________________
શીયલ પાળવા ઉપર સત્યવતીની કથા છેતાલીસમી
“સ્ત્રીઓનું ભૂષણ શીલ છે. તેને જાણતી પતિવ્રતા સ્ત્રીએ મેટી આફત સમયે પણ શીલથી ચલાયમાન થતી નથી,
જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, વિશાલા નામની નગરી છે. તે નગરીમાં રાજાને યોગ્ય ગુણના સમૂહથી અલંકૃત ક્ષત્રિયમાં પ્રધાન, પ્રજાવત્સલ પૂર્ણચંદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તેને કુમુદવતી નામે પટરાણ છે. અને બીજુ ત્યાં જિનધર્મ વાસિત અંત:કરણવાળ, નગરજનોને માનનીય બ્રાહ્મણોમાં ઉત્તમ બ્રહ્મદર રહે છે. તેની સ્ત્રી શીલરૂપી ભૂષણ ધારણ કરનારી હૃદયમાં સમકિત રત્નરૂપી દીવાને ધારણ કરનારી, શ્રેષ્ઠ ધર્મને આચરનારી સત્યવતી નામે છે. પરસ્પર સ્નેહવાળા તેમજ જિનેશ્વરે કહેલ ધર્મની આરાધના કરતા તે બંનેને સુખેથી કાળ જાય છે. સર્વ પ્રકારે સુખી એવા તેઓને એક જ દુઃખ છે કે પુત્રને લાભ નથી. ધર્મથી સુખ થાય છે, એમ વિચારીને શ્રી બાવીસમા તીર્થકરની અધિષ્ઠાયિકા, વાંછિત આપનારી અંબિકા