________________
૩૩ પરિપક્વ બુદ્ધિ ઉપર વૃદ્ધ અને જુવાન
મત્રીઓની કથા તેત્રીશમી
જેને થોડો પણ અનુભવ નથી તેનું જ્ઞાન નિરર્થક છે. રાજાના વૃદ્ધ અને યુવાન મંત્રીઓનું
અહીં ઉદાહરણ છે. એક મેટા રાજાને બે પ્રકારના મંત્રીઓ હતા. વૃદ્ધો અને યુવાને. યુવાન મંત્રીઓ કહે છે આ વૃદ્ધ અને મતિભ્રંશ થયેલા મંત્રીઓ સારા નથી માટે તેઓથી સર્યું અમે જ પ્રધાન છીએ.
એકવાર તેઓની પરીક્ષા માટે રાજા કહે છે હે પ્રધાને “જે મારા માથા ઉપર પગની પાનીને પ્રહાર કરે તેને શું દંડ કરાય? વિચાર શૂન્ય યુવાન મંત્રીઓ બેલ્યા “એમાં શું જાણવા યોગ્ય છે. તેના શરીરના તલ તલ જેવડા કકડા કરવા જોઈએ, અથવા તેના શરીરને સારી જલતી જવાલામાં ફેકવું. ત્યારબાદ રાજાએ વૃદ્ધ મંત્રીઓને પૂછયું. તેઓએ એકાંતમાં જઈને વિચાર્યું “હ પ્રધાન મહારાણી જ એમ કરે તેથી તેની તે પૂજા જ કરાય. અહીં આવું જ