________________
ન્યાયથી કમાયેલ દ્રવ્ય ઉપર જિનદત્તની કથા
છે. કોઈ ધમિક માણસે ધર્મ માટે મને સોનામહોર આપી છે. આ સેનામહેરના પંદર રૂપીઆ થશે. જાળમાં આવેલાં માછલાં વેચવાથી એક દિવસમાં પણ કુટુંબનિર્વાહ ન થશે. હજુ પણ જાળમાં રહેલા માછલાં જીવે છે. તે આ માછલાંના રક્ષણ વડે થયેલ પુણ્યફળ તે ધમષ્ઠને કેમ ન આપું ? એમ વિચારીને બધાં માછલાંને સરોવરમાં મૂકીને નગરમાં આવ્યો. કોઈ પણ વાણુઓની દુકાનેથી એક રૂપીઆનું અનાજ ખરીદીને ઘેર ગયે. તેનું કુટુંબ સમૂહ પણ અનાજ સહિત જલ્દી આવેલા માછીમારને જોઈને પૂછે છે. આ પૂર્વે કદિ નહિ જોયેલું શુદ્ધ અનાજ કયાંથી મેળવ્યું ? એમ કહીને તે કુટુંબી વર્ગ કાચું અનાજ ખાવા લાગ્યું. શુદ્ધ દ્રવ્યના આહારથી બધાયને શુભ પરિણામ થયો. તેની સ્ત્રી પણ પૂછે છે “આ ક્યાંથી મ?” તે મચ્છીમાર કહે છે “કઈ ધર્મીએ મને આ સેનામહેર આપી. તેમાંથી એક રૂપીઆનું અનાજ લાવ્ય. બાકીના ચૌદ રૂપીઆ છે. તે જોઈને ધાન્યના કણીઆના ખાવાથી શુદ્ધ ભાવને પામેલા સ્ત્રી-પુત્ર વિગેરે કહે છે. “આ રૂપીઆ વડે બે માસ સુધી કુટુંબને નિર્વાહ થશે. તેથી આ મહાપાપકારી નિરપરાધી હજારે છોને નાશ કરવા રૂપ નિંદનીય જીવનને ત્યજીને નિર્દોષ કર્મથી જે ગુજરાન ચાલે તે ઘણું સારું. એમ સાંભળીને તે માછીમાર પાપવાળી આજીવિકા ત્યજીને નિર્દોષ વ્યાપારથી વ્યવહાર કરવા લાગે.
એમ ન્યાયનિષ્પન્ન દ્રવ્યના પ્રભાવે આ માછીમાર પરિવાર સહિત સુખી થયો. મંત્રી પણ ન્યાયદ્રવ્યથી માછીમારના લાભને, અનીતિદ્રવ્યથી તપસ્વીની હાનિ જોઈને ભોજરાજાની સમક્ષ બધું કહે છે. રાજા પણ ન્યાયથી ઉપાર્જન કરેલ દ્રવ્યને પ્રભાવ જાણીને ન્યાયપૂર્વક દ્રવ્ય કમાવવામાં પ્રવૃતમાન થયો.