ આત્મા સંસાર સ્વરૂપ પણ નથી જેથી જેને તું પુત્ર માને છે, જે પુત્રથી આનંદિત થાય છે. જેના મૂત્રથી ભરેલું પણ ભજન વહાલું ગણે છે તે તારા પુત્ર તેના
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy