________________
ભાવ ધમ ઉપર લાચીપુત્રની કથા
૧૭૫ કામદેવથી પીડા. કયાંય પણ ધીરજ ધરત નથી. મિત્રોએ પૂછયું “હે મિત્ર, દરેક માણસને હસવાયેગ્ય, આ લોક અને પરલોક વિરુદ્ધ આ શું માંડ્યું છે ? એણે કહ્યું “હું પણ જાણું છું જે કૂળને કલંકરૂપ છે, પણ હું શું કરું ? મારી કામ અવસ્થા અતિ દુર્ધર છે.” તેઓએ કહ્યું “અહીં રાગ વડે સયું. ચૌદ વિદ્યાસ્થાનને પારગામી એવો શ્રેષ્ઠ બ્રાહ્મણ અત્યંત તૃષાતુર થયો છતો ચંડાળના ઘરના ઠંડા પાણીને પણ ઈચ્છતો નથી. માતા પિતાને ઘણું દુઃખ થશે. તેથી સ્વ-પર બનેને સંતાપ કરાવનારા એવા આ દુષ્ટ વિચારથી સર્યું ? આ વિચારથી તું પાછો ફર. ઈલાચી પુત્રે કહ્યું “હું પણ આ સારી રીતે જાણું છું. પરંતુ મારું જીવન એને સ્વાધીન છે. વારંવાર કહેવાથી સર્યું. માતાપિતાએ આ વાત જાણુ. ઈલાચીપુત્ર નટને કહ્યું “ સોના જેવી આ છોકરી મને આપો.” તેઓએ કહ્યું “અમારી આ અક્ષયનિધિ છે. પરંતુ જે એનું કામ હોય તે અમારી સાથે ફરે અને કલા શીખે”
ત્યારબાદ માતા-પિતા અને સ્વજન સમુહ વડે નિષેધ કરાયો છત ઉભય લેકની નિંદાને નહિ ગણકારતે તેઓના ભેગે રહ્યો. અત્યંત દુભાયેલ ચિત્તવાળા પિતા આદિ પાછા ફર્યા. આ પણ તેઓની સાથે વિહરતો નૃત્યકલાને અભ્યાસ કરતા ક્રમે બેનાતટ નગરમાં આવ્યું. ત્યાં વિવાહના દ્રવ્ય નિમિત્તે રાજાની સેવા કરવા લાગે. રાજાએ નૃત્ય કરવાને રજા આપી, નૃત્ય કરવાનું શરૂ થયું. રાજા મહારાણી સાથે સિંહાસન ઉપર બેઠો. નાગરિકે પણ આવ્યા. ઈલાચી પુત્રે પણ જુદા જુદા પ્રકારની કળા વડે લેકના મનને વશ કર્યા પણ રાજા દાન નહિ આપે છતે લેકે પણ દાન આપતા નથી. રાજા તે નટપુત્રીમાં બંધાયેલ રાગવાળો તે ઈલાચીન નાશ માટે ઈલાચીને કહે છે. “હે નટ નાચવાનું શરૂ કર. તે પણ પાદુકા પહેરીને હાથમાં તલવાર અને ઢાલ ધારણ કરી વાંસના અગ્રભાગ